એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૧) શ્રેયસ ભગદે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૧)

રૂમ નં. ઇસ બુક્ડ..

રિયા એ હોટલનો એક રૂમ બુક કરાવીને સીધો મયંકને ફોન કર્યો. આજે એ મયંકને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પણ એને નહોતી ખબર કે એક સરપ્રાઈઝ એ જ રૂમમાં એની રાહ જોઈ રહ્યું હતું.

ફોન રિયાએ કર્યો તો પણ સવાલ મયંકે પૂછ્યો.. "આજે સાંજે આપણે કોફી માટે મળિયે?"

"ના..!" આજે સાથે ડિનર લઈશું. આજની આખી રાત તારી સાથે વિતાવવી છે. "તું આવીશને..?"

તો પછી સાંજે જ મળિયે. પછી સાંજથી લઈને કાલની સવાર સુધી બધું તારા નામે...

રિયાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એને જે જોઈતું હતું એ મળી ગયું હતું. એણે હોટલ પર ફોન કરીને રૂમ સવાર સુધી બુક રાખવા માટે જણાવી દીધું.

*

"હાય.. રિયા.." પેહલી વખત એ બંને પોતાની કમ્પનીને રિપ્રેઝન્ટ કરવા ગયેલા ત્યારે મળ્યા હતા.

રિયાએ સામે સ્મિત ફેંકીને "હલ્લો" કહ્યું હતું.

"યોર આઈડિયા વૉઝ ગ્રેટ...!"

"હમ્મ...!" રિયાએ ફક્ત એટલો જ ઉદ્દગાર કાઢ્યો હતો.

"આર યુ શ્યોર યુ આર ઈન માર્કેટિંગ ફિલ્ડ?"

"વ્હાય...?" રિયાએ પ્રશ્નસૂચક દ્રષ્ટિ ફેંકી.

તમે કશું બોલતા નથી અને આ ફિલ્ડમાં બોલવા વાળા જ વધુ ચાલે.

અત્યારે હું કોઈ કામમાં નથી. અને અત્યારે ડિનર ટેબલ પર છીએ. અને જમતી વખતે મને મારી માર્કેટિંગ સ્કિલ્સ બતાવવાની કોઈ જ ઈચ્છા નથી.

મયંકનો ચહેરો ઝાંખો પડી ગયો... હા... મતલબ... અત્યારે સ્કિલ્સ... એ શબ્દો ગળી ગયો અને જમવા લાગ્યો. ડિનર પતાવીને બંને રૂમ તરફ જતા રહ્યા.

*

આગલે દિવસે એક નાનો ટૉક શો હતો અને બીજા દિવસે આગળના દિવસે પુછાયેલા એક નાનકડા પ્રશ્ન વિષે પ્રેઝન્ટેશન બનાવીને ડિસ્ક્સ કરવાનું હતું. મયંક રિયાનું પ્રેઝન્ટેશન અને એની સ્કિલ્સ જોઈને ઈમ્પ્રેસ થયો હતો. વાત કરવા માટે કેટલાય ફાફા માર્યા પછી અંતે આજે ડિનર ટેબલ પર મોકો મળ્યો હતો એ મોકો પણ રિયાએ એક જાટકે છીનવી લીધો હતો.

એ દિવસે મોડી રાત સુધી મયંક ઊંઘી ન શક્યો. કાલે સવારે અમદાવાદ જવા માટે નીકળવાનું હતું. એને એકવાર રિયા પાસે જઈ આવવાનું મન થઈ આવ્યું. પણ રિયા શું વિચારશે એ વિચારે એણે મળવા જવાનું ટાળ્યું. પલંગ પરથી ઉભો થઈને બાલ્કનીમાં લટાર મારવા નીકળ્યો. નીચે લોન પર રિયા વૉક કરતી દેખાય... એનાથી ઘડિયાળમાં જોવાઈ ગયું. એ ઝડપથી રૂમમાં દાખલ થયો અને ટીશર્ટ પહેરીને પગમાં સ્લીપર નાખીને નીચે ઉતર્યો. એ રિયાની નજીક ગયો.

"હાય.."

રિયાએ સામે એ સ્માઈલ આપી.. “ઘડિયાળમાં દોઢ વાગ્યો છે અને તમે..”

હજી સુતા કેમ નથી..? એમજને.. મયંકે વાક્ય વચ્ચેથી જ કાપીને કહી નાખ્યું. બાલ્કનીમાંથી તમને જોયા થયું હજુ કેમ જાગે છે?

"એટલે અહીંયા સુધી પૂછવા આવ્યા કે હજી સુધી હું સૂતી કેમ નથી...?" મયંક જોઈ રહ્યો એનાં ચહેરાને.. એનાં મુગ્ધ હાસ્યને...

બે પાંચ મિનિટ એમ જ મૌન વીતી એટલે મયંકે સીધો જ સવાલ કર્યો.. "યુ ફ્રોમ...?"

આઈ એમ ફ્રોમ "એલેક્સ ફાઇનાન્સ" અમદાવાદ... અને તમે "સિગ્નેચર મેનેજમેન્ટ" તરફથી એ વાંચ્યું હતું તમારી સ્લાઇડમાં...

એ તાકી રહ્યો આ છોકરીને. યાર ક્યારેક તો કશુંય બોલતી જ નથી... ને ક્યારેક બધું પોતે જ કહી દે છે. એણે એક જ ધડાકે કહી દીધું. કાલે જઇયે પછી અમદાવાદ મળીયે?

ચોક્કસ કહીને રિયાએ એનો નંબર આપી દીધો. એ જતી રહી.. મયંક જોઈ રહ્યો... કમાલ છોકરી છે...

*

અમદાવાદમાં કોફી શોપમાં અને મોલ્સમાં કયારેક બંને મુલાકાતો ગોઠવતા. બિઝનેસ, મુવીઝ, શેર માર્કેટ.. અને બીજા કેટલાય ટોપિક્સ ડિસ્ક્સ કરતા.. ધીમી ગતિએ રિયા સરકી રહી હતી મયંક તરફ. પણ મયંક બહુ મક્કમ હતો.. એક લિમિટથી આગળ નં વધવા માટે. એ કાબુ રાખતો જાત પર. એક થીન લાઈન બનાવી હતી એણે બંને વચ્ચે અને સંબંધને મિત્રતાનું નામ આપ્યું હતું.

રિયાનું વ્યકિત્વ મયંકને આકર્ષતું...પણ આ છોકરી એનાં પ્રેમમાં ન પડી જાય એનું એ સતત ધ્યાન રાખતો. લાગણીનો ધોધ રિયા તરફથી પુરપાટ વહેવા લાગ્યો હતો. મયંક બંધ બનાવવાની અઢળક કોશિશ કરતો પણ એ નાકામ સાબિત થયો હતો. એનું બધું કન્સ્ટ્રક્સન પોકળ સાબિત થયું હતું.

(ક્રમશઃ)