એક વ્યક્તિ જ્યારે ગુનો કરે છે, ત્યાર પછી તે અપરાધી ગણાય છે. એક અપરાધીનો કેસ ઘણા મહિના સુધી ચાલે છે.બંને પક્ષ પોતાની દલીલ કરે છે અંતે સચાઈની જીત થાય છે. આ જીત મેળવવાં માટે ઘણી મેહનત થાય છે, કારણ કે અપરાધી જ્યારે કોઈ હસ્તી હોય છે ત્યારે તેને જેલ સુધી પહોચાડવામાં જેટલી મેહનત લાગે છે તેટલી મેહનત આમ માણસમાં લાગતી નથી. અંતે તે વ્યક્તિ જેલમાં જાય છે તો પણ તેને બહાર કાઢવાના ઘણા પ્રયાસ થાય છે. તે આમ માણસ કરતાં વધારે છૂટછાટ મેળવે છે. જેલમાં અપરાધીનું વર્તન સારું હોય છે ત્યારે તેની સજા ઓછી કરવામાં આવે છે. એક અપરાધી જે જેલમાં છે તેની પાસે તમે શું અપેક્ષા રાખો છો. તે જેલમાં શું કરી શકે છે. હવે એક બાર વર્ષનું બાળક કોઈ ભૂલ કરીને તેની માં આવે છે ત્યારે તે ખોટું બોલે છે અને બચવાનો પ્રયત્ન કરે છે. તેની માં સામે તે કંઈ નથી કરતો ! હું ઘણા એવા કેસ જોવું છું જે ખલનાયકને જેટલી સજા મળી છે તેનાથી ઓછી સજા ભોગવી ને બહાર આવીને પાછો ગુનો કરે છે. (ભાગ - ૨) મને વિચાર આવે છે કે એક વ્યક્તિ કેટલા ગુના કરીને બચી શકે છે. દશ ગુના કરીને બચી શકે છે અને આ ગુના તો હજી ગીનિત છે. તમે એકવાર વિચાર કરજો એક વ્યક્તિ જે દશ ગુના કર્યા છે તે અદાલત માં સાબિત પણ થાય છે, વર્ષોની સજા થાય છે અને દરેક સમયે તે બૈલ લયને માત્ર એક વર્ષ પણ તેને જેલમાં કાઢ્યું નથી. આ હસ્તી તેના ગુના છુપાવવા માટે લોકોની મદદ કરે છે, લોકો માટે જ ફાઉન્ડેશન પણ બનાવવામાં આવે છે.
લોકો આ બધાંના ગુના જોવે છે વિચાર છે અને અંતે કહે છે " , ઉપરવાળો બધું જોવે છે...ઉપરવાળો સજા દેશે. ' ઉપરવાળો સજા દેશે કારણ કે કાનૂન સજા દેવામાં સક્ષમ નથી ? કદાચ નથી. આથી જ તે આટલા ગુના કર્યા બાદ પણ તે લોકો ખુલ્લામાં ફરે છે, આનંદ માણે છે.
(ભાગ - ૩)
એક સ્ત્રી જેને સુસાઇડ નોટમાં સંકેત આપ્યો છે કે એક નવી વ્યક્તિ તેની મૃત્યુ માટે જવાબદાર છે અને તેણે તેમના અજાત બાળકને ગર્ભપાત કરવાની ફરજ પડી હતી. તમારે ગુનાથી બચવા માટે સમૃદ્ધ હોવ તે જરૂરી છે. તેની પર આત્મહત્યા કરવાનો ગુનો નોંધવામાં આવે છે. આ ગુનો ખાલી નોંધીને કાર્યવાહી બંધ કરવામાં આવે છે. એક માણસ જે એક હુમલા પાછળ કાવતરું હોવાનું કહેવાતું હતું. આનાથી તેની અંદર સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી.અપરાધીને પકડવાનો નથી તો માત્ર તપાસ કરવાનો શું ફાયદો ?
એવા ઘણા કેસ છે જેમાં સીબીઆઇ પણ આવે છે અને તો પણ કેસ સાફ થતો નથી. આવા કેસમાં સીધા ઉપરથી કનેક્શન હોય છે. જ્યાં સુધી લોકોનો દબાવ પોલીસ કે નેતા ઉપર ના આવે ત્યાં સુધી ઇન્સાફ મળતો નથી.
સામાન્ય રીતે ક્લીનચીટ મેળવવી સરળ લાગે છે અને તેમના ગુનાઓથી છૂટકારો પણ મેળવી શકે છે. છેવટે, નસીબ સમૃદ્ધ અને પ્રખ્યાતની તરફેણ કરે છે.
ઘણા કેસ હું જોતો આવું છું અને ઘણા કેસ નું મે વાંચન કર્યું છે
હું આ લેખન કાનૂન પર પ્રશ્ન કરવા કે કાનૂન ની ખામી કાઢવા લખતો નથી,પણ કાનૂનમાં ભૂલ હોય શકે અવાજ ઉઠાવવાથી સારી વસ્તુ વધુ સારી બની શકે છે.
હું લખવાની શરૂઆત કરી રહ્યો છું. હું મારો અવાજ પરિસ્થિતિ મુજબ શબ્દરૂપી ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા પહેલા લેખનમાં કોઈ ભૂલ નીકળે તો મને માફ કરજો.