astitva no ahesaas - 1 books and stories free download online pdf in Gujarati

અસ્તીત્વ નો એહસાસ (ભાગ 1)

આજ 7 વર્ષ પછી મે એને એક રિસેપ્શન મા જોયો. મારું દિલ ફરી વાર એક ધબકાર ચૂકી ગયું. એ જ વાન, એ જ સ્ટાઇલ, એ જ મુસ્કુરાહટ અને એ જ નજર.

ઓશન બ્લૂ કલર નું જિન્સ અને સફેદ શર્ટ માં હું જેવો છોડી ને આવી હતી એવો જ લાગતો હતો. હજી પણ એની સ્માઈલ મા એટલી તાકાત હતી કે કોઈ પણ છોકરી એના પ્રેમ માં પડી શકે. એના ફ્રેન્ડ સાથે હસી હસી ને વાતો કરતો.

પાચ સેકન્ડ માં તો મે એને પુરે પૂરો સ્કેન કરી લીધો. હું બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે વાતો કરતી ત્યાં અચાનક ઊડતા પડદા ની વચ્ચે થી એ મને જોઈ ગ્યો.આજ પણ મને ખાતરી છે કે મારા દિલ ના ધબકાર જેટલા વધારે હતા એનાથી વધારે એના હશે.

એ મારી તરફ આવતો દેખાયો....

અમદાવાદ ની નામાંકિત કોલેજ એટલે M.B.Patel college. અને એ કૉલેજ મા અમારું છેલ્લું વર્ષ, આમ તો વર્ષ નહિ છેલ્લો દિવસ. એટલે છેલ્લું પેપર પૂરું થયું અને કૉલેજ મા છેલ્લો દિવસ હોવાથી અમે બધા પાર્ટી કરતા હતા. અચાનક ઓમ ને કઈ થયું અને એ દોડી ને ક્લાસ ની બહાર નીકળી ગયો..

"કાવ્યા, જા તો ઓમ ને શું થયું ?" ઓમ ને બહાર ભાગતો જોઈ ને મારી ફ્રેન્ડ વિદ્યા એ મને એની પાછળ જવા કહ્યું.

" ઓમ, તું કેમ ત્યાંથી ભાગી આવ્યો ? બધા ને કેટલું ખરાબ લાગે એ તને કઈ ખબર છે ? આવું ન કરાય સ્વીટુ."
બધા નાસ્તો કરતા હતા ત્યાંથી ઓમ જલ્દી થી દોડીને ને ક્લાસ માંથી બહાર આવી ગયો એટલે હું પણ ઓમ ની પાછળ પાછળ દોડી આવી.

"ઓમ તું રડે છે ? Seriously ?"
ઓમ ને ખભે થી મારી તરફ ખેચી ને જોયું તો એ રડતો હતો.

"અરે યાર કેટલા દિવસ થી તને અવોઇડ કરવાની ટ્રાય કરું છું પણ તને જોયા વગર નથી ચાલતું. હું શું કરીશ કાવ્યા ? આજ પછી આપડે ક્યારે મળીશું એ નક્કી પણ નથી. તારો હસતો ચેહરો જોઈ ને મને કઈ કઈ થઇ જાય છે યાર. હું કેમ કેમ તારા વગર જીવીશ?" ઓમ રડતા રડતા બોલ્યો.

" ઓમ બધા જોવે છે પ્લીઝ, રડીશ નહીં ને. તું રોતડો બિલકુલ સારો નથી લાગતો યાર." અંદર થી તો હું પણ એકદમ ઢીલી થઈ ગઈ હતી પણ બંને એક જેમ થઈ તો કેમ નું ચાલે ?

ઓમ ને રડતો જોઈ ને હું પણ દુઃખી થઈ. એક જોતા મને ગમ્યું પણ એટલું જ કે મારા મારે ઓમ આજ પેલી વાર રડ્યો. કાયમ બધા ને હસાવતો અને ખિલખિલાટ કરતો છોકરો આજ એની પ્રેમિકા માટે રડતો હતો.

"કાવ્યા, તું ઘરે વાત કર ને આપણા પ્રેમ ની. હું તને આખી જીંદગી ખુશ રાખીશ. તારા પપ્પા કરતા પણ વધારે બસ. તું એમને મનાવ ને કે તારા લગ્ન મારી સાથે કરાવે. હું તારા વગર નહિ રહી શકું યાર." ઓમ ને મે આટલો ઇમોશનલ ક્યારેય નહોતો જોયો .

આજુ બાજુ નીકળતા બધા લોકો અમારી સામે જોતા હતા. એટલે હું ઓમ ને લઇ ને ગાર્ડન મા ગઈ.

" બોલ ઓમ, તારે જે કેવું હોય એ કહી દે." ઓમ નાં ગાલ ને મારા બે હાથ વચ્ચે લઈને ખુબ પ્રેમ થી કહ્યું.

થોડી વાર તો એ બસ મારી સામે જોઈ જ રહ્યો. પછી અચાનક એ મને બાથ ભરી ને ખુબ રડ્યો અને મે એણે રડવા દીધો.

" તું સ્વિટ્ઝર્લેન્ડ ન જા તો ન ચાલે કાવ્યા ?" ઓમ ને જે કેવું હતું એ હવે એના મોઢા માંથી બહાર આવ્યું.

હું કઈ જ ન બોલી.

" તું કઈક બોલ ને કાવ્યા. કેમ કઈ નથી બોલતી ? તું મને પ્રેમ કરે છે ને કાવ્યા?" એનો પ્રશ્ન આતુરતા મા બદલાઈ ગયો.

"તારું બધું સાચું ઓમ પણ મારું જવું જરૂરી છે. પપ્પા એ મારી પાછળ ખૂબ ખર્ચો કર્યો છે અને કેટલી બધી મેહનત પછી મને વિઝા મળ્યા છે. એડમિશન પણ મહા મેહનત મળ્યું છે. એ લોકો ફાઈન આર્ટસમાં ફકત 50 વિદ્યાર્થી ને જ લે છે અને એ 50 મા હું છું એ તને ન ગમ્યું ? તું મને નહિ સમજે તો કોણ સમજશે?" મારા પ્રશ્નાર્થ ચિન્હે એને શાંત કરી દીધો.

" પણ તું પપ્પા ને વાત તો કર. આપડે બંને જોડે જોડે જઈએ." હવે એને મારા ગાલ એના હાથ માં કઈ ને કહ્યું.

" એવું ન થઈ શકે ઓમ. પપ્પા નહિ મને. આપની કાસ્ટ અલગ હોવા ના લીધે વાર લાગશે એમને સમજાવતા. પેલા હું ક્યાંક સ્ટેબલ થઈ જાવ અને તું પણ ત્રણ વર્ષ મા સારી પોસ્ટ લઇ લે પછી બંને ઘરે વાત કરશું. અને ત્યારે કોઈ ના નહિ પડી શકે અને હા, એક વાત સાંભળી લે ઓમ, હું ક્યાંય પણ જાવ કે તું ગમે ત્યાં જા પણ એટલું યાદ રાખજે કે આપડા શરીર જુદા છે જીવ તો એક જ છે. હું ભલે ગમે ત્યાં જાવ, ગમે ત્યાં હોવ પણ તું મારામાં કાયમ ધડકતો રહીશ અને હું તારામાં." એની આંખ મા આંખ નાખી ને એને વિશ્વાસ અપાવ્યો કે હું એની જ છું.

હવે ઓમ એકદમ શાંત પડી ગયો હતો એટલે અમે બંને કેફે મા ગયા.

" તું તો હજી આવતા રવિવારે જવાની છે ને ?" ઓમ એ મૌન તોડતા કહ્યું.

" હા, શનિવારે અહી થી દિલ્હી અને રવિવારે દિલ્હી થી સ્વિત્ઝર્લેન્ડ." મે કોફી નો મગ હાથ માં લીધો.

" તો તું મને છેલ્લી વાર ગુરુવારે મળવા આવીશ કાવ્યા?" એને મારો હાથ એના હાથ માં લઇ ને એવી રીતે પૂછ્યું કે જાણે હું ના પાડવાની હોય.

" હું તને કેવાની જ હતી પણ મને એમ થયું કે હું તને શુક્રવારે સરપ્રાઈઝ આપીશ. પણ કઈ નઈ ચલ ને ગુરુવારે મળશું. ક્યાં મળશું બોલ?" મે એના ઉપર છોડી દીધું.

" અહી જ મળીએ ? જ્યાંથી આપડી જર્ની શરૂ થઈ ત્યાં જ પૂરી કરીએ..."

" બસ હવે ઓમ, એમાં જર્ની પૂરી કરવાની વાત ક્યાં આવી? બસ આપડે મળી નહિ શકીએ એમાં આપડે જુદા પડી ગયા એમ કેવા માગે છે તું ? આપડો પ્રેમ પૂરો એમ ? તો એક વાત સાંભળી લે ઓમ, પ્રેમ ક્યારેય નથી તો પૂરો થતો કે નથી તો મારતો. તો પ્લીઝ તું એને ગળું દબાવી ને મારવાની કોશિશ ન કરીશ." એની વાત વચ્ચે થી જ કાપી નાખી અને હુ ગુસ્સા મા જે આવ્યું એ બોલી ગઈ.

" બસ હું આજ સાંભળવા માગતો હતો. તું મને જેટલો પ્રેમ પ્રેમ માં નથી કરતી એટલો ગુસ્સા મા કરે છે, ને તારી આ જ વાત મને ખૂબ ગમે છે. I love you so much Kavya."

મારા ગુસ્સા થી એ ખુશ થઈ ગયો અને મને પણ મૂડ મા લાવી દીધી.

" તું મને મુકવા એરપોર્ટ તો આવીશ ને ?" કેફે ની બહાર નીકળતા મે એની મરજી જાણવા પૂછ્યું.

"અરે હા હા, કેમ નહી. હું તો આવીશ જ." એને મારા કપાળ પર કિસ કરી ને કહ્યું.

પછી બંને હગ કરી ને છુટા પડ્યા.

બસ આ અમારા બંને ના છેલ્લા શબ્દો હતા. એ પછી હું આજ એને સાંભળીશ.


•°•°•°•°•°•°•°•°•°•°•°•


માંડ માંડ મારે તો ગુરુવાર આવ્યો. હું સવાર ના પોહર મા જ કેફે મા પોહચી ગઈ. મે 3 કોફી પી લીધી તો પણ ઓમ ન આવ્યો. લગભગ મે એને 10 જેટલા કોલ કર્યા હશે પણ એનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. સવાર હવે સાંજ મા બદલાવવા લાગી હતી. મે ખૂબ રાહ જોઈ તો પણ એ ન આવ્યો એટલે અને હું ઘરે પાછી ગઈ.

શુક્રવારે પણ હું ત્યાં જઈને બેઠી તો પણ એ ન આવ્યો એટલે મને ખુબ ગુસ્સો આવ્યો. અને મે એને બ્લોક કરી દીધો.

પછી સાંજે મને એમ થયું કે કઈ કામ મા હશે એટલે નહિ આવી શક્યો હોય પણ એ મને મુકવા તો આવશે ને એમ કરી ને એને unblock કર્યો.

મારે શનિવારે નીકળવાનું છે એ ઓમ સારી રીતે જાણતો હતો તો પણ એના હજી કોઈ જ સમાચાર ન હતા. મારા બધા મિત્રો આવી ગયા પણ એનો કોઈ અત્તોપત્તો ન હતો.

મે એને ઘણા ફોન કર્યા પણ હજી એનો ફોને સ્વીચ ઓફ જ હતો.

દિલ્હી પણ પ્લેન માં બેસતા પેહલા એને કોલ કર્યો તો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો એટલે મે વોઈસ મેસેજ મૂકી દીધી.

હું જ્યારે સ્વિત્ઝલેન્ડ પોહચી ત્યારે મારા મમ્મી પપ્પા પેલા મે એને કોલ કર્યો તો પણ ન લાગ્યો.

બે દિવસ થઈ ગયા. હું ત્યાં સેટ થઈ ગઈ. રૂમ મળી ગયો.

પછી અચાનક એક દિવસ ઓમ નો મેસેજ આવેલી નોટિફિકેશન જોઈ એટલે મેં તરત જ ફોન હાથ માં લઇ ને ચેક કર્યો.

"Hii,
I hope you are fine there and now you don't need me.
So please don't call me. Because I am going to change my number and you won't get that from anyone. So please. Be with yourself.
I hate you Kavya."

એનો મેસેજ જોઇને હું ચક્કર ખાઈ ગઈ. કે આ શું ? અચાનક શું થઈ ગ્યું હશે ? મે ખૂબ કોશિશ કરી પણ સાચે એનો નંબર નોટ રીચેબલ આવ્યો હતો. મે મારા મિત્રો ને પણ ફોન કરી જોયા પણ એ કોઈ નેં પણ કઈ જ ખબર ન હતી.


•°•°•°•°•°•°•°•°•°•°•°•


એ પછી હું આજ ઓમ ને જોઈ રહી છે. એવો ને એવો જ છે. કઈ જ બદલાવ નથી.

એને આવતો જોઈ ને મને મારો ભૂતકાળ યાદ આવી ગયો જ્યારે એ પેલી વાર મારી તરફ આમ જ ચાલી ને આવ્યો હતો.

" કાવ્યા, પેલો છોકરો, શું નામ છે એનું? હા ઓમ!!! એ તને છેલ્લા એક- દોઢ થી તાકી તાકીને જોવે છે. તું એને હા પડી દે નહી તો હું હા પડી દઈશ. એ તને ઘૂર્યા કરે છે અને ઇરિટેશન મને થાય છે." વિદ્યા ને છોકરાઓ સાથે ગયા જનમ ની કઈક દુશ્મની હશે. એ કોઈ પણ છોકરાને જોવે એટલે તરત જ નાક ફૂલાવે.

હું 11 મા ધોરણ મા હતી ત્યાર થી ઓમ મારો પીછો કરતો હતો. અમારા ક્લાસ અલગ હતા તો પણ જ્યારે સ્કુલ છૂટે ત્યારે એ અમારા ક્લાસ ની બારી એ જ લટકાઈ ને ઉભો હોય. મારું મિત્ર મંડળ જ્યાં હોય ત્યાં એનું પણ હોય જ.

ઓમ એનું સેટિંગ કરતો હતો. એવામાં મારી એક ફ્રેન્ડ ડિમ્પલ અને એના ફ્રેન્ડ શુશાંત નું સેટિંગ થઈ ગયું.

આ સિલસિલો 11 મા ધોરણ ના બીજા મહિને થી ચાલતો હતો અને અઢી (two half year) વર્ષ સુધી ચાલ્યો. એમાં વચ્ચે વચ્ચે ઘણી વાર હું અને ઓમ એકબીજા ની સામે આવતા. એ બસ મારી સામે જોઈ રહે અને જે સ્થિતિ મા હોય એ સ્થિતિ મા સ્થિર થઈ જાય. અને હું જ્યાં જતિ હોય ત્યાં મારો રસ્તો પકડું.

અમે કૉલેજ ના પેહલા વર્ષ મા હતા.

દરરોજ એ મારી પાછળ પાછળ હોય. જ્યાં સુધી મારી એક્ટિવા દેખતી બંધ ન થાય ત્યાં સુધી મને જોયા કરે.

એક દિવસ તો હદ થઈ ગઈ. ક્લાસ માંથી બધા નીકળી ગયા છેલ્લે હું મારું બેગ પેક કરતી હતી. એ દિવસે વિદ્યા આવી ન હતી એટલે મારે એકલા જ જવાનું હતું એટલે હું તો મારી ધૂન માં બેગ માંથી ચાવી શોધતી હતી. એવામાં પાછળ થી કોઈ એ મારો હાથ પકડ્યો. જોયું તો ઓમ.

" ઓમ, આ શું કરે છે ? " મારાથી બસ આ જ શબ્દો નીકળ્યા. આવું પેલા મે ક્યારેય ફિલ નહોતું કર્યું. ધબકાર એકદમ વધી ગયા. શરીર ધ્રુજી ગયું.

મને ગભરાયેલી જોય ને એને મારો હાથ મૂકી દીધો એને એની બેગ લઈ ને કલાસ ની બહાર નીકળી ગયો.

અને એક વાર તો એને મને પ્રપોઝ પણ કરેલો. પણ મે કઈ જ જવાબ આપ્યો નહિ એટલે બિચારો ચૂપ ચાપ નીકળી ગયો. મને ઘણું એમ થતું કે હા પાડી દવ પણ ખબર નહિ કેમ હા ન પડી શકી.

પણ શ્વેતા ને એ ખબર ન હતી કે ઓલરેડી ઓમ મને એક વાર પ્રપોઝ કરી ગયો છે પણ મે કઈ જવાબ ન આપ્યો એટલે પછીથી એ બસ મને જોયા કરે.

" જોવા દે ને આપડું શું જાય છે. એની આંખો એની મરજી." મે શાંતિ થી કીધુ. શાંતિ એટલા માટે હતી કારણ કે કદાચ દિલ ના એકાદ ખૂણે એ જોવે એ મને ગમતું હતું.

ઓમ મને ઘુરી ઘૂરી ને જોતો હતો એ મને ખબર હતી કારણ કે હું પણ એને વચ્ચે વચ્ચે જોયા કરતી.

આ વાત ને બે દિવસ થયા હશે. હું અને વિદ્યા કેફે મા બેઠા હતા. એ દિવસ 25 ડિસેમ્બર હતો. એટલે કે એ દિવસ ક્રિસમસ ડે હતો.

"તારા મા દિલ જેવું કઈ છે કે નહિ ? હું છેલ્લા અઢી વર્ષથી તને પટાવવા ની કોશિશ કરું છું અને એક તું છે કે કોઈ રિસ્પોન્સ જ નથી આપતી. મારે કેટલીય છોકરીઓ ના પ્રપોઝલ આવે છે તો પણ હું તારી પાછળ છું અને તું કઈ જવાબ જ નથી આપતી. આજ છેલ્લી વાર પૂછું છું કાવ્યા "Do you love me Kavya ?"

ઉભા ઉભા એ જાણે બે કિલો સફરજન ના ભાવ પૂછતો હોય એમ એને મને પૂછી લીધું.

"કોઈ આમ પ્રપોઝ કરે? જાણે મારી પાસે થી બે કિલો સફરજન માગતો હોય એમ બોલે છે." હું ગુસ્સા મા બોલી ને ચાલતી થઈ.

" दिल ने ये कहा है दिल से
मोहब्बत हो गई है तुमसे,
मेरी जान मेरे दिलबर
थोड़ा ऐतबार करलो...."

અચાનક કેફેના ના સ્પીકર મા ધડકન મૂવી નો સોંગ વાગવા લાગ્યું અને પાછળ ફરી ને જોયું તો ઓમ ઘૂંટણ પણ બેસી ને મને એના જીવન માં એન્ટ્રી લેવા માટે મને આંખ ના ઇશારે થી બોલાવી રહ્યો હતો. એક હાથ માં ગુલાબ અને બીજા હાથ થી એની બાહો ફેલાવતી ને મને એના જીવન માં welcome કરતો હતો. મિત્રો જોર જોર થી બૂમો પડવા લાગ્યા. અને ફૂલ ઉડાડવા લાગ્યા.

ઓમ ના હાથ માં જે ફૂલ હતું એની એક માત્ર અધિકારી હું હતી ને એના માટે મને મારી જાત પર થોડું અભિમાન હતું.

હું અંદર થી એટલી ખુશ થઈ ગઈ હતી કે એની માટે મારી પાસે શબ્દો નથી. પેલા તો ખબર જ ન પડી કે શું કરું પણ એની આંખો માં સચ્ચાઈ અને પ્રમાણિકતા જોઈ ને હું પણ ઓમ ની સામે ઘૂંટણિયે બેસી ગઈ અને એને પણ મારા જીવન મા આવકાર્યો.

વાતાવરણ એકદમ રોમૅન્ટિક થઈ ગયું.

કેફે મા અમે કેક કાપી અને પછી બધા એ કપલ ડાંસ કર્યો.

અમે બંને અમારા મા એટલા બધા ખોવાયેલા હતા કે અમને ખબર જ ન પડી કે બધા ક્યારે કેફે ખાલી કરી ને બહાર નીકળી ગયા છે. જ્યારે સોંગ બંધ થયું ત્યારે ખબર પાડી કે અમે એકબીજા મા કેટલા ખોવાયેલા હતા.

અચાનક કેફે મા એટલી શાંતિ થઈ ગઈ કે અમે બંને એક બીજા નાં દિલ ની ધડકન સાંભળી શકતા હતા.

"Merry Christmas my red chilli." ઓમ એ મારા ગાલ પર હળવે થી ટપલી મારી ને કહ્યું.

થોડી વાર આંખ થી આંખ મળી. અમે બંને એક બીજા ના મા ખોવાયેલા હતા ત્યાં ફોન મા નોટીફિકેશન આવી.

હું મારા ફોન મા કઈક બેંક ની નોટીફિકેશન આવી એ જોતી હતી ત્યાં તો હું આંખ નો પલકારો મારું એટલી વાર મા ઓમ એ એનો હોઠ મારા ગાલને અડાડી ને પાછો લઈ લીધો.

હું એની સામે જોઈ રહી. એ શરમાઈ ને નીચે જોઈ ગયો.

પછી તો અમે રોજ મળતા હતા. બે વર્ષમા તો મે અને ઓમ એ અમદાવાદ આખું ફરી લીધું. આખા મિત્ર મંડળ નું એક જ ટાઈમ ટેબલ.... દર શુક્રવારે પિક્ચર જોવા જવાનું અને રવિવારે આખો દિવસ ફરવાનું.

પણ રખડવા સાથે સાથે અમે બંને ભણવામાં પણ એવા જ હતા. હું B.A. કરતી હતી. અને ઓમ સાયન્સ્ મા હતો. હું મારા ક્લાસ માં ટોપ આવી અને ઓમ એના ક્લાસ માં થર્ડ આવ્યો.

વેકેશન મા પણ અમે ફરતા જ. બીજા વર્ષ ના વેકેશન માં અમે બધા માઉન્ટ આબુ ગયેલા. લગભગ 15 દિવસ જેટલું અમે રાજસ્થાન મા રખડ્યા અને ફર્યા.

ઉદયપુરમાં અમે ખરીદી કરવા મટે ગયા. ઓમ સિવાય બધા આવેલા. એની તબિયત થોડી વીક હતી એટલે એ ન આવ્યો.

" ઓમ, હું તારા માટે કઈક લાવી છું." શોપિંગ કરી ને તરત જ હું ઓમ ના રૂમ માં ગઈ એને સરપ્રાઈઝ આપવા માટે.

" બતાવ બતાવ જલ્દી." ઊંઘ માંથી ઊભો થઈ ને તરત જ બોલ્યો.

" અરે વાહ, મને ખૂબ ગમ્યા. Thank you so much sweetheart. પણ તને મારી કપડાં ની કલર ચોઈસ ન ગમી ?"
મારી હથેળી માં ચુંબન કરતા બોલ્યો.

" ના, તારી સ્ટાઇલ પર તો હું ફિદા થયેલી, પણ તને ઓશન બ્લું કલર નું પેન્ટ અને વ્હાઈટ શર્ટ સારો લાગે છે." મારા લાવેલા કપડાં ના વખાણ તો કરવા જ પડે.

15 દિવસ ક્યાં નીકળી ગયા કઈ ખબર જ ન પડી.

કૉલેજ શરૂ થઈ પછી એક વાર અને બંને એકલા ફરવા ગયેલા. રિવર ફ્રન્ટ જઈને બંને એકબીજા નાં હાથ માં હાથ નાખી ને બેઠા હતા.

ઊડતા પક્ષીઓ, એકદમ ઠંડી હવા, ધીમા ધીમા વાગતા ગીતો અને ઓમ નો હાથ મારા હાથ માં, બસ આ જ મારી જિંદગી હતી.

"કાવ્યા, એક વાત પૂછું? મે તને પ્રપોઝ કર્યો એ પેહલા તું મને પ્રેમ કરતી હતી ? " ઓમ મારી સામે જોઈ ને બોલ્યો.

" મે તો તને પેલી વાર બ્લ્યુ શર્ટ મા જોયો ત્યાર થી જ તારી દીવાની થઈ ગઈ હતી. પણ હું તો રાહ જોતી હતી કે તું ક્યારે મને સમજે છે. હું રોજ સ્પેશીયલ તને જોવા આવતી હતી. તારી પાસે જેવા કપડાં હતા એ કલર ના કપડા લેતી થઈ ગઈ હતી. રોજ તને પાર્કિંગ માં બાઈક પાર્ક કરતો જોવા હું પણ એક્ટિવા લઇ ને આવતી હતી. અને ખાસ જ્યારે તને બીજી છોકરીઓ જોવે ત્યારે તો મને એમ થઈ જતું કે અત્યારે જ કહી દવ કે તું મારો જ છે ફકત મારો....

" તો કેમ ન કહ્યું. મને ખબર હોત તો હું વધારે છોકરીઓ સાથે ઇન્ટરેક્ટ રહેત." મારી વાત વચ્ચે થી કાપી ને મજાક કરવા લાગ્યો.

" પેલા મને સંભાળ ઓમ. આવું તો કેટલુય છે જે તું નથી જાણતો. અને હું કહીશ પણ નહિ."

" ના ના બોલ બોલ, સોરિ. બોલ મારે જાણવું છે કે હું જેને પ્રેમ કરું છું એને મારી પાછળ કેટલા પાપડ વણ્યા છે."
ઓમ એ મારું મોઢું એના હાથ વડે એની બાજુ ફેરવી ને કહ્યું.

" સમય આવે ત્યારે તને ખબર પડી જશે." હું પણ જિદ્દી એટલે મે કઈ ન કહ્યું.

હવે કૉલેજ છેલ્લું વર્ષ શરૂ થઈ ગયું હતું અને અમારું પણ.

છેલ્લું વર્ષ હતું એટલે બધા એ નક્કી કર્યું હતું કે આજ થી આપડે જે કઈ પણ જીવીશું એ ફરી વાર ક્યારેય નહી જીવી શકીએ એટલે આ વર્ષ આપડે દિલ થી જીવીશું.

અને નક્કી કર્યા મુજબ અમે દરેક દિવસ ને એક તેહવાર ની જેમ ઉજવતા હતા. અચાનક મારે અઠવાડિયા માટે બહાર જવાનું થયું. પણ મે કોઈ ને કઈ કહ્યું નહીં અને એમ જ ચાલી ગઈ અને અધૂરામાં પૂરું મારો ફોન પણ સાથે નહિ.

" કાવ્યા, તું ક્યાં ગઈ હતી ? આમ કોઈ અઠવાડિયા સુધી કેમ ગાયબ થઈ શકે? તને કઈ ખબર પણ છે કે મારી પર શું વીતી હશે. તને કઈ સંભળાય પણ છે કે હું એમ જ બોલું છું....." અઠવાડિયા પછી જ્યારે અમે મળ્યા ત્યારે જે બિક હતી એ જ થયું. બ્લાસ્ટ થઈ ગયો. ઓમ ને આટલો ગુસ્સા માં મેં ક્યારેય જોયો ન હતો.

પણ હું વાક મા હતી એટલે હું કઈ બોલી નહિ. બસ એ જેટલું ખિજાયો એટલું નીચા મોઢે સાંભળી લીધું.

એ પછી તો ઓમ મારી સાથે લગભગ 10 દિવસ ન બોલ્યો. હું મનાવતી હતી પણ એને એટલું ખોટું લાગ્યું હતું કે એ માનવા તૈયાર જ ન હતો.

આખરે હું ખૂબ રડી અને મારી તબિયત બગડી ત્યારે જઈ ને એ માન્યો. એ વાત પછી મારે એને ક્યારેય મનાવવાની જરૂર જ ન પડી કેમ કે એ રિસવાનું જ ભૂલી ગયેલો.


•°•°•°•°•°•°•°•°•°•°•


" હેલ્લો કાવ્યા. કેમ છો? " મારું નામ ખૂબ જાણીતા અવાજ મા સાંભળી ને અચાનક વર્તમાન મા આવી ગઈ.

હા !!! અવાજ ઓમ નો જ હતો.

પણ એનો અવાજ સાંભળી ને મને જેટલો મારા અસ્તિત્વ નો એહસાસ થયો એના થી વધારે તો હું એના છેલ્લા મેસેજ આવા કેમ હતા?
એનું કારણ શું હતું ?
મારો શું વાંક હતો?
શું એ મને હવે પ્રેમ નથી કરતો ?

એ જાણવા માગતી હતી.

શા માટે ઓમ એ કાવ્યા ને આવો મેસેજ કર્યો હશે ????












બીજા રસપ્રદ વિકલ્પો