લગ્નની વેદી પર.. અંક -1 R.Oza. મહેચ્છા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નની વેદી પર.. અંક -1

એ અંધારામાં ઘેરાયેલી જગ્યા ક્યાંક ક્યાંક
આંછો પ્રકાશ ફેંકતા પીળા બલ્બો લટકતાં હતાં.
એ હારબંધ ઓરડીઓ વચ્ચેથી સીધાંશુ આગળ
ચાલતાં વોર્ડબોયનો દોરવ્યો આગળ વધી રહ્યો હતો.
એક વિચિત્ર વાતાવરણ અને એમાંય કોઈક ઓરડીઓ
માંથી સંભળાતું આછું રુદન તો ક્યાંક પડઘાતું અટહાસ્ય
તો વળી વચ્ચે વચ્ચે સંભળાઈજતો અસ્પષ્ટ બબડાટ,
સીધાંશુ ઘૂટન અનુભવી રહ્યો હતો. જલ્દી આ પીડાની
ટનલનો છેડો આવે એવાં ઉચાટમાં એ બધું જ ભુલી
બસ ક્ષણોને ચીરતો ઝડપી પગલાં માંડી રહ્યો હતો.

આખરે બીજાં માળે આવેલી રૂમ નંબર 250 પાસે
જઇને એ માણસ અટક્યો. સીધાંશુએ એ મેલી કાટ
ખાધેલી જાળીમાંથીઅંદર જોયું. પણ એની આંખો
આ દ્રશ્ય જોઈને ડઘાઈ જ ગયી. હૃદય જાણે મૂંગી
ચીસ પાડી ઉઠ્યું.. શું.. આ.. આ.. જ હતી રૂહાની,
એ હસતી જિંદગીથી ભરપૂર રૂહાનીને મૂકીને એ
ગયો એ રૂહાની આવી કેવી રીતે હોઇ શકે..!!

એ વહેતાં ઝરણાં જેવી ચંચળ, ઉડતા પંખી જેવી
જીવંત, પવન જેવી ગતિશીલ, ફુલ જેવી કોમળ
અને જિંદગીના રંગીન ફોટોગ્રાફ જેવી રૂહાનીને
આવી હાલતમાં જોઈને સીધાંશુને દુનિયા આખી
ગોળ ફરતી લાગી એ કાળાશ ઓઢેલી દીવાલો
પોતાનાં તરફ ધસતી હોય એવી ભીંસ ઉઠી એની
છાતીમાં.. એ પોતાનુ સંતુલન ગુમાવે એ પહેલાં
પાછળ ઉભેલા વલ્લભ પંડ્યા એનાં પિતાએ એને
ટેકો આપી દીધો.

સીધાંશુનાં હોઠ ફફડ્યાં પણ વોર્ડબોય બોલ્યો,
" જો સાહેબ આ પેશન્ટ અવાજ થાય કે કોઇ
એને બોલાવે તો રડવા લાગે છે, પછી ઊંઘનું
ઇન્જેકસન દેવું પડશે અમારે, તો તમે જરાક
ધીમે જ બોલજો.

જરાક દુર હટીને સામી દીવાલે ટેકો દઈને સીધાંશુ
બોલ્યો, " પપ્પા મારી લાડકી બહેન.. મારી રૂહાની
દીદીની આવી દશા કેમ થવાં દીધી તમે..??"

વલ્લભભાઇ એ માથું ધુણાવતા કહયું, " બેટાં અમે
તો કેટલી હોંશથી એનાં લગ્ન કર્યા હતાં, એમ હતું કે
સાસરે જઇને સુખમાં મ્હાલશે તારી રૂહાનીદી પણ
ખબર નહીં એકદમ શું બની ગયું એવું કે રૂહાનીની
આવી હાલત થઇ ગયી .."

પણ પપ્પા આ બધું બન્યું પછી પણ તમે કેમ મને
જાણ નાં કરી..?? એની આવી દશા કરનારને સજા
કર્યા વિના તમે કેવી રીતે રહી શક્યા..??

"બેટાં, રૂહાની જયારે યાદશક્તિ જ ભુલાવી બેઠી છે,
તને મને કે કોઈને ઓળખતી જ નથી, ત્યારે તારું
અમેરિકામાં કેટલી મહેનતે ગોઠવાયેલું ફાર્મસીનું ભણતર બગાડીને હું ઔર ખોટ કેવી રીતે ખાઉં..?? અને એ કાંઈ
બોલે જ નહીં તો આપણે કેસ પણ કઇ રીતે કરીયે..?? "

બસ નફો ને ખોટનાં એ તમારાં હિસાબે જ અમારાં
બેય ભાઇ બહેનની જિંદગીને આમ શતરંજ જેવી
અટપટી કરી નાંખી છે. જોવો તો ખરાં તમારી એક
ભૂલે મારી બહેનને ક્યાં પહોંચાડી દીધી...??
પાગલખાનાંમાં છે મારી રૂહાનીદીદી.. !!

વલ્લભભાઇ પણ ઉકળી ગયાં, " મેં.. મેં.. બગાડી
તારી બહેનની જિંદગી એમ..?? અરે એને શું તકલીફ
છે એ કદી બોલી જ નહીં એ .. મને શું તારી માંને પણ
એણે કદી કઇ કહયું જ નહીં.. સીધો ફોન જ આવ્યો
એક દિવસ મને જમાઈનો કે તમારી દીકરીએ માનસિક
સંતુલન ગુમાવી દીધું છે, આવીને લઇ જાવ એને.. "

સીધાંશુને હવે આગળ વિવાદ કરવો નકામો લાગ્યો,
આમ જ રાડારાડ કરીને પોતાની વાત જ સાચી
મનાવવાંની એનાં પિતાની જુની ટેવ વિષે એ જાણતો
હતો.

જાળીની જરાક નજીક જઈને જોયું એણે તો,એ
અંધારી ઓરડીનાં એક ખૂણામાં ટૂંટિયું વાળીને
બેઠી હતી રૂહાની, એનું માથું એણે દીવાલને ટેકવ્યું
હતું, આંખો બંધ હતી અને કદાચ બરછટ બનેલાં
ગાલો પર સુકાઈ ગયેલાં આંસુઓની છાપ હતી.
એનાં સૂકા નબળાં હાથો પર મારનાં નિશાન હજી
એનાં પર વીતેલાં ત્રાસની કહાની ચિત્કારીને કહી
રહ્યાં હતાં.

સીધાંશુએ અમેરિકામાં એનાં ફાર્મસીનાં ભણતર
દરમ્યાન આવાં અનેક કેસ સ્ટડી કર્યા હતાં પણ
પોતાની જ બહેનને આ દર્દનાક અવસ્થામાં જોઈને
એનું મગજ સૂન્ન થઇ ગયું હતું. એ બમણી ઝડપથી
બહાર તરફ ભાગ્યો અને મુખ્ય ડોક્ટરની કેબિનમાં
પ્રવેશતાં બોલ્યો, " સર આવું ગૂંગળાવતું વાતાવરણ
અને આટલું અંધારું આમાં તો સાજા પણ ગાંડા
થઇ જાય.. એમાં મને તો શક્યતા જ નથી લાગતી
કે કોઇનું પાગલપન તમે મટાડી શકતા હશો.. !!

ડોક્ટર શર્માનાં ભાવશુન્ય ચહેરાં પર જરાક
ઉપહાસભર્યુ હાસ્ય આવ્યું, એ બોલ્યાં " યે તુમ
ફોરેનવાલો કા યહી પ્રોબ્લેમ હેં.. વહાં સે આકે
ઇન્ડીયા કોં વહાં સે કમ્પૅર કરને લગતે હો.. દેખો
હમારી સરકારી યહ સબ પાગલ કોં સંભાલ લેતી હેં
ઉતના હી બહુત હેં.. વરના ક્યાં તુમ અપની બહેન
કોં ઘરપે થોડાં રખ શકતે.. હમ દવાઈ તો દે રહાં હેં..
પર વો કિસીકો મિલના યાં સુનના હી નહીં ચાહતી
ઔર ક્યાં કરે અબ હમ ભી..??

"મેં ઉસકો કીસી પ્રાઇવેટ હોસ્પિટલ મેં લે જાના
ચાહું તો..??"

"આપકી મરજી.. બોલો તબ પેપર બના દૂંગા મેં તો..
પર યહાં એસા કોઇ ડોક્ટર મિલે તો ઢૂંઢ લો..
" ડોકટરે મોઢું બગાડીને કહ્યું.

સીધાંશુ વલ્લભભાઈ સાથે કારમાં બેઠો પણ એનાં
મનમાં વિચારોનું યુદ્ધ ચાલું જ હતું. કોણ હશે જેને
એની બહેનની આ દશા કેવી રીતે થઇ એ ખબર
હોય..?? કોણ હોઇ શકે જેનાં પાસે રૂહાનીને ફરી
જીવતી અને હસતી કરવાની જડીબુટ્ટી હશે..??
એકદમ એને યાદ આવ્યું એક હૃદયનાં ખૂણામાં
સમયનાં થરો પાછળ છુપાવેલું એ નામ સ્નેહા રાઠોડ..
પણ આટલાં વર્ષો પછી ક્યાં હશે સ્નેહા.. પહેલેથી
સાઈકિયાટ્રીસ ડોક્ટર બનવા માંગતી એ હવે તો ડોક્ટર
બની ચુકી હશે ને..??

થોડીક રાહત મળી સીધાંશુનાં મનને એક આછેરી
આશાથી.. પણ હવે અનેક પડકારો હતાં એનાં સામે
અને જયાં સુધી એ રુહાનીને પહેલાં જેવી નોર્મલ
બનાવીને એને આવી ભંયકર યાતનાભરી જિંદગી
દેનાર એ માણસને સજા નાં અપાવે ત્યાં સુધી એ
જંપ વાળીને નહીં જ બેસે એ નક્કી કરી લીધું હતું
એનાં મને..

(( એ કોડભરી કન્યા રૂહાની સાથે લગ્ન પછી એવું શું
બન્યું હશે કે એની આવી દશા થઇ ગયી..?? સીધાંશુ
કેવી રીતે ફરી રૂહાનીનો એની હસતી જિંદગી સાથે
મેળાપ કરાવી શકશે એની કહાની જલ્દી જ આગલાં
અંકમાં રજૂ કરીશ.))

R.Oza. " મહેચ્છા "