ડાર્કહાર્ટ - the story of sword - 2 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

ડાર્કહાર્ટ - the story of sword - 2












Part 2


હોરફિલ્ડ્ નામનાં શહેરથી થોડું દુર અને ઈસ્ટર્ન વ્હાઇટ નામનાં જંગલ પાસે એક નાનું એવું અનાથગૃહ હતું. એલેના, સ્ટીવ અને જેક ત્યાં રહેતાં. જેકનો બર્થડે હોવાથી એલેના અને સ્ટીવ રાત્રે 12 વાગે વીશ કરીને સરપ્રાઇઝ આપવા માંગતા હતાં. પણ જ્યારે છુપાઈને તેઓ જતાં હોય ત્યારે એલેના મિસ એમિલી અને કોઈ અજાણ્યા માણસ વચ્ચે થતી વાતચીત સાંભળી લ્યે છે..

" જેકનો 'એલસ્ટોન' જવાનો સમય થઈ ગયો છે.. તેને જેકની જરૂર છે.. પ્રોફેસર ફ્રેન્કનો ઓર્ડર છે.. મારે જેકને અહીંથી લઈ જ જવો પડશે... " એલેના સ્ટીવ તરફ જોઈને બોલી ગઈ.

" વોટ..!! શું બોલે છે તું...? ક્યાં છે એલસ્ટોન..? કોણ પ્રોફેસર..? કોણ જેકને લઈ જાય છે..? " સ્ટીવ બેબાકળો થઈ ગયો.

એલેનાની નજર ઉપર દિવાલ પર લટકી રહેલ ઘડિયાળ તરફ પડી. તે ઝડપથી ઊભી થઈ અને સ્ટીવ તરફ જોઈને બોલી,

" થોડીક જ મિનિટની વાર છે. ચાલ જલ્દી કર.. ઓલરેડી આટલો ટાઈમ બગડી ગયો. બાકીની વાત પછી કરશું. "

સ્ટીવ તો હજુ પણ એલેનાની વાતમાં જ અટવાયેલ હતો. એલેનાએ તેને હાથ પકડીને ઊભો કર્યો અને કહ્યું,

" આપણે જેક પાસે જઈ રહ્યા છીએ પણ યાદ રાખજે ભૂલથી પણ આ વાત જેક સામે ભૂલથી ય ના બોલતો. આપણે એનો સ્પેશિયલ ડે ખરાબ નહીં થવા દઈએ. ઓકે? "

" અમમ.. યેસ.. ઓકે. " સ્ટીવ અંગૂઠો બતાવતાં બોલ્યો.

એલેના અને સ્ટીવ ઝડપથી જેકનાં રૂમ તરફ આગળ વધવા લાગ્યાં. સ્ટીવે ચાવીથી અવાજ કર્યા વગર હળવેકથી દરવાજો ખોલ્યો અને એલેના સાથે રૂમમાં આવ્યો. જેક સૂતો હતો. બંને ધીમે ધીમે તેનાં બેડ પાસે આવ્યાં. એલેનાએ ઘડિયાળમાં જોયું અને સ્ટીવને આંગળીથી ઈશારો કર્યો,

" થ્રી.. ટુ.. વન.."

" હેપ્પી બર્થ ડે ટુ યુ.. હેપ્પી બર્થ ડે ટુ યુ.. હેપ્પી બર્થ ડે ટુ યુ જેક... " બંને એક સાથે જોરથી બોલ્યાં.

અચાનકનો અવાજ સાંભળીને જેક હેબતાઈ ને જાગી ગયો. તેણે લાઇટ કરીને જોયું તો એલેના અને સ્ટીવ બાજુમાં ઊભાં હતાં. જેકને તો યાદ પણ નહોતું કે આજે તેનો બર્થ ડે છે.

" હેપ્પી બર્થ ડે જેક.. " એલેના અને સ્ટીવ ફરીથી બોલ્યાં.

" ઓહ માય ગોડ.. થેન્ક યુ.. થેન્ક યુ સો મચ..." બોલતો બોલતો જેક એલેના અને સ્ટીવને ભેંટી પડ્યો.

" એલ, સ્ટીવ તમે બંને અહીં કઈ રીતે અને એ પણ રાત્રે..? મિસને ખબર પડશે તો ખીજાશે.. " જેકે પૂછ્યું.

" એનીથીંગ ફોર યુ, જેક.. " એલેનાએ કહ્યું.

" મિસ તો ક્યાં ખીજાય છે હવે.. " સ્ટીવ ધીમેથી બોલ્યો.

એલેના સાંભળી ગઈ અને સ્ટીવને પૂછ્યું, " શું.. શું બોલ્યો તું હમણાં? "

" હું? હું તો કાંઈ નથી બોલ્યો.. " સ્ટીવ બોલ્યો.

" હું તો સાવ ભૂલી જ ગયો હતો.. કે મારો બર્થ ડે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.." કહીને જેક ફરીથી ભેંટી પડ્યો.

" હા એમ પણ તું તો હવે તારાં વિચારોની દુનિયામાં વધુ રહેવાં લાગ્યો છો ને.. તને ક્યાં હવે અમારી સાથે રહેવું ગમે છે.. " સ્ટીવ મોં મચકોડતાં બોલ્યો.

સ્ટીવની વાત સાંભળી જેક બીજી તરફ મોં ફેરવીને બેસી ગયો. તેનાં ચહેરા પર ચિંતાની રેખા ઉપસી આવી.

" હેય શું થયું? હું તો જસ્ટ મજાક કરતો હતો. મનમાં ન લે, પ્લીઝ. " સ્ટીવ જેકનો હાથ પકડી બોલ્યો.

" જેક, કોઈ પ્રોબ્લેમ છે? તું અમારી સાથે શેર તો કર, તો કાંઈક સોલ્યુશન આવે ને. " એલએ કહ્યું.

જેક એલ અને સ્ટીવ તરફ ફર્યો અને બોલ્યો,

" એલ, સ્ટીવ.. થોડાં દિવસથી મને સતત એક જ સપનું આવે છે. કોઈ વ્યક્તિની પડછાય દેખાય અને તે મને બોલાવી રહી છે. તે કોણ છે, શા માટે બોલાવે છે, મને કઈ ખબર નથી. તેનો ચહેરો પણ નથી દેખાતો. તે બસ એક જ વાત બોલ્યાં રાખે.. 'વી નીડ યુ, જેક..' "

જેકની વાત સાંભળી તરત એલેના અને સ્ટીવે એકબીજા તરફ જોયું. થોડીવાર પહેલા એલેનાએ મિસ એમિલીનાં રૂમમાં થઈ રહેલી વાતચીત યાદ આવી ગઈ. તે બંનેને સમજાઈ રહ્યું હતું કે તે વ્યક્તિની વાત અને જેકના સપનાં સાથે કંઈક તો રિલેશન છે જ. વાત જેટલી દેખાય છે તેનાં કરતાં ઘણી બધી અઘરી છે.

" મને નથી સમજાતું મારી સાથે શું થઈ રહ્યું છે. મને ખબર છે તમને મારી વાત પર ભરોસો નહીં આવે પણ સાચું કહું છું. હું ખરેખર પરેશાન છું. " જેક બંને આંખો બંધ કરીને બોલ્યો.

" હેય, લુક જેક.. અમને તારાં પર ભરોસો છે. તું જે વાત કરી રહ્યો છો તે સાચી જ હશે. આપણે સાથે મળીને તેને સોલ્વ કરી લઈશું.

" હા જેક.. આજનો દિવસ નો ટેન્શન.. તારો બર્થડે છે.. એન્જોય કર. બાકી તારાં સપનાને તો પછી જોઈ લેશું. " સ્ટીવે માહોલ થોડો હળવો કરવા માટે બોલ્યો.

" હા વાત તો સાચી છે. આજે તમારી સાથે વાત કરીને મન થોડું હળવું થઈ ગયું. ખરેખર તમે સાથે હો તો ટેન્શન આવે જ નહીં. " જેક બોલ્યો.

" ઓકે.. જેક, આઈ હેવ સમથીંગ ફોર યુ.. " એલેના આંખો નચાવતા બોલી.

" શું.. શું છે? " જેકે ઉત્સાહમાં આવીને પૂછ્યું.

એલેના ઊભી થઈ. જેકના બેડ નીચેથી એક બૂક કાઢી અને જેકને આપી. બૂક પર લખેલ ટાઇટલ જોઈને જેક તો હરખાય ગયો.

" અરે... આ બૂક 'ડેસ્ટીની ઑફ ધ સ્ટોન' હું કેટલાં ટાઈમથી શોધતો'તો. " જેક તો નખ ચાવતો ચાવતો ખુશીથી નાચવા લાગ્યો

એલેનાએ હળવેકથી સ્ટીવને કહ્યું, " આ જેક પણ છે હોં બાકી.. લોકો ટેન્શનમાં નખ ચાવે અને આ ખુશ થાય ત્યારે નખ ચાવે.. "

" હા, બિચારા નખ.." સ્ટીવ બોલ્યો. એ સાંભળીને એલેના હસી પડી.

" તને ક્યાંથી મળી? અને આ મારાં બેડ નીચે ક્યાંથી આવી? " જેકે એલેનાને પૂછ્યું.

" અત્યારે તો અમારે અહીં સુધી સક્સેસફુલી પહોંચવાનું હતું. એટલે અમારાં બંનેની ગિફ્ટ પહેલાં જ અહીં રાખી દીધી હતી. " એલેના બોલી.

સ્ટીવે એક વોચ જેકને આપી અને કહ્યું, " આ તારા માટે, સ્પેશિયલ વોચ. "

" સ્પેશિયલ વોચ? " જેકએ વોચ હાથમાં લઈને બોલ્યો.

" હા, આ વોચ ખરેખર સ્પેશિયલ છે. તારી લાઇફમાં ક્યારેય કોઈ એવી મુશ્કેલી આવે કે તું કોઈ મુસીબતમાં હોં અને આગળ શું કરવું તેનો કોઈ આઇડિયા ન આવે ત્યારે બસ એકવાર આ વોચ પર હાથ રાખી, આંખો બંધ કરીને શાંતિથી વિચારજે. તને આ વોચ કોઈને કોઈ રસ્તો બતાવશે જ. " સ્ટીવે કહ્યું.

" રીયલી? " જેકને આશ્ચર્ય થયું.

" હા, ખરેખર કહું છું. છેલ્લાં થોડાં સમયથી તને જોતાં મને લાગ્યું કે કદાચ આ તને હેલ્પ કરશે. " સ્ટીવે જેકનાં હાથમાંથી વોચ લઈને જેકનાં હાથ પર બાંધતાં બોલ્યો.

" એલ, સ્ટીવ.. થેન્ક યુ સો મચ ફોર ધીસ. " જેક બંનેનો આભાર વ્યક્ત કરતાં બોલ્યો.

" વેલકમ, બર્થડે બોય. હવે તું સુઈ જા અને અમે પણ જઈએ. વળી મિસને ખબર પડશે તો ખીજાશે. " એલેના ઉભી થઈને બોલી.

એલેનાની વાત સાંભળીને સ્ટીવને હસવું આવી ગયું.

" શું? હસે છે શું? મેં કોઈ જોક્સ કર્યો? " એલેના સ્ટીવ તરફ જોઈને બોલી.

" ના ના, એ તો બસ એમજ." સ્ટીવ હસવાનું કંટ્રોલ કરતાં બોલ્યો અને દરવાજા તરફ જતાં જતાં બોલ્યો, " ચાલ હવે જલ્દી. બાય જેક. "

" ખબર નહીં આજે આને શું થયું છે..!!" એલેના બોલી અને જેકને બાય કહીને તે પણ ચાલવા લાગી.

***

" લુક મિસ્ટર હેન્ડ્રીક.. જેક હજી નાનો છે. મને નથી લાગતું કે અત્યારે તેને લઈ જવો કોઈ સમજદારી વાળું કામ કેવાય.." મિસ એમિલી સમજાવવાની કોશિશ કરી રહી હતી.

" આઈ કેન અન્ડરસ્ટેન્ડ મિસ.. તમને જેક પ્રત્યે લાગણી છે અને એટલે જ તમને એમની ચિંતા થાય છે. પણ પ્રોફેસરે કહ્યું છે તો તેની પર ટ્રસ્ટ કરવો જોઈએ. જેક ત્યાં પુરી રીતે સેફ રે'શે. પ્લીઝ. " હેન્ડ્રીક તેની બિલાડી પર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.

" ઓકે ફાઈન, જેવી પ્રોફેસરની ઈચ્છા. આજે હવે મોડી રાત થઈ ગઈ છે. જેક પણ સુઈ ગયો હશે. મારાં ખ્યાલથી કાલે લઈ જશો તો સારું રહેશે. " મિસ એમિલીએ કહ્યું.

" એઝ યોર વિશ. " હેન્ડ્રીકે સહમતી આપી.

***

" હેય સ્ટીવ, વેઈટ. તું શું છૂપાવે છો? " એલેનાએ સ્ટીવને રોકીને પૂછ્યું.

" હું? હું તો કાંઈ નથી છુપાવતો.. " સ્ટીવે એલેનાના ચહેરા તરફ જોયું. તેનો ચહેરો જોઈને સ્ટીવ સમજી ગયો કે વધુ સમય હવે તે એલથી છુપાવી નહીં શકે.

" ઓકે ફાઇન. " સ્ટીવે બંને હાથ ઉંચા કરી દીધાં. અને કઈ રીતે મિસ સામે તે પકડાઈ ગયો તે બધી વાત કરી.

" સ્ટ્રેન્જ, તારી વાત અને મેં મિસનાં રૂમમાં વાત સાંભળી એ પરથી તો એવું લાગે છે કે કોઈક તો વાત છે જે આપણાંથી છુપાઈને રાખી છે. કાલે ખબર પડી જ જશે કે આ એલસ્ટોન વાળું ચક્કર છે શું..!!"

એલેના બોલતી બોલતી ચાલવા લાગી. સ્ટીવ ત્યાં જ ઊભો રહી ગયો.

" સ્ટ્રેન્જ, ના તો મિસએ કંઈ કહ્યું. ના તો એલે ગુસ્સો કર્યો. ખેર, હું તો બચી ગયો. ખબર નહીં કાલે શું થશે. પણ આ કીટીવાળાં જાદુગર સાથે તો હું જેકને જવા જ નહીં દઉં. " સ્ટીવ બબડ્યો અને પછી તે પણ ઝડપથી એલેનાની પાછળ પાછળ ચાલવા લાગ્યો.


(to be continue...)


***

આખરે એવી કઈ વાત છે જે મિસ એમિલીએ છુપાવી રાખી?
શું હેન્ડ્રીક જેકને લઈ જવામાં સફળ થશે?

તે જાણવા માટે બન્યા રહો...

આ ભાગ કેવો રહ્યો તે જરૂરથી જણાવશો..
તમારાં અમૂલ્ય પ્રતિભાવો આપતાં રહેજો..

રાધે રાધે...