જીવનયાત્રા - 4 Dhaval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

જીવનયાત્રા - 4

પ્રકરણ - 4
વીરેન પોતાનું રિઝલ્ટ જોવા માટે મોબાઈલમાં યુનિવર્સિટીની સાઈટ ખોલી પોતાનો સીટ નંબર નાખે છે. પછી સર્ચ કરે છે પરંતુ એરર બતાવી દે છે. જે આપણે પ્રકરણ - 3 માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે તે જોઈએ.
વિરેનને રિઝલ્ટ જોવાનું ટેન્સન ઑર વધી જાય છે. તે એક ક્લાસમેટ ફ્રેન્ડને ફોન કરે છે અને પોતાનું રિઝલ્ટ જોવા માટે કહે છે. તેને પોતાનો સીટ નંબર આપે છે. થોડી વાર પછી પેલા મિત્રનો વોસ્ટ્સએપ પર મેસેજ આવે છે. જેમાં વીરેનની માર્કશીટનો સ્ક્રીનશોટ આવ્યો હોય છે. વીરેન તેને ડાઉનલોડ કરીને જોઈ છે. આ વખતે વીરેનને 86% આવ્યા હતા. મમ્મી-પપ્પાને વીરેન પોતાનું રિઝલ્ટ બતાવે છે. તેઓ સારું પરિણામ આવ્યું તેથી ખૂબ જ ખુશ છે. વીરેન રેશ્માને પણ પોતાના રિઝલ્ટ વિશે જણાવે છે. વીરેન રેશ્માને તેના પરિણામ વિશે પૂછે છે, પરંતુ રેશ્મા કહે છે કે હજુ તેનું રિઝલ્ટ આવ્યું નથી.
વીરેનને હવે વેકેશન પૂરું થયું છે, આવતી કાલે તેને રાજકોટ રવાના થવાનું છે. વેકેશન ક્યાં પૂરું થઈ ગયું તે ખબર જ ન પડી. મમ્મી-પપ્પા સાથે રહીને વિતાવેલો સમય વીરેનને જતા રોકી રહ્યો હોય એવી અનુભૂતિ વીરેનને થાય છે. તેના મમ્મી ઇન્દુબેન કહે છે, બેટા નાસ્તામાં તને શું બનાવી આપીશ. વીરેન કહે દર વખતે બનાવી આપે એજ. વીરેનને સુખડી બહુ ભાવે એટલે ઇન્દુબેન સુખડી અને ચેવડો બનાવે છે અને વિરેનના બેગમાં મૂકી દે છે. વીરેન પોતાના કપડાં તેમજ અન્ય સામાન જાતે જ બેગમાં પેક કરી દે છે.
સવારની બસમાં વીરેન જવાનો હોય છે. વીરેનને સાંજે મોડે સુધી ઊંઘ નથી આવતી. એક તરફ રેશ્મા તેને મળશે તેની ખુશી છે, બીજી તરફ ઘરથી દૂર જવું પડે તેનું દુઃખ પણ છે અને થોડું અભ્યાસનું પણ ટેન્સન છે. આ બધા વિચારો વીરેનને ઘેરી વળે છે. વીરેન ઊંઘવાનો પ્રયત્ન કરે છે પણ આ બધા વિચારો તેને સુવા નથી દેતા. આમને આમ આખી રાત વીતી જાય છે. સવાર પડવાની તૈયારી છે પણ હવે વીરેનને ઊંઘ આવા લાગે છે અને સુઈ જાય છે. ઇન્દુબેન વીરેનને વહેલી સવારે જગાડે છે પણ તેને ઉઠવાનું મન નથી થતું. પણ જવાનું છે એટલે તે વહેલો જાગી જાય છે. નાહીધોઇને વીરેન તૈયાર થઈ જાય છે અને ચા-નાસ્તો કરી લે છે. ત્યારબાદ વીરેનના પપ્પા શામજીભાઈ વીરેનને બસ સ્ટેશને મુકવા જાય છે.
સવારે સાત વાગ્યાની બસમાં વીરેન રાજકોટ જવા નીકળે છે. પોતાનું બેગ સીટની નીચે મૂકી દે છે. સાંજે તેને ઊંઘ ન્હોતી આવી એટલે બસમાં તેને ઝોંકા આવા લાગે છે. કંડક્ટર પાસેથી ટિકિટ મેળવ્યા બાદ સીટ પર બેઠાબેઠા જ વીરેન સુઈ જાય છે. અગિયાર વાગ્યે એક હોટલ પાસે બસ હોલ્ડ કરવા માટે ઉભી રહે છે. વીરેન પણ ત્યારે જાગી જાય છે. નીચે ઉતરીને મોડું ધોઈ છે અને ફ્રેશ થઈ જાય છે. પછી હોટલમાં ચા પીને પાછો બસમાં બેસી જાય છે. પોતાના બેગમાંથી ઈયરફોન કાઢે છે અને કાનમાં નાખી મોબાઈલમાંથી પોતાને ગમતા ગીતો સાંભળે છે. વીરેનને ગીતો સાંભળવા ખૂબ જ ગમતા. થોડીવાર પછી બસ ઉપડે છે. વીરેન ગીતો સાંભળતા સાંભળતા જ સુઈ જાય છે. બરાબર સાડા ત્રણ વાગ્યે બસ રાજકોટ સ્ટેશને પહોંચી જાય છે. વીરેન જાગી જાય છે અને પોતાનું બેગ લઇ નીચે ઉતરે છે. પછી રિક્ષામાં બેસીને તે ભાડે રહેતા તે ફ્લેટે પહોંચી જાય છે.
વીરેનને સફરમાં ખૂબ જ થાક લાગ્યો હતો એટલે જઈ ને થોડી વાર સુઈ જાય છે. પછી હાથપગ મોડું ધોઈ પપ્પાને ફોન કરે છે. કહે છે કે, હું સારી રીતે પહોંચી ગયો છું માટે ચિંતા ન કરતા. વીરેન સાથે ફ્લેટમાં રહેતા અન્ય ત્રણ મિત્રો પણ આજે જ આવ્યા હતા. વીરેન જે નાસ્તો લાવ્યો છે તે ચારેય જણા ભેગા મળીને નાસ્તો કરે છે. બીજા દિવસથી તેમની કોલેજ પણ શરૂ થવાની હતી. સાંજે તેઓ નજીકની સ્ટેશનરીમાંથી નોટબુક,પેન વગેરે લઇ આવે છે. પછી ચારેય મિત્રો પોતપોતાના ઘરની વાત એકબીજાને કહે છે. પછી બધાને ભૂખ લાગી હોવાથી ચારેય જણા રસોઈ બનાવા લાગી જાય છે. વીરેનને ઘઉંના લોટની રોટલી બનાવતા સરસ આવડતું એટલે લોટ બાંધીને ગેસ પર રોટલી બનાવા લાગી જાય છે. બીજા મિત્રો શાક બનાવે છે. રસોઈ બની જતા ચારેય જણા જમી લે છે. જમ્યા બાદ તેઓ ચાલવા માટે નીકળે છે. ચાલતા ચાલતા તેઓ નજીકમાં આવેલા એક ગાર્ડનમાં જાય છે ત્યાં બાંકડા પર બેસે છે. ત્યાંનું વાતાવરણ એકદમ આહલાદક હતું. થોડીવાર બેસીએ તોયે મન પ્રફુલ્લિત થઇ જાય. ચારેય મિત્રો મોડે સુધી ત્યાં બેસી રહે છે અને વાતો કરે છે. પછી ફ્લેટે જઈને તેઓ સુઈ જાય છે.
બીજે દિવસે વહેલા જાગીને તેઓ નાહીધોઇને તૈયાર થઈ જાય છે. પોતાના નિત્યક્રમ મુજબ ચા-નાસ્તો કરી લે છે. રસોઈ પણ વહેલી બનાવી દે છે. વીરેન અને તેના મિત્રોની કોલેજ અલગ-અલગ હતી. વીરેન જમીને પોતાના પુસ્તકો અને નોટબુક બેગમાં મૂકે છે અને બેગ લઈ કોલેજ જવા નીકળે છે. સીટીબસ જ્યાં ઉભી રહે ત્યાં વીરેન બસની રાહ જુએ છે. ત્યાં ઉભા-ઉભા વીરેન રેશ્માને યાદ કરે છે. થોડીવારમાં બસ આવી જાય છે તેમાં બેસીને વીરેન કોલેજ જતો રહે છે. કોલેજમાં પહેલો દિવસ હોવાથી વીરેનને આજે મનમાં થોડી બેચેની થઈ રહી છે. તેણે વિચાર્યું કે બંક મારીને ફ્લેટે જતો રહું, પરંતુ મનને મનાવીને તેણે બધાજ લેક્ચર ભર્યા. કોલેજમાં ક્લાસના મિત્રો સાથે મળવાથી વીરેનનું મન ઘણું હળવું થઈ ગયું.
કોલેજથી છૂટીને વીરેન ફ્લેટે જાય છે. પોતાનો ફોન હાથમાં લે છે, જોયું તો રેશ્માના ચાર-ચાર મિસકોલ હતા. ફોન સાયલન્ટ મોડ પર હોવાથી રેશ્માના કોલ ક્યારે આવ્યા તે ખબર જ ન પડી. પછી વીરેન રેશ્માને કોલ કરે છે, રેશ્મા કોલ રિસીવ કરે છે. હેલ્લો વીરેન, તારો ફોન ક્યાં હતો મેં ફોન કર્યા પણ તુએ ન ઉપાડ્યો. વીરેન કહે સોરી યાર સાઇલેન્ટ મોડ પર હતો એટલે મને ખબર ન પડી. તું ક્યારે અહીં આવાની છે, તારે પણ હવે વેકેશન પૂરું જ ને? હા વીરેન એક-બે દિવસમાં આવી જઈશ. કોલેજમાં પહેલો દિવસ કેવો રહ્યો તારે? ઠીક-ઠીક યાર બો મજા નઈ આવી. પણ બધા ફ્રેન્ડ્સ મળ્યા એટલે સારું લાગ્યું. રેશ્મા કહે, તો વાંધો નઈ. ચાલ હવે ફોન ફોન મૂકું પછી મેસેજ પર વાત કરશું. ઓકે રેશ્મા બાઈ, કહી વીરેન કોલ કટ કરે છે.
વીરેન ફોન લઈને બેઠો છે. યુ ટ્યુબ ખોલે છે અને નવા હિન્દી સોન્ગ સાંભળે છે. એટલામાં તેની સાથે રહેતા મિત્રો પણ ત્યાં આવી જાય છે. વીરેન પૂછે છે, કેમ આજે તમારે મોડું થઈ ગયું? ક્યાંક ગયા હતા કે શું? એક મિત્રએ કહ્યું, ના યાર. ગાડીના પાછલા ટાયરમાં પંચર પડ્યું હતું ને આજુબાજુમાં ક્યાંય ગેરેજ પણ ન હતું. તો દૂર સુધી ગાડીને દોરીને લઈ જવી પડી. પછી એક નાનું ગેરેજ આવ્યું ત્યાં પંચર બનાવડાવ્યું. એટલે અમારે આવામાં મોડું થઈ ગયું. ભૂખ લાગી છે ચાલો થોડો નાસ્તો કરી લઈએ. પછી બધા મિત્રો ભેગા મળીને નાસ્તો કરે છે. નાસ્તો કરતા કરતા વીરેન કહે, મારે કંઈક કહેવું છે તમને. મારે કાલે જ તમને કહેવું હતું પણ કહેવાયું નઇ. એક મિત્ર કહે બોલને એમાં રાહ શેની જુએ છે? પછી રેશ્મા સાથે પોતાની સગાઈ થઈ ગઈ છે તેની વાત કરે છે. આ સાંભળીને ત્રણેય મિત્રો ખૂબ ખુશ થઈ જાય છે અને વીરેનને શુભકામના પાઠવે છે.
વીરેન કહે, ચાલો આજે આપણે બહાર હોટેલમાં જમવા જઈએ. ચારેય જણા એક સારી પંજાબી હોટેલમાં જઈને જમે છે. વીરેનના ત્રણેય મિત્રોનો સ્વભાવ ખૂબ જ મોજીલો. તેઓ હંમેશા મજાક મસ્તી કરતા રહેતા પરંતુ વિરેનનો સ્વભાવ એકદમ શાંત અને ગંભીર. વીરેન દસ વાર વિચારે પછી જ કોઈ પણ નિર્ણય લે. પોતાને ઠીક લાગે તેવું જ તે કરે. અન્યની શિખામણ તેને ઓછી ગમે. પણ ત્રણેય મિત્રો સાથે વીરેન એવો ભળી ગયો હતો કે તેમની મજાક મસ્તી પણ વીરેનને ગમતી. અને તેઓ પણ વીરેનની બધી વાતો માનતા. વીરેન જમતી જમતી વખતે કંઈ બોલતો નહિ. પણ પેલા મિત્રોનું મોઢું તો ચાલુ જ હોય. હોટેલમાં જમ્યાબાદ વીરેન બિલ ચૂકવી દે છે. ત્યારબાદ ચાલતા ચાલતા જ ફ્લેટે જવા નીકળે છે. આખા રસ્તે તેઓ વાતો કરતાં-કરતાં જાય છે. ઘણું ચાલવાનું હતું પણ વાતમાં ને વાતમાં રસ્તો ક્યાં કપાય ગયો ખબર જ ન પડી. ફ્લેટે પહોંચીને તેઓ પોતપોતાનું પુસ્તક લઈ વાંચવા લાગે છે. વીરેને જ આ નિયમ બનાવ્યો હતો કે કોલેજમાંથી હોમવર્ક હોય કે ન હોય પણ એક કલાક બધાએ ફરજીયાત વાંચવાનું એટલે વાંચવાનું જ. એ સમયમાં કોઈ સાથે વાત પણ નઇ કરવાની. ચારેયમાંથી કોઈને વાંચવાનો કંટાળો આવે તો પણ ફરજીયાત વાંચવાનું જ હતું. એટલા માટે દર વખતે તેમનું રિઝલ્ટ પણ સારું આવતું.
એક કલાકના વાંચન બાદ તેઓ થોડી વાર મોબાઈલમાં ટાઈમપાસ કરતા. ગીત સભળતા તો ગેમ પણ રમતા. વીરેન પણ પોતાના મમ્મીને વિડીયોકોલ કરી વાતો કરતો અને રેશ્મા સાથે પણ હવે વાતો કરતો. ચારેયને ચેસ રમવાનો ખૂબ શોખ એટલે ઘણી વાર તેઓ ચેસ પણ રમતાં. તેમનો સુવાનો સમય દસ વાગ્યાનો ફિક્સ હતો. આ નિયમ પણ વાંચવાના નિયમ જેટલો જ કડક. ઊંઘ આવે કે ન આવે દસ વાગ્યે દરેકે સુઈ જ જવાનું. પછી કોઈએ પણ ફોનને પકડવો નહિ. તેમનું જીવન ટાઇમટેબલમાં બંધાયેલું હતું અને એજ પ્રમાણે તેઓ ટેવાઈ ગયા હતા. દરેક રોજિંદા કાર્યને પુરી નિષ્ઠા અને સભાનતાથી કરવું એ તેમની જીવનયાત્રાનો એક ભાગ બની ગયો હતો. દસ વાગ્યે તેઓ બારણું અને લાઈટ બંધ કરીને સુઈ જાય છે. ચારેય જણા ભરચક ઊંઘમાં સુતા છે. ઘડિયાળમાં બરાબર દોઢ વાગ્યે કોઈ બારણું ખખડાવે છે તેનો અવાજ આવી રહ્યો છે. વીરેન જાગી જાય છે પથારીમાંથી ઉભો થાય છે અને લાઈટ શરૂ કરે છે. પેલા ત્રણ જણા પણ જાગી જાય છે. બહારથી ઘણા લોકોનો બોલવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. ચારેયના મનમાં એક જ પ્રશ્ન છે, શું થયું હશે?પછી વીરેન ધીમેથી બારણું ખોલે છે.

ક્રમશ:.....

- ઢોડિયા ધવલ