અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૨) Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૨)

આગળ નાં ભાગમાં આપણે જોયું કે વાર્તાનો નાયક શોપી ઠંડીથી બચવા માટે જેલ માં જવાનું વિચારે છે અને એના માટેના પ્રયત્નો શરુ કરે છે, જેમાં પ્રથમ પ્રયત્નોમાં નિષ્ફળતા મળતા એ અન્ય પ્રયન્ત કરે છે. હવે આગળ જોઈએ ...

પોલિસમેન જ્યારે ગુસ્સામાં શોપી ને પૂછે છે કે ત્યારે શોપી હસતા હસતા કહે છે, તમને એટલી પણ ખબર નથી કે આ કામ મારું હોઈ શકે. સિપાઈનો દિમાગ શોપી ને ગુનેગાર માનવા ઇનકાર કરી દીધુ. બારીના કાચને પથ્થર મારીને તોડનાર પોલીસ સાથે વાતચિત કરવા ઉભા થોડી રહે છે ? એ તો તરત જ ભાગી જાય છે. પોલીસમેને થોડી દુર બસ પકડવા ભાગતા વ્યક્તિનેજોઈ અને તરત જ એની પાછળ ભાગ્યો. બે વાર અસફળતા મળતા શોપી નિરાશ થઇ ગયો. અને નવી યુક્તિ શોધવા લાગ્યો.

સડકની બીજી બાજુ એક સાધારણ હોટલ હતું. ત્યાં નાના પાકીટ અને મોટા પેટ વાળા ગ્રાહકો આવતા હતા. ખરાબ વર્તન અને ઘોધાટીયું વાળું વાતાવરણ, પાણી વાળી દાળ અને ખરાબ ટેબલ. અહિયાં શોપી રોકટોક વગર પોતાની ફાટેલી પેન્ટ અને શુઝ સાથે અંદર જાય છે. અને ટેબલ ઉપર પહોંચી પેટ ભરીને કબાબ, કોફતા અને કેક ખાય છે. ત્યાર પછી વેઈટરની સામે એનું રહસ્ય ખોલે છે કે તેની પાસે રૂપિયા નથી. અને સાથે સાથે એવું પણ કહે છે કે પોલીસને બોલાવો ખોટો ટાઈમ પાસ ન કરો. લાલ આંખો બતાવતા કઠોર અવાજમાં વેઈટરે કહ્યું કે તારા માટે પોલીસની શી જરૂર છે, એમ કહીને એને એના માણસો ને બોલાવ્યા અને થોડીકજ વાર માં શોપી મહાશય બીજી વખત સડક ઉપર આવી ગયા. સોપી ઉભો થયો અને કપડા ઉપરની માટી ખંખેરવા લાગ્યો. આજે એના નશીબમાં પોલીસ નાં હાથે પકડાવવાનું લખેલ ન હતું. અને એ એને સુખ આપનારી જેલ થી ખુબ જ દુર હતું એવું એને લાગ્યું. સામે ઉભેલો પોલીસ એની સામે જોઈ ને હસતો હોય એવું લાગ્યું એને. કેટલોક સમય આમતેમ ફરીને શોપી એ પોલીસનાં હાથે પકડાવવા નાં પ્રયત્ન ફરી શરુ કર્યા.

એની નજર સામેની બાજુ એક દુકાન ઉપર એક સુંદર યુવતી ઉપર પડી જે દુકાનની બારી માંથી દુકાનમાં રાખેલ વસ્તુઓને ધ્યાન પૂર્વક જોતી હતી. ત્યાં નજીકમાં જ એક પોલીસમેન ઉભો હતો. શોપીએ આ વખતે સ્ત્રીઓની છેડછાડ કરનાર એક ધૃણિત અને તૃચ્છ વ્યક્તિનો અભિનય કરવાની યોજના બનાવી. પોતાના સીધાસાદા સિપાહીનું મુખ જોઈ તેમજ એક પોલીસમેન ને તેની બાજુમાં જ જોઇને સોપીએ વિચાર્યું તરતજ સિપાહીના મજબુત પંજાની પકડમાં આવી જશે અને ઠંડી ની ઋતુ દરમ્યાન જેલ માં પહોચવાનો રસ્તો આસાન થઇ જશે. સોપી એ પોતાની ટાઈ બરાબર કરી અને પોતાના હાથ ખીસા માંથી બહાર કાઢ્યા. અને પેલી યુવતીની સામે ત્રાંસી આંખે જોયું, ઈશારો કર્યો અને એને જોઈને ગુંડા જેવી વર્તણુક કરવા લાગ્યો સાથે જ એ પણ જોઈ લીધું કે પોલીસમેન એને ગુસ્સામાં જુએ છે. પેલી યુવતી બે ત્રણ ડગલા પાછળ ગઈ અને દુકાન અંદરની વસ્તુઓ ને જોવા લાગી. સોપી એના પાછળ ગયો અને પૂછ્યું કઇક કરવાનો વિચાર છે ? પોલીસમેન એને જોઈ રહ્યો, હવે યુવતી નાં એક ઇશારાથી પેલો પોલીસ અહિયાં આવી જશે અને એનો રસ્તો સાફ થઇ જશે એવું શોપી ને લાગ્યું. પરતું યુવતી એ એની સામે જોયું અને પોતાના હાથ સોપીનાં ગળા માં નાખી ને કહ્યું કેમ નહિ હું તો ખુદ તારી પાસે આવવાની હતી. પેલી યુવતી ને લઇને સોપી પોલસમેન પાસે થી પસાર થયો એને લાગ્યું કે પોલીસમેન એને જોઈ ને હસવા લાગ્યો છે.

થોડાક દુર જઈ ને સોપી એ પોતાની જાત ને પેલી યુવતી થી અલગ કરી અને ભાગવા લાગ્યો. થોડુક ભાગી ને એ એક એવા રસ્તા ઉપર ઉભો હતો જ્યાં અમુક પ્રેમીઓ હતા જે શરાબની પાર્ટી સાથે નાચતા હતા. તેઓએ ખુબ જ સરસ વસ્ત્રો પહેન્યા હતા. સોપી ને વિચાર આવ્યો કે એને પહેનેલા કોર્ટ અને ટાઈ ને લીધે પોલીસ એને પકડતી ન હોય એવું બને ? હવે સોપી નાં મન માં એક દારૂડીયા ઓ અભિનય કરવાનો વિચાર આવ્યો. એ ત્યાં જઈ ને ઉભો રહ્યો જ્યાંથી પોલીસમેન બિલકુલ નજીક હતો. તેને દારૂડિયાની જેમ જોરથી ગાવાનું અને નાચવાનું ચાલુ કરી દીધું પરતું પોલીસમેને એને જોઈ મોઢું ફેરવી લીધું અને એક વ્યક્તિ ને કહેવા લાગ્યો કે આ કોલેજીયન છે આજે તેઓ હાઈકોર્ટ કોલેજ સામે જીત્યા છે એટલે પાર્ટી બનાવવા અહિયાં આવ્યા છે ડરવાની જરૂર નથી. એ લોકો ને કઈ ન કરવાનું અમને ઓર્ડર છે. ઉદાસ થઇ ને સોપીએ આ અસફલતાનો ત્યાગ કર્યો. એના મન માં પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું આજે પોલીસ એને નહિ પકડે? એને જેલની કલ્પના અપ્રાપ્ય સ્વગ જેવી લાગીટી હતી. એને ઠંડી થી બચવા બટન બંધ કર્યા.

સામેના રસ્તા ઉપર એક સિગારની દુકાન હતી. ત્યાં એક વ્યક્તિ સિગાર સળગાવી રહ્યો હતો. અંદર જતી વખતે એ વ્યક્તિએ પોતાની છત્રી દરવાજા માં મૂકી હતી. સોપી અંદર ગયો અને અને પેલી છત્રી ઉઠાવી લીધી. અને ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. સિગાર વાળા વ્યક્તિએ એને કહ્યું મારી છત્રી છે. સોપી એ કડક અવાજઆ કહ્યું શું સાચેજ તારી છત્રી છે. તો પછી તમે પોલીસને બોલાવો, જલ્દી બોલાવો રસ્તા ઉપરજ પોલીસ છે. છત્રીનાં કહેવાતા માલિકે પોતાની ચાલ ઓછી કરી, સોપીને હવે સંકા ગઈ કે આ વકતે પણ ભાગ્ય એનો હાથ ન છોડી દે. પોલીસવાળો બંને ને જોતો રહ્યો. છત્રી વાળા એ કહ્યું તમને ખબર છે આવી ભૂલ ટો થઇ જાય છે. જો આ છત્રી તમારી છે તો એને લઈ લો અને મને માફ કરો. છત્રી નો કહેવાતો માલિક છત્રી છોડી ને ભાગી ગયો. સોપી આ પૂરી ઘટના થી કંટાળી ને એક રસ્તા ઉપર ચાલવા લાગ્યો. એને ગુસ્સા માં છત્રી ને ફેકી દીધી માથા ઉપર લોખંડની ટોપી અને હાથ માં દંડો લઇ ફરતા પોલીસમેન ઉપર એને ગુસ્સો આવવા લાગ્યો. છેલ્લે સોપી એવા રસ્તા ઉપર પહોંચ્યો જે રસ્તાથી થઇ ને મેડીશીન ચોક તરફ જવાતું હતું. ઘરનો મોહ મનુષ્યને પોતાની તરફ ખેંચે છે પછી ભલે ને એ નો ઘર કોઈ ચોક માં રાખે બેંચ જ કેમ ન હોય.

પરંતુ એક શાંત રસ્તા ઉપર સોપી ઉભો રહી ગયો ત્યાં રસ્તા ઉપર એક જુનો ગિરજા હતો તેની તૂટેલી બારી માંથી સુંદર સંગીત અને ઓછો પ્રકાસ આવતો હતો. આવતા રવિવારની પ્રાથના માટે ની આ તૈયારી માટે પિઆનો વગાડવામાં આવતું હશે એવું સોપી એ માન્યું. પ્રાથર્નાનાં શબ્દો સોપી શાંતિ થી સાંભળી રહ્યો હતો. કેમ કે એ પ્રાથનાથી પરિચિત હતો. એને એ જમાનામાં સાભળ્યું હતું જ્યારે એના જીવનમાં પણ પવિત્ર વિચાર, સાફ કપડા, માં બહેન અને મિત્રો પણ હતા. સોપીના મનની સહનશીલતા અને ગીરજાના પવિત્ર પ્રભાવનાં લીધે સોપીની અંતર આત્મામાં એક અદ્ભુત પરિવર્તન આવ્યો. એને પોતાની જાતમાં જોવાનો પ્રયત્ન કર્યો જેમાં એ પડી ગયેલ હતો. અધ:પતન નાં એ દિવસો ધૃણિત આકાંશાઓ, નિષ્ફળ આશાઓ ધ્સ્મૃવસ્તિત માણસો જેઓને આત્યારે સુધી એનો આવો અસ્તિત્વ બનાવ્યો હતો, એ સ્મૃતિ પટ પર ઉભરી આવી. અને બીજી જ ક્ષણે એનાં હદયમાં નવા વિચારનો ઉત્સાહ પૂર્વક સમાધાન કરી લીધો. એના હદય પોતાના દુભાગ્ય સાથે લડવાની પ્રબળ પ્રેરણા ઉત્પન્ન થઇ. અને આ અવસ્અથા માંથી બહાર નીકળવાનો નિશ્નેચય કર્યો. એ ફરીથી પોતાની જાતને મનુષ્ય બનાવવા જે નિષ્પ્રફળતાઓ આવે છે એનેથી જીઈત મેળવશે. હજુ પણ સમય છે એની ઉમર પણ કઈ વધારે થઇ નથી. અને પોતાની જૂની આકાંશાઓ ને પુન:જીવિત કરી, ડગમગાવ્યા વગર પૂરી કરશે. પીઆનાનો મધુર સંગીત એની આત્મામાં હાલચલ મચાવી દીધી. કાલે સવારેજ એ બજારમાં જઈ ને કામ શોધી લેશે. એક વેપારી એ એને ડ્રાયવરની નોકરી કરવા કહ્યું હતું, કાલે એને શોધી ડ્રાયવર ની નોકરી કરવાનું શરુ કરશે.

અચાનક સોપીએ એક મજબુત પકડ નો અનુભવ કર્યો ચમકીને ઝડપ થી પાછળ જોયું તો પોલીસમેન ઉભો હતો. પોલીસમેને ગુસ્સાથી પૂછ્યું અહિયાં શું કરે છે. સોપીએ કહ્યું કઈ નહિ. પોલીસમેને કહ્યું કઈ નહિ કરતો તો ચાલ મારી સાથે. પોલીસમેન સોપીને સાથે લઇ ગયો. બીજા દિવસે મેજીસ્ટ્રેટ દ્વારા સોપી ને ત્રણ મહિના ની સખત કૈદ થઇ.

*** સમાપ્ત. ***