લવ બ્લડ - પ્રકરણ-44 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-44

લવ બ્લડ
પ્રકરણ-44
નુપુરે દેબુનો ફોન આવ્યો ત્યારે માં એ કરેલી એની ભૂતકાળની વાતોની અસરમાં હતી. અસર એટલી ઘેરી હતી કે એ બીજું કઈ વિચારી શકે એમ નહોતી એ મનોમન પોતાની જાતને પોતાની માં સાથે સરખાવી રહી હતી. મારાં થી કોઇ ભૂલ થઇ છે ? દેબુ સાથે મેં પ્રેમ કર્યો ભલે શરૂઆત છે પણ શરૂઆતમાંજ મેં મારું સર્વસ્વ સોંપી દીધું છે. આટલી ઉતાવળ શા માટે ? કાલે ઉઠીને કંઇ હા-ના થઇ તો ?
નુપુર વધુને વધુ વિચારોમાં ઉતરતી ગઇ કે એ પ્રેમ હતો કે વાસના ? માં કૂબ સુંદર હતી માંએ કબૂલ્યુ કે એને એની સુંદરતાનું અભિમાન હતું એ પણ ઇચ્છતી હતી કે એનાં જીવનમાં કોઇ રાજકુમાર આવે એને પ્રેમ કરે... પણ એની સુંદરતા તન સુધીજ રહી મન સુધી આવીજ નહીં. નાની કુમળી ઉમરમાં જ્યારે જુવાનીનાં ઉંબરે પગ મૂક્યો.... શરીરમાં પરિવર્તન આવી રહેલું જુવાનીનાં ઉભાર વધી રહેલાં સુદરતાં દિવસે દિવસે એનું પ્રખરે રૂપ પકડી રહેલી મનમાં અનેક આશા અરમાન અને ઉત્તેજનાઓ હતી કંઇક પામી જવાની કંઇક કરી જવાની ઇચ્છાઓ ઉમડતી હતી.
અને એવાં સમયે અચાનકજ સુંદરતા લૂંટાય ગઇ એ બળજબરીનો પ્રેમ હતો એ સંવેદનાનો પ્રણય નહોતો શરીર સુખ માટે કોઇનો બળાત્કાર હતો શરીર અને મનએ એને આવકાર્યો નહીં અંગભંગ થયું પણ પ્રેમનો સ્વીકાર નહોતો દર્દ હતું લૂંટાઇ જવાનું દુઃખ હતું જાણે સુંદરતા શ્રાપ બની ગયું હતું ?
પણ... પણ... મેં તો દેબુને પ્રેમ કર્યો છે અમારા બંન્નેનાં સ્વીકારથી પ્રણય રચાયો છે... મન-આંખ અને હૃદયનાં આકર્ષણ અને સ્વીકાર પછી તનસુખ માણ્યુ છે મેં ક્યાં ગુનો કર્યો છે ? મેં પ્રેમ કર્યો છે. પરસપર સંબંધ બાંધ્યો છે. મારાંથી કોઇ પાપ નથી થયું.
નુપુર વિચારી રહી કે માંએ એનાં ભૂતકાળનાં જીવનની બધીજ વાત કીધી છે હું પણ માંને દેબુની સાથેનાં સંબંધની વાત કરી લઊં ? માં શું કહેશે ? સ્વીકારશે કે પછી... ? નુપુર વિચારોમાં પડી ગઇ... પછી નુપુર વિચાર્યુ દેબુએ મને ફોન કરેલો એનો અવાજ ચિંતાવાળો હતો કંઇક એને.... મેં કંઇ સાંભળ્યા-પૂછ્યાં વિના ઘરાર ના પાડી દીધી ?
નુપુર વિચારોથી બરાબર ઘેરાઇ ગઇ એને થયુ કે હું મારાં દેબુ સાથેનાં સંબંધની વાત માંને જણાવી દઊ ? માં તો દેબુને ઓળખેજ છે. અને મેં કોઇ એવી અસરમાં એની સાથે વાત પણ ના કરી ના પૂછ્યું કે શું કામ હતું ?
નુપુરે આવાં વિચાર પછી સમય બગાડ્યા વિનાંજ સાંજ ઢળી ચૂકી હોવાં છતાં દેબુને ફોન કર્યો. એણે જોયું માં રસોઇમાં વ્યસ્ત છે ત્યાં સુધીમાં હું વાત કરી લઊં દેબુ સાથે.. હજી પાપા પણ નથી આવ્યાં.
થોડી રીંગ વાગ્યા પછી દેબુએ ફોન ઊંચક્યો.... જેવો ફોન ઊંચકાયો નુપુરે કહ્યું "સોરી દેબુ તેં ફોન કર્યો ત્યારે.... હું.... દેબુએ વાત કાપતાં કહ્યું "કંઇ નહીં નુપુર કામ હતું પતી ગયુ પણ... નુપુરે કહ્યું "પણ શું ? શું કામ હતું? શું થયું ? સોરી દેબુ મેં તને પૂછ્યું નહીં અને ફોન મૂકી દીધેલો.. હું મા પાસે બેઠી હતી અને .... પણ છોડ બધી વાત પછી કહીશ પણ તારે શું થયેલું તું ખૂબ ચિંતામાં હતો.
દેબુએ કહ્યું "નુપુ પાપા બે દિવસથી કોઇ કામસર જંગલપાર બાબાનાં આશ્રમમાં ટી એસ્ટેટવાળાની કોઇ મીટીંગમાં ગયાં છે નથી એમનો કોઇ મેસેજ કે ફોન... મોમને ખૂબજ ચિંતા થઇ રહી હતી એટલે પાપાની ઓફીસ જવાનું હતું તપાસ કરવા એટલે ફોન કરેલો.
નુપુરે કહ્યું "ઓહ સોરી દેબુ... હું આવી શક્ત પણ પણ પછી શું થયુ ? તું ઓફીસ જઇ આવ્યો ? કોઇ સમાચાર ?
દેબુએ કહ્યું "હા જઇ આવ્યો તેં ના પાડી પછી મેં રીપ્તાને ફોન કરેલો એ સાથે આવી હતી... ઓફીસનાં મેનેજર સાથે વાત થઇ પણ એની પાસે કોઇ મેસેજ નહોતાં પણ હમણાં હું ત્યાંથી પાછો આવતો હતો ત્યારે મેનેજરનો મોમ પર ફોન આવી ગયો કે પાપા ઓકે છે બે દિવસમાં આવશે એ જ્યાં છે ત્યાં મોબાઇલ કામ નથી કરતાં પણ કોઇ ચિંતા ના કરશો.
નુપુર વિચારમાં પડી ગઇ પછી બોલી ઓકે... પણ પાપાએ મોમ સાથે વાત કરી પછી ?
પાપાનો કોઇ ડાયરેક્ટ મેસેજ કે કોલ નથી એમણે ઓફીસ મેનેજરને ફોન કર્યો અને મેસેજ મેનેજરનોજ આવ્યો.
ખબર નથી પડતી કે પાપાએ ઓફીસે ફોન કર્યો પણ મોમને કે મને નહીં એટલે મોમ ચિંતા કરી રહી છે શું કરવુ એ વિચારુ છું.
નુપુર પણ વિચારમાં પડી ગઇ એણે કહ્યું દેબુ ચિંતા ના કર કંઇને કંઇ રસ્તો નીકળશે અને પાપા વ્યસ્ત હશે પણ આવી જશે. હું હમણાં પાપા આવે એટલે વાત કરું છું એમને પૂછું છું કે ટી એસ્ટેટની શું મીટીંગ છે કદાચ કંઇક એમની પાસેથી જાણવા મળે હું જે હશે તારી બધીજ સાચી વાત જણાવી દઇશ કોઈ ડર વિના માં સાથે તો હમણાંજ વાત કરી લઊં છું.
દેબુ તું ચિંતા ના કરીશ માય લવ. સોરી અગેઇન હું તારી સાથે ના આવી શકી. રીપ્તા આવી સારુજ થયુ તારે એકલાએ ના જવું પડ્યુ પણ હવે કંઇ હશે હું આવીશજ તારી સાથે હું પાપાને વાત કરું છું. દેબુ હું ફોન મૂકુ કદાચ પાપા આવ્યાં છે પછી શાંતિથી વાત કરીશુ પણ મેસેજ તો જે હશે કરીશજ. લવ યુ બાય. અને દેબુએ પણ લવ યુ કહીને ફોન મૂક્યો.
**************
દેબુએ ફોન મૂક્યો.... સાંજ ઢળી ગઇ હતી રાત્રી શરૂ થવાની તૈયારી હતી ચારે કોર અંધારુ છવાઇ ગયું હતું આમપણ અહીં રાત્રી જાણે વહેલી પડી જતી અને બધુ સૂમસામ થઇ ગયુ હતું દેબુ માં પાસે આવ્યો અને બોલ્યો માં તું કેમ ચિંતા કરે છે ? હું સમજી શંકુ છું કે પાપાનો ફોન સીધો નથી આવ્યો પણ આપણને સમાચાર તો મળી ગયાં છે ને ? ચિંતા ના કરીશ.
માં હમણાં નુપુરનો ફોન હતો... માંનું ધ્યાન હવે દેબુ પર કેન્દ્રીત થયુ અને સાંભળવા તત્પર થયાં. માં પૂછ્યુ "નુપુરનો અત્યારે ? કેમ શું થયું ?
દેબુએ કહ્યું "થયુ કંઇ નથી મેં પાપાની ઓફીસે જવા એને સાથે આવવા પૂછેલું. એને ફાવે એવું નહોતું એટલે હું અને રીપ્તા ગયેલાં... રીપ્તાને એનાં ઘરે ડ્રોપ કરીને આવેલો.
માં એ કહ્યું "ઓહ... પણ તેં કીધેલું કે નુપુરનાં પાપા ટી એસ્ટેટમાં જ કામ કરે છે. એમનાં થકી કોઇ માહીતી મળે તો તપાસ કર તારાં પાપાનાં સમાચાર ભલે મળ્યાં પણ ખબર નહીં મારું હૃદય ખૂબ ચોળાય છે મારો જીવ બળે છે કંઇક અમંગળ જવાનુ હોય એવાં ભણકારાં થાય છે.
સૂચિત્રા રોય એમ કહેતાં કહેતાં રડી પડ્યાં. દેબુ કંઇક કર તારી ફ્રેન્ડ રીપ્તાનાં કાકા પણ મદદ કરી શકે મને જાણ ચે તેં તારી કરેલી બધી મને... ખબર નહીં મને અમંગળ જ વિચારો આવે છે તારાં પાપા સહીસલામત હોય તો બે ની જગ્યાએ ચાર દિવસે પાછાં આવે વાંધો નથી પણ મને સંકેત બધાં ખરાબ મળી રહ્યાં છે.
દેબુએ માં ને આશ્વાસન આપતાં કહ્યું "માં તમે ચિંતા નાં કરો અત્યારે રાત્રે જંગલ તરફ કે ઓફીસે કે ટીગાર્ડન પર નહીં જવાય કાલે સવારે વહેલાં પાછો નીકળી જઇશ.
"નુપુર અત્યારે એનાં પાપા સાથે વાત કરવાની છે નુપુર ને કઈ ખબર પડે તો કાલે સવારે અમે મિત્રો નીકળી જઇશું તાપસ કરવા કોઇને કોઇ છેડો શોધી નાંખીશુ પણ માં હજી 2જ દિવસ થયાં છે મને ચિંતાનુ કોઇ કારણ નથી લાગતું તમે ચિંતા ના કરો છતાં તમારાં એહસાસને હું અવગણવા પણ નથી માંગતો પછી પસ્તાવો થાય એનાં કરતાં કાલે તપાસમાં નીકળી જઇશું.
દેબુ હિંમત બતાવી બોલી રહેલો પણ અંદરને અંદર એ પણ ગભરાઇ રહેલો કે બે દિવસ સળંગ પસાર થઇ ગયાં પાપાનો મેસેજ કોલ નથી આવુ ક્યારેય નથી બન્યુ. પાપા એવી તો કેવી જગ્યાએ ગયાં છે ? જ્યાંથી વાતચીત ના થાય ? કે ખરેખર કોઇ મુસીબતમાં ફસાયા હશે ? એમ વિચાર કરતો કરતો આડો પડ્યો...
**************
પરીચારીકા રીતીકાદાસ અને સુરજીત માટે પીણું લઇ આવી સાથે ધૂપ લાવીને કર્યો. આખાં રૂમમા કસ્તુરી જેવી સુગંધ સુંગધ પ્રસરી ગઇ અને જાણે શરીરમાં કામ વિકાર વધી રહેલો. પરીચારીકાએ સાથે લાઇટીંગ... કાજુ
બદામ દ્રાક્ષ સૂકો મેવો પણ લાવેલી.
રીતીકાએ પીણું ભરી આપવા ઇશારો કર્યો અને પેલીએ બે ગ્લાસમાં પીણું ભરીને આપ્યુ અને પછી કહ્યું મેમ જરૂર પડે તો બોલાવજો હું બહારજ બેઠી છું.
રીતીકાએ આભારવશ કહ્યું ઓકે તું જા હું જરૂર પડે બોલાવીશ અને પરીચારીકા બહાર ગઇ અને બંન્ને જણાંએ ચિયર્સ કરીને એકબીજાનાં હોઠે પ્યાલી મૂકી અને....
વધુ આવતા અંકે --- પ્રકરણ -45માં