Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય રાક્ષસની રમત - 2 - ડરની થ્રીલર દાસ્તાન


કહાની - ટ્રેઇલર: પરિધિ એક માં બાપ વિનાની છોકરી છે. એની મરજી વિરોધ એની મામી એ એના કોઈ બીજી જ જગ્યા એ મેરેજ ફિક્સ કરી દીધા છે! એમને પરિધિ થી બસ પીછો જ છોડાવો છે તો બીજી બાજુ એના પ્યારમાં પાગલ એવા શંભૂથી પરિધિ છુટતી જ નહિ! બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે, પણ અચાનક અમુક અલૌકિક અને અવિશ્વસનીય વાતો બહાર આવે છે.

"સારું રડાવી જ હોય તો પણ સાફ સાફ કહી જ દે ને! એમ પણ લાઈફમાં શું ઓછું દુઃખ છે!" પરિધિ જ્યારે પણ એના દુઃખ વિશે કંઈ કહેતી તો શંભુ ની આંખો પણ કોરી ના જ રહી શકતી! જાણે કે એના દુઃખમાં ખુદ એનું પણ દુઃખ સમાયેલું ના હોય!

"અરે ના ઓ પાગલ... ખાલી એ તો મોં માંથી નીકળી ગયું! ખબરદાર જો તું રડી છે તો!" શંભુ એ કહ્યું તો પરિધિ સમજી ગઈ કે હજી સુધી એ એણે ભૂલી નહિ શક્યો!

"અરે પાગલ, હવે તો ભૂલી જા મને!" પરિધિ એ કહ્યું.

"હા... ચોક્કસ!" શંભુ એ કહેવું જ પડ્યું!

🔵🔵🔵🔵🔵

"પરિધિ, પરિધિ! આ શું થયું છે તને?! કેમ યાર આટલી કમજોર લાગુ છું?!" ઘણાં સમય બાદ જ્યારે શંભુએ પરિધિને જોઈ તો એનાં મોંમાંથી અનાયાસે જ નીકળી ગયું!

"તું, અહીં ક્યાંથી?!" પરિધિએ સ્વાભાવિક રીતે જ પૂછ્યું.

"આ રીમા મારી બચપણની ફ્રેન્ડ છે... એ તો એ લોકો અહીં રહેવા આવી ગયા, બાકી અમે તો બહુ ક્લોઝ હતા!" શંભુએ કહ્યું તો પાસે બેઠેલી રીમાએ પણ એના ભ્રમર તાણીને "હા તો" કહ્યાનો ઈશારો કર્યો!

"પરિધિ, એક બહુ જ જરૂરી વાત કહેવી છે મારે તને!" શંભુ આગળ કઈ બોલે એ પહેલાં જ રીમા વચ્ચે જ બોલી - "આજે તું અમારા ઘરે આવને મારી બર્થડે પણ છે! આમ તો કાલે બર્થડે ચાલી ગઈ, પણ શંભુ આવ્યો તો એ કેક લઈને આવ્યો છે! સાંજ પહેલા અમે તને મૂકી જઈશું!"

"હા... પણ મમ્મીજી મને આવવા નહિ દે!" પરિધિએ કહ્યું.

"હું વાત કરું છું!" રીમાએ કહ્યું. એમ કહીને એ કિચનમાં પરિધિનાં સાસુ સાથે વાત કરવા ચાલી ગઈ.

"અરે યાર પરિધિ, આ શું હાલત કરી છે?! સિરિયસલી! તું તો સાવ બદલાઈ ગઈ!" ભારોભર અફસોસ સાથે શંભુ બોલ્યો.

"ચાલ, તારા સાસુ માની ગયા છે, બસ સાંજ પહેલાં આવી જજો એમ કહ્યું છે!" રીમાએ રૂમમાં આવતા જ જાહેર કર્યું.

સૌ રીમાનાં ઘરે ચાલ્યાં ગયાં.

"શંભુ મને બચાવી લે યાર! હું મરી રહી છું... ધીમે ધીમે!" વાત કહેવા માટે સારું વાતાવરણ મળતાં પરિધિએ કહેવા માંડ્યું!

"આ એ દિવસની વાત છે... જ્યારે હું પહેલી વાર પરણીને અહીં આવી હતી!" પરિધિ બોલી.

"સુહાગરાતનાં દિવસે શ્રિશાંતે મને ગળે લગાવી તો મને તો લાગ્યું કે કિસ કરે છે પણ એને મને એક જોરદાર બચકું ભરતાં રાડ પાડી હતી!" પરિધિ બોલી રહી હતી તો રીમા અને શંભુ એણે નિશબ્દ બનીને સાંભળી રહ્યાં હતા!

પણ એ પછી જે એને કહ્યું એની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ હતું!

આવતા અંકે ફિનિશ...

ભાગ 3 અને અંતિમ ભાગ(કલાઈમેક્સ)માં જોશો: "જો જ્યારથી તારી મેરેજની વાત મને મળેલી ને મેં આ જગ્યા વિષે ખૂબ રિસર્ચ કર્યું! ઘણી વાતો મારી સામે પણ આવી!

"અહીં આવતાં પહેલાં, હું એક સાધુને મળીને આવ્યો અને મેં એમને પૂછેલું કે આવાં શૈતાનથી બચવાનો શું ઉપાય છે તો એમને મને આ જાદુઈ ખંજર આપ્યું!" શંભુએ એનાં બેગમાંથી એક દોરા-ધાગાઓથી લીપટાયેલ કવરવાળા એ ખંજરને બહાર કાઢ્યું! એના તેજથી રૂમમાં રહેલ બધાંની આંખો અંજાઈ ગઈ!