astitvano ahesaas - 2 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ નો એહસાસ (ભાગ 2)

" હેલ્લો કાવ્યા, કેમ છો ?"

"બસ મજામા. તું કે તારે કેમ ચાલે છે ?" કઈ ખબર જ ન પડી કે શું કરું એટલે જાણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હોય એમ ફોર્મલી વાત શરૂ કરી.

મને જીભ સુધી આવી ગ્યું હતું કે તારા છેલ્લા મેસેજ માં શું નાટક હતા. પણ ઘણા વર્ષે મળ્યા એટલે મને એમ થયું કે હવે તો એને યાદ પણ નહિ હોય એટલે કઈ પૂછ્યું નહિ.

" ક્યાં છો અત્યારે કાવ્યા?" એના અવાજ પરથી એમ લાગ્યું કે એને પણ ઘણું પૂછવું હશે.

" હું છેલ્લા 5 વર્ષ થીં દિલ્હી છું. મોનાલીસા મ્યુઝિયમ મા જોબ કરું છું. What about you ?"

" Congratulations Kavya. હું હમણાં ત્રણ વર્ષ થી ચેન્નાઇ મા આદિત્ય રોય એન્ડ કંપની મા ચેરમેન છું." એને એનોં હાથ મારા તરફ લંબાવી ને કહ્યું.

સાત વર્ષ પછી એને સાંભળ્યો અને પછી આડી પણ ખરી. જ્યારે ઓમ એ મારો હાથ પેલી વાર પકડ્યો ત્યારે પણ આટલી ધ્રુજારી નોહતી એટલું કંપન અત્યારે હું અનુભવી રહી છું. એના સ્પર્શ થી મને મારા શરીર ના શુષુપ્ત કોસ જીવિત થાય હોય એવું લાગ્યું.


ઓમ ના સ્પર્શ થી એના મેસેજ પછી ના મારા દિવસો મને યાદ આવી ગયા. એ ત્રણ વર્ષ જે મે માંડ માંડ પૂરા કર્યા હતા.

પાછી હું ભૂતકાળ મા ચાલી ગઈ....


•°•°•°•°•°•°•°•°•°•°•°•


સ્વિત્ઝર્લેન્ડ મા એક એક દિવસ મે કેમ કાઢ્યો છે એ તો મને જ ખબર હતી. એક દિવસ પણ એવો ન હતો કે જેમાં મે એને યાદ ન કર્યો હોય. દરરોજ સૂતા પેહલા એના ફોટા જોતી જોતી સૂતી હતી.

એવું નથી કે મે એણે ભૂલાવવા ની કોશિશ નથી કરી. ખૂબ કરી. ઘણી જગ્યા એ વ્યસ્ત રહી. નવા મિત્રો બની ગયા હતા એટલે પાર્ટી કરતા, બહાર જતા, ફરતા હતા, વિકેન્ડ મા મૂવી જોતા. તો પણ દિલ ના એક ખૂણા માં ઓમ મને બોલાવતો હતો.

જેવું મારું સ્ટડી પત્યું એટલે તરત જ ઇન્ડિયા આવવા રવાના થઈ ગઈ. સ્વિત્ઝર્લેનડ મા મારી એક ખાસ ફ્રેન્ડ બની ગઈ હતી. Maria Sharapova.

એ બધું જ જાણતી હતી મારા અને ઓમ વિશે.

એને મને રોકવા ખૂબ પ્રયત્ન કર્યા પણ હું નીકળી ગઈ.

દિલ્હી થી ડાયરેક્ટ અમદાવાદ ની ફ્લાઈટ લઇ ને ઘરે આવે. પેલા બે દિવસ તો બધા સાથે રહી ને માંડ વિતાવ્યા. કોઈ ને શક ન જાય એ માટે હું બે દિવસ ક્યાંય બહાર ન ગઈ.

ત્રીજા દિવસે એક્ટિવા ની ચાવી લઇ ને ઓમ ના ઘર તરફ દોટ મૂકી. પણ ઓમ ના ઘરે તાળું હતું. મે આજુ બાજુ માં પૂછ્યું તો કોઈ ને કઈ જ ખબર ન હતી કે એ ક્યાં ગયા છે.

એટલે મે વિદ્યા ના ઘરે જવાનું નક્કી કર્યું.

" અરે કાવું, તું ક્યારે આવી ? તે મને કેમ કઈ જણાવ્યું નહિ ? હું આવેત તને એરપોર્ટ પર લેવા...." ડોર ખોલતા જ બોલવા લાગી અને મને ઉંચકી લીધી.

" બે દિવસ પેહલા જ આવી છું. ટાઇમ જ ન મળ્યો કોઈ ને વાત કરવાનો અચાનક આવવાનું થયું એટલે કઈ નક્કી ન હતું." હું કઈક બીજું જ પૂછવા માગતી હતી પણ એની ઉત્સુકતા જોઈ એને જવાબ આપવાનું ઠીક લાગ્યું.

હું એનો હાથ પકડી ને એના રૂમ માં લઇ ગઈ.

" વિદ્યા સાંભળ, તારી પાસે ઓમ નો કોઈ કોન્ટેક છે? અથવા એનું હાલ નું સરનામું કે કઈ પણ ?" હવે હું મુદ્દા પર આવ્યા વગર ન રહી શકી એટલે પૂછી જ લીધું.

" ઓ, તો વાત એમ છે કે તું અહી મને મળવા નહિ પણ ઓમ ને મળવા આવી છો. મારે કઈ નથી બોલવું જા."
એ થોડી ઉદાસ થઈ ગઈ.

મે વિદ્યા ને ઓમ નો આવેલો છેલ્લો મેસેજ વાંચવ્યો. એ મેસેજ મે બરાબર સાચવી ને રાખ્યો હતો કદાચ એક વાર એ મેસેજ ઓમ ને નફરત કરવાનુ કારણ બની શકે.

" આ શું છે કાવ્યા ? ઓમ ને અચાનક શું થઈ ગ્યું?"

" મને પણ કઈ જ ખબર નથી એટલો અહી આવી છું કે કોઈ ને કઈ ખબર હોય તો. એને એનો નંબર પણ બદલવી નાખ્યો છે. એને અચાનક શું થયું હશે વિદ્યા?" હું ગળગલી થઈ ગઈ.

" એક કામ કરીએ કાવ્યા, મારી પાસે હિરેન નો નંબર છે. કદાચ એને કઈ ખબર હોય તો." મારું ગળગલું મોઢું જોઈ ને એને તરત જ સોલ્યુશન આપ્યું.

હિરેન ઓમ નો જીગરી હતો. ઓમ ની હિરેન ને કઈ ખબર ન હોય એવું બને જ નહીં. ઓમ મને પ્રેમ કરતો એ મારી પેહલા હિરેન ને ખબર હતી.

" હેલ્લો, હિરેન?"

" હા. તમે કોણ ?"

" હું કાવ્યા. યાદ આવ્યું કઈ ?"

"અરે કાવ્યાભાભી તમે, બુલો બોલો. હું શું મદદ કરી શકું તમને ?" જ્યારે ઓમ એ મને પ્રપોઝ કર્યો ત્યારથી જ એનું મિત્ર મંડળ મને ભાભી કહીને બોલાવતું.

" ઓમ નો નંબર હોય તો આપ ને." હું ડાયરેક્ટ મુદ્દા પર આવી ગઈ.

" ઓમ સિવાય તમે મારી પાસે કઈ પણ માગી લ્યો હુ આપીશ પણ મને છેલ્લા પાચ વર્ષ થી ઓમ ની કઈ જ ખબર નથી. પણ તમે મારી પાસે ઓમ નો નંબર કેમ માગી છો? તમારી પાસે પણ નથી કે શું ?"

મે એને બધી વાત કરી.

"મારી પાસે એના ઘર ની ચાવી છે. કદાચ એ તમને કંઇક કામ લાગે. જ્યારે અમે કૉલેજ મા સાથે હતા ત્યારે એક ચાવી અમે રાખતા હતા. ક્યારેક ઓમ મોડે સુધી મારા ઘરે હોય તો ઘરે કોઈ ને ડિસ્ટર્બ ન કરવા." એને એનાથી બનતી મદદ કરી.

" હા, ક્યાં આપવા આવીશ ? જો પોસીબલ હોય તો વિદ્યા ના ઘરે આવી જા ને હું અહી જ છું. પછી ત્રણેય જઈએ ઓમ ના ઘરે." મને જે મગજ માં આવ્યું એ હું બોલી ગઈ.

હિરેન આવ્યો એટલે અમે ત્રણેય ઓમ ના ઘરે ગયા.

પેહલા હું ક્યારેય ઓમ ના ઘરે નહિ ગયેલી. એક વાર ઓમ એ દૂર થી જ બતાવેલું એટલે ખબર કે અહી ઓમ નું ઘર છે.

દરવાજો ખોલ્યો.

હું અંદર ગઈ. જોઈ ને એવું લાગ્યું કે બે-ત્રણ વર્ષ થી કોઈ એ નહિ ખોલ્યું હોય.

એકઠી થયેલી ધૂળ મા મારા પગલાં પડતી હું અંદર ગઈ.

હિરેન મને ઓમ ના રૂમ સુધી લઈ ગયો. એ બંને બહાર જ ઉભા રહ્યા હુ એકલી અંદર ગઈ.

મે બધા કબાટ ખોલી જોયા. ક્યાંક કઈ પણ હતું નહિ. બસ એના થોડા કપડાં હતા અને થોડી ફાઈલ હતી. એમાં પણ મને કઈ ન મળ્યું એટલે હું નીચે બેસી ગઈ. એક વાર તો માથું જમીન સાથે પછડવાનું મન થઇ ગયું.

અને કોશિશ પણ કરી. ત્યાં નીચે કઈક બોક્સ જેવું લાગ્યું એટલે મે ખેચ્યું.

બોક્સ એકદમ વ્યવસ્થિત રીતે બંધ કરેલ હતું.

એને બોક્સ ની ઉપર ખૂબ સરસ રીતે શણગારી ને "My treasure" (મારો ખજાનો) લખ્યુ હતું.

મે વધતા ધબકાર સાથે બોક્સ ખોલ્યું.

એ બોક્સ મા ઉપર મારો એક દુપટ્ટો હતો. એ લઇ ને મે નીચે મૂક્યો. અંદર થી મારી ઘણી વસ્તુઓ નીકળી કે જે હું એક સમયે શોધતી હતી.

એમાં એક લિપસ્ટિક હતી, એક પાયલ અને એક બુટ્ટી હતી. અને બાકી થોડા લેટર હતા.

વાચ્યા ત્યારે ખબર પડી કે એ પત્રો એને મને પ્રપોઝ કર્યો એ પેહલા લખેલા. એની લાગણી ને શબ્દો મા એવી તો ઢળેલી કે કોઈ પણ છોકરી વાચી ને પ્રેમ માં પડી જાય.

એ વખતે મને એમ થયેલું કે ઓમ એ મને કેમ લેટર થી પ્રપોઝ ન કર્યો ?

બધા લેટર વાચ્યા પછી નીચે એક ડાયરી હતી.

ડાયરી હાથ માં લઇ ને ડાયરી ના પેજ ઉથલાવવા નું શરું કર્યું. બે કે ત્રણ પેજ પછી મારા છાનામાના પાડેલા કેટલાક ફોટા હતા.

મને જે દિવસે જોય એ દિવસથી એને ડાયરી લખવાની શરૂઆત કરેલી. એના શબ્દોની રમત એવી હતી કે હું પણ થોડી વાર માટે તો ગુચવાઈ ગઈ.

" આજ મે એને પેહલી વાર જોય. મને નામ તો નથી ખબર એનું પણ એ છોકરી નું અને મારું કઈક જબરું કનેક્શન છે એ મને આજ એને જોતા જ ખબર પડી ગઈ.

✓ લગભગ 5.4 ની આજુબાજુ મા હાઇટ અને વજન 50 ઉપર તો નહિ જ હોય.

✓ ફેર એન્ડ લવલી ની ટ્યુબ પર જે કલર સ્કેલ આવે છે એના જે સૌથી વધારે વ્હાઈટ વાળો સ્કેલ છે એનાથી પણ વધારે રૂપાળી.

✓ આંખ ના ઇશારે પણ કોઈ ની સાથે વાત થઈ શકે એવી એની આંખો,

✓ જ્યારે એ કોઈને સાંભળતી હોય અને મો બંધ હોય ત્યારે હોઠ મા પડતી કરચલીઓ કઈક બોલવા માગતી હોય.

✓ એના હાસ્ય થી વધારે કીમતી જીવન માં કઈ હોય જ ન શકે.

અત્યારે રાત ના 2 વાગે એનું ચિત્ર દોરવાનું મન થાય છે પણ હું ચિત્ર મા પેલે થી જ નબળો છું. પણ મારા મન માં એની છબી ચિત્રાઈ ચૂકી છે."

_________________

પછી થી એ રોજ હું જે કલર ના કપડા પેહરું, મારા વાળ ની સ્ટાઇલ થી લઇ ને મારા ચપ્પલ સુધી નું બધું જ લખેલું હતું. મને જોઈ ને એના મો પર આવેલ રીએકશન સહિત બધું જ.

મારું નામ જાણી ને ઓસ્કાર મળ્યો હોય એમ ખુશ થયેલો.

"આજ મને એનું નામ ખબર પાડી ગઈ.
આહાહા !!! કાવ્યા... કાવ્યા....કાવ્યા...
કેટલું સરસ નામ છે. બોલતા જ પ્રેમ વરસાવવાનું મન થાય. વિદ્યા ના મોઢે જો એનું નામ આટલું સરસ અને મીઠુ લાગતું હોત તો મારા મોઢે થી તો કેવું જબરું લાગશે.

કાવ્યા....કાવ્યા... કાવ્યા..."

__________

એની ડાયરી મા એટલું સરસ વર્ણય કરેલું કે હું શબ્દો મા એનું વર્ણન નહિ કરી શકું.

"આજ હું પેહલી વાર કાવ્યા અડ્યો.

શું લખું એ મને કઈ સમજાતું નથી. આજ હું પેલી વાર કોઈ છોકરી ને અડ્યો અને એ પણ જાણે મીણના પૂતળા જેવી. એને આડી ને મારા શરીર ના બધા અંગો એ એક ઘડી કામ કરવાનું બંધ કરી દીધું. અંદર થી તો મને એવું લાગે છે કે એને પણ ગમ્યું હું અડ્યો એ પણ એ બોલી ન શકી.

એને અડ્યો છું ત્યાર થી મે મારા હાથ નથી ધોયા."

___________

હું વાચતા વાચતા હસતી હતી કે ચિંતા મા હતી એ સમજવું મુશ્કેલ થઈ ગયું.

"આજ મારો દિવસ બિલકુલ સારો નથી ગયો. મે એને પ્રપોઝ કર્યો પણ એને મને કોઈ જવાબ જ ન આપ્યો. પણ હું કઈ હાર માની ને બેસી જાવ એમાંથી નથી હું તો એને જોયા કરીશ."

પછી થી ઓમ મને રોજ જોયા કરતો. હું જ્યાં હોય ત્યાં એ તો હોય જ.

મે ના પાડી એ દિવસે એને એક કવિતા લખેલી...

मेरे दिल की आवाज़ कब तेरे दिल तक पोहचेंगी
पता नहीं,

तुम, मेरे पास मेरे साथ कब तक रहोगी
पता नहीं,

मेरे दिल।की बात कब तुम्हारी ज़ुबान पर आएगी
पता नहीं,

मेरी यादें कब तुम्हारी आंखो में आंसू बन के बहेगी
पता नहीं,

मेरे ज़ख्मों का दर्द तुम कब महसूस करोगी
पर नहीं,

मेरे पास आने की खुशी कब तुम्हारी रूह तरसाएगी
पता नहीं,

फिर भी तुम्हे यूहीं चाहते रहना,
फिर भी तुम्हे यूहीं देखते रहना,
फिर भी तुम्हे यूहीं प्यार करते रहना,

मेरी आदत सी बन गई है।

કવિતા વાંચી ને મને સાચે એમ થયું કે હું શા માટે એને હા નોહતી પડતી.

_____________

" આજ હું એના ઘરે ગયેલો એને જોવા પણ એ ઘરે નોહતી. હું સેલ્સમેન બની ને કુરિયર આપવા ગયેલો પણ કાવ્યા ઘરે નોહતી. એ આવી ત્યાં સુધી હું એના ઘર ની બાજુમાં લીમડો છે ત્યાં ઊભો રહ્યો. કાવ્યા સાંજે આવી. એની પાસે બેગ હતા એ જોઈ ને મને એવું લાગ્યું કે એ શોપિંગ કરવા ગઈ હશે.

એના રૂમ ની બારી ઘર ની પાછળ ની બાજુ હતી એટલે હું પાછો ફરી ને પાછળ ગયો. અને ત્યાં એ નાઈટ ડ્રેસ પેહરી ને હવાની લેહેખીઓ સાથે રમતી દેખાણી. આજ એ ખૂબ ખુશ હોય એવું લાગતું હતું.

કાશ એની ખુશી નું કારણ મારો પ્રેમ હોય."

____________

આ વાત તો મને પણ ખબર ન હતી કે એ છેક મારા ઘરે પોહચી ગયેલો.

એ પછી તો એ મને ઘણી વાર મારા ઘર ની પાછળ થી જોવા આવતો હતો એવું એને ડાયરી મા લખેલું. મને પ્રપોઝ કર્યો એના આગળ ના દિવસ ના પેજ પર ભગવાન ને કરેલી અનેક પ્રાથના ઓ હતી કે કાલ હવે કાવ્યા માની જાય. આખો પ્લાન લખેલો કે એ કેવી રીતે અને ક્યાં પ્રપોઝ કરશે.

"Finally, thank you so much god.

આજ કાવ્યા મારી થઈ ગઈ. જો કે હતી જ પણ એ ફકત મને ખબર હતી પણ આજ એને પણ ખબર પડી ગઈ કે એ મારી છે. આજ નો દિવસ હું જીવનમાં ક્યારેય નહી ભૂલું.

આજ મારી પાસે કોઈ કઈ પણ માગી લે હું આપી દેવા તૈયાર છું.

આજ હું ભગવાન ને મળ્યો હોય એવું મને લાગે છે."

__________

પછી તો અમારી બે વર્ષ ની જર્ની ને એને એના શબ્દો માં એવો વળાંક આપેલી કે કોઈ લેખક પણ શું લખે?

જે કોઈ પણ વાચે એને ફેન્ટસી જ લાગે એવા શબ્દો માં એની મને ઢળેલી.

આગળ હું જેમ જેમ વાચતી ગઈ એમ એમ એની પર વધારે પ્રેમ આવવા લાગ્યો. ત્યારે એ મારી સામે હોત તો હું શું કરી શકું એ હું ધારી પણ શકવાની હાલત માં નોહતી.

" આજ હું એના માટે જેટલું રડ્યો એટલું હું મારા અત્યાર સુધી ના જીવન નું ભેગુ કરો તો પણ નથી રડ્યો. મારે એને ક્યાંય દૂર નથી જવા દેવી. એ બસ મારી સાથે મારી નજર સામે રહે. પણ એના પપ્પા એ ખૂબ મેહનત કરી ને એને વિઝા અપાવ્યા છે અને એના ભવિષ્ય માટે જાય છે તો મારાથી ના પણ ન પડી શકાય અને ફકત 3 વર્ષ ની તો વાત છે.

આ ત્રણ વર્ષ મા હું મારી પણ કઈક પોસ્ટ લઇ લઉં પછી અમારે જીવન સાથે જ વિતાવવાનું છું."

_____________

આનાથી આગળ વાચવાની મારી આતુરતા વધી ગઈ. કેમ કે એ દિવસથી જ ઓમ મારા કોન્ટેક મા નથી રહ્યો.

" આજ સવાર નું ચક્કર આવતા હોય એવું લાગે છે. ક્યાંય ગમતું નથી અને બસ બેડ મા પડ્યા રેહવા નું મન થાય છે. આનું કારણ કદાચ કાવ્યા છે. એ જવાની છે એટલે જ મને આવું બધું થાય છે. આજ મારો ફોન પણ ક્યાંક ખોવાઈ ગયો છે ક્યાંય મળતો નથી. મારે કાવ્ય સાથે વાત કરવી છે.

કાલે હું કાવ્યા ને મળવા જવાનો છું. એને કઈ રીતે મળીશ?"

_____________

વાચતા વાચતા મને એક જ વિચાર આવતો કે ક્યારે એ ન આવ્યો એનું કારણ મળશે ?

" તા: 23/3/2008

આજ મને દવાખાને લઈ ગયા એટલે મારા થી કાવ્યા ને મળવા ન જવાયું. એ મારા વિશે શું વિચારી......"

___________


જ્યાં મારા જાણવાની ક્ષણ આવી એ પેજ મા આટલું લખી ને એક મોટો લીટો હતો. આગળ મે બધા પેજ જોયા પણ ક્યાંય કઈ લખેલું ન હતું. છેલ્લા પેજ પર એક સુકાઈ ગયેલું ગુલાબ હતું અને કદાચ એ મે એણે આપેલું.

મે એના રૂમ ના બધા કબાટ ખોલી જોયા, કપડાં વિખી નાખ્યા, ફાઈલ ના એક એક કાગળ જોયા પણ ક્યાંય કશું જ ન મળ્યું.

થોડી વાર મગજ શાંત કરી ને બેડ પર બેસી ગઈ.

" શું થયું કાવ્યા ? કઈ મળ્યું ?" વિદ્યા એ રૂમ માં આવી ને મારા ખભા પર પ્રેમ થી હાથ મૂકી પૂછ્યું.

હું એને બાથ બારી ને ખૂબ રડી.

મારે શું કરવું એ મને કઈ જ સમજાતું નહોતું. એટલે હું ડાયરી અને બાકી બધી વસ્તુ લઈ ને ઘરે ગઈ. ઘરે બધા ને બધું જ કહી દીધું.

" તું ચિંતા ન કર બેટા. આપણે ઓમ ને ગમે ત્યાંથી શોધી લેશું." પપ્પા એ મારા માથા પર હાથ મૂકી ને મને શાંત કરવાની કોશિશ કરી.

•°•°•°•°•°•°•°•°•°•°•


"કાવ્યા, ક્યાં ખોવાઈ ગઈ ?" મારો હાથ એના હાથ માં જ હતો એટલે એને એ હાથ પર બીજો હાથ મકી ને કહ્યું.

ખબર નહીં મે આટલું વિચારમાં કેટલો સમય લીધો.

"ઓમ એક વાત પૂછું તને ખોટું ન લાગે તો?" 4 વર્ષ થી મનમાં ઘૂંટતા પ્રશ્ન નો જવાબ લેવા નો સમય આવી ગયો હોય એવું લાગ્યું એટલે મે પૂછી લીધું.

" પ્રશ્ન પૂછવા માટે તું ક્યારથી મારી મંજૂરી લેતી થઈ ગઈ ? બોલ બોલ, મને ખબર છે તારા મન માં બવ બધું છે. આજ કદાચ હું તારા પ્રશ્નો ના જવાબ આપવા જ આવ્યો છું. પૂછ કાવ્યા." ઓમે ખૂબ પ્રેમ થી કહ્યું.

" ઓમ તારી ડાયરી મા 23 તારીખ પછી નું લખાણ ક્યાં છે?"

" એટલે કે ડાયરી તારી પાસે છે એમ ને ? હું બે વર્ષ પેહલા ઘરે ગયેલો તો મને કઈ જ ન મળ્યું. હું તારા ઘરે ગયેલો પણ તું દિલ્હી હતી."

"વાત ને બદલવાની કોશિશ ન કર ઓમ. 23 તારીખ પછી નું લખાણ ક્યાં છે?" બસ મારે એ જ જાણવું હતું કે એ દિવસ પછી એવું તે શું થયું કે એને મને I hate you કહ્યું.

"જવાદે એ બધું. ભૂતકાળ ને ક્યારેય વર્તમાન મા લાવી ને દુઃખી ન થવાય...."

"પ્લીઝ ઓમ." એની વાત વચ્ચે થી કાપી ને હું હાથ જોડી ને ઉભી રહી ગઈ.

" તો સંભાળ....

મને એ દિવસે તને મળી ને આવ્યો ત્યાર નું કઈક અજીબ અજીબ લાગતું હતું. એક વાર તો એમ થઈ ગ્યું કે મને હાર્ટ એટેક આવી જશે. એટલે હું ચૂપચાપ સૂઈ ગયો.

ગુરુવારે સવારે હું તૈયાર ને નીચે આવ્યો ત્યારે પણ ચક્કર આવતા હોય એવું લાગ્યું એટલે મે જ્યુસ પી લીધું. જેવો ઘર ની બહાર નીકળ્યો એવો જ પડી ગયો.

શનિવારે સવારે હોશ મા આવ્યો. ત્યારે મને પેલો વિચાર તારો જ આવેલો એટલે મેં પપ્પા ને જીદ કરી કે મારે તને એક વાર જોવી છે. એટલે પપ્પા એ મને એક એવી વાત કરી કે હું સાવ તૂટી ગયો."
ઓમ અચાનક બોલ્યો બંધ થઈ ગયો.

" ઓમ બોલ આગળ શું થયું ? તારા પપ્પા એ તને શું કહ્યું?"
મે પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો.

ઓમ કંઈપણ બોલ્યા વગર એની ગાડી તરફ લઈ ગયો. ગાડી મા બેસાડી ને ગાડી એક એપાર્ટમેન્ટ નીચે ઊભી રાખી. રસ્તા માં એ કઈ જ ન બોલ્યો.

એનું મૌન મને નાગ જેમ ડંખતું હતું.

ઓમ મને હાથ પકડી લિફ્ટ મા લઇ ગયો અને ત્યાંથી એક ઘર માં. મને હોલ માં મૂકી ને એ રૂમ માં ગયો. બે મિનિટ મા કઈક ફાઈલ લઇ ને પાછો આવ્યો ને મારા હાથ માં ધારી દીધી.

જોઈ ને હું પણ દંગ રહી ગઈ.

" આ શું ઓમ? આટલું બધું તે મારાથી કેમ છુપાવ્યું?" હું ઓમ ને કેવું રીએકશન આપુ એ ન સમજાયું.

" તો પણ હું તને એરપોર્ટ પર જોવા આવેલો. દૂર થી તને જતી જોયેલી. તું તો ગઈ પણ સાથે સાથે મારું વજૂદ પણ લઇ ગઈ. મને ખબર હતી કે તારી નજર મને જ શોધતી હતી પણ હું એવી હાલત માં તારી સામે કેવી રીતે આવેત અને જો હું આવ્યો હોત તો તું સ્વિટ્ઝર્લેન્ડ જઈ શકી હોત ?"
ઓમ એક શ્વાસે બોલી ગયો.

" ક્યારે થી હતું આ બધું ?" મે પ્રશ્નો પૂછવાનું શરૂ રાખ્યું.

" હું જ્યારે જન્મ્યો ત્યાર થી જ મારા હદય મા કાણું હતું પણ ડોકટરે એવું કીધેલું કે જેમ જેમ મોટો થઇસ એમ એમ કાણું પણ ભરાઈ જશે.

એને સાચે એવું જ થયેલું.

પણ અચાનક એ દિવસે વધારે પ્રેશર આવવાને કારણે મને અચાનક દુખાવો થવા લાગ્યો એટલે પપ્પા ડોક્ટર પાસે લઇ ગયા. ત્યારે ખબર પડી કે કાણું વધારે મોટું થઈ ગયું છે અને બે જ દિવસ મા ઓપરેશન કરવું પડશે.

જો ઓપરેશન ન થાય તો મારી ઉંમર ઘટી જાય એમ હતું. છતાં પણ હું તને જોવા આવેલો બધાની ના ઉપર થઈ ને.

તું દેખતી બંધ થઈ ત્યાં સુધી મે તને જોઈ અને પછી અમે પણ તરત જ એ જ એરપોર્ટ ચેન્નાઇ જવા નીકળ્યા." ઓમ શ્વાસ લેવા બંધ થયો ત્યાં મે પાછો પ્રશ્ન કર્યો.


"તો તે મને કેમ I hate you નો મેસેજ કરેલો? તે એક પણ વાર મારો વિચાર કર્યો કે મારા પર શું વિતશે. હું શું વિચારીશ?"
જવાબ ની અપેક્ષા મા હું ઓમ સામે જોઈ રહી.


" સંભાળ કાવ્યા. હું એ જ કવ છું. લગભગ 3-4 દિવસ મને icu મા રાખ્યો.. એ વખતે તો મારા જીવવાના ખૂબ ઓછા ચાન્સ હતા. તારા નસીબે હું બચી ગયો પણ કદાચ મને કઈ થઈ જાત તો તું આખું જીવન મારી યાદ મા બરબાદ કરી દેત અને એટલે જ તેને મારી સાથે નફરત થઈ જાય અને તું તારા જીવન માં આગળ વધે એ માટે મે મેસેજ કર્યો હતો.

મારો ફોન ખોવાઈ ગયો હતો. તાત્કાલિક એ જ નંબર મા કાર્ડ શરૂ કરાવી ને તારા સારા માટે જ મે તને મેસેજ કર્યો હતો. તને એવો મેસેજ ન કર્યો હોત તો તું મને ભૂલી ન શકત અને તારા જીવન માં આગળ ન વધી શકે એટલે મહા મજબૂરીમાં મે ધ્રુજતા હાથે મેસેજ કર્યો હતો." ઓમ હવે એકદમ ઢીલા થઈ ગયો હતો.

"સારો થઈ ગયો પછી તો મારી સંભાળ લેવાની કોશિશ કરવી હતી ને પણ?" મારો પ્રશ્નો આજે ખૂટવાનું નામ જ નો'તાં લેતા.

" હું તારા ઘરે પણ આવેલો. ઘરે પણ કોઈ નહિ. બાજુ વાળા એક કાકા એ કહ્યું કે તું દિલ્હી છે. એટલે હું દિલ્હી પના આવેલો પણ મને તારા નામ સિવાય કઈ જ ખબર ન હતી. મે તને શોધવાની ખુબ કોશિશ કરી. તારો નંબર પણ મે ખૂબ ટ્રાય કર્યો પણ તારો નંબર પણ અસ્તિત્વ મા ન હતો. પછી મે બધું ભગવાન પર છોડી દીધું." ઓમ રડવા જેવો થઇ ગયો.

" તારા મેસેજ પછી મારું જ અસ્તિત્વ નહોતું તો મારા ફોન નું તો ક્યાંથી હોય ? જોબ મળ્યા પાછી મારે મજબૂરી માં ફોન લેવો પડ્યો હતો." હું એની આખો મા આંખ નાખી ને વાત કરી શકવા જેટલી પણ સક્ષમ નોહતી.

મને સોફા પર બેસાડી ને ઓમ નીચી બેઠો અને મારી સામે એક નજરે જોઈ રહ્યો. હું રડતી હતી અને કદાચ એ પણ.

લગભગ અડધી કલાક સુધી અમે બંને સ્ટેચ્યુ બની ગયા હોય એવું લાગ્યું. કોઈ હલન ચલન નહિ, બસ એકબીજા નાં ડુસકા સંભળાતા હતા.

" કાવ્યા તે લગ્ન કર્યા ?" અચાનક એને શું યાદ આવ્યું એને મૌન ને ભાષા આપી ને પૂછ્યું.

" તને શું લાગે છે?" મે પણ એની આંખ મા આંખ નાખી ને કહ્યું.

" હું પણ તારી જ રાહ જોતો હતો. Will you merry me Kavya?" એને મારા પર એટલો વિશ્વાસ હતો કે એને ડાયરેક્ટ પ્રપોઝ કર્યો.

" આ શબ્દો સાંભળવા હું સાથ વર્ષ થી રોજ મરું છું."

મારા શબ્દો સાંભળી ને ઓમ મને બાથ બારી ગયો. મારા મોઢા પર અઢળક ચુંબન કર્યા.

ક્યાંય સુધી અમે બંને એકબીજા ના આલિંગન મા રહ્યા.

" એક વાત કેહવી છે કાવ્યા."

"હમમ..." મને એ શાંતિ એટલી પ્રિય લાગી કે મે મો ખોલ્યા વગર જ હા પાડી દીધી.

" તું બોલે મારા મારામાં
ને હું મૌન તારા મા."

એની શાયરી બોલી ને એ ચૂપ થઈ ગયો.

મને આજ 7 વર્ષ પછી પેહલી વાર મારું અસ્તિત્વ હોવાનો એહસાસ થયો.


✍️ કિરણ પટેલ




બીજા રસપ્રદ વિકલ્પો