એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૨ ) શ્રેયસ ભગદે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૨ )

મયંક યાર તું દર વખતે સેલ્ફી લેવાની ના પડે છે. તને યાદ કરુંને ફોનની સ્ક્રીન પર તને જોઈ ન શકું... ત્યારે બહુ અકળામણ થાય છે. રિયાની ઘણી મેહનત પછી એ માન્યો હતો અને અલગ અલગ ત્રણ સેલ્ફી લેવાઈ હતી. પણ એને છુટા પડતા પહેલાં વાત વાતમાં વીસેક વાર રિયાને કહ્યું હતું કે આ ફોટોસ ફક્ત તને જોવા માટે છે. આ ફોટા ક્યાંય દુનિયાની સામે પ્રદર્શિત ન થવા જોઈએ.

મયંક જે રીતે રિયાથી સતત એક ડિસ્ટન્સ રાખતો એ વાત રિયાને આકર્ષતી. એ આ ફિલ્ડમાં એવા કેટલાંય લોકોને મળી હતી જે સતત એવી કોશિશમાં રહેતા કે એને પોતાના બેડ તરફ ખેંચી જઈ શકે. આ બધાથી અલગ એક પુરુષ જયારે સભાન રહીને એની સાથે જે રીતે વર્તતો હતો એ આખી વાત રિયાને ઘસડી રહી હતી મયંક તરફ.

*

"સૂચિ… આઈ રિયલી લવ યુ..!" મયંક એની પત્નીને સમજાવી રહ્યો હતો. તને હું ક્યારેય નહિ છોડું. તને આ વાતનું પ્રુફ આવતીકાલ સુધીમાં મળી જશે. એ આ બોલતો હતો ત્યારે એનાં મનમાં કશું નક્કર ઘડાઈ રહ્યું હતું. એનાં કાનમાં સૂચિના એ શબ્દો હજી સાંભળતા હતા એ છોકરી તમારી લાઈફમાંથી હંમેશા હંમેશા માટે જતી રહેવી જોઈએ. રિયાને મળવાનું વિચારતો જ હતો ત્યાં આજે સવારે રીયાનો કોલ આવ્યો હતો.

રિયા એ હોટલનો એક રૂમ બુક કરાવીને સીધો મયંકને ફોન કર્યો. આજે એ મયંકને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પણ એને નહોતી ખબર કે એક સરપ્રાઈઝ એ જ રૂમમાં એની રાહ જોઈ રહ્યું હતું.

ફોન રિયાએ કર્યો તો પણ સવાલ મયંકે પૂછ્યો.. "આજે સાંજે આપણે કોફી માટે મળિયે?"

"ના..!" આજે સાથે ડિનર લઈશું. આજની આખી રાત મારે તારી સાથે વિતાવવી છે. "તું આવીશને..?"

તો પછી સાંજે જ મળિયે.. પછી સાંજથી લઈને કાલની સવાર સુધી બધું તારા નામે...

*

અત્યારે એ રિયાને મળવા જઈ રહ્યો હતો. ત્યારે મનમાં કેટલાંય વિચારો ઘુમરાઈ રહ્યા હતા. 'ડિવાઇન હિલ્સના' છઠા માળે રિયાએ પૂરતી તૈયારીઓ કરી હતી.

મીણબત્તી અને ગુલાબની પાંખડીથી આખા રૂમને સજાવ્યો હતો. પોતે એવી રીતે તૈયાર થઇ હતી જાણે આજે મયંકને પુરેપુરો પોતાનો બનાવીને જ રહેશે. એને પર્સમાંથી સ્પ્રે કાઢીને ફરી એક ફુવારો માર્યો અને અરીસામાં જોઈને આંખ મીંચકારી. બિઝબનેસ મીટિંગથી લઈને આજની આ મિટિંગ સુધી... કેટલું બધું બદલાવા જઈ રહ્યું હતું. મયંક એ નામે એનાં ચહેરા પર એક મોટું સ્મિત આવી ગયું.

મયંક રૂમમાં દાખલ થયો ત્યારે એ સીધી જ એને વળગી પડી. પાંચ મિનિટ પછી રિયાને અળગી કરી. ત્યાંસુધીમાં કેટલાંય વિચારો મનમાં આવીને જતા રહ્યાં. પોતે સૂચિને આજ રીતે વળગીને ભેટ્યો હતો અને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. રિયાને કોઈ જ ખોટી સાઈન નહોતી આપી કે એ બંને વચ્ચેની મિત્રતા એને અહીં સુધી ઘસડી લાવી. રિયા અને સૂચિની વચ્ચે એ ઉભો હતો એનો ઈરાદો મક્કમ કરીને. આટલાં સમયમાં રિયાને એક સત્ય કેમ ન કહ્યું એ વાતનો વસવસો એને રહી રહીને થઈ રહ્યો હતો.

કલાક સુધી બંને એ વાતો કરી. રિયાને સત્ય કહીશ તો એ રોજ મરશે.. અને હવે જો એને આ સંબંધ અહીં જ અટકાવવાનું કહીશ તો... આ બધા વિચારોની વચ્ચે રિયા એને કશું કહી રહી હતી.

બે વર્ષ.. મયંક.. આજે બે વર્ષ થયા આપણે મળ્યા એને. નાવ આઈ એમ સ્યોર કે મારે તારી સાથે જ લગ્ન કરવા છે. વીજળી પડી મયંક પર. હવે એને એની ભૂલ સમજાય હતી... એક થીન લાઈન રાખી હતી પણ રિયા એ ક્રોસ કરીને આ તરફ આવી ગઈ હતી.

રિયાએ એક કેક ઓર્ડર કરી હતી. વૅઇટર એ મૂકીને ગયો.. બને એ સામસામે એકબીજાને કેક ખવડાવી. પછી મયંકે એક લાલ રેશમી રૂમાલ કાઢ્યો. રિયા આઈ હેવ સરપ્રાઈઝ. એણે રિયાની આંખ પર એ રૂમાલ બાંધ્યો. પોતાનાં ખીસામાંથી ચાકુ કાઢ્યું અને રિયાની ગરદન પર ફેરવી દીધું... આઈ એમ સૉરી.. એ ફક્ત એટલું જ બોલી શક્યો. બાજુમાં રિયાની લાશ પડી હતી. સૂચિના એ શબ્દો હજીય એનાં કાનમાં સંભળાતા હતા. એ છોકરી તમારી લાઈફમાંથી હંમેશા હંમેશા માટે જતી રહેવી જોઈએ. અને હવે એ પોતે એ છોકરીને હંમેશા હંમેશા માટે ગુમ કરી ચુક્યો હતો.

*

સૂચિ એ સવારનું છાપું ઉઠાવ્યું. એમાં લખેલું હેડિંગ વાંચીને એનો શ્વાસ થંભી ગયો. એક પ્રેમ પ્રકરણનો અંત. પ્રેમિકાને મારી પ્રેમી ફરાર. નીચે એ છોકરીનો ફોટો જોઈને એને ચક્કર આવવા લાગ્યા.

આ વાત અહીં સુધી કેમ પહોંચી એ ફક્ત એ પોતે જ જાણતો હતો. એ દિવસે લીધેલા ફોટા રિયા એ અપલોડ કર્યા અને નીચે મયંકને ટેગ કરીને નીચે લખ્યું હતું. "In Relationship" અને આ વાંચીને સૂચિએ મયંકને છૂટાછેડા આપવાની વાત કરેલી. સૂચિ મયંકનો એ પ્રેમ હતો જે એણે યુવાનીમાં જંખ્યો હતો અને આજસુધી એને પ્રેમ કરતો. એણે કયારેય સૂચિ સાથે દગો નહતો કર્યો.

એ હસતો હસતો આવ્યો અને જોરથી બોલી રહ્યો હતો એ છોકરી હવે તને ક્યારેય નહીં નડે. કયારેય નહીં.. રિયા ક્યાંય દૂર હવે એક અલગ વિશ્વમાં પહોંચી ગઈ હતી અને સૂચિ ઘર છોડીને જતી રહી હતી.

જતા જતા એ એટલું જ બોલી હતી કે હું એક ખૂની સાથે ન રહી શકું. એક છોકરી જેનો કોઈ જ ગુનો નહતો એણે મારી એટલા માટે કેમ કે સૂચિ છૂટાછેડા ન આપે અને અત્યારે એ પણ હંમશા માટે જતી રહી હતી. અને એ પોતે જેલના સળિયા પાછળ ગુમસુમ બેઠો હતો. મયંકને હજી નહતું સમજાતું કે એને સજા કઈ વાતની મળી રહી છે. રિયાને મારવાની કે સૂચિને પ્રેમ કરવાની.

(સમાપ્ત)