A letter itself - after lockdown books and stories free download online pdf in Gujarati

એક પત્ર પોતાને - after lockdown

Dear Bhoomi,

હા હું જાણું છું કે આ થોડુ અજીબ છે. પોતાને જ આમ પત્ર હું પહેલીવાર લખી રહી છું. પણ જીવનમાં તો ઘણી બધી વાતો પહેલીવાર થાય ને!.. તો આજે આ પણ કરી જોઈએ!...

આ letter એ ભૂમિ માટે જે lockdown પહેલા હતી.

તો પહેલાં શરૂઆતથી જ શરૂ કરીએ?!.. કેમ છે તું એ હું નથી પુછવાની. કેમ કે 'કેમ' અને 'કેવી' તું હતી એ મને સારી રીતે યાદ છે. યાદ છે ને તને તારાં માટે જીવનમાં ખાલી કેટલી વાત મહત્વની હતી!.. એક ફેમિલી, બીજું ભૌતીકવિજ્ઞાન(physics)અને ત્રીજુ ગુજરાતી. બસ તેનાં વગર તને કશું દેખાતું જ નહતું!.. મને આજે પણ યાદ છે 28th feb, 2020 તારા પ્રોજેક્ટની છેલ્લી presentation કદાચ એ સ્પીચ જેનાં પરથી તને તારાં માર્કસ મળવાના હતાં!. 14th March 2020, Master of physics નો unofficial last day. કેટલી બીક લાગતી હતી !.. પણ એ પણ જાણું છું કે પ્રોજેક્ટની બીક સાથે એ કૉલેજ છોડવાનું દુઃખ પણ હતું. જે જગ્યા પર બે વર્ષ વિતાવ્યા, અરે એમ કહેવું કે જીંદગીની દરેક નાની મોટી વાતને જીવી જાણી. જ્યાં પ્રોફેસર પાસેથી તારીફ સાંભળી અને તેમને જ પોતાની નાની નાની વાતો મનાવવા તેમને ગોળ ગોળ વાતોની પટ્ટી પર પણ ચડાવી દીધાં. જ્યાં boys vs girls પણ થયું અને EC vs CMP નાં ઝઘડા પણ. એ જગ્યાને કેવી રીતે ભૂલી શકાય કે જ્યાં આંસુ પણ પાડ્યા , મોં ફુલાવીને કોલ્ડવૉર પણ ચાલ્યું અને ફંકશનમાં પોતાનું મેનુ પણ સેટ કરાવ્યું. આજે હું જ્યારે વિચારું એ દિવસો તો જાતે જ પોતાની પર હસવું આવે છે. પોતાની વાત મનાવતાં અને કોઈક વાર બીજાની વાત માનવાં પણ કેટકેટલી stupid હરકતો કરી હતી. Teachers and HOD ને તો જાણે હેરાન કરી નાખ્યા પણ છેલ્લે છેલ્લે practical and project માં તેમણે જ એટલું હેરાન કર્યા કે બસ હિસાબ જ બરાબર કરી નાખ્યો. પણ ખુશી એ વાતની છે કે જ્યારે છેલ્લા દિવસો ચાલતાં હતાં ત્યાં દરેક પ્રોફેસરની આંખોમાં અમારાં માટે અઢળક પ્રેમ અને બોલમાં અઢળક આશીર્વાદ હતાં.

હા મને ખબર છે કે તું એ દિવસે એ વિચારીને નિકળી હતી કે એક મહિના પછી પાછું પરીક્ષા આપવાં આવવાનું જ છે ને!. But here comes corona! "કોરોના" એક એવું વિચિત્ર નામ જે એટલી જલદી ફેલાયું કે lockdown જેવાં શબ્દને જે માત્ર ચોપડીમાં વાંચ્યો હતો , ખેંચી લાવ્યો. એમ તો 'સારું થયું' એમ કહેવું તો ના જોઈએ પણ તારાં માટે lockdown વરદાનરૂપ હતું હેં ને!.. કેમ કે પરીક્ષા સામેં હતી અને તેં જરાક પણ વાંચ્યું નહતું. વાંચતી પણ કેવી રીતે!. તારું મગજ જ ક્યાંક બીજે ફરતુ હતું ને!... you know બાકી બધું ચાલી જાય પણ કોઈક ખોટાં સંબંધમાં પડી જવાયને તો પુરાં મનની ઉથલપાથલ થઈ જાય. યાદ છે ને તને, તું છેલ્લો એક મહિનો કેવી રીતે પસાર કરી શકી!.. પણ આજે યાદ કરું છું તો મને વિશ્વાસ નથી થતો કે તારાંમાં આટલી હિંમત અને સમજદારી કેવી રીતે આવી. એક પણ દિવસ એવો નહતો જ્યારે ચહેરાં પરથી મુસ્કાન ગાયબ થઈ હોય અને એકપણ રાત એવી નહતી જ્યારે આંસુઓથી તકિયો ભીનો ના થયો હોય. ત્યારે તને જરૂર હતી માત્ર એક બ્રેકની કે જે તને આ બધામાંથી બહાર આવવામાં મદદ કરે. અને finally, 24th march 2020 PM નરેન્દ્ર મોદીજી એ બ્રેકનો અવસર આપી દીધો. હાં covid 19 નામથી બીક લાગવાં લાગી હતી પણ એથી પણ વધારે બીક exams માં better performanceની હતી. ત્યારે તને વગર માંગ્યે 21 દિવસનો વધારાનો સમય મળી ગયો હતો.

મને હજું યાદ છે આ lockdownમાં રહેવું કેટલું મુશ્કેલ પડી રહ્યું હતું. મને તો ત્યારે ખબર પડી કે જે ફેમિલીને હું આટલો પ્રેમ કરું છું એ બધાં મારાંથી કેટલાં અલગ છે. દરેકનું રહેન- સહેન, કામ કરવાની ઢબ, પસંદ- નાપસંદ અને સ્વભાવ બધું જ જુદું હતું. આ સમયથી પહેલાં તો કોઈને આટલું નજીકથી જાણવાનો સમય જ નહતો મળ્યો. બધાં જાણે પોત પોતાની દૂનિયામાં એટલાં પરોવાયેલાં હતાં કે માત્ર રાતના જમવા પર જ ભેગા થતાં અને થોડી વાતચીક કરી ફરીથી છુટાં પડી જતાં. પણ જ્યારે જાણે- અજાણે મોદીજીએ બધાને એક ઘરમાં ભેગા રહેવા મજબૂર કરી જ દીધાં હતાં તો પહેલાં તો રોજ રોજનાં ઝઘડાં થતાં.!. કોઈને એક રૂમ જોઈએ તો કોઈને બીજી વસ્તુ. કોઈને ઘરનું એકનું એક જેવું જમવાનું ના ભાવે તો કોઈકને work from home એ માર્યા હતાં. રોજની ઝીક ઝીક. ઘરમાં બધાં પરેશાન. પણ જ્યારે આપણી પાસે કોઈ option ના હોય અને ખરેખર એ માથું દુખાડતા કામ કરવાં જ્યારે મનથી પ્રયત્ન કરીએ ને તો સૌથી વધારે ગમતું કામ એ જ બની જાય. પછી શું!.. દિવસો વિતવાં લાગ્યા અને બધાં ધીમે ધીમે એકબીજાનાં જીવનમાં ભળવા લાગ્યા. મદદ કરવાં લાગ્યા અને " મારે કામ છે" ની જગ્યા " આપણે કરી લઈએ" નો રુલ આવી ગયો. અને એક ઝટકે બધું સુધરવા લાગ્યું. રોજ રોજની નવી નવી વાતોમાં દાદા - બાની જીંદગીની એટલી સુંદર વાતો બહાર આવવા લાગી. મમ્મી- પપ્પાનાં " મારી વાત સાચી છે" વાળી વાતો અને " તમને ના ખબર પડે" વાળા મીઠાં ઝઘડા tv serial ના episode જેવાં લાગવાં લાગ્યા.

તને હંમેશા લાગતુંને કે તું ક્યારેય ચુપ રહેતાં નહી શીખી શકે!. પણ તને યાદ છે તું આ lockdown માં એ પણ શીખી ગઈ . પોતાનાં ઘરનો એક મન ગમતો ખુણો તારાં માટે તારી દૂનિયા બની ગયો. જ્યાં બેસી તેં તારી જાત સાથે જ મુલાકાત કરી, ગરમ ગરમ ચ્હાની ચુસ્કી સાથે પોતાની જાત સાથે જ વાત કરી!. Beautiful moments માં એ વાતોનો સમાવેશ ક્યારે થઈ ગયો ખબર જ ના પડી.

પણ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ભૂમિ જે એમ તો સફાઈની ભૂખી હતી પણ જે વાંચવાં - લખવાની જગ્યા અને પોતાની books સિવાય ઘરનો બીજો ભાગ સાફ કરવામાં રોજ નખરાં કરતી હતી એ હવે રોજ મમ્મીનાં કહ્યા વગર જ કચરો વાળી નાખે છે!... જે ભૂમિની રોટલી રોજ ભારતનો નકશો અને શાક- દાળ નમક વિહિન બનતા હતા તે રોટલી હવે ગોળ ગોળ અને શાક - દાળ સ્વાદથી ભરેલાં બનવાં લાગ્યા છે!.. જે છોકરીને એક કપ દૂધ ઉકાળવામાં આળસ આવતી હતી એ આજે બધાં માટે ચ્હા ઉકાળી લે છે!. કેવી રીતે?!... કદાચ મમ્મીનો જ અસર છે કે આજે હું રસોડામાં માત્ર ખાવા નહીં પણ ખાવા બનાવવા પણ જતી થઈ ગઈ છું. મમ્મી તો આજે પણ કહે છે કે બધું શીખવામાં બહું વાર લગાડી દીધી . પણ પપ્પા આજે પણ મારી સાઈડથી બોલી લે છે કે મારી દિકરી બધું કામ પરફેક્ટ ટાઈમ પર જ શીખે છે. કદાચ તું ભૂમિ મમ્મીને જોઈતી હતી એવી છોકરી નહતી. પણ આજે હું કહી શકું છું કે lockdown પછીની આ ભૂમિ મમ્મીની ફેવરેટ છોકરી છે. આજકાલ તો મમ્મીનાં મોંઢે તારીફ સાંભળવા પણ મળી જાય છે.

હાં એ વાત છે કે ભાઈ સાથેનાં સંબંધ હજું સુધર્યા નથી. આજે પણ અમેં એટલું જ ઝઘડીએ છીએ જેટલું તું ઝઘડતી. બસ ફર્ક એટલો છે કે આજકાલ તેને ઘરમાં ટકીને બેસતા આવડી ગયું છે. અને પીઝા, બર્ગર વજર પણ ઘરનું જમવાની આદત પડી ગઈ છે. પણ તે આજે પણ મને બહું હેરાન કરે છે. મારાં હાથથી બનેલું જમે છે પણ જો પુછી લીધું હોય ને કે કેવું બન્યું છે તો એક જ જવાબ મળે છે કે' ચલાવી શકાય એવું' . અને આટલું બોલીને પણ પેટ ભરીને ખાય છે. પણ સાચ્ચે કહું તો હું આજે પણ તેનાં મોંઢે આ જ સાંભળવાં તેને પુછી લઉં છું કેમકે હવે આદત પડી ગઈ છે .

ભલે ઘેર રહ્યા છે આજ સુધી પણ વિડિયો કૉલ્સ તો આજે પણ પહેલાની માફક જ ચાલું છે. બસ હવે online classes and webinarsનો થોડો સમય કાઢી લેવાય છે. Online exams આપવી તો નહતી પણ એ પણ એક અલગ અનુભવ અનુભવી લીધો છે. બસ એક વાત મને પસંદ નથી કે કોઈ એમ પુછે કે હવે આગળ એડમિશનનું શું થયું!.. અરે ભાઈ કેટલીવાર કહેવાનું કે covid 19 નો સમય અમને પણ નડે છે. થોડી વાર તો લાગશે ને!. પણ જેમતેમ જવાબ આપી દેવાય છે.

બસ વધારે તો નહીં પણ એટલું તો કહી શકું કે આ બ્રેક પહેલાની ભૂમિ એટલે કે તું અને આજની ભૂમિ એટલે કે હું માં ફરક તો આવી ગયો છે. થોડાં કામો મેં નવાં શીખી લીધાં છે અને થોડી આદતો મેં તારી ભૂલો પરથી છોડી દીધી છે. પણ ખબર છે આ બ્રેક પરથી મને સંબંધોની પરખ થઈ ગઈ છે. આજે મને એટલો કોન્ફરન્સ છે કે મને ખબર છે કે કોનાં માટે " distance matters" નો rule લાગુ પડે છે અને કોને દૂરીથી ફર્ક નથી પડતો. બસ હવે એટલી જ આશા છે કે future Bhoomi આપણાં બે ની ભૂલો માંથી કશુંશ સારું શીખે અને bright path પર આગળ વધે. જ્યાં તેને કોઈની પર આધાર રાખવાની જરૂર ના પડે, જ્યાં તેને ખબર હોય કે all we need is ourselves and not anyone to be happy!.

બસ યાર ... હવે વધારે નહી લખી શકાય. પણ આજે પણ હું તને બહું યાદ કરું છું ભૂમિ, તારાં જૂનાં ફોટોનું ફોલ્ડર આજે પણ અનાયાશે જ ફોનમાં ખુલી જાય છે. તારી સ્માઈલ મારાં માટે આજે પણ હિંમતનું અને તારાં sad mood still smiling face selfie મને આજે પણ ખૂચી જાય છે. પણ હું જીવનમાં હવે " કાશ " શબ્દ નથી લાવવાં માંગતી. એટલે હવે હું મારી stupidity માં જ ખુશ રહું છું. મનનાં કોઈ ખૂણે આજે પણ ફર્ક પડે છે કે લોકો શું વિચારશે પણ પછી હું એ જ ખૂણાને બંધ કરી તેને મનમાં જ દબાવી દઉં છું.

એમ તો આ સમય મારાં માટે સારો જ રહ્યો, હા કોઈક વાર depression અને exhausted થઈ હોઈશ પણ એ તો જીવનનો ભાગ છે. કોઈક વખત તેની પણ જરૂર પડે.

So I'm happy with myself. બસ હવે આ covid પુરું થાય અને દેશની કથડી ગયેલી હાલત એ પછી માણસોની હોય કે economy ની હોય એ સુધરી જાય. અને હવે આ માસ્ક પહેરીને બહાર ના નિકળવું પડે. જરાક પણ પસંદ નથી . અને બસ પહેલાની માફક રોડ પર, બાગમાં અને દૂકાનો- મૉલમાં અને બાકી બધી જગ્યા લોકોની ફરીથી હસતી રમતી જીંદગી શરૂં થઈ જાય. જ્યાં કોઈ માણસને પોતાની આજીવીકાને કારણે ભૂખે ના ઉંઘવું પડે.

This is the letter for my past innocent and stupid Bhoomi who was always wanted her fairytale life. But sometimes real life is not so bad only we need to accept certain things.

Have a great life my dearest Bhoomi. I LOVE YOU " dil se".

Today's Bhoomi.

___________________________________________
રેટિંગ જરૂરથી આપજો અને સાથે એ પણ જણાવજો કે તમારાં માટે આ lockdown ની કયી એવી વાત હતી જેમાં તમારો સૌથી વધારે સમય અને દિવસ નિકળ્યો હોય!..

બીજા રસપ્રદ વિકલ્પો