રહસ્યમય ડાયરી....1 HARVISHA SIRJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ડાયરી....1










પ્રોજેક્ટ નો વિચાર કરતા કરતા પ્રોફેસર રસોડામાં ગયા,આજ કાલ એ ઉંડા વિચારો માં ખોવાયેલ રહેતા હતા.કોફી બનાવતા બનાવતા પણ એ કંઈક વિચારો માં ગૂંચવાયેલ હતા. તે કોફી બનતી હતી ત્યારે એમાં આવી રહેલા ઊભરા જોઈ રહ્યા . ત્યાં પાછળ થી એમની દીકરી રીમા આવી.ઉતાવળ માં ગેસ બંધ કર્યો અને બોલી પપ્પા આજ કાલ તમારું ધ્યાન ક્યાં છે,કોઈ મુશ્કેલી છે? કોલેજ માં બધું બરાબર ચાલે છે ને તમને કેટલા દિવસ થી કહું છું કે હવે કોલેજ છોડી દો ,


રીમા પ્રોફેસર ની એક માત્ર પુત્રી હતી. બંન્ને મુંબઈ માં એક નાનકડા ફ્લેટ મા રહેતા હતા.તેમના પત્ની તો ખુબ જ નાની ઉમર માં એમને અને રીમા ને છોડી ને આ દુનિયા માંથી વિદાય લઈ ચુક્યાં હતાં.નાની ઉમર માં તેને ઘણા મિત્રો એ ફરી લગ્ન કરી લેવાનું કહ્યું,પણ પ્રોફેસર એ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે મારી માટે મારી રીમા થી વધારે કઈ જ નથી.ત્યારથી તે અને રીમા મુંબઈ રહેવા આવી ગયા હતા અને તેઓ એક કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.



એક પિતા તરીકે અને એક માતા તરીકે બંને ની ફરજ નિભાવવી એ કઈ સહેલું ન હતું,તેઓ ઘણી વખત ટૂટી પડતા પણ કહેવાય છે કે"સમય દરેક મુશ્કેલી ની દવા છે"ધીમે ધીમે તેઓએ પોતાની જાતને સંભાળી લીધી અને સાથે સાથે રીમા ને પણ.રીમા પણ ખુબજ ડાહી છોકરી હતી તે સમજણી થઈ ત્યાર થી પોતાના પપ્પા નો ખ્યાલ રાખતી.પ્રોફેસર ઘર સંભાળે,કોલેજ ના કામ માં પણ ક્યારેય કોઈ ફરીયાદ ન મળે અને તેમ છતાં તેઓ વાંચવા નો ભારે શોખ ધરાવે.રજા ના દિવસે તે લાયબ્રેરી એ પોહચી જ જાય,રીમા પણ સમજતી થઇ ત્યાંરથી પપ્પા જોડે લાયબ્રેરી એ જતી.


પ્રોફેસર હમણાં એક પુસ્તક વાંચી રહ્યા હતા,અને એ જ કારણ હતું કે તેઓ હમણાં ઊંડા વિચારો માં ખોવયેલા રહેતા.આવું પહેલી વાર બન્યું હતું કે કોઈ વાત ને લીધે પ્રોફેસર આટલા વિચારો માં રહેતા હતા, તેઓ કોલેજ માં પણ ખુબજ વ્યસ્ત રહેતા જો તેમને બે લેકચર ની વચ્ચે સમય મળે તો પણ તે પુસ્તક ખોલી ને બેસી જતા,તેઓ ને આ પુસ્તક ફટાફટ પુરું કરવા ની ઈચ્છા હતી અને તેના થી પણ વધારે ઉતાવળ હતી તેઓ ને આ પુસ્તક માં લખેલું શોધવા ની, ....................

( શું લખેલું હતું આખરે આ પુસ્તક માં?? અને પ્રોફેસર ને શું શોધવું હતું??, ઘણા સવાલો છુપાયેલા હતા આ પુસ્તક માં........)

આજે છેલ્લો દિવસ છે આજે તો હું આ પુસ્તક પૂરું કરી જ દઇશ!!!!!! ..........પ્રોફેસર એ લાંબો રાહતનો શ્વાસ લીધો રાત ના લગભગ નવેક વાગવા આવ્યા હતા અને રીમા પ્રોફેસર ને વારંવાર જમવા માટે બોલાવી રહી હતી ,રીમા એ કહ્યું પપ્પા હવે છેલ્લી વાર કહુ છું મારા પેટ માં ક્યારના ઉંદરો કુદે છે! અને આજે તમારી પસંદ નું જમવા નું બનાવ્યું છે પણ મને લાગે છે કે હવે આ બધું હું એકલી જ ખાઈ જઈશ....!!પ્રોફેસર હસતા હસતા ઉભા થયા અને બોલ્યા કે તુ મને આ પુસ્તક પુરું નહીં કરવા દે શાંતિથી ચાલો જમી લઇએ .

જમતાં જમતાં રીમા બોલી પપ્પા એક વાત પૂછું????,પ્રોફેસર હસતા હસતા બોલ્યા હા પૂછો અને તેને ચીડવવા ઉમેર્યું કે "જવાબ આપવો ના આપવો એ તો હું જ નક્કી કરવાનો ને!!!!!!"રીમા એ બંને નેણ ધનુષ ની માફક ચડાવ્યા અને પછી પુછ્યું " પપ્પા હું ઘણા દિવસ થી જોઈ રહી છું તમે પેલા પુસ્તક છે એ ઘણા સમય થી વાંચી રહ્યા છો એ શેની વિશે છે??"

હવે વારો પ્રોફેસર નો હતો......તેણે ઉંડો શ્વાસ લીધો પછી પૂછ્યું " કે તને મારા પર ભરોસો છે??" રીમા એ કહ્યું આ કેવો સવાલ છે!!!,અને મારાં સવાલ જોડે તેને શું લેવાનું..પ્રોફેસર એ કહ્યું પહેલા કે તો ખરાં.રીમા એ કહ્યું "મારાં થી પણ વધારે મને તમારી પર વિશ્વાસ છે"આ સાંભળીને પ્રોફેસર ની આંખ માં એક ચમક આવી અને બોલ્યા " તો સાંભળ હું જે કહેવાનો છું એ કદાચ તું નહિ માને પણ સાચું કહું છું આપણા દરેક મનુષ્ય ના ત્રણ સ્વરૂપ છે બસ કોઈ સારા છે તો કોઈ ખરાબ અને મારે એ જ વાત સાબિત કરવી છે બસ તારી મદદ જોઈએ છે બોલ તુ સાથ આપીશ ને???" ......પ્રોફેસર આખી વાત એક શ્વાસ એ બોલી ગયા.

રીમા આશ્ચર્ય માં મુકાઈ ગઈ!!!!અને કહ્યું પપ્પા પહેલા શ્વાસ લો અને પછી મને શાંતિ થી કહો કે વાત શું છે...પ્રોફેસર એ કહ્યું કે બસ છેલ્લી એક ઘટના વાંચવાની બાકી છે તું જમીને સુઈ જા હું તને કાલે આખી વાત કહું રીમા ફરી અકળાઈ અને બોલી " ભલે હું જાગીશ પણ તમારે વાત તો આજે જ કહેવી પડશે" પ્રોફેસર એ કહ્યું સારું મારી નાની રાજકુમારી જાગો .આપણે થોડી વાર પછી મળ્યા આટલું કહી તે ફરી વાંચવા માં મશગુલ બની ગયા.રીમા એ તો આજે ફટાફટ કામ પતાવી દીધું અને પછી પપ્પા પાસે ગઈ,પણ ફરી......આશ્ચર્ય!!!!!!!પ્રોફેસર ની રૂમ નો દરવાજો બંધ હતો અને લાઈટ પણ બંધ . તે ડરી ગઈ.અને બુમો પાડીને પપ્પા ને બોલાવવા લાગી પણ અંદર થી કઈ આવાજ આવ્યો નહિ. નાછુટકે તેણે દરવાજો તોડયો અને આ શું?????,બારી નો કાચ ગાયબ હતો અને કબાટ માંથી પ્રોફેસર ના કપડાં.......રીમા ને ચક્કર આવી ગયા તેને બધું ગોળ ગોળ ફરતું દેખાતું હતું અને તે બેભાન થઈ ને પડી..........




શું થયું આખરે પ્રોફેસર ને????અને તે આમ અચાનક ક્યાં જતા રહ્યા ??શું હતું આખરે આ છેલ્લી ઘટના માં?????આવા તમામ પ્રશ્નોના જવાબ મળશે તમને આવતા અંક માં જાણવા માટે જોડાયેલા રહો અને તમારા બધા જ સુચન ખુબ આવકાર્ય છે☺☺☺