ભાગ-2માં આપણે જોયું કે કિશન સુરભીનાં માતા-પિતાને મનાવવા માટે સુરભનાં ઘરે જાય છે........હવે આપણે ભાગ -3માં જોઈએ તે સુરભીનાં માતા-પિતાને મનાવસ શકે છે કે નહીં?
કિશન સુરભીનાં માતા-પિતાને મનાવવા માટે સુરભીનાં ઘરે પહોંચે છે. સુરભીને આ બાબાતની કંઈપણ જાણ હોતી નથી. તે બસ પોતાના રૂમમાં રડયાં કરે છે. કિશન એનાં ઘરે પહોંચે છે. સુરભીનાં માતા-પિતા કિશનને જોયને ખુબજ ગુસ્સામાં આવી જાય છે. તે કિશનને જોયતા તરત જ બોલે છે. તારી હિમ્મત કેમ થઈ અહિંયા આવવાની.......!!!!!!! કિશન કહે છે મારી વાત તો સાંભળી લ્યો. પરંતુ તે કિશનનુ કંઈપણ સાંભળવા જ નહોતા માંગતા, તેને કિશન સાથે સુરભી પસંદ જ ના હતી. કિશન રડતાં રડતાં કહે છે, તમે જેમ કહેશો એમ હું કરીશ. પણ, બસ મને અને સુરભીને અલગ નાં કરો. કિશન હાથ જોડીને કહે છે અમને સાથે રહેવા દયો. અમે એકબીજા વગર નહીં રહી શકીએ. બહારથી જોર જોરથી અવાજ આવતાં સુરભી બહાર આવે છે જોવા માટે તો તે, કિશનને જોય જાય છે. અને દોડતાં તરત જ કિશન પાસે આવી પહોંચી છે, સુરભી રડવાં લાગે છે અને કિશનને કહે છે તું અહીંયા કેમ અને તારે કોઈપણ ની સામે હાથ જોડવાની જરૂર નથી. કિશન કહે છે હું તારા માટે કંઈપણ કરી શકું છું.........
સુરભીનાં પિતા સુરભીનાં માતા ને કહે છે તું સુરભીને અંદર લય ને જા.....!!!! સુરભીનાં માતા સુરભી ને અંદર જવા માટે કહે છે પરંતુ, સુરભી જવા માટે તૈયાર ન હતી. તે કિશનનો હાથ મુકવા તૈયાર જ નહતી. સુરભીનાં માતા-પિતા જબરદસ્તી સુરભી અને કિશનને અલગ કરે છે. અને સુરભીને રૂમમાં બંઘ કરી દેય છે. કિશનને સુરભીનાં પિતા ઘમકી આપે છે તું અહીંયાથી ન જતો રે અને બીજીવાર સુરભીની આસપાસ કે અહીંયા મને જોવા પણ મળીશ, તો બસ, સમજી લેજે તારી ખેર નથી. કિશનને ઘકકા મારી ને ઘરની બહાર નિકાલે છે. અને દરવાજો બંઘ કરી નાખે છે.
કિશન રડતાં રડતાં પોતાના ઘરે આવે છે. અને પોતાના પિતાને બઘી વાત કહી સંભળાવે છે. તેમનાં પિતા તેને કહે છેુ તેં ચિંતા ના કરીશ. હું મારા તરફથી પ્રયત્નત કરીશ. એમનાં પિતા સાથે વાત કરીશ. કિશનને થોડી એવી આશા રહે છે. કિશનનાં પિતા પોતાના તરફથી ખુબજ પ્રયત્ન કરે છે સુરભીનાં પિતાને મનાવવા માટે પરંતુ, સુરભીનાં પિતા એકનાં બે થવાં તૈયાર ન હતાં. અને છેવટે, સુરભીનાં લગ્ન નકકી કરી નાખે છે. બીજા છોકરા સાથે... સુરભી પાસે અને કિશન પાસે રડયા સિયાવ બીજો કોઈ૫ણ રસ્તો ન હતો. સુરભી કિશનને કોઈપણ રીતે કહી શકે તેમ પણ નહતી કે તેનાં લગ્ન નકકી કરી નાખ્યાં છે. કિશનને સુરભીનાં લગ્નની કંઈ પણ ખબર ન હતી સુરભી પણ પોતાના પિતાને કહી આપે છે. હું લગ્ન કરીશ તો ફકત કિશન સાથે બીજા કોઈપણ સાથે નહીં કરું. તો સુરભીનાં પિતા સુરભીને મારી અને કિશન માંથી એકને તુ પસંદ કરી લે........યાતો તારા પિતા યાતો કિશન બંને સાથે નહીં રહી શકે. સુરભી પાસે કોઈ જવાબ ન હતો કેમકે, તે પોતાના પિતાને કંઈ રીતે મુકી શકે........!!!!!!
સુરભી આખરે લગ્ન માટે હા પાડે છે. સુરભીનાં પિતા ખુબજ ખુશ થાય છે. પરંતુ, તે એ નથી સમજતાં કે સુરભી જબરદસ્તી માં હા પાડે છે. તે બંને ના લગ્ન થઈ જાય છે. અને બીજી બાજું કિશનને જાણ કરે છે સુરભી, કે કિશન તું મને ભુલીજા મારા લગ્ન થય ગયાં છે. હવે હું તારી નથી... આ સાંભળીને કિશનનો તો જાણે શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય એવું લાગ્યું......છેવટે, બંનેનાં દિલમાં પ્રેમ હોવા છતાં એકબીજાથી અલગ થવું પડયું. સુરભી એ પોતાના પિતા માટે પોતાના પ્રેમનો ત્યાગ કર્યો. અને તેમની પ્રેમ કહાની બસ અઘુરી રહી ગઈ..........................................................................
"પ્રેમ કરવો મુશ્કેલ કામ નથી. પરંતુ, પ્રેમ પુરી જીંદગી નિભાવવો ખુબજ મુશ્કેલ છે"
આવીજ રીતે મિત્રો જો આપણે કોઈને સાચો પ્રેમ કરતા હોય તો, હંમેશા એમને સાથ, સહકાર અને આદર આપજો. કેમ કે, નસીબ વાળાનો જ પ્રેમ પુરો થાય છે. મારી આ કહાનીથી કોઈને જાણે અજાણે કોઈના દિલને ઢેસ પહોંચી હોયતો, મને માફ કરજો.......