Bhedipravas books and stories free download online pdf in Gujarati

ભેદીપ્રવાસ

----------ભેદીપ્રવાસ-------------

1:-પરિચય

સૌ પ્રથમ શરૂઆત કરું તો ,અમે ચાર મિત્રો હતા.આ એ દિવસો ની વાત છે જ્યારે અમે ચારે મિત્રો કોલેજ કાળ ના પ્રથમ વરસ માં હતા.સૌ પોતપોતાના ઘરે આવેલા હતા.એ સમયે નક્કી કર્યા મુજબ એક દિવસ અમે સૌ પ્રવાસ નું આયોજન કરવા બેઠા ,સૌએ સાથે ભોજન લીધું .ત્યારબાદ સૌ સાથે મળીને ચર્ચા ઓને વેગ આપવાનું શરૂ કર્યું.અરે હા મારા ચારે મિત્રો ની ઓળખ આપવાનું તો ભૂલી જ ગયો ,તો ચાલુ આપી દઉં એમની ઓળખ.સૌ પ્રથમ તો મારો જ પરિચય આપું તમને,હું કલ્પ,આ કથા સ્ત્રોત નો નાયક.મારી વાત તમને વખત આવ્યે કરું તો જ સારું રહેશે.પછી આવે છે મારો ખાસ મિત્ર,એના જેવો ચપળ,બહાદુર જવલ્લે જ ક્યાંક જોવા મળશે તમને,નામ એનું વિનીત.આ પછી આવે છે મારો ત્રીજો મિત્ર,અજય સ્ફૂર્તિલો જુવાનિયાઓ જ જોઈ લો જાણે .એને ટ્રેકિંગ નો બઉજ શોખ,ગમે તેવા પહાડો ચડી જાય,એને આવી રોમાંચિત કારનારી જગ્યાઓ બઉ ગમે .આ પછી આવે છે મારો નવો મિત્ર .જેને અમે થોડાક સમય થીજ ઓળખતા થયા હતા.પણ એ મિત્ર અમને જો ન મળ્યો હોત તો આજે તમારો આ વાર્તાનાયક તમને આ અદભુત સફર નો સંગમ ના કરાવી શક્યો હોત.આ મિત્ર નું નામ હતું જયેશ.એને વનસ્પતિશાસ્ત્ર માં વિશિષ્ટ રુચિ હતી.ગમે તે વનસ્પતિઓ ને સુંઘી ને એના લાભાલાભ કરવા લાગતો.એ બીજી ઘણી બાબતો માં પ્રવૃત હતો.પણ એક વાત હતી કે અમને કશું કેહવા માંગતો હોય પણ કઇ ના શકતો હોય એવું લાગ્યા કરતું,અમને લાગતું કે કંઈક આ રહસ્યો અમારાથી છુપાવે છે,જે અમને કઇ નથી શકતો.

તમને થશે કે વાર્તાનાયક શા માટે આવું કહેતો હશે,એ તમને અત્યારે નઇ સમજાય.પણ યાદ રાખજો આ માહિતી મને જેમ ઉપયોગી થઈ એમ તમને તો સૌથી વધુ ઉઠકનતા જગાડવા વાળું પાત્ર સાબિત થશે.

2. પ્રવાસ નક્કી થયો.

આ બાબતો માંથી નીકળી હવે આપણે પાછા આવીએ આપણા મિત્રો પાસે.આપણા મિત્રો ચર્ચા માં વ્યસ્ત હતા .સૌ કોઈ પોતાના પ્રમાણે પ્રવાસ ક્યાં કરવો એ બાબતે સુજાવ આપતા હતા.ત્યાંજ આપણાં રહસ્યમિત્ર એ સુજાવ આપ્યો કે આપણે વલ્લભપુર જવું જોઈએ. વલ્લભપૂર એ અમારા ગામ થી 100 કિલોમીટર ના અંતરે પડતું હતું.ત્યાંથી થોડેક દૂર જ જંગલમાં થઈ ને થોડેક દુર વોટરસિટી નામનું રિસોર્ટ આવેલું હતું.અમે સૌએ ત્યાં જવાની એની વાત માન્ય રાખી.ચાર જણા જયેશ ની ગાડી માં જવાનું નક્કી કર્યું.સમય પણ નકકી થઈ ગયો કે શુક્રવારે નીકળી જવું વહેલા.આજ નો વાર હતો મંગળવાર.એટલે અમને ઠીક દિવસો મડી રહેવાના હતા .જેમાં અમારે થોડાક જે કામ હોય તે આટોપી લેવાના હતા.પણ મને શું થયું ખબર નઇ મારાથી જયેશ સામે જોવાઈ ગયું . એણે અમને સ્થળ સૂચવ્યું પરંતુ અમારી હા થતા ની સાથે જ એ કૈક રહશ્યમઇ વિચારો મા ખોવાઈ ગયો હતો.પરંતુ મેં એની તરફ ધ્યાન આપવાની બદલે બીજી વાતો માં ધ્યાન પરોવ્યું.આમ અમારા ભેદી પ્રવાસ નું પ્રથમ ચરણ પાર પડ્યું.પરંતુ આ મારા જેવાને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ ભેદી પ્રવાસ માં પરિણમશે.

3:-આખરે દિવસ આવી ગયો

આજે હતો દિવસ ગુરુવારનો અમે એ દરમ્યાન અમારા બધા કામો આટોપી લીધા હતા.અમારી મમ્મી ઓએ અમારા માટે ખુબજ ગણો બધો નાસ્તો બનાવી રાખ્યો તો.મારા વાચક રસિકો ને હવે એનું વર્ણન કરીશ તો મારા વાચકો મારા અનુભવ ને બાજુ માં મૂકી ને નાસ્તા ને વખાણવા બેસી જશે.માટે એ બાજુ તમને લોકોને વધારે નથી ખેંચી જતો.રાત્રે સૂતા સમયે મારા મનમાં ક્યાંક ઊંડે ઊંડે ,પણ એવું થતું હતું કે આ પ્રવાસ અમારા બધા પ્રવાસો કરતા અલગ જશે.આવા વિચારો ની ગડમથલ માં મને ક્યારે ઉંઘ આવી ગઈ એ ખ્યાલ ન રહ્યો.સવારે વહેલા ઉઠી ને અમે સૌ તૈયાર હતા. ચારે મિત્રો એક જગ્યાએ ભેગા થવાના હતા,મંદિર પાસે.અમે સૌએ દર્શન કરી લીધા ત્યાં જયેશ પણ આવી પોહચ્યો.અમે સૌ એની ગાડી માં ગોઠવાયા.મેં દર્શન કરવા ના સમયે મન માં ભગવાન પાસે અમારો પ્રવાસ સારો થાય એની પ્રાર્થના કરી હતી.અમે સૌએ ફોન સાથે લીધા તો હતા પણ બધાની એક જ જીદ હતી કે સૌએ પોતાના ફોન એક જગ્યા એ મૂકી દેવા ને પ્રકૃતિ નો આનંદ માણવો. આમ અમારો પ્રવાસ વાળો દિવસ આવી પોહચ્યો હતો અને આવા યાદગાર પ્રવાસ નો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો

4:-વલ્લભપુર પોહચ્યા

પ્રવાસ નો આનંદ માણતા અમે આવી પોહચ્યા હતા વલ્લભપુર. એક સુંદર નયનનરમ્ય ગામ.જ્યાં આખો ને ઠંડક ને શરીર ને તાજગી વાળો શ્વાસ ઉપલબ્ધ હતો.શહેર ની ઝાકઝમાળ થઈ દૂર આ શાંત ગામ નું વર્ણન કરતા રોમ રોમ રીમાંચિત થઈ ઉઠતું હતું.એના વર્ણન માં એવું કંઈ શકાય કે આ ગામડું એક સમયે ખૂબ જ જાહોજલાલી ધરાવતું હશે.પણ કાળ ને આગળ કોણ થયું છે.સમય જતાં આ નગર માં જાહોજલાલી સાથે વસ્તી પણ નહિવત થઈ ગઈ હતી.છુટ્ટાછવાયા ઘરો સિવાય કોઈ માણસ જીવતું દેખાઈ આવે તો પણ નવાઈ લાગે. પણ એક વાત કહેવાનું ચુકી જાઉં હું તો મારા નામ ને કલંક લાગે,આ નગર નું કૂદરતી સૌંદર્ય આજે પણ એવું જ જળવાઈ રહ્યું હતું.રાત ના અંધારા માં ખંડેર લાગતું ભેંકાર ગામડું જ્યાં કોઈ હિંમત વાળું જતા પણ બીએ, ત્યાં સવારના એના જાહોજલાલી વાળા ખંડેરો એકદમ જુસ્સાદાર અડીખમ ઉભેલા રાજમેહલો જેવા ભાસતા હતા.એના પર થી જ કઇ શકાય કે આજના સમય નું આ ખંડેરપુર મતલબ કે વલ્લભપુર કેવા માં મોભા ધરાવતું હશે.પરંતુ એના એક ભાગ માં હજી પણ વસ્તી ધીક્તિ હતી.એ ભાગ માં વસ્તી સાથે ખાણીપીણીની એક બે રેસ્ટોરાં પણ હતી.અમે આજે એક દિવસ અહીંયા વિતાવવાનો નિર્ણય કર્યો.અમે એક અરામગૃહ માં ઉતારો રાખ્યો.સાંજ નો સમય થવા આવ્યો હતો.ધીમે ધીમે નયનરમ્ય શહેર પોતાના અસલરૂપ ના દર્શન દેતું હતું.જાણે કહેતું ના હોય કે આવી દશા તમારી પણ થવાની છે.પણ એ વાત નો મર્મ અમને અત્યારે ક્યાંથી સમજાય.રાત્રે અમે સુવા જતા હતા.મેં પણ લંબાવ્યું, પણ સાથે જ બારી ની બારે જોતા જુના શહેર વિશે યાદ આવતા જ મારું મન વિહ્વળ થઈ ગયુ,કે આ પ્રવાસ અમને શુ દેખાડવા માગતું હતું.સાથે જ પેલી જયેશ ના રહસ્યમય સ્મિત વિશે વિચારતા મારુ મન ઉદવિઘ્નન થઈ ગયુ,પરંતુ જે થશે તે સારા માટે થશે એમ વિચારી ને મન ને સુવા તરફ માંડ્યું.આમ અમારો ભેદી પ્રવાસ નો બીજો પડાવ પૂરો થયો.પરંતુ અમે અમારા રહસ્ય થી એક પગલું પાસે પોહચી ગયા હતા.

5:-જંગલ માં પ્રવેશ

બીજા દિવસે અમે સવારે નાસ્તો કરી ને નીકળવા લાગ્યા.પણ કોણ જાણે કેમ માંરૂ મન શાંત થવાનું નામ જ નતું લેતું.પરંતુ મને એમ થયું કે પ્રવાસ ના રોમાંચ ને કારણે આવું થતું હશે.મેં એને જતું કર્યું.અમે અમારા માટે થોડોક જરૂરી નાસ્તો સાથે લઈ લીધો.ને જયેશ એ ગાડી ઉપાડી,પરંતુ કોણ જાણે કેમ આજે એ અલગ જ દેખાતો હતો.એના પગ ઉપાડતા જ નહોતા.પણ એને ગમે તેમ કરી ને ગાડી હંકારી.અડધો કલાક પછી અમે જંગલમાં પ્રવેશ કરતા હતા.ત્યાં જ મેં ફરીથી નોંધ્યું કે જયેશ પેહલા કરતા પણ વધુ મુશ્કેલી માં જણાતો હતો.મેં પૂછ્યું પરંતુ એને મને કહ્યું કે કઈ નઈ એતો અમસ્તું જ છે.ત્યારબાદ અમે ધીમે ધીમે આગળ તરફ વધવા લાગ્યા.જેમ અમે અંદર જતા હતા તેમ તેમ જંગલ વધુ ને વધુ ગાઢ થતું જતું હતું.થોડીક વાર પછી તો સૂર્ય નો પ્રકાશ પણ વચ્ચે વચ્ચે અલ્પ માત્રા માં દેખાતો હતો.જયેશ ને ગાડી ની બત્તી ચાલુ કરવી પડી.પરંતુ હું આગળ કાઈ જણાવું એ પેહલા જંગલ નું વર્ણન કરવું એ મારી ફરજ માં આવે છે,આ જંગલ ,મેં જતા જ નોંધ્યું હતું કે બઉ જ રમણીય હતું.શુ એની સુંદરતા ની શુ વાત કરવી.એના માટે શબ્દો ઓછા પડે તેમ હતા.સાક્ષાત સ્વર્ગ માંથી કોઈ એ આ બાગ એટલે કે જંગલ ઉભું કર્યું હતું એવી અનુભૂતિ થઈ રહી હતી.આવો અનુભવ મેં કર્યો તો વિચાર કરી જુવો માંરા મિત્રો ની શુ હાલત થઈ હશે,ને થાય જ ને આ જંગલ કોઈને પણ મોહિત કરી નાખે એવું હતું.પરંતુ મારા વાચકો ને ફરીથી એવું લાગશે કે આ લેખક ગાંડો થઈ ગયો લાગે છે,કેમકે સારા વિચારો હંમેશા પોતાની પાછળ કૈક ને કૈક ખરાબ વિચારો નો તર્ક લાઇ આવતો હોય છે.એવી જ રીતે મારા મન ની અનુભૂતિ કૈક ઔર કહેતી હતી ને મગજ ને અનુભુતિ કાઈક બીજુ જ. આવા અનુભુતી ના સાગરો માં મારૂ આ મન વહેતુ જતું હતું.

6:-આપત્તિઓ શરૂ

અમે આવી જ રીતે વાતો કરતા જઇ રહ્યા હતા,ત્યાંજ એકાએક વાતાવરણ માં પલટો આવ્યો.ગોર અંધારું છવાઈ ગયું.અચાનક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો.વીજળી ના ગડગડાટ તો કોઈ પોચા હૃદય ના ને સીધો ઉપાડી લે એવો હતો.પરંતુ થોડીક જ ક્ષણો માં બધું હતું તેમ શાંત થઈ ગયું.પરંતુ આ શું!!! મેં જૉયું કે જયેશ કોઈક જાત નો ભય પામી ગયો હતી અથવા તો એને આવા ભય ની માહિતી હતી.મારા બીજા બે મિત્રો ને એની ભનક લાગી ન હતી. માત્ર મેં જ નિરીક્ષણ કર્યું હતું.હજી તો વાચકો, તમારો નાયક વિચાર માં જ હતો ત્યાં તો નવી આપત્તિ આવી પડી.અમારી ગાડી બંધ થઈ ગઈ.આ વખતે મેં જોયુ કે જયેશ ને ના સાંભળ્યો હોત તો એ પડી જ જાત.પરંતુ મેં એને સાંભળી લીધો.એને પાણી આપ્યું.ત્યારે તે જરાક સ્વસ્થ થયો.આ પછી એ ગાડી ચેક કરવા માટે નીચે ઉતર્યો.એને જોયું કે ગાડી તો એકદમ બરોબર છે ,પણ તો યે ચાલુ નથી થઈ રહી.અમે સૌ પણ નીચે ઉતાર્યા.અમે પણ જોયુ પણ અમને કાઈ જ દેખાણું નહીં.અમે વિચાર માં પડ્યા.ત્યાં તો જયેશ અમને કેહવા લાગ્યો મિત્રો,આપડે હજી થોડીક જ દુર આવ્યા છીએ ,જો તમારી હા હોય તો હું વલ્લભપુર જઇ ને કોઈક ને એની તાપસ માટે બોલાઈ આવું.અમને થયું એજ ઠીક રહેશે.અમે એને જવા દીધો.પરંતુ હજી મોટી મુશ્કેલીઓ તો અમારી રાહ જોઈ ને જ બેઠી હતી એમ કઉ તો કઈ ખોટું કેહવા પાત્ર નઇ હોય.

7:- જયેશ ગુમ

અમને રાહ જોતા જોતા ઘણો વખત થયો.પરંતુ જયેશ આવ્યો નહી.મારા મિત્રો ને ચિંતા થઈ.ને તેઓના મૂખ ના ભાવો પર થી હું સમજી ચુક્યો હતો ,પરંતુ મેં એમને કહેવાનો મોકો આપ્યો.મારી જાણવાની આતુરતા છે એ જોઈ ને તેઓએ મને પૂછયું કે જયેશ ખોવાઈ તો નહીં ગયો હોય ને. ઓમ જોવા જઈએ તો એ લોકો એ મારા મન ના ભાવો ને વાચા આપી હતી.મેં પણ તેઓને કહ્યું કે મારા મન માં પણ એજ પ્રશ્ન રમેં છે.બઉ વાર થતા મેં તેઓને કહ્યું કે આપણે આપણો સામાન લઈ ને જવું જોઈએ.તેઓએ મારી વાત માન્ય રાખી.ને અમે ત્રણે એ નક્કી કર્યું કે અલગ અલગ દિશા માં જઇ ને તપાસ કરવી.અમે વલભપુર તરફ જતા રસ્તા પર તપાસ કરી શકતા હતા.પરંતુ અમને થયું કે ક્યાંક એ કોઈ ખોટા રસ્તે ના જતો રહ્યો હોય.ગણા કલાક ને જહેમત બાદ અમે એ તારણ પર આવ્યા કે જયેશ વલ્લભપુર તરફ ના રસ્તા બાજુ જ ગયો હોવો જોઈએ.આવી રીતે અમારી મુશ્કેલીઓ નો રસ્તો શરૂ થયો.

8:- વલભપુર જતા વચમાં નવી મુશ્કેલી

અમને ખ્યાલ ન હ તો કે વલ્લભપુર કઇ બાજુ છે,પરંતુ ગાડી જે રસ્તે આવી હતી એ રસ્તા પર અમે ચાલવા લાગ્યા.પરંતુ એમાં નવાઈ ની વાત એ હતી કે ગાડી ને નિશાન ક્યાંય દેખાતા ન હતા. અમે તોય આગળ ચાલવા લાગ્યા .એમાં અચાનક જ એક ચીસ સંભળાઈ,હું તેમનાથી થોડે પછવાડે ચાલતો હતો.ત્યારે એ ચીસ જે સંભળાઈ એ મારી જ હતી,હા વાચક મિત્રો હા,એ કારમી ચીસ તમારા વાર્તાનાયક ની જ હતી.એ માટે જ મેં મારી શક્તિ ઓનું પ્રદર્શન કરવાનું ટાળ્યું હતું.થયું એવુ કે હું જતો હતો તેવા માં એકાએક એક અજગર મારા શરીર ફરતે વીંટળાઈ ગયો,હું ડઘાઈ જ ગયો ,પરંતુ મારી ચીસ સાંભળી ને મારા મિત્રો વિનીત અને અજય આવી ગયા.વિનીત આવી વસ્તુ માં ખૂબ જ સૂઝપૂર્વક કાર્ય કરવાનું માનતો.એણે મને કહ્યું કે નાયક બીતો નહીં.(અહીં મારા વાચકમિત્રો ને જણાવી દઉં કે મારા મિત્રો મને નાયક કહી ને સંબોધિત કરતા)તેમણે મને કયહ્યુ કે હાલતો નહીં,અજગર ક્યારે પણ નિર્જીવ પ્રાણી નો શિકાર કરતો નથી.હું નિર્જીવ જેમ પડ્યો રહ્યો.તેઓએ એક સુક્કી ડાળખી ગોતી ને એમાં આગ ચાંપી.એમણે અજગર ની પૂંછડી માં લગાડી.આગ અડક્તા જ અજગર ની પકડ છૂટી ને હું મુઠ્ઠી વાડી ને બર કરી ને ભાગ્યો. હું તો છૂટ્યો પરંતુ અજગર વધુ રોષે ભરાયો હતો.તે વધારે જોર કરી ને અમારી તરફ ધસ્યો ,પરંતુ માંરા સતેજ મિત્રે એને ફરીથી આગ નો સ્વાદ ચખાડ્યો,ને અજગર ને ઇજા પોહચી.એ વધારે કાઈ નથી કરી શકવાનો એમ સમજી ને એ ચાલ્યો ગયો.ને અમે આફત માંથી છૂટ્યા.પરંતુ હજી અમારે કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવાનો આવશે એની મને કલ્પનાઓ પણ ન હતી.

9:-ભેદી સંજ્ઞાઓ અને બોર્ડ

અમે આ આફત માંથી માંડ છૂટ્યા હશું ત્યાં તો અમારા રસ્તાઓ ની બનને તરફ સંજ્ઞાઓ દેખાવા માંડી.આ સંજ્ઞાઓએ મારા મન પર ઊંડી અસર પાડી.મેં પાસે જઈ ને જોયુ તો રસ્તાઓ યાદ રાખવા માટે વપરાતી સંજ્ઞાઓ હતી.બીજી કોઈ વસ્તુ ઓ જોઈ ને મને નવાઈ નહીં લાગી હોય તેટલી આને જોઈ ને લાગી. આ જંગલ માં શા માટે આવી સંજ્ઞાઓ નો ઉપયોગ થતો હશે.ને આજે ગૂગલ ના જમાના માં આવી સંજ્ઞાઓ નો શો ઉપયોગ.પરંતુ આ વિચાર વધુ વખત ના આટક્યો કેમકે મને ધ્યાન થી જોતા ખ્યાલ આવ્યો કે આવી નિશાનીઓ ઇ.સ પૂર્વે 11 મી સદી માં વપરાતી હતી. અહીં મને મારો સાચો પરિચય આપતા ખુશી થશે,વાચકમિત્રો તમારો વાર્તાનાયક ભલે સ્ફૂર્તિલો નહીં હોય પરંતુ ઓછો પણ નઈ હોય,કેમકે મને ઇતિહાસ ના વિષયો માં પહેલાથી જ રસ રહ્યો છે, ને હું અમુક પ્રાચીન ભાષાઓનો જાણું છું એ મારા માટે આજે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી હતી.ને આ માટેજ મને ખ્યાલ આવી ગયો કે આ ભાષા અગિયારમી સદી માં વપરાતી હતી.મેં મારા મિત્રો ને એની વાત કરી.તેઓએ મારી વાત ને વધાવી લીધી.મેં તેમને સંજ્ઞાઓ વિશે વાત કરી.તેઓએ કહયું કે નક્કી જયેશ આ રસ્તે થઈ ને ગયો હોવો જોઈએ. અમે આગળ ચાલતા રહ્યા હતા,આમાં એક નવાઈ ની વાત હતી કે અમે નીકળ્યા ત્યારે સવારનો સમય હતો ને અમને આ ઘટનાઓ માં સારો એવો વખત થયો હતો,પરંતુ લાગતું હતું કે હજી એજ સમય ચાલી રહ્યો હતો.પરંતુ અમે એને અત્યારે એટલું વધુ મહત્વ ના આપતા આગળ વધતા રહ્યા.થોડીક વારે અમને લાગ્યું કે સુરજ નો પ્રકાશ વધુ સતેજ થતો હતો,અમને થયું કે કદાચ હવે જંગલ પૂરું થવામાં છે.મારા મિત્રો ને અમે ખુશી થઈ નાચી ઉઠ્યા,અમે વધુ ખુશી થી ને ઝડપ થી ચાલવા લાગ્યા.પરંતુ એક વસ્તુ હજી અમારી સાથે જ હતી "મુસીબત".આ સાથેજ અમે એક લાકડા નું બોર્ડ મારેલું જોયું .એમાં જે ભાષા માં લખેલું હતું એ મારા મિત્રો ને ના સમજાયું.પરંતુ આ વાર્તાનાયક ક્યારે કામ આવે.મેં થોડીક ગડમથલ કરી ને મારુ ભેજું ચલાવ્યું.ને એનું પરિણામ મને મળ્યું પણ ખરું.એ 11 મી સદી માં વાપરતી ભાષા હતી.એના પર એ ભાષા માં બલ્લભપુર લખેલું હતું. અમે સૌ વિચાર માં પડ્યા.હંમેશા વિચાર કરી ને જવાબ આપતો ધૈર્યવાન વિનીત પણ આજે કાઈ સુજાડી નહોતો શકતો.પરંતુ અમને લાગ્યું કે કદાચ જયેશ એ અમારી મશ્કરી કરી હોય.આ રીતે અમારા અસમંજસ માં પડેલા મન વધારે અસમંજસ માં પડ્યા.

10:- ભવ્ય વલ્લભપુર

થોડીક જ દૂર જતા અમારી આગળ ચાલતો અજય ફસડાઈ પડ્યો.એ તો બાગા ની પેઠે આભો જ બની ગયો.અમારી સામે જ હતું, કોઈ પણ આજ ના સમય ની સમૃદ્ધિ ને ઝાંખી પડે એવું ભવ્ય વલ્લભપુર. આ જોઈ ને અમને ખ્યાલ આવી ગયો કે અમે કા તો કોઈ મોટી મશ્કરી નો ભોગ બન્યા છીએ અથવા તો અમે સાચોસાચ 11 મી સદી ના વલ્લભપુર માં ઉભા છીએ.અમે છુપાતા છુપાતા એની નજીક જઇ પોહચ્યા. અમે જોયું તો નગર ની બારે આખા નગર ની ઝાંખો પાડે એવો ભવ્ય દરવાજો.મોટા મોટા ગુંબજ,ઓહો શુ એ ભવ્ય દરવાજો,એનું વર્ણન કરતા મારા શબ્દો ખૂટે છે. પરંતુ અમે એજ સાથે જોયું કે એના દરવાજા પાસે બે ચોકીદારો ઉભા છે ,બખ્તર થી ને ભાલા થઈ સજ્જ એ ચોકીદારો ઉંચા,પ્રચંડ અને તાકાતવર લાગતા હતા.અમને થયું કે એમને પૂછવું જોઈએ.અમે તેઓ પાસે ગયા ,અમને જોઈ ને તેઓ અમને કોઈ બીજી દુનિયા ના પ્રાણી હોઈએ તેમ જોતા હતા. મેં તેઓને પૂછ્યું કે અમે કયા છીએ.એ કઈ સમજ્યો નઈ એમ એ કૈક બોલતો હતો, જે અમે ના સમજ્યા.મને એની વાત પરથી એ તો સમજાઈ ગયું,કે એ જે ભાષા માં અમારી સાથે વાત કરતો હતો એવી કોઈ ભાષા અત્યારે તો આખી દુનિયા માં ક્યાંય હયાત નથી.સિવાય કે ઇતિહાસ ના ચોપડાઓ માં અંકિત કરેલી 11 મી સદી ની ભાષા.આ પરથી મને અમુક વસ્તુઓ સમજવા લાગી હતી ,પરંતુ મારુ મન એ સ્વીકારવા તૈયાર નહોતું.

11:-વલ્લભપુર માં પ્રવેશ

અમે સમજતા ના હતા ,પરંતુ મારા મિત્રે મને આ સમજવાનું કહ્યું. મેં ધ્યાન થઈ એની વાત સાંભળી.મેં ધીમે ધીમેં એના શબ્દો સમજવાનો પ્રયત્ન કર્યો,એ પરથી હું એટલું તો જાણી ગયો કે એ મને કેહતો હતો કે આ વલ્લભપુર છે,ને તમે લોકો કોણ છો, ને ક્યાંથી આવ્યા છો.મેં મારા મિત્રો ને વાત કરી,તેઓએ મને કહ્યું કે હું એમની સાથે વાત કરું ને તેઓ મને અંદર જવા દે.મેં શબ્દો જોડી ને વાક્યો બનાવ્યા ને એમને એમની ભાષા માં કહ્યું કે અમે દૂર દેશાવર થઈ આવ્યા છીએ ,માટે.અમને અંદર જવા દ્યો.એણે મને પેહલા ના પાડી પરંતુ અચાનક મેં જોયું કે એક હાથ દરવાજા ની અંદર થઈ બહાર આવ્યો ને એમાં કૈક લખેલું હશે એમ હું ધારું છું.પરંતુ એ હાથ મને જાણીતો લાગ્યો.પણ કશું યાદ માં આવ્યું નહીં.પરંતુ કાગળ માં લખલું વાંચતા,ની સાથે જ એ અમારી સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યો.એણે અમને અંદર જાવા દીધો.અમે અંદર જતા ની સાથે જ પોકારી ઉઠ્યા,અહો આશ્ચર્યમ,કેવુ ભવ્ય નગર.આ નગર અમારી જિંદગી ની દિશાઓ બદલવાનું હતું.

12:- નગર વર્ણન

વલ્લભપુર માં પ્રવેશતા જ વિનીત એનું વર્ણન કરવા લાગી ગયો.શુ એની સૌન્દર્યતા આહા.....ચારે તરફ ઉભી હાર વાડા મકાનો કેવા સુંદર.આજની દ્રષ્ટિ ના મકાનો ને તો ક્યાંય પાડી દે એવું આ સ્થાપત્ય હતું.કેવું અજોડ ભવ્ય નગર ,બોલનાર એનું મોઢું ખુલ્લું રાખી ને જોતો જ રહી જાય.વિનીત હજી એનું વર્ણન કર્યા જ રાખતો હતો.એ નગર ના ચોક માં જ એક ભવ્ય મૂર્તિ હતી.અજોડ !! આવી મૂર્તિ મેં મારા જીવનકાળ માં જવલ્લે જ જોઈ હશે.એના પરથી એના શિલ્પકાર નો અંદાજો આવી ગયો હતો.મેં વાંચેલું એ હિસાબે આ એગિયાર મી સદી ના મહાન શિલ્પકાર જેસોન સાંમ હોવા જોઈએ.જેઓ ભારત માં આવી ને વસ્યા હતા ને પછી થી આ સ્થળ ગમી જતા અહીંજ જીવનપર્યંત રહ્યા હતા. આજ એમની ઉત્કૃષ્ટ કાલા નો નમૂનો.હવે અમે ત્રણે જાણ સમજી ચુક્યા હતા કે અમે કોઇ પણ રીતે 11 મિ સદી માં આવી પોહચ્યા છીએ. ત્યાંજ મને સ્મૃતિ થઈ કે આપણે ગાડી માં બેઠા ત્યારે જ વીજળી થઈ હતી,મને થયું કે જરાક ધ્યાન આપીએ તો આ કદાચ સંયોગ હતો પરંતુ અમે તે વખતે એ સમયમાંથી નીકળી ને આ સમય માં આવી પહોંચ્યા હતા.અમારી મુશ્કેલી વધી ગઈ હતી તે સાફ દેખાતું હતું,પરંતુ કલા ના રસિક એવા મારા મિત્રો ને એ ચિંતા નહોતી.સૌ પોતાના માં મગ્ન હતા ,પરંતુ મને જયેશ યાદ આવ્યો.મેં મારા મિત્રો ને એ બાબત યાદ અપાવી.તેઓ મન સહમત થયા.અમે એક કામરો લેવાનો સૌ પ્રથમ વિચાર કર્યો.મને ખ્યાલ હતું ત્યાં સુધી કે એ સમયે વસ્તુ આપ લે કરવાથી વ્યવહાર થતો હતો.મેં એક જગ્યા એ જઇ ને એમની ભાષા માં વાત કરી ને પૂછ્યું કમરા માટે,પહેલાતો એને એણે અમારો પહેરવેશ જોઈ ને ના પાડી.પરંતુ એવા માં એક વ્યક્તિ આવ્યો ને એ વ્યક્તિ એને અંદર લઇ ગયો.મેં જોયું એની આંખો મેં ક્યાંક જોયેલી લાગી.થોડીક વાર પછી એ વ્યક્તિ ચાલી ગઈ અને પેલા કમરા વાડા એ અમને રહેવાની હા પાડી .અમને આશ્ચર્ય થયું પણ અમે કાઈ વધારે બોલ્યાં નહીં.

અમે એ સમય ના કમરા માં હતા. અમે આજે સવારે ઉઠ્યા એકવીસમી સદી માં હતા પરંતુ સુતા અગિયારમી સદી માં.

13:- ફરીથી જયેશ ની શોધ આદરી

અમે સવારે ઉઠ્યા ત્યારે અમને ભૂખ લાગી હતી, પરંતુ અમને એમ થયું કે અમારી પાસે જે નાસ્તો છે, એના કરતાં આ સમય માં છીએ ત્યાંનો નાસ્તો કરીએ.અમે પહેરવેશ બદલી ને અમે બજારમાં ગયા .શુ એ બજાર ની વાત કરું તમને.આજના સમય જેવું જ બજાર હતું.રસ્તા ની બંને બાજુ તરફ ખાણી પિણી ના ઠેલા લાગેલા હતા.ભાત ભાત ની વસ્તુ ઉપલબ્ધ હતી.ત્યાં નગરજનો ની અવર જવર ખૂબ હતી.અમે બજાર માં નાસ્તો જોયેલ, પછી અમે નાસ્તો કર્યો . અમે એ સમય ની બજારમાં હતા એવાં સમયે મારી પાસે થી એક ઓળો પસાર થયો અને મારા હાથ માંથી મારુ કાંડાગડિયાળ નીકળી ગયું, મને લાગ્યું કોઈક ઓળખતો હતો એવો ઓળો હતો.અમે ધીમે ધીમે ફરી ફરી ને બજારમાં જયેશ ને શોધવા લાગ્યા.પરંતુ અમને કંઈજ હાથ લાગ્યું નહીં.અમે હારિ થાકી ને પાછા અમારા કામરા માં આવ્યા.પરંતુ અમારા કમરા માં એક પત્ર મળ્યો.એમાંની ભાષા મેં ઉકેલી તો અમે સૌ અવાક થઈ ગયા.એમાં લખલું હતું કે પોતાની સલામતી ઈચ્છો છો તો અત્યારેજ નગર છોડી ને ચાલ્યા જાઓ.અમે સૌ મુશકેલી માં આવી પડ્યા હતા.એક તો પેહલા જ આવડું બની ચૂક્યું હતું ઉપરથી આ વધારાનું.અમને થયું કે આ સદી માં અમને કોણ ઓળખતું હશે?ને કેવી રીતે એણે અમને ગોત્યા હશે,મને થયુ કોઈ પણ રીતે આ ઘટના નો મર્મ જાણી લેવો. ,પરંતુ આ તો કંઈજ નહતું એમ લાગે, જ્યારે આ બીજી ઘટના અમારા સાથે બની.

14:-ચોરી નો આરોપ

અમે હજી આની ગડમથલ માં હતા ત્યાં તો બે સિપાહીઓ આવી ને અમને પકડવા આવ્યા,અજય એ એની સ્ફુર્તિ નો અહીં પરિચય આપ્યો,અમે પણ એની સાથે થયા.પરંતુ એક બે ને ભોંય ભેગા કર્યા પછી મેં એમને કહ્યું કે હવે આપડે ગટના નો તાળો મેળવવા પકડાઈ જવું.માટે અમે કોઈ પણ વધારે જેહમત કર્યા વગર એ લોકો ને તાબે થઈ ગયા. અમે કાઈ સમજ્યા તો નહોતા,પરંતુ અમને રાજદરબાર તરફ લઈ જવાતા હતા એ નક્કી.અમને રાજ દરબાર માં લઇ જવાયા.એવે વખતે પણ મેં નિરીક્ષણ કારવાનું બાકી નોહતું રાખ્યું,છે તો એક નિરીક્ષક નો જીવ ને,તમારો નાયક આવી પરિસ્થિતિ માં પણ સચોટ નિરીક્ષણ આપી શકે છે એમાં કાઈ નવાઈ ના લાગવી જોઈએ,એ રાજમહેલ નો ભપકો આજ ના કોઈ પણ શ્રીમંત માણસ ને ઝાંખો પાડી દે એવો હતો. દરવાજો સોને થી મઢેલ હતું.ગુંબજ પર ઝુંમરો લટકતા હતા.એ પણ હીરાઓ ના.દરબાર ની બીજે છેડે ભવ્ય ,સમૃદ્ધ એવો રાજસિંહસન.શુ એ સિંહાસન નો પ્રભાવ.આખો ને આંજી દે એવો એનો દેખાવ.સોને થઈ મઢેલો ને હીરા થી શણગારેલો,અમને સિંહાસન જોઈને એના રાજા ની સમૃદ્ધતા નો ખ્યાલ આવતો હતો,આવો ભવ્યારાજમહેલ હતો.અમને રાજમહેલ ની વચ્ચે જ ઉભા રખાયા.રાજ રાજેશ્વર રાજ આવ્યા.એમનો ભપકો રુઆબદાર હતો.એમની ચાલ રૂઆબી હતી.એમની ચાલ માં આત્મવિશ્વાસ છલકાતો હતો.તેઓ આવ્યા ને અમને પકડવા આવેલ દરવાન બોલવા લાગ્યા .મારા મિત્રો કાઈ સમજી શકતા નહોતા.પરંતુ હું સમજતો હતો.મારા મિત્રો જોતા હતા કે રાજા ના ભવા ઉચકાતા ને નીચા થતા હતા.મને વાત નો મર્મ સમજાઈ ગયો હતો.મેં મારા મિત્રો ને ટૂંક માં કહ્યું કે નગર માં ચોરી થઈ હતી.ને એનું આડ અમારા પાર આવ્યુ હતું.

કેમકે અમે પરદેશી હતા એટલે.રાજા અમને સજા સંભળાવા જતા હતા ત્યાં એક આદમી એમની પાસે આવયો ને એમને કાન માં કશુંક કહ્યું.રાજા એ એને પૂછ્યું કે તે જે કાંઈ કઈ રહ્યો એ સાચું છે.પેલા વ્યક્તિ એ કહયું કે હા.ત્યારબાદ રાજા એ અમારા બાંધનો છોડવા કહ્યું. અમારો આદર સત્કાર કરી.ને અમને રવાના કર્યા. અમે સૌ હજી આશ્ચર્યજનક સ્થિતિ માં હતા. પરંતુ ઓલો આદમી કોણ હતો.?શા માટે અમારી દર વખતે મદદ કરતો હતો.અમને કશુંજ સમજાયુ નહીં. પરંતુ અમે એટલુ સમજી ગયા કે હવે આ નગર માં વધારે રહેવું વધુ હિતકારક નથી.માટે અમે નગર માંથી નીકળી ગયા.

15:-જંગલ માં પાછા

અમે નગર માંથી નીકળી ને પાછા જંગલ તરફ જવાનો વિચાર કર્યો.અમે નીકળી પડ્યા જંગલ તરફ. રસ્તા માં અમે સંજ્ઞાઓ ની મદદથી પાછા પોહચવાની કોશિશ કરતા હતા.અમે ઠીક ઠીક કલાકો પસાર કરી ને ગાડી પાસે પોહચી ગયા.અમે જોયું તો ગાડી એમજ પડી હતી,પરંતુ તેનામાં કૈક કામ થયું હોય એમ જણાતું હતું.અમે ગાડી ચાલુ કરી ને જોઈ તે ચાલુ થઈ ગઈ,અમે સૌ ખૂબ ખુશ થઈ ગયા.ત્યાં જ અમને જયેશ નો વિચાર આવ્યો,અમને થયું કદાચ એ એજ સમય માં રહી ગયો હોય,પરંતુ અમને થયું કે ગાડી લાઇ ને જશું તો જશું ક્યાં.પરંતુ અચાનક ફરી થીજ એ વાતાવરણ સર્જાયું .ધોધમાર વરસાદ પડ્યો ને વીજળી થઈ.થોડીક વાર થઈ ને બધું શાંત થઈ ગયું.અમે સૌ વિશામણ માં મુકાઈ ગયા.અમે નકકી કર્યું કે જે થાય તે હવે ગાડી હંકારવી આગળ.અમે કલાક માં તો જંગલ ની બારે નીકળી ગયા.અમે જોયું તો સામે કૈક રિસોર્ટ જેવું હતું.અમને થયું વળી કયા સમય માં આવી ગયા.અમે રિસોર્ટ ની અંદર જઇ ને પુચ્યયું કે આ કયું વરસ છે.અમને સૌ આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા.તો પણ મેં એમને પૂછ્યું ફરીથી.એમણે મને કહ્યું કે આ વરસ 2019 છે

ત્યારે અમને શાંતિ થઈ.અમે કીધું અમારું આજે 4 જણા નું બુકિંગ છે.એમણે મારી સામે આશ્ચર્ય થી જોઈ ને કીધુ કે તમારું ચાર જણા નું નહીં પરંતુ 3 જણનું બુકિંગ છે ને એ પણ કાલે આજે નહીં.હું ખૂબ વિસ્મય પામી ગયો મેં ચાર જણા ના નામ કીધા.એમણે મને કહ્યું કે અહીં કલ્પ,વિનીત અને અજય નું જ બુકિંગ છે.મેં એમને જયેશ વિશે પૂછ્યું તો તેઓએ મને કહ્યું કે આ નામનું કોઈ જ બુકિંગ નથી. મેં એમને વાર પૂછ્યો તો તેઓએ કહ્યું કે આજે શુક્રવાર ને અમારું બુકિંગ હતું શનિવાર માટે નું.આ સાંભળી ને મારા બંને મિત્રો વિસામણ માં પડી ગયા.એનો મતલબ અમે શનિવારે નીકળ્યા હતા ને પોહચ્યા શુક્રવારે.એટલે કે અમે આજે અહીં રિસોર્ટ માં પણ હતા ને વલ્લભપુર માં પણ,કાળ ની આ ફેરવણિ મને સમજાણી નઈ.કાળ ની કસોટી કોણ કરે .મને હવે ધીરે ધીરે વાતો સમજવા લાગી હતી.મને સમજાઈ ગયું હતું કે અમને જે મદદ કરવા આવતો હતો એ કોણ હતો.(મારા વાચક મિત્રો પણ સમજી ગયા હશે)પણ મને એ ના સમજાયું કે કેવી રીતે એ બધું કરતો હતો.કેવી રીતે એણે અમને અંદર જવા દીધા હતા.કેવી રીતે એણેઅમને રાજા ની સજા માંથી મુક્ત કરાવ્યો હતો.આ બધી ગાડમથલો વચ્ચે મારી નજર છાપા પર પડી,એમાં લખેલું હતું કે વલ્લભપુર માંથી મળ્યા ઘડિયાળ ના અવશેષો.

-----------------સમાપ્ત----------------

બીજા રસપ્રદ વિકલ્પો