criminal dev - 29 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 29

ભાગ-૨9

રઘુ એ પછી સમજાવટ ભર્યા સુરે કહ્યું, કે ગેંગ ના સભ્યો ને મારી નાખવાથી દુશ્મની વધુ વકરશે. તેમના કોઈ ભાઈ,બાપ કે દીકરો બદલો લેવા મેદાને પડશે. જેવી રીતે પવન નો ભાઈ રિતેશ મેદાન માં આવ્યો, તેવી રીતે ઘણા ના સંબંધીઓ મેદાન માં આવી શકે. આમે આ કામ પોલીસ નું છે. આપણે તો માત્ર રિતેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારી માહિતી મુજબ રિતેશ ના કોઈ ભાઈ બાપ કે સગુંવહાલું નથી. એક પવન હતો તે મરી ગયો છે. અને રિતેશ ના મર્યા પછી ગવળી ગેંગ કોઈ નવો નેતા શોધી લેશે. જેમ પવન નો બદલો લેવા રિતેશ જ મેદાન મા આવ્યો, બીજું કોઈ નહિ. તેમ રિતેશ નો બદલો લેવા, કોઈ મેદાન માં નહિ આવે. આમે મુંબઈ માં અંધારી આલમ નો કારોબાર વાર્ષિક ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો છે. તેમાં અંધારી આલમ ના સભ્યો ને રસ હશે. રિતેશ જો મરી ગયો તો પોલીસ પણ એમ માનશે કે ટાઢા પાણીએ ખસ ગઈ. દેવ સહીત બીજા સભ્યો રઘુ સામે આભારવશ નજરે જોઈ રહે છે. પછી એવું નક્કી થાય છે કે દેવ,રઘુ અને જગુ Kuala Lumpur જાય, બાકી ના લોકો પૂર્વ ચંપારણ પાછા જાય.

***********************************************************

નયન અને મનન, નયન ના બંગલા પર બેઠા હતા. તેમને આજે જ સમાચાર પટણા ના તેમના વકીલે આપ્યા હતા, કે કોર્ટ મા પબ્લિક પ્રોસિક્યુટરે તેમના પપ્પાઓ વિરુદ્ધ ખુબ મજબૂત કેસ ઉભો કર્યો છે. તેઓ આપસ મા ચર્ચા કરતા હતા કે, આનો ઉકેલ શું?,ત્યાં માયા પણ આવી પહોંચી. તેણે સ્પષ્ટ કહ્યું કે, તમે મિતાલી ને મળો અને માફી માંગો. દેવ મિતાલી નું કહ્યું માનશે. પછી તે નયન ને કહે છે, કે તું હવે તો જીદ છોડી દે, મિતાલી માટે તમે દેવ ને માર્યો, ત્યાંથી આજ સુધી મા કેટકેટલું બની ગયું. મનન કહે, અમને થોડી ખબર હતી કે દેવ ભાનુપ્રતાપ જેવા મંત્રી નો ભાઈ છે. તો માયા કહે કે આ ઝગડા મા અંધારી આલમ ને વચ્ચે લાવવાની શું જરૂર હતી? બંને બાજુ ખાસ્સું નુકસાન થયું છે. પછી બધા મિતાલી ને મળવાનું નક્કી કરે છે. માયા કહે છે કે કોઈ જાહેર જગ્યા પર મળીએ. પછી તેઓ મિતાલી ને ફોન કરે છે. સાંજે 5 વાગે બધા ચોપાટી પર ભેગા થવાનું નક્કી કરે છે.

*************************************************************સાંજે ૫ વાગે દેવ રઘુ અને જગુ મલેશિયા જતી ફ્લાઈટ મા બેસે છે. દેવ ના મોબાઈલ મા રિતેશ નો ફોટો અને બીજી વિગતો હોય છે. પણ રઘુ શંકા વ્યક્ત કરે છે કે રિતેશે તેનો દેખાવ બદલ્યો હશે તો?તો દેવ કહે તેની બીજી આદતો પર થી રિતેશ ને ઓળખી શકાશે. જેમ કે નાઈટ ક્લબ મા જવું, સિગાર પીવી અને વારે વારે માથું ખજવાળવુ. તેણે મરાઠે પાસે થી રિતેશ ના ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા હતા. બરાબર એ જ સમયે રિતેશ Kuala Lumpur મા નાઈટ ક્લબ મા રમ પીધા પછી નાચી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસો તેના માટે ખુબ આનંદભર્યા હતા. તેણે દારૂ પીધો હતો, તેણે સ્ત્રી સંગ માણ્યો હતો. તે એક અમીરજાદા જેવી જિંદગી જીવી રહ્યો છે. મલેશિયા જતા પહેલા તેણે ગવળી ગેંગ પાસે થી ૧ કરોડ જેવી માતબર રકમ તેના મલેશિયા ના બેંક એકાઉન્ટ મા ટ્રાન્સફર કરાવી દીધી હતી.

***********************************************************

૫ વાગે ચોપાટી પર નયન, મનન અને માયા ચોપાટી પર મિતાલી ને મળ્યા. તેમણે હાથ જોડી ને મિતાલી ની માફી માંગી કે દેવ ને મારીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. અને નયને તો એ પણ કીધું કે મિતાલી અને દેવ ની જોડી ખુબ જામે છે, અને તે પોતે મિતાલી ને એક દોસ્ત થી વિશેષ કશું માનતો નથી. મિતાલી કહે કે કામ શું છે? તો મનન કહે કે એમના પપ્પાઓ ને કોઈપણ રીતે પટણા જેલ માં થી દેવ છોડાવે. મિતાલી કહે આમાં દેવ શું કરી શકે? આ તો નાર્કોટિક્સ વિભાગ નું કામ છે.તો નયન કહે પટણા મા જજ,પોલીસ,પબ્લિક પ્રોસિક્યુટર બધા ભાનુપ્રતાપ ના માણસો છે,હવે દેવ ના માણસો છે. તેમના પપ્પાઓ ને ખોટી રીતે ફસાવવામાં આવ્યા, કારણ કે તેઓ આ ઝગડા મા અંધારી આલમ ને વચ્ચે લાવ્યા. પછી મનન મિતાલી ને સિલસિલાબંધ બધી વિગતો કહે છે. મિતાલી ખુબ આશ્ચર્ય પામે છે, તેને એ પણ સમજાય છે, કે ભાનુપ્રતાપ ની હત્યા કેમ થઇ. તેને આઘાત લાગે છે, પણ તે કળાવા દેતી નથી. તે મનન અને નયન ને ખાતરી આપે છે કે તે દેવ ને સમજાવશે. તે દેવ ને ફોન કરે છે, પણ દેવ ફ્લાઈટ મા હોવાથી તે લાગતો નથી. પછી બધા છુટા પડે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED