નમસ્તે મિત્રો,
. મારો આ પ્રથમ પ્રયત્ન છે આથી લખાણ માં કંઈ ભૂલ થાય તો માફ કરજો 🙏 અને મારી ભૂલ તરફ ધ્યાન દોરવા વિનંતી🙏
*////*💐💐💐 અબળા 💐💐💐*////*
દુનિયા માં આવી ત્યારથી કોઈકની દુનિયા સજાવવામાં લાગી
તેની જેમ નિ: સ્વાર્થ બની એક કામ કરી તો જો,
'અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
રહી પિયરીયે ત્યાં સુધી ભાઈ, પિતા અને પતિના ઈશારે જીવી
. તેની જેમ એક કથપુતળી ની માફક જીવી તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
જ્યાં સુધી. રહી ત્યાં સુધી પિતા ના માન ખાતર મનની જેલમાં
રહી
તેની જેમ કેદી થઈ રહી તો જો,
'અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
ભાઈ ને ભાથું આપી પોતે ભુખી રહી ઢસડા ઢસડયા
તેની જેમ કોઈક ની ભુખ ભરી તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
પિતા ને ત્યાં રહી 'પારકી થાપણ' થઈ
'પારકી દિકરી' થઈ સાસરિયે રહી
તેની જેમ પારકાં થઈ રહી તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
જ્યાં રહી ત્યાં મહેમાન તરીકે રહી
પોતાનું કંઈ ન હોવા છતાં સુખથી રહી
તેની જેમ પ્રવાસી થઈ રહી તો જો,
'અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
જલી જીવન ની છેલ્લી જ્યોત સુધી
પોતાની જાતને બાળી બીજા ના અરમાન પુરાં કર્યા
તેની જેમ ઝળહળતો દિવો બની તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
ફેરા લીધાં ત્યારથી તન,મન, ધન ત્યાં સુધી
જીવન પણ પતિના ચરણમાં સમર્પિત
તેની જેમ સમર્પણ કરી જીવી તો જો,
'અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો!
નવ-નવ મહિના સુધી પોતાની સાથે બાળક નો ભાર
ઉંચકી. ચાલી
તેની જેમ કિલો પથ્થર ઉંચકી ચાલી તો જો,
'અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો.!
મૃત્યુ નો ઉંબરો ઉગામી નવ-જીવન ને દુનિયા માં
લાવે છે
તેની જેમ મરીને ફરી જીવી તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો.!
સઘણુ કારજ ભરથાર સંગ તેની સાથે જ સંઘમાં રંગ
તેના ગયા પછી જીવન માં એક જ શ્વેત રંગ
તેની જેમ શ્વેતામ્બર બની તો જો,
' અબળા' કહે છો તેની જેમ બળવાન બની તો જો.!
હજું 'અબળા' કહીશ઼ ?
તારું બળ તેની સાથે તોલી તો જો
કોનું પલ્લું નીચું છે? કાંટા તરફ એક નજર નાંખ
અબળા કહે છો તેની જેમ બળવાન બની તો જો. !
////🌹🌹🌹🌹🌷🌷🌷🌈🌷🌷🌷🌹🌹🌹🌹/////
///🥀🥀🥀દિકરી 🥀🥀🥀///
દિકરી ની આકૃતિ પ્રભુુએ એવી ઘડી કે',
દરેક ઘર ની એ લક્ષ્મી થઈ ગઈ.
ભલે હોય ઘોર અંધકાર ઓરડામાં,
તેના એક પલકાર થી ક્યાંક રશ્મિ થઈ ગઈ.
જ્યાં હતી ત્યાં વેર્યા માત્ર ફૂલ જ,
છતાં તેની જિંદગી કેમ કાંટાની કશ્તી થઈ ગઈ?
પોતાના પિતા ના મન, મેડી, માળવા મેેેલી જવાનાં,
હવે આ રસમ બહું વસમી થઈ ગઈ.
સાસરિયા ની ફરજ પુરી. કરવામાં ને કરવામાં,
પોતાનાં દાટેલા અરમાનો ની અશ્મિ થઈ ગઈ.
/-/-/-/-/💞👸👸💞/-/-/-/-/
////💞🌸🌸💞💞🌸🌸💞💞🌸🌸💞💞////
//////🌻🌻🌻 મારે હાથ 🌻🌻🌻///////
વ્રત કર્યા વરતોલા કર્યા , કર્યા અલખ ના જાપ,
અંતે એ જ મળ્યું , જે હતું મારે હાથ.
દરિયો ખોદ્યો, જમીન તાગી ,ચિર્યુ આખું આકાશ શોધતી હું જે ચારેય કોર,એ હતું મારે હાથ.
જે પ્રેમાક્ષર શોધતી હતી, લાગણી ના તાબુત
એ તો જન્મ થી જ હતું મારા હાથ પર.
..............,..✍️
🙏 આભાર 🙏
🌸 Lakum Darshna🌸