ભેદભાવ - 5 - છેલ્લો ભાગ ગાબુ હરેશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ભેદભાવ - 5 - છેલ્લો ભાગ

હંસાબેન ચાની કીટલી લઈને આવે છે અને જ્યાં બેસવા જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે. હંસાબેન ચાની કીટલી નીચે મૂકી અને તરત જ બારણું ખોલવા માટે જાય છે. બારણું ખોલે છે તો રસિક ભાઈ આજે દરરોજ કરતા થોડા વહેલા ઘરે આવ્યા હતા. રસિકભાઈ અંદર આવીને મંજુબેન અને સમજુબેન ને જુએ છે એટલે તેઓ કહે છે, અરે વાહ ! આજે તો અહીં જ સત્સંગ ચાલુ થયો લાગે છે.ના અમે તો કિર્તન ગાઈએ છીએ, લો હવે તમે આવી ગયા ,તમે મંજીરા વગાડો. મંજુબેને રસિકભાઈ ની મજાક કરતા કહ્યું. અને ત્રણેય બહેનો હસી પડી.હા લ્યો હું અંદરથી મંજીરા લેતો આવું, એમ કહેતાં કને રસિકભાઈ અંદર જાય છે. હાથ-પગ મોં ધોઈને પાછા આવે છે. અને ચારેય બેઠા બેઠા ચા પીવે છે.
લ્યો ત્યારે હવે મને કહો કે તમે કોના કીર્તન અત્યાર સુધી ગાતા હતા. ચા પીધા પછી રસિકભાઈ અડાળી નીચે મુકતા બોલ્યા. આ તમારી નિશાડીના. હંસાબેને ટૂંકમાં જ જવાબ વાળી દીધો. હા હો મારી દીકરી છે જ એટલી હોશિયાર કે તમારે એના કીર્તન તો ગાવા જ પડે. અરે હા આ નિશાની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે તેના ટીચર આજે મને મળ્યા હતા. તે કહેતા હતા કે તમારી દીકરી ભણવામાં ખૂબ જ હોંશિયાર છે, મને તો તેનું ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે,તેને શહેરની કોઈ સારી સ્કૂલમાં એડમીશન અપાવી દો
ના હોં શેર-બેર ક્યાંય મોકલવી નથી ! હવે એને ઘરનું કામ પણ શીખવાનું હોય ને ! સાસરે કાંઈ હું સાથે નહીં જાઉં.હંસાબેન ગુસ્સો કરતા બોલ્યા.
જો હંસા આ મારી દીકરીના ભવિષ્ય નો સવાલ છે. તેથી આ બાબતમાં હું તારી એક પણ વાત સાંભળવાનો નથી રસિકભાઈ એ પોતાના નિર્ણય કડકાઈથી સંભળાવી દીધો.
રસીકભાઈ હું આ બંનેને એજ વાત કયારની સમજાવી રહી હતી. કે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. દીકરી અને દીકરા વચ્ચે ના કોઈ ભેદભાવ આજે રહ્યા નથી. આમ પણ આપણે ત્યાં કહેવત તો છે જ ને, કે "દીકરી ભણે તો બે ઘર તારે"ભણેલી દીકરી હશે તો પોતાના સંતાનોને પણ તે શિક્ષિત કરશે અને તેને સારા સંસ્કાર આપશે. સમજુ બહેને રસિકભાઈ નો પક્ષ લેતા કહ્યું.
હા સમજુબેન હું પણ પાછલા ઘણા સમયથી તેને એ જ સમજાવી રહ્યો છું, કે તમે સ્ત્રીઓ જ જો દીકરીઓને આગળ વધવામાં વિઘ્નરૂપ બનશો તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે. રસિકભાઈ પણ આજે આ વિષય પર ચર્ચા કરી લેવાના મુડમાં હોય તેવું લાગ્યું.
જમાનો ભલે ગમે ત્યાં પહોંચ્યો હોય. અને સ્ત્રીઓ પણ ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય, તેમ છતાં તેમની સુરક્ષા બાબત ખાસ કોઈ માનસિકતા આ સમાજની બદલી હોય તેવું લાગતું નથી.આજે પણ ટીવી અને છાપાઓમાં અનેક સમાચાર સ્ત્રીઓની છેડતી,બળાત્કારના આવે છે ત્યારે મને તો દીકરીઓને ઘરની બહાર જવા દેવામાં ખુબ જ જોખમકારક લાગે છે. મંજુબેને પોતાના મનની શંકા વ્યક્ત કરી.
મને લાગે છે કે એની પાછળ પણ આપણે માતા-પિતા જ જવાબદાર ગણાઈએ. કારણકે છેડતી કે બળાત્કાર કરનાર મવાલી છોકરાઓના માતા-પિતાએ તેને જરૂરત કરતા વધારે છૂટછાટ આપેલી હોય છે. તેઓને ભાગ્યે જ પૂછવામાં આવતું હોય છે, કે તેઓ મોડી રાત સુધી અથવા તો દિવસ ભર ક્યાં હતો. જેમ દીકરીઓને બહાર જાય ત્યારે બધુ પૂછવામાં આવે છે, જેમકે ક્યાં જાય છે ? કોની સાથે જાય છે ? ક્યારે પાછી આવશે ? વગેરે અનેક સવાલો પૂછીને પાકી ખાતરી કરી અને પછી જ જવા દેવામાં આવે છે. તેવી જ રીતે જો છોકરાઓને પણ કડક પૂછપરછ કરવામાં આવે અને સમયસર ઘેર આવવાનું કહેવામાં આવે, અને તેમના પર નજર રાખવામાં આવે કે તેઓ બહાર ગયા પછી શું પ્રવૃતિ કરે છે,કોની સાથે રહે છે.વગેરે બાબતો પર ધ્યાન આપવામાં આવે તો અમુક અંશે હકારાત્મક પરિણામ લાવી શકાય. સમજુ બેને મંજુબેન ની શંકાનું સમાધાન કરવાની કોશિશ કરતા કહ્યું.
રશિકભાઈ બોલ્યા આપણી સરકારે દીકરીઓના શિક્ષણ માટે અનેક યોજનાઓ બનાવી છે. અને તેમની સુરક્ષા માટે પણ નવા નવા કાયદાઓ બનાવ્યા છે. જો દીકરીઓ ભણશે તો તેઓ આ કાયદાઓનો સારી રીતે ઉપયોગ કરી શકશે. આજે તો લગભગ તમામ સ્કૂલોમાં જૂડો-કરાટે તથા અન્ય શારીરિક કસરતો કરાવવામાં આવે છે.જેના થકી છોકરીઓ પોતાનું આત્મરક્ષણ પણ કરી શકે.
વાત તો તમારી સાચી છે.જે હવે અમને ગળે ઉતરે છે. સાચું કહું છુંને હંસાબેન ! હા હો હું પણ મારી નિશા સાથે ખરેખર અન્યાય કરી રહી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં હું તેને ઘરની ચાર દીવાલોમાં પુરી રાખવા માંગતી હતી જે ખરેખર મારી ભૂલ હતી. હવે હું પણ દીકરા-દીકરી વચ્ચે નો ભેદભાવ રાખ્યા વગર મારી નિશાને શહેરમાં ભણવા માટે મોકલીશ.

અરે સમજુબેન તમારા જેવા પાડોશી દરેકને મળે જેથી અમારા જેવા દરેકને સાચી અને સારી માહિતી મળી રહે. મંજુબેને સમજુ બહેનનો આભાર માનતા કહ્યું, આગળ કહ્યું હવે પછી હું પણ મારી દીકરી જલ્પાને આગળ અભ્યાસ માટે શહેર ભણવા માટે મોકલીશ જેને મેં ગયા વર્ષે ભણવામાંથી ઉતારી લીધી હતી.
સમાપ્ત
🌹🌹 ગાબુ હરેશ 🌹🌹