રુદ્ર નંદિની - 1 BHAVNA MAHETA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

રુદ્ર નંદિની - 1

                        પ્રકરણ ૧                                                                                                    માં નર્મદા! નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કહેવાય છે ગંગાનું સ્નાન પણ નર્મદાનું તો પાન. ગંગાજી માં તમે સ્નાન કરો અને તમારા બધા જ પાપોનો નાશ થઈ જાય છે પણ માતા નર્મદાના નીરનું તો પાન કરવાથી, ફક્ત દર્શન કરવા માત્રથી જ બધા બંધનોમાંથી મુક્તિ મળીજાય છે.
            આવી મા નર્મદાના નીરનો પ્રવાહ નિરંતર ખળખળ વહ્યા કરે છે. નર્મદા કિનારે માતા રેવાએ પોતાના મીઠા જળથી વનરા જીઓ દ્વારા સર્વત્ર સૌંદર્ય વિખેર્યું છે. નદીના તટની બંને બાજુ કોતરોમાં પાણી ભટકાઈ ભટકાઈને ઊંડી ગુફાઓ બની ગઈ છે. આવા  જ નર્મદા માતાના સાંનિધ્યમાં એક સરસ મજાનું નાનુ ગામ આવેલું છે. ગામનું નામ છે પ્રતાપ ગઢ. સુંદર મજાના   કુદરતના     ખોળે       નર્મદા માતાની  ગોદમાં ચારે બાજુ લીલીછમ હરિયાળી નું દર્શન કરાવી જાય છે. પર્વતોની હારમાળા વચ્ચે સરસ મજાની કુદરતી સંપત્તિ ધરાવતું પ્રતાપ ગઢ ખરેખર એક આંખને ઠારે એવું, મનમાં શાંતિ ઉપજાવે એવું અને માં નર્મદાના ખોળે બેસીને માણસને આધ્યાત્મિકતા તરફ વાળી માણસને મોક્ષ અપાવે એવું ગામ છે.
            આવા પ્રતાપ ગઢ માં વર્ષો જૂનું પુરાણું મહાદેવનું મંદિર છે ,જેને પ્રતાાપ ગઢ ના લોકો નર્મદેશ્વર મહાદેવ તરીકે પૂજે છે. અને ફક્ત પ્રતાપગઢના લોકો જ નહીં પરંતુ આજુ બાજુના ગામના લોકોને પણ નર્મદેશ્વર મહાદેવ માં ખુબજ આસ્થા અને શ્રદ્ધા હોવાથી નર્મદેશ્વર મહાદેવનું મહત્વ ખુબ જ છે.
      નર્મદેશ્વર મહાદેવ ખુબજ જુનુ અને પુરાણું મંદિર હોવાથી એ મંદિરનું સ્થાપત્ય અને કલા કારીગરી પણ ખુબજ જૂની અજોડ અને અદ્વિતીય હતી. મહાદેવનું મંદિર જુનુ અને પુરાણું હોવાની સાથે સાથે વિશાળ પટાંગણમાં આવેલું હતું જેની વચ્ચે મહાદેવનું શિખર બંધ મંદિર હતું  ,અને આસપાસ વિવિધ સગવડો વાળા રહેવાના ઓરડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા ભક્તજનોને ઉતારો આપી શકાય
              નર્મદેશ્વર મહાદેવ તેની આસ્થા અને શ્રદ્ધાની સાથે સાથે તેની પરંપરા, મંદિરમાં ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મંદિરની ભવ્યતા માટે  આ આખાએ પંથકમાં જાણીતું હતું . મંદિર ના  નિભાવ માટે તેની વ્યવસ્થા, જાળવણી, પરંપરા અને તહેવારોની ઉજવણી વગેરે માટે અહીંયા વર્ષો પહેલાની પરંપરા આજે પણ જીવતી હતી અને એ પરંપરા હતી મહંત ની.
           નર્મદેશ્વર મહાદેવના મહંત એક ગૃહસ્થ પુજારી હતા. એમનું નામ જટાશંકર ત્રિવેદી. એમના નામની જેમ જ એમનું વ્યક્તિત્વ અને એમની તેજસ્વિતા પણ એકદમ ભારેેખમ. એમને જોતા જ જાણે કોઈ જ્ઞાનના ભંડાર ના દર્શન કરતા હોઈ એ એવો અહેસાસ દિલને થઈ જતો. ગળામાં રુદ્રાક્ષની માળા, ભાલમાં ત્રિપુંડ, બંને હાથે અને પેટ ઉપર પણ ચંદન થી તાણેલા ત્રિપુંડ, ખભા ઉપર યજ્ઞો પવિત અને માથા ઉપર બાંધેલી શિખા એમના તેજમાં વધારો કરતી. અને એમાં પણ જ્યારે એ સવારે અને સાંજે આરતી પત્યા પછી ભગવાન ભોળાનાથની સ્તુતિ અને સ્ત્રોત્ર સંસ્કૃતમાં લલકારતા ત્યારે જાણે સાક્ષાત સમયને પણ થોડીવાર માટે થંભી જઈને ઉમા પતિ ની ભક્તિમાં માથું નમાવવાનુ મન થઈ જાય એવો પ્રભાવી અને બુલંદ અવાજ હતો જટાશંકર ત્રિવેદી નો.
         આવા  .જ મહંત જટાશંકર ત્રિવેદી એક દિવસ ખૂબ જ જોર-શોરથી નર્મદેશ્વર મહાદેવના  પટાંગણમાં  એક ઉત્સવની તૈયારીઓ કરી રહ્યા છે. તેમના ધર્મ પત્ની સાવિત્રી દેવી પણ તેમની મદદ કરી રહ્યા છે. એવામાં ક્યાંકથી સરસ મજાનો કોયલની કૂક....... જેવો મધુર અવાજ આવ્યો.....
"પપ્પા આ શેની તૈયારીઓ કરો છો.... .?
   જટાશંકરે  જવાબ આપ્યો...
   "બેટા નંદિની આ તો આપણા મંદિરમાં મહાશિવરાત્રી ની મહાપૂજા છે એની તૈયારીઓ કરું છું આવ બેસ".

        નંદિની .......જટાશંકર ની એકની એક સાત ખોટની વહાલા સોયી દીકરી. જે હજુ તો માંડ સાત આઠ વર્ષની છે ,પણ કહે છે ને કે મોરના ઈંડા ને ચીતરવા ન પડે. તેમ નંદિની પણ પિતા જટાશંકર ની બુદ્ધિ મતા, જ્ઞાન, અને કૌશલ્ય તથા માતા સાવિત્રી દેવીની લજ્જા, સંસ્કાર અને રૂપ લઈ આવી હતી. જાણે સાક્ષાત કોઈ દૈવીય ગુણો લઈને સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ધરતી પર   ના આવી હોય...?

   નંદિનીને જોઈને ગામના લોકો કહેતા પણ ખરા કે  ........ 
  "હજી તો સાત આઠ વર્ષની છે અને આવી સુંદર છે તો ખબર નહીં સત્તર અઢાર વર્ષની થશે ત્યારે કેવું ગજુ કાઢશે...."   ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્

          નર્મદેશ્વર મહાદેવની મંદિર ની આરતી માં સવાર-સાંજ ગામમાંથી ઘણા બધા લોકો આવતા. ગામ હતું પણ સુખી-સંપન્ન તેથી ગામમાંથી આવનારા લોકો પણ ખુબજ ગર્ભશ્રીમંત પ્રકારના હતા. આવાજ એક ગર્ભશ્રીમંત કુટુંબના વડીલ વિરેન્દ્ર નાથ દાદા તેમના પૌત્ર રુદ્રાક્ષ સાથે રોજ મંદિરમાં દર્શન કરવા આવતા.
             એમનો પૌત્ર રુદ્રાક્ષ પણ નંદિની ની હમ ઉમરનો જ હતો. તેથી બંને વચ્ચે નિર્દોષ મૈત્રી અને પ્રેમ ભાવ ‌પાંંગયાૅ હતો . રુદ્રાક્ષ રોજ જ્યારે નંદિની ની પાસે આવતો તો નંદિની એની સાથે રમતી, હસતી, નાચતી, કુદતી..... જાણે કે એનું અસ્તિત્વ જ રુદ્રાક્ષમાં ભળી જતું......
           રોજ સવારે અને સાંજે રુદ્રાક્ષ મંદિર જવાની અને નંદિની રુદ્રાક્ષના આવવાની રાહ જોવા લાગી  જાણે કે બંને વચ્ચે કોઈ અદ્રશ્ય સેતુ રચાઈ રહ્યો હતો.... જેનાથી આ નિર્દોષ બચ્ચા સાવ અજાણ્યા જ હતા.
              હવે તો રુદ્રાક્ષ પણ મંદિરમાં આરતીના સમય સિવાય પણ આવવા લાગ્યો. ઘરેથી "મમ્મી.... હું મંદિરમાં રમવા જાઉં છું...."એમ  કહીને નીકળી જતો. રુદ્રાક્ષ અને નંદિની બંને નર્મદાના ગોઠણ સમા નીર માં બેસીને છબ છબિયા કરતા. નંદિની રુદ્રાક્ષને ચિડાવતી...."રુદ્રાક્ષ... જોતો તારા કરતા મારા પગ વધારે રૂપાળા છે...."
   તો રુદ્રાક્ષ પણ ક્યાં ઓછો હતો?
     "રૂપાળા તો ગધેડા પણ હોય...."
          એવો જવાબ આપી નંદિનીને ખીજાવતો.
         હવે તો બંને સ્કૂલમાં પણ સાથે સાથે જવા લાગ્યા હતા. રુદ્રાક્ષને તો જાણે નંદિની નું ઘેલુ લાગ્યું ! થોડીવાર પણ જો એ નંદિનીને ન જુએ તો તે બાંવરો બની જતો. ક્લાસમાં પણ એ નંદિની bench ઉપર જ બેસતો અને નંદિનીને જોતો રહેતો. રિસેસ માં પણ બંને સાથે જ નાસ્તો કરતા અને સાથે જ ઘરે જતા. રુદ્રાક્ષની તો જાણે દુનિયા જ નંદિની ની આસપાસ ફરતી રહેતી. પણ નંદિની તો આ બધી બાબતોને બાળ સહજતાથી જ નિહાળતી. તેને તો રુદ્રાક્ષમાં પોતાની સાથે રમત રમતો એક ફ્રેન્ડ જ દેખાતો.
         આમ જ પ્રતાપ ગઢ માં રુદ્રાક્ષ અને નંદિની એ સાથે સાથે શૈશવના દસ વર્ષ પુરા કર્યા. હવે રુદ્રાક્ષ અને નંદિની દસ વર્ષના થઈ ગયા હતા.
            
          
            આજે નંદિની નો મૂડ ઓફ હતો. એનું મન રમવામાં નહોતું લાગતું કારણ કે.....
          આજે સવારે રુદ્રાક્ષ મંદિરમાં નહોતો આવ્યો એની સાથે  રમવા માટે . નંદિનીને થયું કે સ્કૂલમાં તો રુદ્રાક્ષ મળશે એથી એ  જલ્દી જલ્દી રુદ્રાક્ષને મળવા અને....
     "  રમવા કેમ ન આવ્યો...? " એમ પ્રશ્ન પૂછીને અધિકાર સાથે રુદ્રાક્ષને ધમકાવવા માટે સ્કૂલમાં પહોંચી....
         પાંચમાં ધોરણના ક્લાસરૂમમાં બધા સ્ટુડન્ટ્સ પ્રાર્થના કરી પોતપોતાની બેન્ચ પર ગોઠવાઈ ગયા હતા. નંદિની ની નજર બેન્ચ પર ગઈ પણ હજી રુદ્રાક્ષ આવ્યો નહોતો. ધીરે ધીરે એની નજર આખા ક્લાસરૂમમાં ફરી વળી પણ રુદ્રાક્ષ ન જ દેખાયો. એને થયું    "કદાચ એની તબિયત સારી નહીં હોય..... સાંજે દાદાજી આરતી માં આવશે ત્યારે પૂછી લઈશ ...."  પણ આજે નંદિની નું મન ભણવામાં પણ નહોતું લાગતું. ક્લાસમાં નીતા મેડમ maths નો પિરિયડ લેતા હતા પણ એ બધુ તો નંદિનીના માથા ઉપરથી જ જતુ હતું .એનું મન તો રુદ્રાક્ષના વિચારોમાં જ મગ્ન હતું ...."  રુદ્રાક્ષ આજે કેમ નહીં આવ્યો હોય....?  "
          રીસેસમાં પણ નંદિની નું મન નાસ્તો કરવામાં નહોતું લાગતું. એની ફ્રેન્ડ્સ રિયા અને મેઘના પણ નંદિનીને પૂછવા લાગી 
         " યાર નંદિની તું આજે કેમ કઈ બોલતી નથી ?..... ચાલને અત્યારે ફી પિરિયડ છે તો આપણે ગ્રાઉન્ડમાં આટો મારી આવીએ....."
        " તમે લોકો જાઓ મારુ મન નથી મારે નથી આવવું....." નંદિની મૂડ લેસ અવાજમાં બોલી. અને બસ એમ જ બેસી રહી.
          સાંજે સ્કૂલ છૂટ્યા પછી તે ઘરે જઈને આતુરતા પૂર્વક સાંજની આરતીની રાહ જોવા લાગી. નંદિનીને થયું કે ક્યારે દાદાજી આવે  અને ક્યારે હું રુદ્રાક્ષ વિશે એમની પાસેથી જાણુ.....
         નંદિની મંદિરના મુખ્ય દ્વાર પાસે જ ઉભી હતી. અને આરતી માં આવતા બધા માણસોને જોતી પણ રૂદ્રાક્ષના દાદાજી પણ આજે આરતી માં નહોતા આવ્યા. નંદિની પાછી ઉદાસ થઈ ગઈ. આરતી પત્યા પછી નંદિની એ એના પપ્પાને  પૂછ્યું.....
       "  પપ્પા આજે કેમ રુદ્રાક્ષ કે એના દાદાજી આરતી માં ન આવ્યા....? રુદ્રાક્ષ આજે સવારે મારી સાથે રમવા માટે પણ નહોતો આવ્યો.... અને તમને ખબર છે ?...... એ આજે સ્કૂલમાં પણ નહોતો આવ્યો...... એની તબિયત તો સારી હશે ને.....? "
            નંદિનીની  બાળ સહજ એક સાથે આટલા બધા પ્રશ્નોની હારમાળા સાંભળીને એના પપ્પા હસવા લાગ્યા. અને નંદિનીને કહ્યું.....
          " બેટા રુદ્રાક્ષના પપ્પા ધર્મેન્દ્ર ભાઈનો બિઝનેસ હવે વધવા લાગ્યો છે ,તેથી તે હવે મોટા શહેરમાં શિફ્ટ થવા માટે અમદાવાદ રહેવા જતા રહ્યા છે. જેથી કરીને તે તેમના ધંધા ને વધારી શકે . હવે તો એમનો પરિવાર અમદાવાદમાં જ રહેવાનો છે..."
           પપ્પાની વાત સાંભળી નંદિની ની  આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એને થયું કે....
   " રુદ્રાક્ષે  મને કહ્યું  પણ નહિ કે એ હંમેશા માટે અમદાવાદ રહેવા જતો રહેવાનો છે..."
       નંદિનીના નાનકડા દિલમાં દુઃખ સાથે ગુસ્સો પણ આવ્યો.
 
 
        રુદ્રાક્ષને પણ ક્યાં ખબર હતી કે એમને બધાને આજે અમદાવાદ રહેવા જવાનું છે...
આ  તો સવારે મમ્મીને પેકિંગ કરતા જોઈને રુદ્રાક્ષ પૂછવા લાગ્યો....." મમ્મી આપણે ક્યાંય  જવાનું છે...? "
       એની મમ્મીએ રુદ્રાક્ષને કહ્યું. " બેટા રુદ્રાક્ષ આપણે હવે અમદાવાદ શિફ્ટ થઈએ છીએ હવેથી આપણે બધા ત્યાંજ રહીશું તારું એડમિશન પણ અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં લઈ લીધું છે . હવેથી તારા પપ્પાનો બિઝનેસ અમદાવાદમાં જ કરવાનો હોવાથી આપણે બધા ત્યાં જઈએ છીએ"
    મમ્મીની વાત સાંભળીને રુદ્રાક્ષ તો shocked થઈ ગયો. એને થયું કે હવેથી મને નંદિનીને નહીં મળે ? હવેથી હું  નંદિની  સાથે નહી રમી શકું? હું કોને ખીજાવીશ ? કોની સાથે મસ્તી કરીશ ? કોની સાથે રમીશ ? મને અમદાવાદમાં નંદિની વગર કેમ ગમશે ?
         એનું મન એકવાર નંદિનીને મળવા અને તેની જોવા માટે તરસી રહ્યું હતું. એને મમ્મી ને કહ્યું..." મમ્મી હું મહાદેવના મંદિર જઈને આવું છું.  " આમ કહીને એ દોડવા જતો હતો તો એના હાથને મમ્મીએ પકડી લીધો. રુદ્રાક્ષે જોયું તો મમ્મી એને જવા માટે રોકી રહી હતી . એની મમ્મી રુદ્રાક્ષને કહેવા લાગી..." રુદ્રાક્ષ આપણે જવાનું મોડું થાય છે તારા પપ્પા બહાર ગાડી પાર્ક કરીને આપણી રાહ જુએ છે  ચાલ  ગાડીમાં બેસી જાતો...આજે જલ્દી પહોંચી જઈએ તો તારી નવી સ્કૂલ માં પણ એકવાર મળી આવીએ જેથી તુ   કાલે  સ્કૂલમાં જાય તો તને અજાણ્યું ના લાગે.... "
        " પણ મમ્મી મારી વાત તો સાંભળ પ્લીઝ......"
       " રુદ્રાક્ષ મેં કહ્યું ને નહિ......   "
        અને રુદ્રાક્ષ એના ફેમિલી  સાથે ચૂપચાપ ઉદાસ મને ગાડીમાં બેસી ગયો અને ગાડી અમદાવાદના રસ્તા ઉપર પૂરપાટ દોડવા લાગી......
  
         આમ રુદ્રાક્ષના ચાહવા છતાં પણ રુદ્રાક્ષ નંદિનીને મળ્યા વગર પ્રતાપ ગઢ થી મિલો દૂર અમદાવાદ તરફ રવાના થઈ ગયો હતો.....
 
 
 
                            ક્રમશઃ.........
 
 
 
 
 
 ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
      
           Hello friends
             
             અત્યાર સુધી વાંચનનો તો ખુબજ બહોળો અભ્યાસ રહ્યો છે પણ સ્વતંત્ર નવલકથા ના લેખનનો આ મારો પ્રથમ પ્રયાસ છે. જ્યારે માતૃભારતી બધા લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવા માટે આટલું સરસ પ્લેટફોર્મ પુરુ પાડતું હોય ત્યારે હું પણ મારી જાતને લેખન કાર્ય કરવા માટે ના રોકી શકી .મને આશા છે કે  મારી પ્રથમ નવલકથા "રુદ્ર  નંદિની" નું પ્રથમ પ્રકરણ તમને ખુબ જ ગમશે. વાચકમિત્રો મને અત્યારે તમારા સપોર્ટ ની ખુબ જ જરૂર હોવાથી જો તમને મારી આ કૃતિનું પ્રથમ પ્રકરણ પસંદ આવ્યું હોય ,તો મને વધારેમાં વધારે રેટિંગ આપી મારા ઉત્સાહને વધારો, જેથી હું હજી પણ વધારે સારું લખવાનો પ્રયાસ કરું..્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
 
          અને વાચકમિત્રો મારી આ નવલકથામાં આવતા બધાજ પાત્રો, તેમના નામ, સ્થળ, સૂચિ હોદ્દો, જાતિ, ધર્મ, સ્વભાવ બધું જ કાલ્પનિક છે તેમને કોઈપણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ કે સ્થળ સાથે કોઈ જ સબંધ નથી અને જો કાઈ એવું લાગે તો તે એકમાત્ર સંયોગ છે.   
                   _BHAVNA MAHETA