ભેદભાવ - 1 ગાબુ હરેશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

ભેદભાવ - 1

નિશા તું ક્યાં રખડતી હતી ? અત્યાર સુધી ભટકવાનું હોય ? તું છોકરી છે ઈ ખબર નથી પડતી ? દી આથમે ઈ પેલા તારે ઘરે આવી જવાનું. ઘડિયાળ માં જો તું આઠ વાગી ગયા !! કેટલું અંધારું થઈ ગયું છે જો તો ખરી ? હંસાબહેન નિશાને ધમકાવી રહ્યા હતા. રસિકભાઈ આ બધું રસપૂર્વક સાંભળી રહ્યા હતા. પરંતુ અત્યારે તેમણે કંઈપણ બોલવાનું મુનાશિફ ન સમજ્યું. થોડીવારે ત્રણેય વાળુ કરવા બેઠા, ત્યારે નિશાએ હંસાબેનને પૂછ્યું ભાઈ હજુ નથી આવ્યો ? ના , ઈ એના મિત્રો હારે શેરમાં ગ્યો છે, મોડકથી આવશે. મમ્મી મને થોડુંક દૂધ આપને , તિખ લાગી છે. નિશાએ કહ્યું. દૂધ ભઈલા માટે રાખવાનું છે, છાનીમાની છાશ પિય લે. છણકો કરતા હંસાબેન બોલ્યા. રસિકભાઈ આંખોના ડોળા હંસાબેન સામે કાઢતા નિશાને દૂધ આપ્યું. હંસાબેન સમજી ગયા હતા કે આગળ કશું બોલવા જેવું નથી. તે રસિકભાઈ ની આંખો માં ગુસ્સો સાફ જોઈ રહ્યા હતા.
અશોક તેના મિત્રો સાથે શહેરમાંથી લગભગ રાત્રિના દસેક વાગ્યે ઘેર આવ્યો. હંસાબેન તેને આવકારતા કહેવા લાગ્યા. મારો દીકરો શહેરથી આવી ગયો , થાકી ગયો હશે નય. ચાલ હવે જલદી જમી લે. મા મેં તને ના પાડી છે ને ,કે મારી સાથે આવા ખોટા લાગણીવેડા કરવાના નય. મને તમારો આ ખોટો દેખાડો પસંદ નથી. મહેરબાની કરીને મારી સાથે આવા ખોટા લાગણીવેડા કરશો નહીં. અને હા હું નાસ્તો કરીને આવ્યો છું, મારે નથી જમવું, હવે મને જાવા દિયો મને ઊંઘ આવે છે. અશોક તોછડાઈથી બોલી ગયો. પણ, દુધ તો પીતો જા. હંસાબેન બોલ્યા. મમ્મી ના નો પાડી તને, હવે મારું મગજ નો ખા. અશોક અવળચંડાઈ થી બોલી ગયો.
રસિકભાઈ ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારથી અશોક ઘરમાં પ્રવેશ્યો ત્યારથી તેઓનું ધ્યાન તો ટીવી પર હતું , પણ કાન અશોક અને તેની મમ્મીના સંવાદ પર મંડાયા હતા. હવે તેઓ અશોક અને તેની મમ્મી ની પાસે આવ્યા અને અશોક ને કહ્યું ક્યાં હતો અત્યાર સુધી ? તમને ખબર તો છે કે એના મિત્રો સાથે શહેર ગયો હતો. અશોક વતી હંસાબેહેને જવાબ આપતા કહ્યું. તું ચૂપ રહીશ થોડીવાર રસિકભાઈ એ ગુસ્સા સાથે કહ્યું. હા તો મહારાજા અત્યાર સુધી ક્યાં હતા ? રસિકભાઈ એ અશોકની નજીક આવીને પૂછ્યું. જી પપ્પા હું શહેર ગયો હતો. અશોકે જરા ધીમાં અવાજે કહ્યું. હા તો શહેરને તમારી શું જરૂર પડી હતી ? રસિકભાઈ એ તરત જ બીજો પ્રશ્ન કરતા કહ્યું. જી...... પપ્પા ......એ તો મિત્રો જતા હતા ને એટલે હું પણ...... અશોક ત્રુટક ત્રુટક બોલ્યો. હંમ તો ભાઈ સાહેબે સિગરેટ પણ પીવાનું ચાલુ કર્યું છે એમને ! રસિકભાઈ બોલ્યા. હવે એ બધું તમે જાવા દ્યો ને , કાલે સવારે એ બધું તમે પૂછજો, અત્યારે એને સુવા દીયો. હંસાબેન વચ્ચે પડતા બોલ્યા. જો તને કહી દઉં છું, આ તારો લાડકો છે ને એક દિવસ બગડી ને બેહાલ થઇ જશે. અને ત્યારે તેને પાછો વાળવો પણ મુશ્કેલ પડી જશે. તેથી જ કહું છું પાણી પહેલા પાળ બાંધી લેવી સારી, તું જરા સુન્ઘ તો ખરી , એના મોઢામાંથી સિગરેટ ની વાશ આવે છે રસિકભાઈ હંસાબેનને સમજાવતા બોલી ગયા અને પછી અશોક તરફ ફરીને બોલ્યા, જો આ ઘર છે કોઈ ધર્મશાળા નથી, તે ગમે ત્યારે ચાલ્યું આવવાનું, હવે પછી આ બધું આ ઘરમાં નહીં ચાલે, સમજી ગયો ને ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ હવે પછી આવતા અંકે
🌹 હરેશ 🌹