(આપણે આગળ જોયું કે દિગ્વિજયસિંહ અજય ને તેની બહેન ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે અને જો તે પોતાની બહેન ને બચાવવા માંગતો હોય તો એક રહસ્યમય ડાયરી પ્રોફેસર નાં ઘરે થી લાવી આપવા કહે છે પણ અજય તે શોધી શકતો નથી અને નિરાશ થઈ પાછો ફરે છે, હવે આગળ....)
માણસ મજબૂરીમાં શું નથી કરતો? પ્રમાણિક અજય આજે તેના જ આદર્શ પ્રોફેસરને ત્યાં ચોરી કરવા જઈ રહ્યો હતો. રીમાએ તેને ઘણી વખત તેના પિતાની સાથે જોયો હતો, નહિતર તે આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં કેમ આવવા દે? તેના પિતાના મોઢે ઘણી વખત અજયના વખાણ જ સાંભળ્યા હતા.
અજય જયારે પાછો જતો હતો ત્યારે તેનું ધ્યાન ત્યાં ડ્રોઈંગ રૂમ માં ટેબલ પર પડેલી ડાયરી પર જાય છે.શું આ તેજ ડાયરી નથીને? તેના મનમાં હજારો વિચાર ઘેરાઈ વળે છે.તેને કંઈક ઝાટકો લાગે છે. તે ડાયરી તરફ આકર્ષિત થાય છે! તે પોતાના જાત પર કંટ્રોલ ગુમાવી ચુક્યો હતો. પરિસ્થિતિ બગડતી રહી હતી, કોઈ અનહોની ન થાય તે પહેલા ફટાફટ ત્યાંથી નીકળી ગયો! ડાયરીના વિચારો તેના મગજમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા.
ઋતુ ફટાફટ રીમા ના ઘરે પહોંચી જાય છે. અજય તેને સામે જ મળે છે, પણ તેણે ઓળખયો નહિ!
રીમાની તેના પિતા અચાનક ગાયબ થવાના કારણે ઉદાસ હતી. તે મોઢું વિલું કરી સોફા પર બેઠી હતી. પ્રોફેસર ખૂબ શોખીન માણસ હતા. તેના ઘરનું રાચરચીલું, તેના ઘરમાં પ્રાચીન મૂર્તિઓ, તસ્વીરો તેના ઘરને સામાન્ય માણસના ઘરથી અલગ તારવતા હતા. ઋતુ આસપાસ જુવે છે તેને કોઈ દેખાતું નહી!
તેણે રીમા ને અજય વિશે પૂછયું!
"ક્યાં છે?"
"અસાઈનમેન્ટ માટે આવ્યો હતો, લાગે છે નીકળી ગયો!
પ્રોફેસરની એ ડાયરી કોઈ બીજી સભ્યતાની નાયાબ કિતાબ હતી. તેં ખૂબ જ પ્રાચીન હતી. તેવું તેને જોતા જ જાણી શકાય! તે કોઈ લુપ્ત થઈ ગયેલા જીવના ચામડામાંથી બનાવી હોય તેવું લાગ્યું! તેની પર ચિતરેલ કંકાલ ડાયરીની ભયાનકતાનો સાક્ષી હોય તેવું લાગતું હતું.
તેણે વીચાર્યુ કે આપણે ડાયરી ખોલી ને જોવું જોઈએ! ત્યાં જ તેના ઘરનો ફોન રણકે છે. ફોન તેના વિસ્તારનાં પોલીસ થાણામાંથી હતું.
"શુ તમે રીમાં યાદવ બોલો છો?"
"જી, હાં!"
" પ્રોફેસર. અજિત કુમાર યાદવ તમારા પિતા થાય છે?"
"જી હાં..."
"તમારે અત્યારે જ થાણે આવું પડશે!"
અજય ઘરે પોહચ્યો, તેનું માથું દુઃખી રહ્યું હતું. થાક અને ચિંતાઓના કારણે તેનો ચેહરો નિસ્તેજ થઈ ગયો હતો. અજય મુંબઈમાં એકલો જ રહેતો, અહીં તે અભ્યાસ માટે આવ્યો હતો. તેના માતા-પિતા તે બહુ નાનો હતો ત્યારે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો.તેની એક નાની બહેનને પણ હતી. નિમિ!તેણે નિમિને એક બે વર્ષથી મુંબઈમાં જ બોલાવી લીધી હતી.
અજય ઘર માં આવી ફટાફટ દરવાજો બંધ કરે છે.પોતાના રૂમ માં જતો રહે છે. તે ખુબ રડ્યો...તેને ચુપ કરાવવા વાળું કોઈ જ ન હતું.તેને બહેનની યાદ આવે છે. તે ફરીફરીને રડવા લાગે છે. ડૂસકાઓ લે છે. ક્યારે તે પડ્યો પડ્યો ઊંઘી ગયો તેણે ખબર ન રહી!
કલાક પછી તેની આંખ ખુલ્લે છે. તેનો શરીર પરસેવાથી નીતરી રહ્યું હતું. તેનો શ્વાસ રૂંધાય રહ્યો હતો.
તેણે ભયાનક સ્વપ્ન જોયું હતું! તેના બેડ પાસે પડેલી મેજ પરથી પાણી લીધું! પીતો રહ્યો! પણ તેનું ચિત્ત શાંત નોહતું થઈ રહ્યું!
તેણે સપનામાં ડાયરી જોઈ હતી! એજ ભયાનક ડાયરી, જાણે તે કોઈ ભયાનક ભૂતિયા ડાયરી હોય! તે ડાયરીના ઝાંખા પડી ગયેલા પાનાઓ તેણે ફરફરતા જોયા! તેણે ડાયરી પર કોતરેલા કંકાલને ચમકતું જોયું! તેની બિલકુલ નીચે કોઈ પ્રાચીન લિપિમાં કઈ લખેલું હતું. તેના ખૂણાઓ પણ ઊધઈ દ્વારા ખવાઇ ગયા હતા.તેનાં પર લાગેલી માટી તે ડાયરી જમીન માં વર્ષો સુધી દટાયેલી હોવાની સાક્ષી પુરતી હતું. નવાઈ ની વાત એ હતી કે અજય આ લિપિ ઉકેલી શકતો હતો..તેને અક્ષરો વંચાઈ રહ્યા હતા..ફરી તે અક્ષરો ધુંધળા થઈ જતા હતા. તે સ્પષ્ટ રીતે વાંચી ન શક્યો! અચાનક તે ડાયરી અંધારામાં લાલ રંગની પ્રકાશ થી પ્રકાશિત થઇ રહી હતી.તેની આસપાસ શક્તિશાળી પવનની વંટોળ ફુંકાવા લાગ્યા! તે પવનોએ ડાયરીને જમીન પરથી ઊંચકી લીધી!છે તેના પ્રાચીન પાનાઓ એક પછી એક ભયાનક રીતે આપોઆપ ઉથલવા લાગ્યા! તે સમયે ડાયરીમાંથી વિચિત્ર વિચિત્ર આવજો આવવા લાગ્યા! પેહલા કોઈ મંત્ર, પછી કોઈના બોલવાનો અવાજ, પછી કોઈ ઉપદેશ આપી રહ્યું હોય તેમ લાગ્યું! પછી તે આવજો એક સાથે તેને ચારેતરફથી આવવા લાગ્યા! કોઈની ભયાનક ચીખોએ તેને અંદરથી હચમચાવી દીધો હતો. તેની આંખ ખુલ્લી, તે અવાજો જાણે હજુ પણ તેની આસપાસ ગુંજી રહ્યા હોય! અજયને ભય લાગી રહ્યો હતો.તે પ્રાચીન ડાયરી થી ડરી રહ્યો હતો.તે આ બધા જમેલામાં નોહતો પડવા માંગતો પણ તેની મજબૂરી હતી. તેણે આ ડાયરી કેવી રીતે મેળવી તેની યોજના ઘડવા લાગ્યો! તે તેની બહેનેને ખૂબ ચાહતો હતો. તેની માટે તે કઈ પણ કરી શકે!
ક્રમશઃ