દરેક ક્ષેત્રમાં સફળતા - 39 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 39

ભાગ 39

ઘણા લોકો એમ કહેતા હોય છે કે જીવનમા મહત્વકાંક્ષા રાખવી જોઇએ એ વાત સાચી પણ હવે અમારી ઉમર થઈ ગઈ છે, ૫૦-૬૦ વર્ષની ઉમરે મહત્વકાંક્ષાઓ રાખીને હવે અમારે શું કામ છે, હવે તો વધારે કામ પણ થઇ શકતુ નથી. હકીકતમા આ વાત બરોબર ન કહેવાય કારણ કે જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે, હાથ પગ ચાલે છે અથવા તો જે લોકોએ હજુ પણ કંઇક નવુ કરી બતાવવાની તમન્ના છે તેઓ માટે ઉમર કોઇ સમસ્યા છે જ નહી. આવા લોકો હજુ પણ તેઓની ઉમરને શોભે તેવા કાર્યોમા ખુબ આગળ વધી શકતા હોય છે. આમ જોવા જઇએ તો તમારી ઉમર ભલેને ૫૦-૬૦ વર્ષની થઈ ગઈ હોય, તમે જો થોડીક વધારે મહેનત કરીને વધુ સંબંધો કે પૈસા કમાઇ લેશો તો તે બધુ તમનેજ મદદરુપ થવાનુ છે ને !! અત્યાર સુધીના ૫૦ વર્ષ તમે તકલીફ કે ગરીબીમા વિતાવ્યા અને બાકીના ૫૦ વર્ષ સુખેથી જીવવા મળતા હોય તો તેમા ખોટુ શું છે ? માણસે બને ત્યાં સુધી પોતાની જીંદગીને વધુને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ, પછી ભલેને જીંદગીના છેલ્લા ૧૦ વર્ષજ કેમ ન બાકી રહ્યા હોય !!

ઘણા લોકો તો ઉમર વધવાની સાથે સાથે હીંમત પણ હારતા જતા હોય છે, તેઓ માટે જીંદગીમા હવે કશુ બાકી રહ્યુ નથી તેમ સમજી નાસીપાસ થઇ જતા હોય છે, તો આવુ વલણ યોગ્ય નથી કારણ કે ભલેને તમારી ઉમર થઇ ગઇ હોય તો પણ સુઘડ અને વ્યવસ્થીત જીવન જીવવાનો તમારો પુરેપુરો અધીકાર બનેજ છે, ઉમર વધવાથી તમે કંઇ માણસ મટી જતા નથી કે નથી તમારા અધીકારો ઘટી જતા. તમને પણ સુખ સાહ્યબીઓ ભોગવવાનો, પોતાના શોખ પુરા કરવાનો એટલોજ અધીકાર છે જેટલો યુવાન વયના લોકોને હોય છે. વધતી ઉમર એ હાથ પર હાથ રાખી બેસી જવા માટે નથી હોતી કારણકે આ ઉમરમાજ આપણે બાકીનુ જીવન સુખેથી પસાર થાય તેની વ્યવસ્થાઓ કરી લેવાની હોય છે. જો આવા સમયે તમે ઉમરનુ બહાનુ કાઢી બેસી જશો તો તમને પરિસ્થિતિઓના ગુલામ બનતા કોઇજ રોકી શકશે નહી. આવી પરિસ્થિતિઓના ગુલામ બની, નીરાશાથી જીંદગી જીવવા કરતા થોડીક વધારે મહેનત કરી પોતાના અધુરા સપનાઓ, ખ્વાઇશો કે મહત્વકાંક્ષાઓ પુરી કરી લેવી એ ખુબ સારી બાબત કહેવાતી હોય છે.

યુવાન વયમાતો ખુબજ ઉત્સાહ અને થનગનાટ અનુભવાતો હોય છે, શરીરમા ભરપુર શક્તી અનુભવાતી હોય છે એટલે જીવન જીવવામા વધારે કશી તકલીફ પડતી હોતી નથી પણ વૃધ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમા અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, આવી તકલીફોને કારણે જીવન જીવવાનો ઉત્સાહ મરી પરવળતો હોય છે અને જીંદગી નર્ક સમાન બની જતી હોય છે. તો આવા સમયે જો ફરી પાછુ કંઇક સારુ કે નવુ કામ કરી બતાવાની મહત્વકાંક્ષા રાખવામા આવે, તેને પ્રાપ્ત કરવાનો થનગનાટ અનુભવવામા આવે તો ફરી પાછો જીંદગી જીવવાનો ઉત્સાહ જાગૃત કરી શકાતો હોય છે. પછીતો આવો ઉત્સાહજ પાછલી જીંદગીને સ્વર્ગ સમાન બનાવી આપતો હોય છે.

મોટી ઉમરના લોકોએ એક વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે વૃધ્ધત્વ શરીરથી નહી પણ વિચારોથી આવતુ હોય છે, જે લોકોના વિચારોમા ઉત્સાહ નથી હોતો એવા લોકો ૧૬ વર્ષની ઉમરે પણ વૃધ્ધ કહેવાતા હોય છે જ્યારે એવા લોકો કે જેઓ કંઇક કામ કરી બતાવાનો ઉત્સાહ ધરાવે છે, જેઓના ઇરાદાઓ ફોલાદી છે તેઓ ૯૦ વર્ષની ઉમરે પણ યુવાનજ કહેવાતા હોય છે કારણકે આવા લોકોને તેઓના કામમા તેઓની ઉમર ક્યારેય નડતરરૂપ થતી હોતી નથી. હું તમને મોટી ઉમરે પથ્થરો તોડવાનુ કે ભારેભરખમ કામ કરવાનુ નથી કહેતો પણ એવુ કામતો કરીજ શકાયને કે જેમા સમાજની સેવા થાય, સંગીત સાહિત્યના શોખ પુરા થાય, પરીવારમા પ્રેમ અને એકતામા વધારો થાય અને આપણી સુુવિધાઓ જળવાય. આ રીતે પણ જીવનને ઉત્કૃષ્ટ બનાવી શકાતુ હોય છે.

મારા મતે તો જીવનનુ સાચુ સુખ એ ધન દોલત, સુખ-સુવિધાઓ કે આરામમા નહી પણ સતત સર્વાંગી પ્રગતી કરતા રહેવામા હોય છે. જો આ વાત તમને ગળે ન ઉતરતી હોય તો એક વખત તેનો પ્રયોગ કરી જુઓ. તમને જે કંઇ પણ પ્રકારની સુખ સુવીધાઓ, ધન–દોલત કે આરામમા રસ હોય તેને આખો દિવસ વળગી રહો, જો તમને રખડપટ્ટીમા રસ હોય તો આખો દિવસ બાહરે ફરો, આરામમા રસ હોય તો આખો મહિનો આરામ કરો અને ધન દોલતમા રસ હોય તો ચોવીસે કલાક રૂપીયાના બંડલો ખીસ્સામા રાખીને ફરો, રાત્રે સુતી વખતે પણ તેને બાજુમા પાથરીને સુઓ. આ બધુ એક બે દિવસ નહી પણ તમારામા જેટલી ત્રેવળ હોય તેટલા સમય સુધી કરો. એક દિવસ એવો જરૂર આવશે કે તમે આ બધી બાબતોથી એટલા બધા કંટાળી જશો કે ગળગળીયા થઇને તમેજ એમ કહેશો કે નહી, જીવનનો ખરો આનંદ ધન દોલતમા કે આરામમા નહી પણ સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસ સાધતા રહેવામા છે. આવી પ્રગતી કરતા રહેવાથી જીવનમા કંઇક પ્રાપ્ત કર્યુ હોય, પોતાની શક્તીઓનો મહત્તમ લાભ મેળવી બતાવ્યો હોય અને જીવન સાર્થક થયુ હોય તેવો અનુભવ થતો હોય છે જે તમારા જીવનને આત્મસમ્માન, સુખ, શાંતી અને સંતોષથી ભરપુર બનાવી આપતો હોય છે.

આજના સમયની સૌથી મોટી બલીહારી એજ છે કે લોકો પોતાનુ જીવન શા માટે જીવી રહ્યા છે, તેનો હેતુ શું છે તેજ નક્કી કરતા હોતા નથી. આવો હેતુ ન હોવાથી તેઓ અનેક દિશામા ભટકતા રહેતા હોય છે, પોતાના કીંમતી સમયને બર્બાદ કરતા હોય છે. પછી જ્યારે તેઓને જીવનમા કશુજ પ્રાપ્ત થતુ હોતુ નથી ત્યારે તેઓ રઘવાયા થઇ જતા હોય છે, પોતાની ક્ષમતા કરતા પણ સામાન્ય કાર્યો સ્વીકારી લેતા હોય છે અને તેમા મન ન હોવા છતા પણ જાણેકે ઢસરડો કરતા હોય એ રીતે મનમનાટ કરતા કરતા ખેંચ્યે જતા હોય છે. પછી તેઓને કામ કરવાનો કોઇ ખાસ આનંદ મળતો હોતો નથી. આ રીતે દુ:ખી મને કામ કરવાથી તેઓની ધીરજ ખુટી પડતી છે અને છેવટે તેઓ હાર માનીને બેસી જતા હોય છે. હેતુ વગરના લોકો આ રીતે જીવનને અથડાતા પછડાતા પસાર કરતા હોય છે પણ તેને સફળ બનાવી શકતા હોતા નથી.
ગોથેએ ખુબ સરસ કહ્યુ છે કે જીવનમા મહત્વની બાબત એ ઉત્તમ ધ્યેય રાખવો એ છે, આવા હેતુને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ અને મથામણ કરવામા આવે તો સફળતા અચુક પ્રાપ્ત કરી શકાતી હોય છે.

આ માટે દરેક વ્યક્તીના જીવનમા કોઇક હેતુ હોવો જોઇએ, જીંદગી શા માટે જીવી રહ્યા છીએ તેનુ મજબુત કારણ હોય તોજ જીંદગીને વ્યવસ્થીત રીતે એક દિશામા જીવી શકાતુ હોય છે. કોઇ પણ કાર્ય કરવાની પ્રેરણા પ્રબળ મહત્વકાંક્ષાને આધારીત હોય છે, કોઇ વસ્તુ મેળવવાની ઇચ્છા જેટલી પ્રબળ હોય તેટલાજ દિલથી વ્યક્તી તેને મેળવવાના આખરી હદ સુધીના પ્રયત્નો કરી બતાવતા હોય છે. આમ મહત્વકાંક્ષા વ્યક્તીને દરેક પ્રકારની મુશ્કેલીઓ, અડચણો, લાલચો અને વિપરીત પરીસ્થીતિઓ સામે ટકી રહેવા આંતરીક બળ પુરુ પાળી તેની ઇચ્છા શક્તી જાગૃત રાખતી હોવાથી વ્યક્તી સતત દોળતા રહી આગળ વધી શકતા હોય છે.

અહી મહત્વકાંક્ષા કોને કહેવાય એ સમજવુ ખાસ જરુરી બને છે કારણકે કંઇક મેળવવાની ઇચ્છા રાખવી એ મહત્વકાંક્ષા નથી પણ કંઇક શ્રેષ્ઠ કરી બતાવવાની ઇચ્છાને મહત્વકાંક્ષા કહી શકાય. કોઇ વસ્તુ મેળવવા માટે કરવામા આવતુ કાર્ય એ ઇચ્છા પુર્તીનુ અથવાતો લાલચનુ કાર્ય હોઇ શકે પણ મહત્વકાંક્ષાતો તેનાથીય આગળનુ સ્ટેશન છે કારણકે મહત્વકાંક્ષામા કંઇક મેળવવાની પ્રવૃતી કરવાને બદલે કંઇક શ્રેષ્ઠ કામ કરી બતાવવાની પ્રવૃતી કે સાહસ વધારે હોય છે જે વ્યક્તીના જીવવાનુ કારણ બની તેને ઉત્સાહથી ભરી દેતી હોય છે.

ઉપરવાળાએ ખુબજ મહેનત અને પ્રેમથી આ સમગ્ર દુનિયા બનાવી છે. તે આપણને સૌને આખી દુનિયા બતાવવા માગે છે, જ્ઞાન આપવા માગે છે, કળા-કૌશલ્યો શીખવવા માગે છે તો શું આપણે તેઓની ઇચ્છાને આપણા જીવનનો હેતુ ન બનાવી શકીએ ? તે આપણને સુખ–દુ:ખ, માન–અપમાન જેવી વિવિધ લાગણીઓનો અનુભવ કરાવવા માગે છે અને ચેલેન્જ આપે છે કે તમે પણ મારી જેમ તેનો અનુભવ કરી તેને વશમા રાખતા શીખી બતાવો, આ ધરતીને સદ્કર્મ અને મહેનત દ્વાર વધારેને વધારે સમૃધ્ધ અને રહેવા લાયક બનાવી બતાવો. જો પ્રભુ આપણી પાસેથી આવી અપેક્ષાઓ રાખતા હોય તો શું આપણે પણ આપણી મહત્વકાંક્ષાઓમા વધારો કરી કંઇક નવસર્જન કરી તેઓના આદેશની પુર્તી ન કરી શકીએ? શું આ શરીર માત્ર ભોગ વિલાસ ભોગવવાનુજ સામર્થ્ય ધરાવે છે ? શું તેનામા સ્વપ્ન જોવાની પણ શક્તી નથી રહી? શું એટલા બધા આપણે અપંગ થઇ ગયા છીએ ? શું તમે તમારા તન મનમા રહેલી અપાર શક્તીઓને ભેગી કરી, તેને યોગ્ય દિશામા વાળી આ સૃષ્ટીના વિકાસમા, તેના હીતમા પોતાનુ યોગદાન ન આપી શકો? જો પ્રભુ આપણી પાસેથી આવી અપેક્ષાઓ રાખતા હોય તો આપણે પણ પોતાની મહત્વકાંક્ષાઓને પ્રબળ બનાવી, કંઈક નવસર્જન કરી તેઓના આદેશની પુર્તી કરી બતાવવી જોઇએ. મારી દ્રષ્ટીએતો ઇશ્વરના આવા આદેશોનુ અક્ષરશઃ પાલન કરી બતાવવુ એજ તેમના પ્રત્યેની સાચી ભક્તી હોઇ શકે છે.

માટે આળસ ખંખેરી બેઠા થાવ, નકામા વિચારો અને પ્રવૃતીઓથી મુક્ત થાઓ, દુઃખ નિરાશાઓને જડ મુળમાથી ઉખેડી ફેંકી દો અને પોતાના જીવનનુ કોઇ લક્ષય નિર્ધારીત કરી તેને પ્રાપ્ત કરવા એટલા તે મંડ્યા રહો કે વિશ્વની દરેક વ્યક્તીના હ્રદયમા તમારુ સ્થાન નિશ્ચિત થઇ જાય.

કોઇ શીક્ષક ખુબજ હોશીયાર કે પ્રભાવશાળી હોય, તેમની પાસે જ્ઞાનનો ખજાનો હોય તેમ છતા વિદ્યાર્થીઓ તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવા તૈયારજ ન હોય તો તે શીક્ષકને કેટલુ બધુ દુખ લાગે ? તેવીજ રીતે ભગવાનનુ છે. ભગવાને આ સમગ્ર સૃષ્ટી, વિવિધ નિયમોનુ સર્જન કર્યુ છે, તેની માહીતી આપણને સૌને આપવા માગે છે, તે આપણને ગણીત, વિજ્ઞાન, ભાષા, ગુણો, લાગણીઓ, કળા-કૌશલ્યો વગેરેની માહીતી આપવા માગે છે ત્યારે આપણે તે બધા જ્ઞાનને શીખવાનો ઇન્કાર કરી દઈએ અથવાતો તેને તુચ્છ સમજી તેમા રસ ન દાખવીએ તો ભગવાનને પણ પેલા શીક્ષકની જેમ દુઃખ થયા વગર રહે નહી. આવુ હળહળતુ અપમાન કર્યા પછી આપણે ગમે તેટલી માળાઓ જપી લઇએ કે પુજા અર્ચના કરી લઇએ તો પણ તે બધુ નકામુજ ગણાશે. આપણે બધા રાજકીય કે ધર્મીક ખેંચતાણમા ઇશ્વરે સર્જેલા આ વિશ્વને સમૃધ્ધ બનાવવાને બદલે વધુને વધુ નર્ક જેવુ બનાવતા જઇએ, તેઓનુ અપમાન પર અપમાન કરતા જઇએ તો પછી આપણને ભગવાનનુ નામ લેવાનો પણ અધીકાર રહેતો નથી તો પછી તેમના નામે લળાઇઓ લડવાનોતો સવાલજ ઉત્પન્ન થતો નથીને ! એટલા માટેજ ઇશ્વરના આદેશ અને ધરતીના નિયમોને સમજી વિશ્વને વધુને વધુ સમૃધ્ધ બનાવવુ તેમજ માનવતા માટે જીવવુ એ આપણા જીવનનુ કર્તવ્ય હોવુ જોઇએ. તેના માટે તમામ ગુણો–આવળતો શીખી તેનો વિશ્વની સમૃધ્ધી માટે મહત્તમ ઉપયોગ કરી બતાવવો એજ માનવ સમાજનો મુખ્ય હેતુ હોવો જોઇએ.
ક્રમશઃ