Bhedbhav - 3 books and stories free download online pdf in Gujarati

ભેદભાવ - 3

રસિકભાઈ સવારે જાગી નિત્યકર્મ પતાવી અને નાસ્તો કરવા માટે બેસે છે. હંસાબેન અને નિશા પણ તેની સાથે જ છે, પણ અશોક ક્યાંય નજરે ન ચઢતા રસિકભાઈ પૂછે છે ! અશોક ક્યાં છે ? એ તો હજી જાગ્યો જ નથી, સૂતો છે. હંસાબેને જવાબ આપ્યો. હજુ એને ક્યાં સુધી સૂવું છે ! જાવ, જગાડો. રસિકભાઈ ને હજુ રાતનો ગુસ્સો ઉતર્યો ન હોય કેમ બોલ્યા. નિશા તરત જ અશોક ના રૂમ તરફ; અશોક ને જગાડવા માટે જાય છે.
રસિકભાઈ નાસ્તો કરીને પોતાનાા કામે જતા રહે છે. આ બાજુુુુ અશોક પણ તેના પપ્પાને જવાની રાહ જોઈ રહ્યો હોય તેમ તેમના ગયા પછી જ નાસ્તોો કરવા માટે આવે છે. તે નાસ્તો કરતા કરતાં જ તેના મમ્મી પાસે પૈસાની માગણી કરે છે. મમ્મી મને પૈસા આપો મારે કોલેજ જવાનુંં મોડું થાય છે. હંસાબેન તરત જ બટવા માંથી સો રૂપિયાની નોટ કાઢીને અશોક ને આપે છે. હું કંઈ નાનું છોકરું નથી ! તે તમે મને આ સો રૂપિયા આપો છો. અશોક બનાવટી ગુસ્સો કરતાં બોલ્યો. પણ બેટા તાારે જવા આવવાનું ભાડુ તો ખાલી 20 રૂપિયા થાય છે. હંસાબેન હિસાબ કરાવતા હોય તેમ કહે છે. અશોક નાસ્તો અધવચ્ચે મૂકીને મોઢું ચડાવીને પોતાના રૂમમાં જઈ અને પોતાની બેગ લઇ ને કોલેજ જવા નીકળી જાય છે. તે રૂમમાંથી બહાર નીકળે ત્યારે હંસાબહેન કહે છે. પણ, તું મારી વાત તો સાંભળ ! અશોક કશું જ સાંભળવા ઊભો રહેતો નથી અને જતો રહે છે.
નિશા પણ તૈયાર થઈને પોતાની શાળાએ જવા નીકળે છે. ત્યાં જ હંસાબહેન તેને કહે છે. અલી તું ક્યાં ચાલી અત્યારમાં ! ઘડીક રહીને જાજે, ઓલા વાસણ માંજતી જા. પણ, મમ્મી મારી સ્કૂલ ખુલી ગઈ હશે. નિશાએ દબાતા અવાજે કહ્યું. હવે ખૂલેલી જ છે સ્કૂલ, તારે ક્યાં ભણીને નોકરીએ જવું છે ! હંસાબેન નિશા સામે તાડૂકી રહ્યા. નિશા પાછી વળીને વાસણ માંજવા બેસી ગઈ. અને મનમાં વિચારવા લાગી. કે મમ્મી મારા અને ભાઈ વચ્ચે આવો ભેદભાવ કેમ કરે છે. ભાઈ તેની સાથે સરખી વાત સુદ્ધા પણ કરતો નથી. છતાં તેની સાથે કેમ પ્રેમથી વાત કરે છે. અને મારી સાથે સાવકી મા જેવો વ્યવહાર કરે છે. હું તો મમ્મી જેમ કહે તેમ કરું છું. તેની દરેક વાત માનું છું. તેમને દરેક કામમાં મદદ પણ કરું છુ, છતાં મારી સાથે કેમ આવો તોછડો વ્યવહાર કરે છે. અને ભાઈ તો તેની કોઈ વાત પણ ધ્યાનથી સાંભળતો નથી. છતાં મમ્મીને ભાઈ પ્રત્યે પ્રેમ અને મારા પ્રત્યે ધૃણા કેમ છે એ જ સમજાતું નથી. મારો વાંક શું ? એ જ કે હું છોકરી છું. તો પછી મમ્મી પણ એક સ્ત્રી જ છે, ભુતકાળમાં તેઓ પણ છોકરી હશે જ ને ! શું તેમની સાથે પણ તેમની મમ્મી આવો જ વ્યવહાર કરતા હશે ?
વાસણ માંજીને નિશા પોતાની સ્કૂલ બેગ લઈને સ્કૂલે જવા નીકળી જાય છે. હંસાબેન પણ ઘર કામ પતાવીને લસણ ના ગાંઠીયા લઈને લસણ ફોલવા માટે પડથારે બેસી જાય છે. ત્યાં જ પાડોશમાં રહેતા મંજુબેન આવે છે. જોકે આ તેમનો નિત્યક્રમ છે. ક્યારેક મંજુબેન હંસા બેન ના ઘરે બેસવા આવે અથવા ક્યારેક હંસાબેન મંજુ બેન ના ઘરે બેસવા જાય. મંજુબેન પણ આવીને લસણ ફોલવા બેસી જાય છે. અને પછી વાતો નો દોર ચાલુ થાય છે.
મંજુબેન : છોકરા ક્યાં નિશાળે ગયા છે ?
હંસાબેન : હા
મંજુબેન : આ નિશા હવે મોટી થઈ ગઈ છે, એને ક્યાં સુધી ભણાવવી છે ?
હંસાબેન : હું તો કે'દુની કવ છું. ઘણું ભણી લીધું, પણ એના પપ્પા નથી માનતા.

હજી તો બંનેએ વાતો ની શરૂઆત કરી હતી ત્યાં જ બારણે ટકોરા પડ્યા અને બંને ચૂપ થઈ ગઈ. બંને વિચારવા લાગ્યા કે અચાનક અત્યારે આ કોણ આવ્યું હશે ?

કોણ હશે ? એ જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ


🌹🌹 ગાબુ હરેશ 🌹🌹

આભાર મિત્રો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED