Wrong side... Gujju_dil_ni_vato દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Wrong side...

ઓફિસમાં કામ પતાવીને PG તરફ જવાને બદલે હું રેલ્વે સ્ટેશન તરફ ચાલવા લાગ્યો.

ઓફિસથી રેલ્વે સ્ટેશન થોડું જ દૂર હતું એટલે ચાલીને જવાનું નકકી કરી લીધું.

ને પછી ચાલતાં ચાલતાં મમ્મીને કોલ કરી દીધો કે બે દિવસ રજા છે તો ઘરે આવી રહ્યો છું, રાતની ટ્રેનમાં આવું છું સવાર સુધીમાં પહોંચી જઈશ એમ.

ટ્રેનમાં બેસીને હાશકારો લીધો અને પછી મારાં મિત્રને ફોન કર્યો કે સવારે મને લેવાં આવી જજે રેલ્વે સ્ટેશન પર...


_____________________________________________



"પોતાનાં શહેરની હવા શ્વાસમાં ભરવાની મજા જ અલગ છે." ટ્રેનમાંથી પગ બહાર મૂકતાની સાથે જ મારાંથી બોલાઈ ગયું.

આખી રાતનાં ઉજાગરાનો થાક ચહેરાં પર વર્તાઈ આવતો હતો, પણ મારી નજર શોધી રહી હતી મારાં મિત્રને જે મને સ્ટેશન લેવાં આવવાનો હતો.

"આ સાલો કોઈ દિવસ ટાઈમ પર આવે જ નહીં." કહેતો હું પ્લેટફોર્મ પર આવેલ કેન્ટીન તરફ ગયો.

"એક ચા આપો ભાઈ" કહીને હું ત્યાં પડેલ બેન્ચ પર ગોઠવાયો.

મને લઈને આવેલી ટ્રેન પણ ધૂમાડા ઉડાડતી ધીમે ધીમે આગળ વધવા લાગી અને એટલીવારમાં મારી ચા પણ આવી ગઈ.

અચાનક મારું ધ્યાન સામેનાં પ્લેટફોર્મ પર ઉભેલી એક છોકરી પર પડી.

વાહ ! શું સુંદરતા...! એનાં વાનનો રંગ એણે પહેરેલ સફેદ રંગની કુર્તી ને પણ આછો પાડી દે એમ હતો, ને પાછો એનાં પર આછાં ગુલાબી રંગની બાંધણીનો દુપ્પટો એટલે જાણે દૂધમાં મૂકેલ ગુલાબની પાંખડી, એનાં કાનમાં પહેરેલ જુમકા છેક એનાં ખભાને સ્પર્શી રહ્યાં હતાં વારેઘડીએ, એનાં માથાં પરની એ ગુલાબી રંગની બિંદિ ગુલાબની પાંખડી દૂધમાં મૂકી દીધી હોય એમ લાગી રહી હતી એકદમ, એનાં મસ્ત ખુલ્લાં રેશમી વાળ મારાં હ્દયને બાંધી રહ્યાં હોય એમ પ્રતિત થતું હતું...

રાતભરનાં ઉજાગરાનો થાક પળવારમાં દૂર થઈ ગયો, મારો મિત્ર હજી આવ્યો નહીં એ વાતનો ગુસ્સો સાવ ઓસરી ગયો.

જોર જોરથી ધડકી રહેલું મારું હ્દય બસ એક જ વાત કહેતું હતું, "કાશ, સમય અહીં જ રોકાઈ જાય તો કેવું સારું"

વારેઘડીએ એ એનાં કાંડે લગાવેલ ઘડિયાળ જોયાં કરતી હતી કદાચ એ કોઈ ટ્રેનની રાહમાં હોઈ એમ લાગતું હતું.

અને હું મનોમન એક જ પ્રાથના કરી રહ્યો હતો કે બસ આજે એની ટ્રેન અને મારો દોસ્ત બેય કલાક લેટ આવે. હા, ખબર છે મને કે કોઈકનું ખરાબ ના વિચારાય પણ આપણું સારું તો વિચારી જ શકાય.

મનમાં તો હતું કે ચા માટે Invite કરી લવ પણ આવું કરવાની હિંમત પણ નહોતી અને મારાં સ્વભાવમાં પણ.

એટલીવારમાં જ ટ્રેન આવીને ઉભી રહી ગઈ એની અને મારી વચ્ચે.

આ ટ્રેન કયાંથી આવી ગઈ, મારાં મોંઢે બોલાઈ ગયું.

શું હું પણ રેલ્વે સ્ટેશને તો ટ્રેન આવે જ ને, મારું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે, બસ હવે ખાલી ટ્રેન ચાલી જાય તો સારું એ જોવાં તો મળે મને. અને જો કદાચ એ ટ્રેનમાં બેસીને જતી રહી તો ?? મારાં મનમાં વિચારોનો અઢળક મારો ચાલી રહ્યો હતો.

હ્દય એકદમ એકસપ્રેસ ટ્રેનના જેમ દોડી રહ્યું હતું, સવારનાં આવાં મસ્ત ઠંડા વાતાવરણમાં પણ પરસેવો છૂટી ગયો હતો. જ્યાં હું બેઠો હતો ત્યાંથી ઉભો થઈને એ ઉભી હતી ત્યાં જોવાનાં વ્યર્થ પ્રયત્નો કરી રહ્યો હતો.

ધીમે ધીમે ટ્રેન છૂટી રહી હતીને મનમાં એક વાત બસ એ રોકાઈ ગઈ હોય તો સારું, મળીને એકવાર વાત કરી લવ.

अब थक चुके हैं ये कदम
चल घर चलें मेरे हमदम
होंगे जुदा ना जब तक है दम

"આટલાં ટેન્શન વચ્ચે કોનો ફોન આવ્યો હશે," કહેતાં મેં સ્ક્રીન તરફ નજર કરી.

"હા બોલ મમ્મી" મેં ફોન ઉપાડતાંવેત કહ્યું.

ક્યાં છે બેટા ?

અને ટ્રેન ચાલી ગઈ, અને મારી નજર શોધી રહી હતી એને પણ કદાચ એ આ જ ટ્રેનની રાહમાં ઉભી હશે.

ક્યાં છે બેટા ??

ફરી મમ્મીનો એજ પ્રશ્ન કાને પડ્યો અને એ છોકરીનાં વિચારોમાંથી બહાર આવ્યો.

અને મારાં મોંઢે એટલું જ બોલાયું.
"Wrong side..."