Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય રાક્ષસની રમત - 3 - ડરની થ્રીલર દાસ્તાન (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

રહસ્યમય રાક્ષસની રમત - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની - ટ્રેઇલર: પરિધિ એક માં બાપ વિનાની છોકરી છે. એની મરજી વિરોધ એની મામી એ એના કોઈ બીજી જ જગ્યા એ મેરેજ ફિક્સ કરી દીધા છે! એમને પરિધિ થી બસ પીછો જ છોડાવો છે તો બીજી બાજુ એના પ્યારમાં પાગલ એવા શંભૂથી પરિધિ છુટતી જ નહિ! બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે, પણ અચાનક અમુક અલૌકિક અને અવિશ્વસનીય વાતો બહાર આવે છે. આ વાતો એવી છે કે જેની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ છે!

"શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રીશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં કહ્યું.

"આ જ રીતે હું તને દરરોજ બચકું ભરીને તારું લોહી પી જઈશ! અને ઠીક એક મહિના પછી તું મરી જઇશ! અને મારી પ્યાસ બુઝાઈ જશે! કેમ કે તારા જેવી છોકરીઓનું લોહી જ છે મારો ખોરાક!" એક રાક્ષસની જેમ શ્રિશાંત બોલ્યો!

પરિધિ વાત કહેતાં કહેતાં ક્યારે શંભુની બાહોમાં આવી ગઈ ખુદ એણે જ ભાન ના રહ્યું! હજારોની ભીડમાં પણ જેમ આપણે પોતાના ઓ ને શોધી લઈએ એમ વાતો કરતા કરતા પણ એને શંભુ ને શોધી લીધો હતો!

"જો જ્યારથી તારી મેરેજની વાત મને મળેલી ને મેં આ જગ્યા વિષે ખૂબ રિસર્ચ કર્યું! ઘણી વાતો મારી સામે પણ આવી!

"અહીં આવતાં પહેલાં, હું એક સાધુને મળીને આવ્યો અને મેં એમને પૂછેલું કે આવાં શૈતાનથી બચવાનો શું ઉપાય છે તો એમને મને આ જાદુઈ ખંજર આપ્યું!" શંભુએ એનાં બેગમાંથી એક દોરા-ધાગાઓથી લીપટાયેલ કવરવાળા એ ખંજરને બહાર કાઢ્યું! એના તેજથી રૂમમાં રહેલ બધાંની આંખો અંજાઈ ગઈ!

"એ બાબાએ મને એમ પણ કહ્યું છે કે એણે એ જ વ્યક્તિ મારી શકે છે, જેનું લોહી એણે પીધું હોય છે!" શંભુએ કહ્યું.

"અરે! હું, આ નહિ કરી શકું! હું કોઈને નહિ મારી શકું! ભલે એ મને મારી દે!" શંભુને ભેટીનેં એની છાતીએ બે વાર હળવું મારતાં પરિધિ બોલી!

"જો પ્લીઝ મારા માટે! એ પછી તું મારી, આપણે ખુશીથી રહીશું! બસ આ એક જ ઉપાય છે એ રાક્ષસને ખતમ કરવાનો!" શંભુએ કહ્યું!

"ઓહ માય ગોડ! હું આ કેવી રમતમાં ફસાઈ ગઈ છું! મને તો બહુ જ ડર લાગે છે!" પરિધિએ કહ્યું!

"તું ગભરાઈશ નહિ! બસ થોડી હિંમત કર!" શંભુએ એણે હિંમત આપતા કહ્યું.

"હા..." હિંમત ભેગી કરતા પરિધિ બોલી.

"આજે રાત્રે પૂર્ણિમા છે... આજે શૈતાની તાકાત વધારે નહિ ચાલી શકે! બસ તું હિંમત ના હારતી!" શંભુએ કહ્યું.

કેક કાપીને રીમાને બર્થડે વિશ કરીને પ્લાન પ્રમાણે પરિધિ એના ઘરે આવી ગઈ! એની પાસે શંભુની બેગમાં પેલું ખંજર પણ હતું!

🔵🔵🔵🔵🔵

રાત થઈ ગઈ હતી! હિંમત ભેગી કરીને પરિધિએ ખંજર પલંગમાં ચાદર નીચે સંતાડી દીધું!

થોડી વારમાં જ શ્રિશાંત ત્યાં આવી ગયો. એણે પરિધિનાં ગળદનથી લોહી પીવાનું શુરૂ કરી દીધું!

પરિધિએ હળવેકથી પેલા ખંજરને પકડી લીધું! એણે પૂરી તાકાત ભેગી કરીને એ ખંજરને શ્રિશાંતની પીઠ પાછળ મારી દીધું!

"ઓહ!" દર્દથી શ્રિશાંત ચીસ પાડી ગયો! થોડી વારમાં જ એણે જીવ ગુમાવ્યો!

એટલી વારમાં જ ગામનાં મુખિયા અને બીજા બધાં લોકો સાથે શંભુ અને રીમા પણ ત્યાં આવી ગયા! એમની સાથે પેલા બાબા પણ હતા.

શંભુએ પરિધિને બાહોમાં લઇ લીધી.

રીમાએ બાબાએ આપેલ જડીબુટ્ટીનો લેપ પરિધિનાં ગળે લગાવ્યો. એક બહુ જ ભયાનક રહસ્યમય રમત હવે પૂરી થઈ ગઈ હતી અને જીત સચ્ચાઈની થઈ હતી!

(સમાપ્ત)