ફૂટપાથ Alpa Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૂટપાથ

મધરાત નો સમય હતો અને પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન નહોતુ, મોબાઈલ હાથ મા લીધો અને તે ગેલેરી મા આવી ગઈ, સંદિપ તેનો પતિ રાત્રે મોબાઈલ ની લાઇટ થી ખૂબ અકળઇ જતો એટલે રૂમમાં થી બહાર નીકળવુ એ મજબૂરી પણ હતી.
ડિસેમ્બર ની શરૂઆત હતી એટલે વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી. શાલ વ્યવસ્થિત કરતી એ હીંચકા પર બેસી મોબાઈલમાં વાર્તા વાંચવા લાગી , અચાનક એની નજર ઘરથી થોડેક હાઇવે અને ત્યાંની ફૂટપાથ પર પડી.
આજ સુધીના વ્યસ્ત જીવન મા ક્યારેય આ બાજુ જોવાયુજ નહોતુ એવું વિચારતા વિચારતા તે બધુ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા અભિયાનના કારણે દિવસે ચકચકિત દેખાતી એ ફૂટપાથ રાત્રે કેટકટલા માટે આશ્રયસ્થાન બની રહી છે
પાંચ છ કૂતરા, એકાદ બે ગાયો અને ઘણાબધા બેઘર માનવીઓ આ ફૂટપાથ પર ઠંડી મા ઠૂઠવાતા સૂઈ રહ્યા હતા.
એ જોતાં જ એના શરીરમાં એક ધ્રૂજારી અનુભવાઈ .
ઘરમાં કેટલાક જૂના ધાબળા પડ્યા છે તે યાદ આવ્યું અને તે આ બઘાને આપી આવવાનો વિચાર આવતા આવતા જ જાણે ઠંડીમાં ઉડી ગયો, સંદિપ ને આ કશું પસંદ નહોતુ ખબર નહીં કેમ પરંતુ તના મનમાં ગરીબો માટે કોઈ સહાનુભૂતિ નહોતી, સંદિપ જાણે નફરત કરતો ગરીબોને, એમાં પણ ફૂટપાથ પર રહેતાં લોકો તરફ તો જોવામાત્ર થી એ ગુસ્સે થઈ અનાપસનાપ બોલવા લાગતો.
પૂર્વી ફરીથી ત્યાં જોવા લાગી, દૂરથી દેખાતા આકારો ને અનુમાને જ સ્ત્રી પુરુષ યુવાન વૃદ્ધ અને બાળકો એમ ગોઠવી રહી, બાજુમાં બે બંઘ કેબીન ધરાવતી હાથલારી પડી હતી .
અચાનક કેબીનનો દરવાજો ખોલીને બે આકૃતિઓ બહાર આવી, અસ્તવ્યસ્ત કપડાં સરખા કરતી સ્ત્રી હાથ લાંબો કરતી ઊભી રહી અને શર્ટ ના બટન બંધ કરીને પુરુષ આકૃતિ એ તેના હાથમાં પૈસા પકડાવ્યા અને ચાલતી પકડી .
સ્ત્રી વાળ સરખા કરી લિપસ્ટિક લગાવતી સ્ટ્રીટ લાઈટ નીચે ઉભી રહી ગઈ, શું થઈ રહ્યું છે તે પૂર્વી સમજી શકે તેવા માં બીજી પુરુષ આકૃતિ તૈ સ્ત્રી પાસે આવીને ઉભી રહી અને થોડી જ વાતચીત અને ઇશારાઓ પછી બંને પાછા કેબીન માં પૂરાઇ ગયા. સ્તબ્ધ પૂર્વી ત્યાં જ સ્થિર થઈ ગઈ, મનમા કેટલાય વિચારો એક સાથે ઉમટી પડ્યા અને ફૂટપાથ ની આ જીંદગી ને શક્ય એટલી મદદ કરવાનો મક્કમ નિર્ધાર કરી તે રસોડામાં આવી બ્લેક કોફી બનાવી પાછી હીંચકે આવી સંદિપ ને કઇ રીતે મનાવી શકાય તે વિચારી રહી.
લગ્ન ને ત્રણ વર્ષ થયા, આજ સુધી સંદિપે તેની એકપણ વાત ટાળી નથી સિવાય કે ફૂટપાથ પર રહેતા ગરીબો ને મદદ કરવા સાથે આવવાની, તેણે ક્યારેય પૂર્વી ને રોકી પણ નથી એકલા એકલા મદદ કરવા, પરંતુ સાથે આવવુ તો દૂર પણ બંને સાથે હોય અને પૂર્વી ત્યાં પૈસા આપવા જાય તો સંદીપ તેને એકલી મૂકીને ઘરે આવી જતો. બે ચાર વાર આવું થયું તે પછી પૂર્વી પણ સંદીપ સાથે હોય ત્યારે ફૂટપાથ તરફ જવાનુ તો ઠીક ,જોવાનું પણ ટાળતી.

વિચારો કરતી તે અંદર આવી સંદિપ ની બાજુમાં આડી પડી અને ક્યારે ઉંધી ગઈ ખબરજ ના પડી.
""ઉઠ પૂર્વી સાડા આઠ થયા, ઓફિસ નથી જવુ શું? તબિયત તો બરાબર છે ને? "માથા ઉપર સંદિપ ના હાથના સ્પર્શ અને સવાલો થી પૂર્વી જાગી.
"ખબર નહીં સંદિપ આજે મન બહુજ બેચેન છે! આજે રજા રાખી ઘરે રહેવા માંગું છું, તું પણ રજા લઈ શકે તો પ્લીઝ"
આખો દિવસ ઘરમાં પસાર કર્યા પછી સાંજ થતા પૂર્વીએ હળવેકથી સંદિપ ને ફૂટપાથ ના ગરીબોને ધાબળા આપવા સાથે આવવાની વિનંતી કરી, હંમેશાં ની માફક સંદિપ વાત સાંભળતા જ ગુસ્સે થઈ ગયો, પણ આજે તો પૂર્વીએ નક્કી કર્યું હતું કે તે સંદિપ ને મનાવીને જ રહેશે.

આખરે રાત થતાં પૂર્વી સંદિપ સાથે કાર માં ધાબળા અને થોડાક ગરમ કપડા લઇ ફૂટપાથ પર રહેતા ગરીબો ને મદદ કરવા પંહોચી, પોતાની જીત પર ખુશ થતી પૂર્વી બધાને ધાબળા આપતી આપતી કેબીન પાસે પંહોચી, સંદિપ ઉંધો ફરી ઉભો રહી ગયો, કેબિનમાં થી કૂદકો મારીને બહાર નીકળતાં ની સાથે જ સ્ત્રી આકૃતિ સંદિપ ની તરફ જોતાજ બોલી ઉઠી, " શું રે ચીકણા!!! આજે તો આટલો વહેલા!!
બહુ ઉતાવળ છે કે શું??
અચાનક જ જાણે પૂર્વીને સંદિપ ની ફૂટપાથ થી દૂર રહેવાના કારણ સમજમાં આવી ગયા અને તેને લાગ્યું કે જાણે અચાનકજ કોઇ એ તેને ધક્કો મારીને આલીશાન ફ્લેટ માંથી ફૂટપાથ પર ફેંકી દીધી છે!!