દરેક ક્ષેત્રમાં સફળતા - 36 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 36

ભાગ 36

હેતુ સીદ્ધ કરવાની પ્રક્રિયા

પોતાના હેતુઓ સીદ્ધ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયાનુ પાલન કરી શકાય.

૧) પ્રબળ ઇચ્છા કરો.

કોઇ પણ હેતુ પ્રાપ્ત કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરી સતત પ્રયત્નો ત્યારેજ કરી શકાતા હોય છે જ્યારે તે હેતુ પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રબળ હોય. આપણુ કોઇ અપમાન કરે અને ત્યારે જે ફરી પાછુ સમ્માન મેળવવાની ઇચ્છા જાગૃત થાય તેવી જ્વલંત ઇચ્છા કરવામા આવે તો દુનિયાની કોઇ તાકાત આપણને તેમ કરતા રોકી શકે નહી. આવી જ્વલંત ઇચ્છા અનુભવનાર વ્યક્તી ક્યારેય હાર માનીને બેસી શકે નહી. મહાન સફળતાઓ ખરેખર આવા લોકોનેજ પ્રાપ્ત થતી હોય છે. જો તમે પણ સામાન્ય કક્ષાએથી ઉપર ઉઠીને મહાન હેતુઓ સીદ્ધ કરવા માગતા હોવ તો પોતાનો હેતુ કોઇ પણ ભોગે સીદ્ધ કરવાની એટલી પ્રબળ ઇચ્છા રાખો કે મુશ્કેલીઓ પણ તમારા ફોલાદી ઇરાદાઓ સામે જુકી જાય.

૨) તમામ પ્રકારના ડર દુર કરી દો.

મોટા ભાગના લોકોને કંઈક મેળવવાની ઇચ્છા કર્યા બાદ તરતજ તેને લીધે ઉદ્ભવી શકતા નકારાત્મક પરીણામોની ચીંતા કરવા કે ડર સતાવવા લાગતો હોય છે. તેઓ મનોમન એવી વિચારણાઓના ચક્રમા પરોવાઇ જતા હોય છે કે ક્યાંક હુ નિષ્ફળ થઈશ તો? ક્યાંક લોકો મારા પર હસશે તો ? ક્યાંક મને કે મારા પરીવારને નુક્શાની થશે તો ? આવા નાના મોટા ડરને કારણેજ લોકોની ઇચ્છા કમજોર પડી જતી હોય છે. આવા સમયને પહોચી વળવા માટે હંમેશા પોતાનો વિશ્વાસ મજબુત રાખવો જોઇએ. સાચી રીતે સાચી દિશામા પ્રયત્નો કરશુ તો સફળતા મળશેજ તો પછી નકામી ચીંતાઓ કરીને ડરવાની ક્યાં જરુર છે એવો વિચાર કરીએ તો આત્મવિશ્વાસને ડગમગતા અટકાવી શકાતો હોય છે.
એક વખત નક્કી થઈ જાય કે મારે આ વસ્તુ મેળવવીજ છે કે હુ તે મેળવવીજ શકીશ તો પછી નાની નાની ઘટનાઓ આપણો વિશ્વાસ ડગમગાવી શકતી હોતી નથી. માનવજાત તમામ પ્રકારની સફળતા મેળવવા હકદાર છે, લાયક છે તો પછી નકામી શંકાઓ કરીને હાથે કરીને ઘર બાળવાના પ્રયત્નો કરવા જોઇએ નહી.
આ દુનિયા વિશ્વાસથીજ ચાલે છે, જો કોઇને પોતાના પર વિશ્વાસજ ન હોત તો ક્યારેય લોકો સફળ થયાજ ન હોત. આમ વિશ્વાસ એક એવી કુંજી છે જે આપણા મગજને એવા છુપા સંદેશાઓ મોકલે છે કે આ કામ આપણે કરી શકીએ તેમ છીએ. આવા વિશ્વાસને કારણેજ મોટા ભાગના લોકો આગળ વધવા પ્રેરાતા હોય છે અને સફળ પણ થતા હોય છે. માટે કાર્યમા તમને જે કોઈ પણ બાબતથી ડર લાગતો હોય તેને અલગથી ઓળખો, સમજો અને તેના ઇલાજ હાથવગા રાખો જેથી ડરવાનુ કોઇ કારણજ ન બચતા અખુટ વિશ્વાસથી કાર્ય પુર્ણ કરી શકાશે.

3) લક્ષ્ય પ્રાપ્ત કરવાના ફાયદાઓ સમજો.

પોતાના નિર્ધારીત કરેલા લક્ષ્ય દ્વારા પોતાને, પરીવારને, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, પર્યાવરણ કે જીવશ્રૃષ્ટીને શું શું ફાયદાઓ થવાના છે તેને સ્પષ્ટ કરવાથી લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રોત્સાહનમા વધારો થતો હોય છે. માટે આ કામ શા માટે કરવુ જોઇએ તેવો પ્રશ્ન પુછવાથી તે કામ કરવાથી થતા તમામ લાભ સમજી શકાતા હોય છે જે હેતુ પ્રાપ્ત કરવાની ઇચ્છાશક્તીમા વધારો કરતો હોય છે. આમ કોઇ કામ કરવાના જેટલા વધુ અને પ્રબળ કારણો હશે તેમ તેમ આપણી પ્રયત્ન શક્તીમા વધારો થતો જશે જે આપણને તમામ પ્રકારની બાધાઓ, કઠીનાઇઓને પાર કરવાની ઇચ્છાશક્તી, સાહસ, વિશ્વાસ અને હીંમત પ્રદાન કરતી હોય છે, આ રીતે આપણે વધુ સારી રીતે પ્રબળતાથી કાર્ય કરી શકતા હોઈએ છીએ.

4) આયોજન કરો, યોજના બનાવો.

યોગ્ય આયોજન વગર કોઇ પણ કાર્યમા સફળતા મેળવવી કઠીન બની રહેતી હોય છે, વ્યવસ્થીત આયોજન દ્વારા તે કાર્ય કરવાની એક બ્લુપ્રીન્ટ કે રોડમેપ તૈયાર થતો હોય છે જેનો બુદ્ધીપુર્વક અમલ કરવાથી ધાર્યુ કામ પાર પાડી શકાતુ હોય છે. આવુ આયોજન લેખીતમા વિસ્તારથી લખવુ જોઇએ.
આયોજન તૈયાર કરવા માટે સમગ્ર પ્રક્રિયા, પ્રશ્નો, સમસ્યા, શક્યતા, અસર કરતા પરીબળો, રીત, ક્રમ, ટેક્નીક, ટાઈમીગ, સમય મર્યાદા, કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે, કોના દ્વારા, શા માટે વગેરે જેવા વિષયને અસર કરતા તમામ પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા જોઈએ.

- સમસ્યાઓ ઓળખો.
હેતુ પ્રાપ્ત કરતી વખતે કુલ કેટલા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે, તે આવવાના કારણો શું હોઈ શકે, તેના પર કેવી રીતે કાબુ મેળવી શકાય વગેરે જેવા પ્રશ્નોના સમાધાન કરવા જોઈએ.

- આપણા કામમા મદદરુપ થઈ શકતા તમામ લોકોનુ લીસ્ટ બનાવો અને તેમને કાર્ય સોપી દો.
હેતુ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નક્કિ કર્યા બાદ જેટલા પણ મહત્વના કાર્યો કરવાના થતા હોય તેનુ એક લીસ્ટ બનાવી યોગ્ય સ્ટ્રક્ચરમા તેને વિભાજીત કરી સક્ષમ વ્યક્તીઓને તે કામ સોપી દેવા જોઈએ. ઉપરાંત આપણા કામમા જેટલા પણ લોકો મદદરૂપ થઈ શકે તેમ હોય તેમનુ અગાઉથીજ લીસ્ટ બનાવી રાખવુ જોઈએ જેથી યોગ્ય સમયે તેમની મદદ મેળવી શકાય.

5) મનમા સ્પષ્ટ ચીત્ર તૈયાર કરો.

તમે જે આયોજન કે રોડમેપ તૈયાર કર્યો છે તેનુ બરોબર મનમા સ્પષ્ટ ચીત્ર તૈયાર કરી લો અને સતત તેને યાદ કરતા રહો. ઉપરાંત જે કંઈ પણ કામ કરો, માહિતી મેળવો તે પોતાની યોજના સાથે અનુરુપ છે કે નહી, તેમા ક્યાં અસર કરે છે તે બધુ સરખાવતા જાવ. આ રીતે ફટાફટ નિર્ણયો લઈ શકાતા હોય છે.
ક્યો રસ્તો ક્યાં જાય છે અથવાતો આખા શહેરનો નક્શો આપણા મનમા છપાયેલો હોય અને તેને આધારે આપણે અત્યારે ક્યાં ઉભા છીએ તે જાણતા હોઇએ તો શહેરના કોઇ પણ ખુણામા ગમે તેમ કરીને પહોચી શકાતુ હોય છે, ઉપરાંત ક્યા સ્થળે પહોચવા માટે ક્યો રસ્તો પસંદ કરવો જોઇએ તેની ગણતરી ખુબ સારી રીતે કરી શકાતી હોય છે. ગણતરીઓની આવી સચોટતા કે અસરકારકતા પ્રાપ્ત કરવા માટેજ કાર્યને લગતુ સ્પષ્ટ ચીત્ર, ચાર્ટ કે નક્શો મનમા તૈયાર કરવો જોઇએ.

6) પરીણામને નજર સમક્ષ જોવાનો પ્રયત્ન કરો.

મારા એક મીત્રએ દરજીને કોટ સીવવા માટે આપ્યો. તે કપડાની પસંદગીથી માંડીને કમરેથી કેટલો પાતળો રાખવો, કેટલી લંબાઇ રાખવી, કેવા બટણો ટાકવા વગેરે બધુજ જાતે નક્કી કરતો અને તે મુજબજ સીવળાવવાનો આગ્રહ રાખતો. જ્યારે દરજીએ તે મુજબ કોટ સીવી આપ્યો અને પહેલી વખત પહેર્યો ત્યારે તે માત્ર એટલુજ બોલ્યો કે બસ 'મારે આવોજ કોટ જોઇતો હતો.'
આ વાત કહેવાનો અર્થ માત્ર એટલોજ છે કે તમારે જેવુ પણ પરીણામ મેળવવુ હોય તેને સૌ પ્રથમ મનમા વિજ્યુઅલાઇઝ કરો, તેને સ્પષ્ટ પણે જોવાનો પ્રયત્ન કરો. આ રીતે તમારે શું જોઇએ છે, કેવુ જોઇએ છે તે જાણતા હશો તો તમારે કેવા પગલાઓ લેવા જોઈએ તે ખુબ સારી રીતે સમજી શકાશે.

7) સમય સીમા નક્કી કરો.

કોઇ પણ કામ કરવાની સમયસીમા નક્કી કરવાથી તે કામ વગર અટક્યે કે જડપથી થવુ જોઇએ તેવી લાગણી કે ગંભીરતા આપણા મનમા ઉત્પન્ન થત્તી હોય છે. આવી ગંભીરતા અનુભવનાર વ્યક્તીને નિયમીત રીતે આપોઆપ પ્રયત્નો કરતા રહેવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે જેથી તેઓ સતત પ્રયત્નશીલ રહી શકતા હોય છે.

8) પ્રથમ પગલુ ભરો, બનાવેલા પ્લાનને અમલમા મુકો અને જયાં સુધી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

તમને તમારા હેતુની ખબર પડી ગઈ, તમારે શું મેળવવુ છે અથવાતો શું કરવુ છે તે નક્કી કરી લીધુ ત્યાં સુધીતો બરોબર, પણ પછી શું ? શું હેતુ નક્કી કરીને બેસી જવાનુ ? આજે નક્કી કર્યુ છે તો આરામથી ૩-૪ દિવસ પછી સારો સમય જોઇને શરુઆત કરશુ એમ? શું આરામથી મોડે મોડે શરુઆત કરવાથી વધારે સફળતા મળી જશે ? શું લોકો તમારી વાહવાહી કરવા લાગશે ? તો તેનો જવાબ છે ના, એવુ ક્યારેય નહી થાય. તો શું કરવાનુ ? તો સૌ પ્રથમતો તમે જે હેતુ નક્કી કર્યો છે તેને એક નોંધપોથીમા લખી લ્યો, તે હેતુ માટે કેટલા કાર્યો કરવાના છે તે પણ લખી લ્યો. આમ કરવાથી તમારા મનમા હેતુ છપાઇ જશે અને તમારે શું કરવાનુ છે તે બધુજ નજરસમક્ષ આવી જશે.
આ હેતુ અને તેના ગૌણ કાર્યો લખી લીધા બાદ તરતજ તેનો અમલ કરવાનુ શરુ કરી દેવુ જોઇએ એટલેકે આજથીજ તે દિશામા પ્રથમ પગલુ ભરવુ જોઇએ. યાદ રાખો કે કોઇ પણ કાર્યની શરુઆત એ અડધી સફળતાજ કહેવાય છે એટલેકે અડધી સફળતા મેળવવી આપણા હાથની વાત હોય તો તેને મેળવવા માટે એક મીનીટ પણ વ્યર્થ જવા દેવાય નહી. ભલે નાનુ તો નાનુ પણ એક પગલુ તો અચુક ભરવુજ જોઇએ. દા.ત. તમે અભ્યાસમા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવાનુ નક્કી કર્યુ હોય તો આજથીજ વાંચવાનુ શરુ કરી દો, આજે ભલે નાનો એવો એકજ પ્રશ્ન વાંચો કે થોડા સમય સુધીજ વાંચો, પણ વાંચવુ તો ખરુજ. પછી ધીરે ધીરે તેમા વધારો કરતા જવાથી તમે જેવુ ધારો તેવુ ફળ પ્રાપ્ત કરી શકતા હોવ છો.
ભાગ 36 સંપૂર્ણ