કોરોનાની દસ્તક Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાની દસ્તક


"સર, મને કોરોના તો..." સુશીલા આગળ કઈ બોલે એ હાલતમાં જ નહોતી એની આંખમાંથી દળદાર આંસુઓ વહી જતા હતા.

સફેદ કોર્ટની પાછળ પણ તો છેવટે તો ડોક્ટર પણ તો એક માનવ જ હોય છે ને ડોકટર કેયુર પણ એમની ચશ્માની નીચે રડતા જ હતા!

"ના... તને તો કઈ જ નહિ હોય! તું જરાય ચિંતા ના કર!" કેયુરે બંને એટલા સ્વસ્થ થતાં કહ્યું.

"પણ સર, હશે તો... શું હું મરી જઈશ?!" એણે રડવાનું ચાલુ જ રાખ્યું.

"અરે, કહુું તો છું... કઈ નહિ હોય!" કેયુર ફરી બોલ્યો.

"સર, મને બહુ જ ડર લાગે છે! આખાય ઘરની જીમ્મેદારી મારી ઉપર જ છે!" સુશીલાએ કહ્યું તો કેયુર એની સાવ નજીક જઈ પહોંચ્યો.

"હા... બાબા, હું તને કઈ જ નહિ થવા દઉં! આઇ પ્રોમિસ!" એઝ અ ડોક્ટર એણે એને સમજાવવા ચાહ્યું.

"હા... તો તને ખુદ મારાથી કોઈ સોશિઅલ ડિસ્ટન્સ નહિ રાખો!" એણે શરત મૂકી.

"સારું... ચોક્કસ!" કેયુરે માન્ય રાખ્યું.

"કોઈ મારી પાસે આવે કે ના આવે તમે આ ચૌદ દિવસ મારી પાસે જ રહેશો!!!" એણે કહ્યું.

"લવ તો તને જ કરીશ, તું જીવું કે મરું!!!" કેયુરે વિચાર્યું અને એની એકદમ નજીક ગયો.

હળવેકથી એના ગાલને ટચ કરી કહ્યું, "લે હું આખો દિવસ તારી પાસે જ રહીશ! ઓકે ખુશ!"

"હા..." એણે કહ્યું અને બંને ભેટી પડ્યા.

કેયુરના ડેડ આ લોકોના ફેમિલી ડોકટર હતા... જ્યારથી તેઓ અન્ય શહેરમાં ગયા અહીં કેયુર કામ સંભાળતો હતો. આમ તેઓ ઘણા જ કરીબ હતા. વાસ્તવમાં તો સુશીલાને પણ જોવું હતું કે આટલા ભયંકર રોગમાં પણ એ એનો સાથ છોડે છે કે નહિ! પણ એણે નિર્ણય કરી જ લીધો હતો કે મરું કે જીવું પણ સુશીલા સાથે જ!

"અરે, જો તું પ્લીઝ તારું ધ્યાન રાખ પાગલ, કારણ વિના બીમાર થયા કરું છું!" એક વાર કેયુરે સુશીલાને કોલ પર કહેલું.

"અરે બાબા, ડોક્ટર છું તો બધી સલાહ મારી માટે જ!" એણે કહેલું.

એ એના ફ્રેન્ડ સાથે પાણીપુરી ખાવા આવી હતી, પણ એણે બિલકુલ નહોતી ખબર કે એ પાણીપુરી બનાવવા વાળાને કોરોના હશે! એણે કોઈને પણ કહ્યા વિના એની દુકાન ચાલુ જ રાખી હતી! આથી છેલ્લા આવેલા બધા જ પાણીપુરી ખાવાવાળાઓને ચૌદ દિવસ માટે કોરોંટાઈન કરવામાં આવ્યા હતા! અને એ બધાનાં ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા.

"ના... કહેલુંને કેમ નહોતું માન્યું મારું!' કેયુર એણે ગાલ પર હાથ ફેરવતા કહેલું.

"મરી જ જાઉં તો પણ તો સારું જ ને! કેટલું ટેન્શન છે!" એણે રડમસ રીતે કહ્યું.

"અરે, બાપા... બધું જ ઠીક થઈ જશે! હું તારી ફેમિલી ને મોકલી દઈશ પૈસા!" કેયુરે વિશ્વાસ અપાવ્યો.

"હા... પણ યાર, મારે જોબ પણ કરવી છે!" એણે કહ્યું.

"અહીં આવી જા, મારી આસિસ્ટન્ટ બની ને!" કેયુરે કહ્યું.

"હા... ફાઈનલ! પણ જીવું તો ને!" વાતે વાત નીકળી જ ગઈ, એ જ વાત જેને ટાળવા કેયુર મથ્યો હતો.

"જો એક વાત સમજી લે... આપણે જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે જ!" કેયુરે એના હોઠ પર આંગળી મૂકતા કહ્યું.

"કેમ, તું દૂર રહેજે મારાથી! ચાલ તો દુર થઈ જા!" સુશીલાને હવે એની વાતનો જ ખૂબ જ પછતાવો આવી રહ્યો હતો!

"અરે હું પણ કેટલી પાગલ છું! તને પણ આ મોતના કૂવામાં ધકેલી દીધો!" એનાથી આ કહેતા કહેતા જ રૂમમાં છેલ્લે ખૂણે પાછળ પગે ચાલી જવાયું હતું.

"અરે, ઓ પાગલ! દેખ એવું નથી! હું તો એમ પણ તારી નજીક જ રહેત!" કેયુરે પણ એની પાસે જતા કહ્યું.

"ઓ મિસ્ટર, દૂર રહેજે મારાથી! નહિતર... નહિતર... હું આ કોરોના પહેલા જ સ્યુસાઇડ કરી લઈશ!" એણે ધમકી આપી.

કેયુર એની પાસે ગયો અને એણે ગળે લગાવી દીધી!

"કોઈને કંઈ જ નથી થવાનું પાગલ! આ તો ખાલી શક્યતા છે!" કેયુર બોલતો હતો.

સુશીલા તો બસ એણે ભેટીને રડી જ રહી હતી.

એ પછીના બાકીના ચૌદ દિવસ બંને પાસે જ રહ્યા બંનેએ વિચાર કરી લીધો હતો કે આગળ જે ફ્યુચર હોય એ પણ આ સમય કેમ ના જીવી લઈએ!

"તું ખુદને બ્લેમ ના કર! એમ પણ હું તારી વિના જીવી જ ના જ શકત ને!" કેયુર એણે એકવાર કહેલું.

"મને બહુ જ ડર લાગે છે! રિપોર્ટ શું આવશે!" આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવી જવાના હતા. બંનેના દિલ બહુ જ તેજીથી ધડકી રહ્યા હતા!

જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે કેયુર એની ખુશી રોકી જ ના શક્યો બંનેનો રિપોર્ટ કોરોના નેગેટિવ હતો! સુશીલા કેયુરને વળગી પડી અને કહેવા લાગી, "આઇ લવ યુ, કેયુર! આઇ જસ્ટ લવ યુ!"

"આઇ લવ યુ, ટુ!" કેયુરે પણ કહ્યું. બંને બહુ જ ખુશ હતા એમની લાઇફમાં કોરોનાએ આપેલ દસ્તક બંધ થઈ ગઈ હતી!