અફસોસ લોક-ડાઉનનો Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અફસોસ લોક-ડાઉનનો



"અરે, પ્લીઝ યાર, હું આજે મસ્તીનાં મૂડમાં બિલ્કુલ નથી!" શૈલેષ બોલ્યો તો સૌ હેરાન થઈ ગયા. એણે પહેલા ક્યારેય આવું નહોતું કહ્યું.

"કેમ, શું થયું છે તને?!" રાધિકા બોલી.

"અરે કઈ નહિ, બસ આજે મૂડ નથી મસ્તીનો મારો!" શૈલેષ અકળાતા બોલ્યો.

"અરે મૂડ તો કોનો હોય?! આ લોક-ડાઉન જે આવી ગયું છે!" પ્રિયા બોલી.

"આઇ જસ્ટ હેટ કોરોના વાઇરસ!" શૈલેષ એ રોષ વ્યક્ત કર્યો.

"કેમ આમ?! શું થયું?! કોલેજ બહુ જ યાદ આવે છે કે શું?!" પ્રિયાએ હસતા અને અને એના ભાઈ શૈલેષ ની મજાક ઉડાવતા કહ્યું.

"હા... જ તો વળી!" શૈલેષ થોડું શરમાતા શરમાતા બોલ્યો. એના ચહેરા પર શરમ ની સાથે એક સ્માઈલ પણ આવી રહી હતી અને સાથે જ એની બચપણની ફ્રેન્ડ એના જ ગામની રાધિકા એ સ્માઈલ જોઇને વધારે ને વધારે ઉદાસ થઈ રહી હતી. પણ હમણાં તો સૌનું ધ્યાન બસ શૈલેષ ની સ્માઈલ પર હતું. આ શરમને છૂપાવવા શૈલેષ બીજી બાજુ ફરી ગયો અને એક સળી લઈને જમીનમાં કંઇક લખવા લાગ્યો.

"ઓહ વાઉ! કોણ છે એ?!" પ્રિયાએ સીધું જ પૂછી લીધું!

"માંસી!" ખાટલા પરથી જ એક નાની દંડી થી જમીન પર લખતા શૈલેષ બહુ જ શરમાતા માંડ બોલી શક્યો.

બધા આ લોક-ડાઉનમાં કંટાળ્યા હતા તો વાડામાં આવીને બેઠા હતા. એમ પણ સૌને ક્યાં આમ પાસે બેસવાનો ટાઈમ જ મળતો હતો?!

રાધિકા ત્યાંથી ઊભી થઈ એના ઘરે જઈ બસ ખૂબ જ રડી લેવા માંગતી હતી! આખીર કોનામાં આવી તાકાત પણ હોય કે એ આ સાંભળી શકે?! અને ખુદ એના જ મોઢાથી?!

પ્રિયા શૈલેષને કઈ કહી શકે એ પહેલા તો પેલી ઊભી થઈ ને ચાલી પણ ગઈ! પણ શૈલેષ તો એની માંસી ની યાદો અને વાતોમાં મશગુર હતો!

"ચાલ, રાધિકા તો ગઈ!" પ્રિયા બોલી.

"ઓહ તો એ જતી રહી?!" શૈલેષ એ હળવું ચોંકતા કહ્યું.

"ચાલ મે તો ચાલી ઊંઘવા," કહી પ્રિયા ઘરમાં ઊંઘવા ચાલી ગઈ.

🔵🔵🔵🔵🔵

શૈલેષ અને રાધિકા બચપણ થી ખૂબ જ કલોઝ હતા. બંને સાથે રમતા, સ્કુલ પણ સાથે કરી. પણ કોઈ કારણસર રાધિકા શૈલેષ ની કોલેજમાં એડમીશન ના લઇ શકી!

બચપણ ની ઉંબર થી જવાનીમાં બંને આવ્યા તો પણ એમના સંબંધ માં તો કોઈ ફરક નહોતો પડ્યો! બંને બહુ જ ક્લોઝ ફ્રેન્ડ બની ગયા. બધી જ નાની મોટી-વાતો બંને એકબીજાને કહેતા.

🔵🔵🔵🔵🔵

"રાધુ ક્યાં છે?!" રાત્રે જ્યારે બહાર બધા સાથે બેસવા પણ રાધિકા ના આવી તો શૈલેષ થી ના જ રહેવાયું.

"ઘરમાં છે... ખબર નહિ શું થયું છે, બસ રડ રડ જ કરે છે! જમતી પણ નથી! તું જ મનાવ એણે!" રાધિકાની મમ્મીએ એમના મન નો ઉભરો કાઢ્યો.

"હા... હું મનાવું એણે!" કહીને એ અંદર રૂમમાં ગયો.

વિખરેલા વાળ, રડી રડીને સૂઝી ગયેલી આંખો અને તેમ છત્તા એના કુદરતી સૌંદર્ય થી બહુ જ સુંદર લાગી રહી હતી.

"અરે ઓ પાગલ! આ શું હાલત કરી છે?!" શૈલેષ એ થોડું હસતા અને સ્વાભાવિક રીતે જ કહ્યું.

"આઇ જસ્ટ હેટ યુ!" રાધિકાએ કુંજરાતા કહ્યું.

"માંસી એણે કહેવાય જે હંમેશા માનસપટલ (મન) પર જ હોય! બચપણથી જ મારી માંસી તો બસ એક જ છે!" શૈલેષ એ થોડું સિરિયસ થતાં કહ્યું.

"શું મતલબ?!" આંસુ રોકતા અને આંખો બહાર કાઢતા રાધિકા બોલી.

"એટલે એવું છે ને કે... તું મને લવ કરું છું કે નહિ એ જ મારે જોવું હતું!" શૈલેષ બોલ્યો.

કઈ પણ કહ્યા વિના રાધિકા એને વળગી જ પડી.

"આઇ લવ યુ, શૈલેષ! આઇ લવ યુ સો મચ!" એણે સાવ ધીમેથી કહ્યું.

"આઇ એમ સો સોરી! મે તને બહુ જ રડાવી છે ને!" શૈલેષ બોલ્યો તો એની આંખોમાં પણ આંસુ હતા.

"હું ડેડ ને કહીશ, તારું અને મારા મેરેજની વાત... તારી અને મારી ફેમિલી એમ પણ મોડર્ન વિચારધારા ધરાવે છે તો કોઈ વાંધો નહિ આવે!" રાધિકાએ પહેલા એના ગાલના આંસુ લૂછ્યા અને પછી શૈલેષ ના આંસુ પણ લૂછ્યા હવે બંનેના ચહેરા પર એક ચમક આવી ગઈ હતી, હવે બંનેને કોઈ ફરક નહોતો પડવાનો કે લોક - ડાઉન કેટલું પણ આગળ વધે! બંને આ લોક ડાઉન માટે તૈયાર હતા! હવે કોઈને પણ આ લોક ડાઉન નો અફસોસ નહોતો રહેવાનો.