Chapter 3 - એક પરિચય Keyur Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Chapter 3 - એક પરિચય

Chapter 3: "એક પરિચય"

શરીરમાં થોડી ગલીપચી થઈ ગયેલી. એક અનજાન છોકરીએ મને બોલાવેલો. એક કાનથી earphone હટાવીને સાંભળ્યું.


"આ તમારો સામાન જરા હટાવો ને."


"હા, એક minute."


મારી એક bag બાજૂની seat પર જ રાખેલી એ મે મારા ખોળામાં લઈ લીધી. આજુબાજુ જોયું તો bus હવે 50% ખાલી નહોતી રહી. મારી આગળ એક વૃદ્ધ couple આવી ગયેલું. બાજુની 3 seats હોય ત્યાં તડકો આવતો હતો તો બઉ ઓછા લોકો બેઠેલા ત્યાં.


મારી પાછળ એક કાકા હાથમાં ખબર નઈ, કેટલા numberનો પણ મસાલો ઘસી રહેલા, અને બાકીની દુનિયાને એ મસાલાની જેમ જ ઘસી દે એવી નજરથી જોઈ રહેલા. અને બાજુમાં એમના પત્ની મારી સામે જોઈ રહેલા. એ પણ એક અલગ નજરથી. જાણે એ કઈક અજુગતું જોઈ રહ્યા હોય એમ.


હું સરખો થયો. હું comfortable થાઉં એમ bag રાખીને પાણી પીધું. ખબર નઈ કેટલો time ગયેલો અને કેટલા station. Earphones માં songs પણ કેટકેટલા જતાં રહેલા. અને હાલ, Ishq by Ali Sethi ચાલી રહેલું.


"राह चलते कोई ख़्वाब मिला था


राह चलते कोई ख़्वाब मिला था


बेताब, बेक़रार मिला था


बेवज़ह, बेहिजाब मिला था

बेख़बर, बेहोश लमहें फ़ैसला देने लगे


बेख़बर, बेहोश लमहें फ़ैसला देने लगे


गुम हुए, गुम हुए जो रास्ते मेरा पता देने लगे


इश्क़ की चिंगारियों को फिर हवा देने लगे"


એ છોકરી મારી બાજુમાં બેસી ગયેલી. ગલીપચીને ધબકારાથી સાંભળી રહેલો. Song એમાં વધારો કરી રહેલા. મનોમન હસ્યો અને બારી બહાર જોવા લાગ્યો. Bus ની બહારની દુનિયાને મારાથી અવળી દિશામાં ભાગતી જોઈ રહેલો. અમદાવાદ આવવાને હવે કલાકની પણ વાર નહોતી. બઉ timeથી earphones લગાવી રાખેલા તો એ નીકાળીને phoneમાં જોયું તો મારા roommateનો missed call હતો. એની પાસે વાત કરી અને એ મને કયા લેવા આવશે એ confirm કર્યું. Phone call cut કર્યો.


"આ bus રાણીપ bus stand જશેને!" મારું બધું જ ધ્યાન હટી ગયું.


"હહ, શું!?" મે બરોબર જ સાંભળેલું, પણ ખાતરી જોઈતી હતી. ગુજરાતીઓની જાણે આ ટેવ છે. બે વાર પ્રશ્ન સાંભળવો. પણ હાલ અહી પ્રશ્ન જ અલગ હતો.


"રાણીપ bus stand જાશેને આ bus!"


"હા, obviously." મને મનમાં તો બઉ પ્રશ્નો થયા કે આમને ખબર નથી! એમનેમ જ bus માં બેસી ગયેલા! અમદાવાદ પહેલીવાર bus માં જતાં લાગે છે!


"હું પહેલીવાર bus થી અમદાવાદ જઈ રહી છું." મારા મનના પ્રશ્નનો જવાબ આપ્યો.


"અચ્છા, Ok." એ છોકરીના lifestyle ના બારામાં ખયાલો આવી ગયા.


"મારે Gujarat University જવાનું છે. તો મને રાણીપ bus stand બહારથી BRTS મળી રહેશે ને!"


"હા, ત્યાંથી મળી રહેશે. 4 number ની bus માં બેસી જવું, એ છેક University ના stand સુધી લઈ જશે."


BRTS એ અમદાવાદ શહેરમાં લોકોના હિત માટે, road વચોવચ અલગથી ફાળવીને બનાવેલા route પર ચાલતી વાદળી રંગની, AC વાળી Bus. (PS: AC હોય ને ના પણ હોય. પણ જો ભીડ હોય તો લોકોની ભિન્ન ભિન્ન smell હોય.)


"Thank you." એક નાનકડા પણ મારકણા સ્મિત સાથે કહ્યું.


અચાનક bus ના horn નો અવાજ એવો કાને પડ્યો કે હું સ્વસ્થ થયો. મારું body posture એ છોકરી તરફ હતું થોડું. શરીર ઢીલું કરીને મગ્ન થઈ ગયેલો વાતચીતમાં. સ્વસ્થ થયો એટલે. ક્યાં ખોવાઈ ગયેલો એ ખુદને જ પૂછ્યું. ખબર જ નહોતી, એમ જવાબ પણ મળ્યો. મનોમન હસ્યો અને બારી બહાર જોવા લાગ્યો.


Phone કર્યો મારા Roommate ને. જે મને લેવા આવવાનો હતો.


"તું મને Gujarat University જ મળીશ ને! શું કહી રહેલો મને message માં?"


"અલા, કયો message? શું થયું! થોડીવાર પેલા તો નક્કી કર્યું કે તને રાણીપ લેવા આવીશ, અને હું નીકળી પણ ગયો છું."


"અચ્છા, Ok. તો તું તારું કામ પતાવ શાંતિથી. હું તને University જ મળીશ."


"ઓ ભાઈ, wrong number નથી લગાવ્યો ને! કોની સાથે વાત કરે છે! કરણ બોલું છું હું. ભાનમાં છું ને!"


"અરે તું ચિંતા ના કર. હું BRTS માં ત્યાં આવું છું."


"ઓ મારા કલાકાર. ગાળો સાંભળીને પછી ભાન આવશે તને એમ! મજાક ના કરતો હો! મજા નઈ આવે."


"અરે, તું મારું bike લઈ લે જે બસ. ચિંતા ના કરીશ. હું University મળું છું તને."


"હા, તું આવ. તને નાટક કરાવું છું હું. તું આવ." Phone call cut કર્યો.


અંદર મને ઉભરો આવી રહેલો હસવાનો પણ એવા સંજોગો નહોતા. બઉ રોકી રાખ્યું. કરણ હકીકત સાંભળીને હસવાનો છે પણ મારે માર પણ ખાવી પડશે. IT field વાળો માણસ કે જેના માટે દિવસ એ રાત અને રાત એ દિવસ હોય. એના ઊંઘવાના સમયે એને મેં ઉઠાડીને બોલાવેલો. જોઈએ. શું થાય છે.


Bus ની ઝડપ ધીમી થઈ રહેલી.

અમદાવાદ શહેરમાં પ્રવેશી ચૂકી હતી.

શહેર અને એમાં પણ મહાશહેરની smell હતી એ. એક મહિના જેવું પાલનપુર રહ્યા પછી અહી આવતા આ smell બઉ જ fresh લાગી રહેલી. વાહનોના ધુમાડા અને અવાજો વાળી smell.

ઉદ્યોગોની ચિમનીઓમાંથી નીકળતા કાળા, કૃત્રિમ વાદળોના લીધે આખાય વાતાવરણમાં એક warm dark colour નું filter લાગવા વાળો નજારો.

ભીડ વચ્ચે, કાનમાં આંગળી રાખી હોય ને અચાનક એને હટાવી દેતા, બઉ બધો અવાજ જે સાંભળી શકાય પણ સમજી ના શકાય, આ અહેસાસ પુરા એક મહિના પછી થયો.

એક ખૂણો નહોતો જ્યાં માણસ નહોતો. જ્યાં નજર પડે ત્યાં કોઈ ને કોઈ હતું. કઈ ને કઈ કરી રહેલું. લારીઓ. દુકાનો. રિક્ષાઓ. Taxiઓ. હાથ અડાડતા પણ જીવ અટકે એવી સુવાળી, લીસ્સી લીસ્સી ગાડીઓ. બધાની વચ્ચે લાલી કરીને ફરતી હોય એમ શરમમા પૂરપાટ ભાગતી લાલ રંગની જાહેર busઓ.

આ બધું જ જાણે જીવી રહેલું.

લોકો જીવી રહેલા એ પછી દેખાતું.

ગરીબ, અમીર કે બંનેની વચ્ચેનો મધ્યમ વર્ગ અને એના પ્રકાર બધું જ એક નજરમાં પારખી શકાય એવું ચિત્ર.

અને જો બધાં જ વાહનોના અવાજને mute કરી દઈએ તો, સેંકડો પગલાંઓ અને અગણિત શબ્દોનો અવાજ. એ પણ mute કરી દઈએ તો, ખડખડાટ હસવાનો અને ક્યાંક કોઈ દિશામાંથી આવતો, કાળજું કંપાવી દે એવો રડવાનો અવાજ. જો એ પણ mute કરી દઈએ તો, સહેજ ખુશીમાં ભરેલા ઊંડા શ્વાસ અને સંપૂર્ણ નિરાશા સાથે નીકળેલા નિ:શ્વાસના અવાજ.

બધું જ દેખીતું હતું પણ 5 જણના કુટુંબ વાળા સિંગ ચણા વેચી રહેલા લારી વાળા માટે પેલી સુવાળી, લિસ્સી ગાડીઓ નહોતી અને એ ગાડીઓમાં 2 piece અને 3 piece suit પહેરીને બેઠેલાઓ માટે એ લારી નહોતી.

દરેકના ચહેરા પર એ દોડતી, ભાગતી, હાંફતી પણ તો પણ, સહેજ પણ થાક વિના, નિરંતર ભાગતી જિંદગીનો make-up હતો.

બધા જ પોતપોતાના માં મસ્ત હતા, વ્યસ્ત હતા અને શહેરની ગરમીમાં ત્રસ્ત હતા.

Bus ની બહાર, મારી બારી બાજુ એક bike વાળાના વિચિત્ર horn ના અવાજથી થોડો ઝબક્યો. હું નહિ, bus માં ને ત્યાં આજુબાજુના બધા જ ઝબકેલા. પણ હું થોડો અલગ ઝબક્યો. હું તો University જઈશ એ ખયાલમાં પાછો આવ્યો.


"તો તમારે પણ University જવાનું છે!"


"હા. મારો friend લેવા આવવાનો હતો રાણીપ. પણ એને કામ છે તો મારે University જવું પડશે."


"Student છો?"


"હા. ના. I am graduated. Last month મારુ graduation થયું."


"તો હાલ job કરો છો?"


"ના. Student જ છું." હું હસી ગયો એ વ્યંગ્ય પર.


"તમે Student છો?" મે પૂછ્યું.


"હા. Science ની student છું." મારા મનમાં રહેલા આગળના પ્રશ્નનો પણ જવાબ આપી દિધો.


"Nice. Same." હું એ મારકણી હસીવાળી છોકરી સામે હસ્યો.


મન વાતો કરવા બઉ ઉછળી રહેલું. પણ થોડું સ્વાભિમાન વચ્ચે આવી રહેલું. કહી રહેલું મને કે આમ હરખપદુડો ના થઈશ. થોડી શાંતિ રાખ. હજુ તો છેક University જવાનું છે. મનોમન હસ્યો.


"Science ના student હોવ એમ તમે લાગતા નથી."


"કેમ!" મને બઉ આશ્ચર્ય થયું.


"તમારા scent ની ખુશ્બો કઈક અલગ વિષય દર્શાવે છે."


"શોખ છે મારો. બીજું કંઈ અલગ નથી." ગાલ ગુલાબી થાય એમ હસ્યો.


"શોખ અલગ જ હોવાના ને!"


હું ફરી એક વ્યંગ્યનો શિકાર થયો એવું લાગ્યું મને. મારા ચહેરા પર આછી અને મનમાં ઘાટી smile હતી.

મનોમન મનોમંથનમાં મન મંદ થઈ રહેલું.

મારું સર્વસ્વ એક વાત પર હતું. મારા scent ની ખુશ્બો પર. મને ગમતું હતું એટલે જ લાવેલો અને લગાવેલું, પણ આજે એ વધારે ગમવા લાગ્યું.

છાતીથી લઈને મગજ સુધી ટાઢું લાગે એવી માદક સુગંધ વાળા scent ની smell ના મોટા મોટા શ્વાસ ભર્યા. બઉ જ અલગ અહેસાસને આગમન આપી રહેલો.

Thank you કહું કે સામે કઈ બીજું પૂછું!


એમ વિચારતા 'ને જોતજોતામાં રાણીપ bus stand આવી ગયું.


એ છોકરી પાસે એક મોટી Suitcase હતી. થોડી મેલી હતી. કદાચ ક્યાંક bus માં મેલી થઈ હશે. Colour પણ એવો છે કદાચ એટલે આમ દેખાઈ રહેલું. અને હાથમાં બે bags હતી. એક બઉ જ cute, નાની, પાંડાના sticker વાળી હતી. બધું જ સાચવીને લઈ જઈ રહેલી એ મારી આગળ હતી.

ઉતરતા જ, સ્વાભિમાન ત્યાં રોકી ના શક્યું. મે મોટી Suitcase ઉપાડવા માટે પૂછ્યું.

એણે ના પાડીને કહ્યું કે, "It's fine. બઉ વજન નથી આમા." મે તરત હાર પણ માની લીધી.

Bus stand ની બહાર, સામે જ BRTS નું stand છે તો બંને ત્યાં ગયા. Tickets લીધી. બઉ મન થયેલું કે હું ticket લઉ. બંનેની. પણ ફરી સ્વાભિમાન એ ના પાડી.

BRTS આવી. 4 number ની.

બંને એમાં ચડ્યા.

Bus માં થોડી ભીડ હતી. Gents અને Ladies એમ અલગ અલગ seats હતી. જેમાં Gents વાળી છલોછલ હતી. Ladies માં એક seat ખાલી હતી. એ ત્યાં જઈને બેસે છે.

બાજુમાં એના એક uncle બેઠા હતા. Ladies seat પર જ. ખાલી જોઈ હશે એટલે બેસી ગયા હતા.

બઉ જ ગુસ્સો આવે આવા લોકો પર. ઘણીવાર આમ જોઉં છું હું. અભણ, ના વાંચી શકે એવા પણ ત્યાં symbol હોય, only ladies નું એ જોઈને ના બેસે. પણ ભણેલા, બઉ જ્ઞાન ધરાવતા આમ કરે.

એકને જોઈને બીજો અનુસરે. ચાલ્યા કરે આમ. પછી દોષ સરકારને, municipality ને આપવાનો. જેનો કોઈ અર્થ ના હોય.


પણ હાલ મને ગુસ્સો આવી રહેલો. એમ થઈ રહેલું કે, ત્યાં 2 seat ખાલી હોત. પેલા કરણની માર ખાવા ready થઈને પણ plan કરેલો કે બંને સાથે University જઈશું. કઈક વાતો થશે. અને આવું થયું. નસીબ. બઉ ગુસ્સો આવ્યો. પેલા કાકા પર. Bus ની ભીડ પર. બધા પર.


એ એના cute bag પરના પાંડાને હાથથી રમાડી રહેલી. એ જોઈને હું હસ્યો. અમારી નજર મળી. બંને હસ્યા.

એને મે phone સાથે જોઈ નહોતી. પણ હું phone માં હતો. થોડી થોડી વારે એકબીજા સામે જોવાનું થઈ જતું. એવું લાગ્યું જાણે આંખોથી બઉ બધી વાતો થઈ ગઈ, University stand આવે ત્યાં સુધી તો.


University stand આવતા આવતા તો bus માં ભીડ વધી ગયેલી. Stand આવ્યું કે તરત અડધો અડધ bus માના લોકો ઉતરવા ઉતાવળ કરવા લાગ્યા. Bus તો already ભાગીને અહી લાવેલી, હવે જાણે Stand ભાગી જવાનું હોય ક્યાંક એમ ઉતાવળ કરી રહેલા. દૂરથી દેખીને તો ખરા, પણ વચ્ચે રહીને વધારે અનુભવાતું કે અહી મહાશહેરમાં બસ બધા ભાગી રહ્યા છે.


ભીડમાં જ બહાર આવીને એને શોધી.

તો એ તો stationના બીજા દરવાજા તરફથી બહાર નીકળી રહેલી. ઊંચા થઈ થઈને એની પીઠ જોઈ રહેલો.

DDLJ Movieમાં જેમ રાજ સિમરન ને જતાં જુએ ને કહે છે કે, આ પાછળ જોશે તો… હજુ આમ વિચાર આવે છે ને એટલામાં પેલી છોકરીએ પાછળ જોયું.

હરખમાં ને હરખમાં હાથ ઊંચો કરીને bye કહ્યું.

એ પણ બઉ જ મસ્ત, મનમાં સુંદર છબી બનીને રહી જાય એવી મોટી, અને મારકણી smile આપીને પાછી ફરીને એની દિશામાં ચાલવા લાગી.


(વધુ આવતા અંકે)