ડાર્કહાર્ટ - the story of sword - 5 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

શ્રેણી
શેયર કરો

ડાર્કહાર્ટ - the story of sword - 5






Part 5


સવારે જેક જાગ્યો. તે બારી પાસેથી ઉભો થયો. તેની નજર અંદર રૂમમાં પડી. જેક બે ઘડી ફાટી આંખે જોઈ રહ્યો. પછી ફરીથી નોર્મલ થઈ ગયો અને વિચારવા લાગ્યો,

" ના ના, આ તો મને ભ્રમ થઈ ગયો લાગે. એ તો કાલે રાત્રે એની યાદ આવતી હતી એટલે કદાચ મને દેખાતાં હશે. બાકી એ થોડા અહીં આવી શકે. નોટ પોસીબલ, જેક. " જેક બાથરૂમ તરફ આગળ વધ્યો.

" અરે ઓ... અમે તને દેખાતાં નથી કે પછી એક દિવસમાં જ તારાં ફ્રેન્ડ્સ તને ભુલાઈ ગયાં? "

અવાજ સંભળાતા જેકએ ફરીથી ત્યાં જોયું.

" સ્ટીવ, એલ.. તમે બંને...!! સાચે? અહીં..!! કેવી રીતે? " જેક આશ્ચર્યચકિત થઈ ગયો.

" હા જેક, અમે જ છીએ. તારાં સપનામાં નહીં, હકીકતમાં અહીં આવ્યાં છીએ. " સ્ટીવે કહ્યું.

જેક બંનેની નજીક ગયો અને પછી પૂછ્યું, " તમે અહીં આવ્યાં કઈ રીતે? "

" અમમ.. જેક.. પહેલાં તો એક વાત કેવી છે જે અમને ખબર હતી છતાં તારાથી છુપાવી હતી." એલેનાના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ.

" શું? બોલ ને.. " જેકએ પૂછ્યું.

" અ.. અમને ખબર હતી કે હેન્ડ્રીક તને લેવાં આવ્યો હતો. રાત્રે." એલેનાએ કહ્યું.

" હા, તને બર્થડે વીશ કરવા આવતાં હતાં ત્યારે જ તે મિસ એમિલી સાથે વાત કરી રહ્યો હતો. " સ્ટીવે કહ્યું.

" તો પછી કહ્યું કેમ નહીં?" જેકે પૂછ્યું.

" તું ત્યારે ઓલરેડી ટેન્શનમાં હતો. માટે અમે એ બાબતે સવારે વાત કરવાનું વિચાર્યું પણ એ પહેલાં તો તું જતો રહ્યો હતો. " એલેનાએ કહ્યું.

" ઠીક, પછી શું થયું. " જેકે પૂછ્યું.

એલેનાએ મિસ એમિલી સાથે થયેલ વાતચીત કહી.

" બરોબર, એટલે મિસ તમને અહીં આવવા દેવાં માટે માની ગયાં એમને.. વેરી સ્માર્ટ. " જેક બોલ્યો.

" હા, પછી તેની પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો રહ્યો. જો તે ના પાડે તો ત્યાં બીજા બધાને ખબર પડી જાત તારાં વિશે. એટલે પછી વગર ઈચ્છાએ અમારી વાત માનવી પડી. " એલેનાએ બધી વાત કરી.

" અને પછી પેલાં કીટીવાળાં જાદુગર સાથે અમે અહીં આવ્યાં. " સ્ટીવ બોલ્યો.

" હેન્ડ્રીક નામ છે એનું, સ્ટીવ. " એલેના સ્ટીવને ટોકતા બોલી.

" હા હવે, બધું એક જ.. " સ્ટીવ બોલ્યો.

" બોવ સારું.. " એલેનાં બોલી અને પછી જેક તરફ જોઈને બોલી, " જેક, આ એલસ્ટોન તો એકદમ અલગ જ છે. હેન્ડ્રીક પણ અમને તેની કીટી પર બેસાડીને લઈ આવ્યો અને અહીં પણ બધું અલગ જ છે. "

" એટલે તો તેને કીટીવાળો જાદુગર કહું છું હું... પણ કોકને એમાં ય વાંધો છે.. " સ્ટીવ એલેનાને સંભળાવતાં બોલ્યો.

" શટ અપ, સ્ટીવ. ઘડીક વાર મોં બંધ રાખ તારું. " એલેના સ્ટીવ પર ગુસ્સો કરતાં બોલી અને ફરીથી જેકને પૂછ્યું, " હેન્ડ્રીક કોઈ પ્રોફેસર ફ્રેન્કની વાત કરી રહ્યો હતો.. તે કોણ છે? એ તને અહીં શા માટે લાવ્યો છે, જેક? "

" તે મારી મોમ વિશે જાણે છે. " જેક બોલ્યો.

" શું? "

" વોટ? "

એલેના અને સ્ટીવ બંનેને જટકો લાગ્યો.

" હા, હેન્ડ્રીકે કહ્યું હતું કે તેને તારી જરૂર છે. હું અહીં મારાં સવાલોના જવાબ જાણવા આવ્યો છું. મારી મોમ જીવે છે તો કેમ આટલાં વર્ષ મને તેનાથી અલગ રાખ્યો? પ્રોફેસર ફ્રેન્ક પાસે બધાં જવાબ છે. " જેક ઉદાસ થઈ ગયો.

" તો તું તેને મળ્યો? કાંઈ જાણવા મળ્યું? " એલેનાએ પૂછ્યું.

" હા, હું એને મળ્યો હતો. પણ આ બાબતે કાલે કોઈ વાત નહોતી થઈ. આજે તે બધું જણાવશે. " જેકએ કહ્યું.

સ્ટીવની નજર જેકની ડોક પર પડી. તેણે જેકને પૂછ્યું, " આ લોકેટ... તલવાર વાળું.. આવું જ કીટીવાળા જાદુગરે પણ પહેર્યું હતું. તારી પાસે ક્યાંથી આવ્યું? "

જેકએ તે લોકેટ હાથમાં લીધું અને આંખો બંધ કરી. એલેના અને સ્ટીવ બંને જેક તરફ જોઈ રહ્યાં. તેમને કંઈ ખબર પડી નહીં. એટલામાં બંનેની નજર બારી પર પડી. એક ગરુડ ઊડતું ઊડતું આવ્યું અને તે જેકનાં ખભા પર બેસી ગયું. જેકે આંખ ખોલી અને તેની તરફ જોઈ બોલ્યો, " હાય ગ્રીફી.."
જવાબમાં ગ્રીફીએ પણ તેનાં પાંખ ફફડાવ્યાં.

" જેક.. આ ગરુડ.. ગ્રીફી.. કયાંથી આવ્યું અચાનક.." સ્ટીવે પૂછ્યું.

" જેમ હેન્ડ્રીક પાસે કીટી છે, એમ જ હવેથી મારી પાસે આ ગ્રીફી રહેશે. અને આ લોકેટ પણ મને હેન્ડ્રીકે જ આપ્યું છે, ગ્રીફીને બોલાવવા માટે.. " જેકએ કહ્યું.

" ઓહ.. કુલ.. આ ફોર્ટ ઉપર પણ ગરુડનાં મુખવાળી આકૃતિ હતી. અને આ ગ્રીફી... હમમ.. જેક, આ જગ્યા સાથે કાંઈક તો કનેક્શન છે જ તારું.. " એલેના કળીઓ જોડી રહી હતી.

" હવે તે તો પ્રોફેસર ફ્રેન્કને મળ્યાં પછી જ ખબર પડશે.. " સ્ટીવે કહ્યું.

" હા, હવે બસ.. અત્યારે જ પ્રોફેસર ફ્રેન્ક પાસે જઈને બધી હકીકત જાણવી છે. નહીં તો આ જવાબ વગરનાં સવાલો મને પાગલ કરી મૂકશે. " જેક બંને હાથની મુઠ્ઠીઓ વાળીને બોલ્યો.

" હા જેક, અમે પણ તારી સાથે જ આવશું. " એલેના અને સ્ટીવે કહ્યું.

જેક, એલેના અને સ્ટીવ પ્રોફેસર ફ્રેન્કને શોધવા નીકળ્યાં. રહસ્યમયી એલસ્ટોન ટાઉનમાં આવેલ અલ્નોર ફોર્ટે એનાથી પણ વધુ રહસ્યોને છુપાવીને રાખ્યાં હતાં. જેક, એલેના અને સ્ટીવ ત્રણેયે પહેલી આ કિલ્લામાં પગ મૂક્યો હતો. અજાણી જગ્યામાં તેઓ પ્રોફેસર ફ્રેન્કને શોધી રહ્યાં હતાં. જેક પહેલીવાર પ્રોફેસર ફ્રેન્કને મોટા ખંડમાં મળ્યો હતો. માટે જેક તે બંનેને લઈને પહેલાં ત્યાં જ જવાનું વિચાર્યું. એમ પણ જેકને અલ્નોર ફોર્ટમાં એક તે મોટો ખંડ અને બીજો પોતાનો રૂમ, આ બે સિવાયની બીજી કોઈ જગ્યાની ખબર નહોતી.

" ઓ વાઉ, આવડો મોટો હૉલ. " સ્ટીવ તે ખંડમાં પ્રવેશતાં બોલ્યો.

" અહીં કોઈ હોય તેવું લાગતું નથી. " એલેનાએ કહ્યું. તે આખા હૉલમાં નજર ફેરવી રહી હતી. " જેક, આ કોણ છે?" એલેનાએ દિવાલ પર લગાવેલ મોટા પેઇન્ટિંગ તરફ આંગળી ચીંધીને પૂછ્યું. સ્ટીવ અને જેકે તે તરફ જોયું.

" હા, તે છે કિંગ આલ્ફ્રેડો. કિંગ ઓફ ધ એલસ્ટોન. " જેક બોલ્યો.

" ઓહ, તો એ પણ અહીં જ હશે ને? " સ્ટીવે પૂછ્યું.

" ના, તે જીવીત નથી. તેનાં મૃત્યુ પછી બધી જવાબદારી પ્રોફેસર ફ્રેન્ક પર આવી ગઈ છે. " જેક કિંગ આલ્ફ્રેડોનાં ચિત્રને જોઈ રહ્યો. તેને કિંગ આલ્ફ્રેડોનાં પેઇન્ટિંગને પહેલી વાર જોયું ત્યારે થયો હતો તેવો જ આભાસ ફરીથી થયો.

એલેનાની નજર જેક પર પડી. તેણે પૂછ્યું, " શું થયું જેક? "

" અ.. શું? " જેક થોડો મૂંઝાઈ ગયો.

" મેં એમ પૂછયું કે શું થયું? કેમ સતત તે પેઇન્ટિંગ તરફ જોઈ રહ્યો હતો.." એલેનાએ કહ્યું.

" ખબર નહીં યાર, પણ તેને જોઈને મને કાંઈક વિચિત્ર જ આભાસ થાય છે. પોતાનાપણું લાગે છે. જાણે હું તેને ઓળખાતો હોઉં. " જેકએ કહ્યું.

" પણ તું તો પહેલીવાર આવ્યો. તું ક્યાંથી ઓળખતો હો. " એલેનાએ કહ્યું.

" એ જ તો નથી સમજાતું.. " જેક બોલ્યો.

" હા, કદાચ કોઈ વહેમ થતો હશે. ચાલો હવે બીજી જગ્યાએ પ્રોફેસરને શોધીએ. " સ્ટીવે કહ્યું.

ત્રણેય તે ખંડમાંથી બહાર નીકળીને બીજી તરફ ગયાં. જેક, એલેના અને સ્ટીવને તે ડેડવુડ અને બીજી થોડી ઘણી જાણકારી આપી રહ્યો હતો જે હેન્ડ્રીકે તેને આપી હતી. તેઓ જઈ રહ્યાં હતાં ત્યાં એલેનાની નજર દરવાજા પર પડી. તેણે જેકને કહ્યું, " જો તે લાઇબ્રેરી લાગે છે. કદાચ ત્યાં હશે. "

જેક અને સ્ટીવએ તે બાજુ જોયું અને લાઇબ્રેરી તરફ ગયાં. જેકએ દરવાજાને હળવેકથી ધક્કો માર્યો અને ત્રણેય અંદર પ્રવેશ્યા.

" ઓહહોહો.. જેક... આ તો તારી જન્નત છે. " સ્ટીવ જેકનાં ખભા પર હાથ મૂકીને બોલ્યો.

" આ તો ગોડાઉન છે બૂક્સનું. " એલેના બોલી.

" હા યાર.." જેક બોલ્યો. આખી લાઇબ્રેરી પુસ્તકોથી ભરેલી હતી. મોટો રૂમ અને આખો પુસ્તકોથી ભરચક..જાણે કે દુનિયાભરનાં બધાં જ પુસ્તકોનો સંગમ.

" અહીં કોણ વાંચવા આવતું હશે? મને લાગતું તો નથી કે ઘણાં સમયથી અહીં કોઈ આવ્યું હશે... " એલેના તેની બાજુમાં પડેલાં ટેબલ પર લાગેલી ધૂળ પર આંગળી ફેરવીને બોલી.

" ત્યાં જુઓ, દરવાજો. તેની પાછળ શું હશે? " જેકની નજર લાઈબ્રેરીની અંદર રહેલાં દરવાજા પર પડી.

" ચાલ, જોઈએ. " સ્ટીવે કહ્યું.

ત્રણેય તે દરવાજા પાસે ગયાં. જેક તેને ખોલવા માટે હાથ આગળ કર્યો ત્યાં અવાજ આવ્યો, " હેય.. ત્યાં શું કરો છો. દુર હટો ત્યાથી."

અચાનક અવાજ સાંભળીને ત્રણેય હેબતાઈ ગયાં. પાછળ ફરીને જોયું તો હેન્ડ્રીક હતો.

" તમે અહીં શું કરો છો? ચાલો મારી સાથે. પ્રોફેસર ફ્રેન્ક જેકને બોલાવી રહ્યાં છે. હું ક્યારનો તમને શોધતો હતો. ચાલો હવે. " હેન્ડ્રીકે ત્રણેયને સાથે લઈને બહાર નીકળ્યો.

રસ્તામાં જતાં જતાં તેણે સહેજ ઉચ્ચા અવાજે કહ્યું, " અહીં ક્યાંય પણ મને જણાવ્યાં વગર જવું નહીં. ખાસ કરીને તે લાઈબ્રેરીમાં.. "

" કેમ? ત્યાં શું છે? " એલેનાએ પૂછ્યું.

જવાબમાં હેન્ડ્રીક મૌન રહ્યો. થોડીવાર બધાં ચૂપ રહ્યા અને હેન્ડ્રીકની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.

***


વધુ આવતાં ભાગમાં...


વધુ જાણવા બન્યા રહો.

તમારાં અમુલ્ય પ્રતિભાવોની આશા સહ.. રાધે રાધે..