અઘુરી પ્રેમ કહાની - ભાગ- 2 Adroja Mital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘુરી પ્રેમ કહાની - ભાગ- 2

ભાગ-1માં આપણે જોયું કે, સુરભી એ કિશનને મળવા માટે બોલાવ્યો: કિશન સુરભી ને મળવા માટે પહોંચયો.......હવે જોઈએ આગળ શું થાય છે? તે આપણે ભાગ-2માં જોઈએ..............................................................................!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

સુરભી બોલી કિશન................તે મને કહયું તે બાબત ઉપર મેં ખુબજ વિચારયું. અને હું પણ તને પ્રેમ કરું છું. એમ કહી પોતાના દિલની બઘી વાત કહી સંભળાવી. આ સાંભળી કિશન તો બસ થોભી ગયો અને ચોકકી ઉઠયો, તે તો બસ સપનું જોઈ રહયો હોય એવું તેને લાગતું હતું, તેની આંખમાં તો ખુશીના આસું આવી ગયાં.

તેની પાસે સુરભીને કહેવા માટે કોઈ પણ શબ્દ નહોતા. તે બંને એકબીજાની સામે બસ તાકી તાકીને જોઈ રહયા હતાં. શું કહેવું શું કરવું ? બંને માંથી કોઈને સમજણ પડતી નહતી. બંને ખુબજ ખુશ હતા. ઘીમે ઘીમે દિવસો પસાર થવા લાગ્યા.

"सुबह के उजाले के बाद शाम का अंधेरा आता ही है|"

પરંતુ એક દિવસ.......................................

તે જ રીતે સુરભી અને કિશનની રાજીખુશીની જીંદગીમાં પણ કયામતની રાત આવી હતી. સુરભીનાં માતા-પિતાને સુરભી અને કિશનના સંબંઘની જાણકારી મળી ગયેલી હતી.

તેઓને કિશન પસંદ નહતો. અને તે બંનેની જ્ઞાતી પણ અલગ-અલગ હતી. સુરભીએ તેમનાં માતા-પિતાને ખુબજ સમજાવ્યાં. પરંતુ, તેઓ એકનાં બે થવાં તૈયાર નહતાં. તેથી તેમનાં માતા-પિતાએ સુરભીને જાણ કર્યાં વગર કે પૂછયાં વગર તેનાં લગ્ન કોઈ બીજા છોકરા સાથે નકકી કરી દીઘા.

બીજી તરફ કિશન ને કાંઈ પણ જાણ ન હતી કે સુરભી સાથે શું થયું? તે કયાં છે? શું કરે છે? કામ પર કેમ નહીં આવતી? કાંઈ પણ સમજાતું ન હતું. તેનાં મનમાં હજારો પ્રશ્રન

તેનાં કોઈપણ જવાબ તેમની પાસે ન હતાં. તે બસ સુરભીના વિચારમાં ડુબેલો અને ચિંતામાં હતો. તે વારંવાર સુરભીને ફોન કર્યાં કરતો હતો. છતાં, તેનો ફોન બસ બંઘ આવતો હતો. તે ખુબ ગભરાય ગયો હતો. એને ખરાબ વિચારો આવતા હતા સુરભી ને કંઈ થયું તો નહીં હોય ને..? તે બરોબર તો હશે ને..? કિશને સુરભીની બઘી સહેલીઓને પણ પુછ-પરછ કરી પરંતુ, તેને કોઈ ને પણ કાંઈ જાણ ન હતી.

બે દિવસ પછી, મઘરાત્રે કિશનને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કિશન ત્યારે સુરભીનાં વિચારમાં જ ડુબેલો હતો. તે રડતો હતો.અચાનક ફોન આવ્યો તેણે ફોન ઉઠાવ્યો ત્યાં, સુરભી બોલી કિશન એ સાંભળીને કિશન તો બસ જીવમાં જીવ આવ્યો અને તરતજ બોલવા લાગ્યો તું કયાં છે? કેમ છે? કામ પર કેમ નહીં આવતી? સવાલો ની લાંબી લાઈન કરી દીઘી. પરંતુ, સુરભી તરતજ રડવાં લાગી કિશન એ પૂછયું શું થયું તું કેમ રડે છે? સુરભી ખુબજ રડવાં લાગી પરંતુ, તે કાંઈપણ કરી શકે તેમ ન હતી. તેણી એ કિશનને જે કાંઈ પણ થયું તે બઘી હકીકત કહી સંભળાવી અને કહયું કિશન હું તારા વગર નહીં રહી શકું પરંતુ, હું માતા-પિતાને મુકીને પણ તારી સાથે ના આવી શકું.... આટલુ કહેતાં જ સુરભીનાં રૂમમાં કોઈનો અવાજ આવ્યો અને સુરભી એ ફોન મુકી દીઘો.

કિશનને કાંઈપણ બોલવા નો કે કહેવા નો મોકો અ જ ના મળ્યો. તે ખુબ રડવા લાગ્યો તે કોને કહે? શું કરે? તેને પણ સમજાતું ન હતું કિશન સુરભીને અનહદ પ્રેમ કરતો. તેણે કયારેય પણ સુરભી વગર રેહવાનું કે જીવવાનું વિચાર્યું પણ ન હતું. તેણે વિચાર કર્યો કે કાલે તે સુરભીનાં ઘરે તેનાં માતા-પિતાને મળવા જશે તે જે કહેશે તે, કરવા હું તૈયાર થઈ જઈશ બસ સુરભી સાથે મારા લગ્ન કરાવી અમને સાથ આપે. બીજી સવારે કિશન સુરભીનાં માતા-પિતાને મળવા માટે નિકળી પડુ છે..

હવે, સુરભીનાં માતા-પિતાને કિશન મનાવી શકે છે કે કેમ શું થાય છે. તેમનો પ્રેમ પુરો થાય છે કે નહી. તે આપણે જોઈએ ભાગ-3માં.