Chapter 5 - Aabhash no Ahesaas books and stories free download online pdf in Gujarati

Chapter 5 - આભાસનો અહેસાસ

Chapter 5: "આભાસનો અહેસાસ"

એક વંટોળ હતું.

બઉ જ તાકાતવાળુ.

ધરતી પર એક જ સજીવ છે જે જેટલું જમીન ઉપર હોય એટલું જ જમીન નીચે. ઝાડ. એવા જ એક ધરખમ, કદાવર ઝાડને ઉખેડીને હવામાં ક્યાંય ફેંકી દે, એટલી તાકાત ધરાવતું વંટોળ.

એ તાકાતવર વંટોળ વિચારોનું હતું.

જેને મારા બધા જ હોશ-કોશને ઉડાડીને ક્યાંય ફેંકી દીધેલા. થોડી વાર માટે હું શૂન્યમનસ્ક બની ગયો.

શરીર પર ક્યાંય બેઠો માર વાગે અને કેવી બહેરાશ આવી જાય થોડી વાર માટે, બસ એમ જ મારું મન બહેરું થઈ ગયેલું.

હજુ તો સવારે પેલા dream સાથે ઉઠ્યો હતો, કે જેના લીધે હજુ પણ મનમાં ઉઠેલા ઘણા પ્રશ્નો એમના એમ હતા. અને હવે આ.

આ છોકરી કોણ હશે!

આ રીતે dream માં આવી અને એ હકીકત પણ છે?

ખબર નહિ કેમ! પણ બઉ જ તીવ્ર લાગણીઓની અનુભૂતિ થઈ રહેલી.

એવી અનુભૂતિ કે જાણે એ છોકરી થોડીક જ વાર પહેલા અહી હતી.

સપનામાં જ્યારે એ bus seat પર બાજુમાં આવીને બેઠેલી અને એ વખતે એક તદ્દન અનોખી સુગંધ કે જેને મને મદહોશ કરેલો એ સુગંધ જાણે ફરી શ્વાસમાં આવી.

આ એવી પળ હતી, જે બઉ જ rare હોય, કે દિલ અને દિમાગ બંને એક જ પ્રશ્ન પૂછી રહેલા.

અત્યારે હમણાં પાલનપુરથી bus માં બેઠો ત્યાં સુધીની જિંદગીમાં હું ક્યારેય એ છોકરીને મળ્યો નથી. એ ક્યારેય પણ મારી સામે આવી નથી. હું એને બિલકુલ ઓળખતો નથી.

કોણ છે એ!

પ્રશ્ન તો એમ પણ થયો કે, કેમ છે એ!

મને આજ સુધી ક્યારેય આવા અનુભવો નહોતા થયા.

ના ક્યારેય આવા સપનાઓ આવેલા.

બધું જ જાણે કોઈ મારી સાથે રચી રહ્યું હોય એવું લાગ્યું.

શું ખબર, કોઈ, બધું જ, એક director ની જેમ મારી જિંદગીમાં set કરી રહ્યું હોય.

હું શું કરું!

ભાગી જાઉં અહીંથી, આ વિચારોના વંટોળથી દૂર!

પણ ના, સવારે dream આવેલું એ આ જ તો શીખવાડી ગયું છે કે હવે ભાગવાનું નથી. જે પણ હોય સામનો કરવાનો છે.

અને હાલ આ પરિસ્થિતિમાં હું ભાગી જઈશ તો પાછળથી જે વિચારોમાં રહીશ એ તો મને કોરી ખાશે.

ના.

મારે ભાગવું નથી.

તો શું કરું!

ઝાડીમાંથી પેલી છોકરીનું નાનું નાનું, cute, પાંડાનાં sticker વાળું, એકદમ મુલાયમ bag હાથમાં લીધું.

એ એટલું મુલાયમ હતું કે એને હાથમાં લેતા જ જેમ એ છોકરી BRTS bus માં રમાડી રહેલી, હાથ ફેરવીને, એમ હું પણ કરવા લાગ્યો. Automatically.

એમ કરતાં જ, મારા વિચારો વચ્ચે, પેલી છોકરી યાદ આવી.

એની મારકણી હસી યાદ આવી.

ઉપર આકાશમાં જોઈને એક ઊંડો લીધેલો નિ:શ્વાસ છોડ્યો.

સૂરજની ગરમીથી આંખો મીચાઈ ગઈ.

હજુ કઈ વિચારું એ પહેલા તો મને મારા નામનો સાદ કાને પડ્યો.

એવો સાદ કે જે એકદમ હકીકત લાગે, પણ હોય મૃગજળ જેવો.

મનમાં એટલી ચહપહલ હતી કે એ સાદ હકીકત ના લાગે, પણ એટલો જ હૂબહૂ લાગે કે આજુબાજુ ફાંફા મારી લઈએ.

એ સાદ જાણે પેલી છોકરીએ કરેલો.

અને એ સાદ સામાન્ય પણ નહોતો. ચિંતા અને ભયના સ્વરે પાડેલો સાદ હતો.

ચારે બાજુ નજર ફેલાવી, બઉ જ ઝડપથી.

પરબની બાજુમાંથી station અંદર જતા રસ્તા તરફ જોયું અને તરત, પરબની સામેથી પેલા ખંડેર quarters તરફ જતા રસ્તા તરફ જોયું.

એટલી ઉતાવળ લાગી એ વખતે કે સમય બઉ ઓછો હતો, અને એ બંનેમાંથી એક રસ્તો મારે જલ્દીથી નક્કી કરવાનો હતો.

અને હું પેલા quarters વાળા રસ્તે ભાગવા લાગ્યો.

એક હાથમાં પેલું નાનું bag લઈને.

Quartersના gate પાસે આવ્યો.

એ ઝાંપા પર કરેલો રંગ નહોતો રહ્યો.

ઝાંપો જે metalથી બનેલો એ દેખાઈ રહેલી. થોડા કાટ સાથે.

ઝાંપો ખોલીને અંદર ગયો.

ઝાંપાની ડાબી બાજુ watchman cabin હતી. ત્યાં કોઈ નહોતું.

ઝાંપાની જમણી બાજુ સુકાઈ ગયેલો Garden હતો.

ઝાંપાની સામેથી જ પહોળો રસ્તો હતો અને એની બંને બાજુ blocksની buildings.

Quarters માં 5-6 blocks હતા. દરેક block 5 માળની building.

બધું જ સુમસામ હતું.

3 કૂતરાઓ સિવાય કોઈ જ નહોતું દેખાઈ રહેલું.

હવે આટલામાં હું ક્યાં જાઉં!

ક્યાં શોધું!

વધુ વિચાર્યા વગર પહેલા A-block તરફ દોડ્યો.

Ground floor 4 ઘર હતા અને એ બધા જ ઘરને તાળા લાગેલા.

Lift નહોતી. સીડી સાંકડી અને નાના પગથિયાં વાળી હતી.

એકસાથે 3-4 પગથિયાં જેટલી છલાંગ લગાવતા બીજા માળે આવ્યો.

ત્યાં પણ કોઈ જ નહિ.

તીજા માળે એક ઘરનો દરવાજો ખુલ્લો હતો.

અંદર જોયું તો આધેડ વર્ષની ઉંમરના ભાઈ, એમના પત્ની અને કદાચ એમના પિતાજી હશે, તો એ દાદા હતા.

બહારથી જ મોટા અવાજે, હાંફતા હાંફતા પૂછ્યું.

"તમે કોઈ છોકરીને જોઈ છે! મારા જેટલી ઉંમરની છે એ. એની પાસે એક મોટી Suitcase છે."

"ના. કેમ? તમે કોણ છો?" પેલા ભાઈ એ સામે મને પૂછ્યું.

"આભાર. થોડી emergency છે." એમ કહીને ઉપરના માળે જવા ભાગવા લાગ્યો.

ચોથા માળે પણ એક ઘર ખુલ્લું હતું. એમાં એક સ્ત્રી એના 6 એક વર્ષના છોકરાને બોલી રહેલી.

"તમે મારા જેટલા ઉંમરની કોઈ છોકરીને અહી ક્યાંય જોઈ છે?"

પેલી સ્ત્રી અને એનું છોકરું બંને થોડીવાર તો ડઘાઈને મારા તરફ જોઈ રહ્યા, એના છોકરાને એણે બોલવાનું બંધ કરી દીધું.

અને હું કોઈ જવાબ સાંભાળ્યા વગર જ ઉપર છેલ્લાં માળે આવી ગયો.

ત્યાં બધા જ ઘર બંધ હતા.

સીડીઓ ઉપર ધાબા પર જઈ રહેલી.

ફટાફટ ઉપર ધાબા પર આવ્યો. સુમસામ હતું ત્યાં.

કયાંય પણ, ચડવામાં વાર થાય, ઉતરતા એના કરતાં ઓછો જ સમય લાગે.

જેટલી ઝડપથી ચડેલો 5 માળ. એથી વધારે ઝડપથી નીચે આવી ગયો.

ઉતાવળ હતી.

સમય ઓછો હતો.

પણ કેમ! પ્રશ્ન થયો.

એ છોકરી અહી રહેતી હોય, એમ નથી.

તો એ અહી કેમ આવી હશે!

જે રીતે એને મને સાદ પાડેલો એ પરથી તો એ જાણે કોઈ મુસીબતમાં લાગતી હતી.

અચાનક જ, વીજળી થાય એટલી ઝડપથી અને એટલી જ તીવ્રતા વાળો કરંટ મનમાંથી નીકળીને આખા શરીરમાં વહી ગયો.

મારા દાંત ભીંસાઈ ગયાં.

મોટેથી બૂમ પાડી લીધી.

"ના."

"ના."

"હું કઈ નહિ થવા દઉં એને. એને કઈ નથી થયું."

'હીરોપંતી' movieમાં બબલુ એની ડિમ્પી ને બચાવવા અનુમાન લગાઈ દેં છે.

એને શોધવા આંતરમનની મદદથી પીછો કરે છે.

ડિમ્પી નું કાનનું ઝુમર રસ્તામાં મળે છે.

અને જે ડર હોય છે બસ એ જ.

ગુસ્સામાં કસીને હાથની મુઠ્ઠી વાળીને B-block તરફ ભાગવા લાગ્યો.

ત્યાં પાંચે પાંચ માળ પર કોઈ નહોતું. બધે તાળા હતા.

ધાબા પર પણ કોઈ નહિ.

જાણે સીડી હતી જ નહિ એમ એને કૂદી રહેલો.

C-block તરફ ભાગ્યો.

ધબકારા દોડવા કરતા, ડરથી વધારે ભારે થઈ રહેલા.


C-block માં enter થતા જ પેલો સાદ ફરી કાને પડ્યો.

હવે આ કોઈ ભ્રમ નહોતો.

બીજા માળ સુધી બધું જ શાંત અને અવાવરૂ હતું. બધા જ ઘર બંધ.

તીજા માળે આવ્યો.


ખૂણામાં રહેલા ઘરને તાળું નહોતું.

ઘરને 2 દરવાજા હતાં. બહાર લોખંડનો જાળી વાળો દરવાજો અને અંદર લાકડાનો દરવાજો. બંને બંધ હતા અંદરથી.

એ ઘર સામે આવીને ઊભો રહ્યો કે, તરત જ, અંદર કઈક પડવાનો અવાજ સંભળાયો. Table પર રાખેલી કોઈ મોટી વસ્તુ પડવાનો અવાજ. કે પછી જોરથી દરવાજો બંધ કર્યાનો અવાજ.

મારા હાથમાં જેટલું બળ હતું, જેટલો મનમાં ગુસ્સો હતો એ બધાની સાથે દરવાજો ખખડાવ્યો.

તરત અંદર ચાલતી ચહલ પહલ શાંત થઈ ગઈ.

મે ફરી ખખડાવ્યું. જોરથી બૂમ પાડીને બોલ્યો.

"દરવાજો ખોલ." ગાળ પણ નીકળી ગઈ.

એટલામાં, એ છોકરીનું મોઢું બળજબરીથી બંધ કર્યું હોય અને બોલવાના પ્રયાસ કરી રહી હોય એવો ઉંહકારો સંભળાયો.

મારી આંખો મોટી થઈ ગઈ.

ગુસ્સાથી મારી મગજની નસો ફાટી ગઈ.

હાથ પગ બંને દરવાજાને મારી રહેલો.

દરવાજો તોડી રહેલો.

"કેયુર." એ છોકરીના મોઢા પરથી બળજબરીથી રખાયેલો હાથ હટી જતા એને બૂમ પાડી. અને એની બીજી જ પળે ફરી એનું મોઢું બંધ કરી દેવામાં આવે એમ દબાયેલા અવાજ વાળી બૂમ સંભળાઇ.

"કેયુર, મને બચાવ."

"કેયુર."

"કેયુર."

"એય કેયુર."

"શાંત. શાંત." કરણ એક હાથે મને ખભાથી પકડીને મારા bed પર બેઠો હતો. મારી સામે થોડા આશ્ચર્ય પણ ડરથી જોઈ રહેલો. એના છાતી સરીખો મારો phone હતો. Phone પર જે હતું એને કઈ સંભળાય નહિ એમ દબાવીને.


"તારા મમ્મીનો phone છે. વાત કરીલે પહેલા." મને Phone આપ્યો.


"Hello. હા, મમ્મી."

"શું હા મમ્મી! બસ ભૂલી જાય છે અમને ત્યાં જઈને."

"ના મમ્મી. Bus માં થોડી વાર થઈ ગયેલી. પછી કરણ સાથે હતો એના કામમાં. એ લેવા આવેલો તો. પણ મે message કર્યા હતા પપ્પા ને."

"કહ્યું મને કરણે. પણ phone કેમ છે! તારા પપ્પા ઘરે ના હોય, અને એ પણ કામમાં હોય તો કેમની ખબર પડે! અહી અમને ચિંતા હોય."

"હા મમ્મી. તમે ચિંતા કેમ કરો છો! હવે કરી લઈશ phone બસ."

"બહારનું ખાવાનું ચાલુ કરી લીધું તરત જ જઈને."

"અરે મમ્મી, એ તો આજે બઉ દિવસ પછી મન થઈ ગયેલું. આમપણ Lunch કરવાનું હતું તો."

"ગમે તે હોય. બહારનું ના ખાઈશ."

"હા મમ્મી."

"હજુ સુધી ઊંઘમાં છું? ઉઠ હવે. બઉ ના ઉંઘીશ. સાંજ થઈ ગઈ."

"હા મમ્મી."

"સામાન બધો બરોબર છે ને!"

"હા મમ્મી."

"સારું. શરીર સાચવજે. ગરમીમાં બહાર ના રહીશ બઉ. જે ભાવે એ ખાઈ લે જે."

"હા મમ્મી."

"કેમ આમ ઢીલો બોલે છે!" થોડો સરખો થયો આ પ્રશ્નથી. મમ્મી એક એવું પાત્ર છે કે જે ખરેખરમાં શબ્દો વિના સંવાદ કરી શકે.

"અરે મમ્મી, હાલ જ ઉઠ્યો છું એટલે." મનોમન હસવું આવ્યું થોડું.

"સારું. ધ્યાન રાખજે. Phone રાખું છું."

"હા મમ્મી." Call cut થયો.

કરણ મારી સામે જ જોઈ રહે એમ બેઠેલો.

"શું ભઈ! ઠીક છું તું! શું હતું સપનામાં! પેલી છોકરીને already boyfriend છે!" હસવા લાગ્યો.

હું પણ હસતા હસતા બેઠો થયો.

Bottle માંથી પાણી પીધું.

"કહીશ મને! શું થયું!" હું શાંત હતો. મારા ચહેરાને વાંચી રહેલો એ.

સવારે આવેલું "હું" અને મારા વચ્ચેનું dream અને હમણા જ આવેલું એ છોકરી વાળું dream બંને એને કહ્યા. સાંભળીને એ પણ થોડો સ્તબ્ધ થઈ ગયો.

"જબરા સપનાઓ આવે છે તને."

"અલા આવા પહેલીવાર આવ્યા."

"પેલી છોકરીને તો હજુ તું બરોબર મળ્યો પણ નથી. અને સપનામાં પણ આવવા લાગી!"

"એ જ તો. મને જ નથી સમજાતું. આ છેલ્લાં 2 એવા dreams આવ્યા છે કે મને હવે ડર છે કે એવું કઈ હકીકતમાં ના થઈ જાય."

"ગાંડો ના બનીશ હવે. ઉઠ. ભાનમાં આવ. એ સપનાઓ હતા. આ દુનિયા અને સપનાઓની દુનિયાને એક ના કરીશ. ફરક છે બંનેમાં. હાલ જ્યાં તું છે, એ જ હકીકત છે." એની વાત સાંભળી, જવાબમાં માથું હલાવ્યું. Phone check કર્યો.

"અરે બાપરે, સાડા 6 વાગી ગયા."

"એ જ. ઊઠો સાહેબ. આટલી તો મને પણ ઊંઘ નથી રહેતી. આખી રાત જાગું છુ તો પણ."

"ભઈ, તારી વાત થાય!" એને હાથ જોડીને કહ્યું.

"ચા પીવા જવું છે. ચાલ."

"ના. તું જઈ આવ. બહાર કયાંય નથી જવું મારે."

"ચાલ ને. પેલી ક્યાંક દેખાઈ ગઈ તો!"

"જા ને છાનીમાની."

"જો. તે જોઈ છે. મે તો જોઈ નથી. મારી સામે આવી ગઈ તો!"

"ભઈ, જજે તું. હાલ ગમે તે હોય. હું બહાર નહિ આવું."

"તું એકલખોરો જ રહે. આ Room પૂરમાં. બધું room માં જ કરજે." Taunt મારીને નીચે ભાગી ગયો.

Bathroom માં જઈને fresh થયો. ગરમી હતી તો નાહવાનું મન થઈ ગયું.

નાહીને, એકદમ loose t-shirt અને shorts પહેરીને બહાર balconyમાં આરામ ખુરશીમાં, મારી diary લઈને બેઠો.

પશ્ચિમમાં સુુરજ ડૂબી રહેલો.

એ જ દિશામાંથી આકાશના રંગો ઝડપથી બદલાઈ રહેલા.

સોનેરીથી કેસરી. કેસરીથી ઘેરો જાંબલી. અને ધીમે ધીમે કાળું થઈ રહેલું આકાશ.

શહેરમાં તો જાણે સાંજ પડે ને દિવસ ઉગે.

શહેરની જાકમજોળ સાંજે જ જોવા મળે.

રંગબેરંગી જાહેરાતોના hoardingsથી બધી જ street ઝળહળી ઉઠે. Street lights પણ ખરી.

કોઈ કામ પૂરું કરીને ઘર જવા માંગતા તો કોઈ નવરાશની પળોમાં એમ જ ફરવા માંગતા વાહનોની અવજવર અને એમના અવાજો.

આખા દિવસ સતત, અંધાધૂંધ, ભાગમદોડ કરીને કમાયેલા પૈસા વાપરવાનો આ સમય છે, શહેરમાં રહેતા માણસ માટે.

10માં માળે, ઠંડા ફૂંકાતા પવન અને આસમાન વચ્ચે બેસીને નિહાળીએ તો આ બધું એક એવું ચિત્ર બનાવે કે જેનું title હોય, સમય અને માણસની પ્રણયગાથા.

પ્રણયગાથામાં જોવા મળતા જુદા જુદા તબક્કાઓ એક સાથે આ ચિત્રમાં નિહાળી શકાય.

ક્યાંક કોઈ સમયના સથવારે જીવનનો આનંદ માણી રહ્યું હોય, ખુલ્લામાં કે AC વાળી પાણીપુરી ખાતા ખાતા, ટેસથી.

તો કયાંક કોઈ સમયના અભાવે, સમયને પકડવાની ઉતાવળમાં ભાગતું, ચાર રસ્તે અકસ્માત કરીને થયેલા ઘા ના દર્દમાં કણસતું કણસતું ઉભુ થઈને ચાલવા લાગે.

Balcony માં બહાર આવીને fresh અને better લાગી રહેલું.

સપનાને યાદ કરવા જ નહોતો માંગતો. એટલે એના વિશે આવતા હર એક વિચાર સાથે ચૂપ થઈ જતો.

બસ એ છોકરી, આ હકીકતની દુનિયામાં એકદમ Safe અને મારી સામે જ હતી.

એને બઉ જ જલ્દી મળીશ અને એને આ સપનાની વાત પણ કરીશ.

એટલું વિચારતા તો એ છોકરીએ જ્યારે મને Busમાં ઉઠાડેલો, મારો સામાન હટાવવા, ત્યારે એને જે જોયેલી એ યાદ આવ્યું.

હાથેથી દોરવા જઈએ તો એનું અપમાન થઈ જાય એવી કુદરતે રચેલી આંખો.

નાની. જરૂરી, માપની ભીનાશથી દેખાતી રસીલી. વચ્ચે થોડા આછા કથ્થાઈ રંગની કીકી.

પાંપણ એટલી જ perfect કે જેટલી મોરના માથે કલગી.

વધુ શબ્દોમાં વર્ણન કરવું પણ ના ગમે એવો ચહેરો.

જવાનીના રંગો દર્શાવતા સંપૂર્ણ ભાવપટલ સાથેનો ચહેરો.

એક ખાસ અને થોડી અસામાન્ય લાગતી વાત હતી, એની smell.

એક મદહોશી હતી એ સુગંધમાં.

એની સાથે Busમાં હતો, ત્યાં થી લઈને હું હમણાં ઉઠ્યો ત્યાં સુધી જાણે એ સુગંધના નશામાં હતો. વારે વારે લેવી ગમે એવી સુગંધ.

Diary માં title માર્યું. 'એક મુલાકાત'.

અને 2 line લખવા માંડી.

2 ની 4 થઈ.

4 ની 8 અને એક નાનકડી poem બની ગઈ.

"ધારેલી બધી ધારણાઓ સાચી નથી હોતી.

નજરથી મળેલ નજરમાં પ્રેમની પરિભાષા નથી હોતી.

મળ્યા હતા અમને પણ તેઓ એકવાર માર્ગમાં,

કોઈવાર મળનારની મુલાકાત કાયમ નથી હોતી.

પહેલી મુલાકાતમાં જોઈ લીધા સ્વપ્નો બધા

પણ, પ્રેમની ઈમારત બાંધવા એક મુલાકાત કાફી નથી હોતી.

પ્રણયનો સાથ નથી, વિરહની જિંદગી જીવાય છે,

તારી સાથે રહેવા આ સમયજાળ જરૂરી નથી હોતી.

મળ્યા પછી યાદોના દર્દ કાયમ બની/રહી જાય છે,

જીવન માટે ફક્ત યાદો કાફી નથી હોતી."

Diary માં બીજું title માર્યું.

"સુંદરતા."

. . .


(વધુ આવતા અંકે)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED