દીકરી નું સન્માન Sankhat Nayna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી નું સન્માન

આજે એક દીકરી પોતાની આત્મ કથા લખે છે.
હું એક દીકરી લખી રહી છું. બધીજ દિકરીઓ માટે થોડુક દુનિયાને બતાવવાં માંગુ છું. દરેક દીકરી પોતાની રીતે જિંદગી જીવવા માંગતી હોય છે. કોણ જાણે દુનિયા ક્યારે એને સ્વીકારશે? કોઈ દીકરી સ્કૂલ થી કે કોલેજ થી મોડી આવે તો માણસો નવી નવી વાતો કરે છે. કોઈ દીકરી કોઈ છોકરા પાછળ ગાડીમાં બેસીને આવતી હોય કે જતી હોય. છોકરા સાથે ઊભી હોય તો લોકો ગલત મતલબ થી જોય છે. એવું કેમ દીકરી માટેજ? અરે એનો ભાઈ પણ હોઈ શકે. એનું જાણીતું પણ હોય શકે જરૂરી નથી કે બોયફ્રેન્ડ જ હોય. થોડાક પણ દીકરી માટે કોઈ વિચાર નથી. જ્યારે કોઈ છોકરી ને એકલી જોઈ જાય એટલે અમુક ખરાબ લોકો છોકરી ની છેડતી કરે મશ્કરી કરે. કેમ ભાઈ આવું? આપણી માં પણ એક દીકરી હતી. આપણી બેન છે એમ એ પણ કોઈની બેન હસે. ઘણા લોકો ને છોકરીઓ કહે તારે બેન નથી કે મારી સામે જુવે છે? ત્યારે પેલો છોકરા નો જવાબ શું હોય ખબર? ના મારે બેન નથી અથવા તારી જેવી નથી. અરે આપણે બેન નથી પણ બીજાની બેન નું તો થોડું માન રાખો. કેવી દુનિયા છે. એમાં આપણો ભારત દેશ જ્યાં વધારે બળાત્કાર થાય છે. અમુક દેશ માં બળાત્કાર કરનાર ને પથ્થર મારો કરીને મારી નાખવામાં આવે છે. અમુક દેશ માં શૂળી પર ત્યાજ લટકાવી દેવા માં આવે છે. અને આપણા દેશ માં ચુકાદો આવે. લડત થાય પછી થોડાક મહિના પસાર થાય ત્યારે ખબર પડે કે ઉમ્ર કેદ થઈ કે ફાંસી. હાલ માં એક બનાવ સારો બન્યો હતો બળાત્કારી ઓને એન્કાઉન્ટર કરી દીધા હતા. એવું થશે તો દેશ માં ગુન્હો કોઈ નહિ કરે. પોલીસ અને અદાલત સજા ત્યારે આપશે જ્યારે ગુન્હો થશે. બજાર માં કે અમુક જગ્યા એ કોઈ છોકરી એકલી હોય તો આપણી ફરજ પડે એને ઘરે પહોંચાડવી. કે નઈ એનો ફાયદો ઉઠાવવો. આપણો દેશ સોને કી ચીડિયા છે. તો શા માટે એને તાંબા ની બનાવો છો? દેશ પર બધા ગર્વ કરો છો તો દીકરી પર પણ ગર્વ કરો. ફક્ત છોકરા ની વાત નથી. આપણી બાપ ની ઉંમર ના અમુક લોકો પણ છોકરી ઓને ગલત રીતે જુવે છે. બસ માં સેફ નઈ. બજાર માં સેફ નઈ. તો શું ઘરમાંજ રેવાનું?
દીકરી નું સન્માન કરો. સાસરે જાય તો ત્યાં ત્રાસ કેમ બધું દીકરીને જ.? ક્યાં કારણ થી આવું થાય. મે મારી સ્કૂલ માં આ વાત કરી હતી ત્યારે મને એક સાહેબ એ જવાબ આપ્યો. છોકરીઓ ટૂંકા કપડા પહેરે છે એટલે આવું થાય છે. અરે મારા ભાઈ એવું છે તો ૫ વર્ષ ની બાળકી નો શું કસુર? એનો કેમ બળાત્કાર? ૪ વર્ષ ની બાળકી નો શું વાંક? આપણો જોવાનો નજરિયો ગલત છે. આ ૨૧ મી સદી છે એનો મતલબ એવો નથી કે ટૂંકા કપડાં પહેરે એ ખરાબ છે. હા અમુક દીકરીઓ પોતાના પપ્પા ને ઘરે થી ભાગીને લગ્ન કરે છે. હું એ દીકરીઓ ને કેવા માંગુ છું કે. તમે એવું માનતા હોય ને કે તમને દુનિયા માં એ છોકરો ખૂબ પ્રેમ કરે છે તો ખોટી વાત છે. દુનિયા માં વધારે પ્રેમ આપણા મમ્મી પપ્પા કરતાં હોય છે. એ છોકરો સમજદાર હસે ને તો આપણા ભગવાન થી આપણે ભગાડી ને નઈ લઈ જાય. આપણા માં પાપા આપણા ભગવાન છે. એમણે જન્મ આપ્યો આપણે એનેજ ધોકો આપીએ? એવી દીકરી ને ડૂબી મરવું જોયે. હા, આપણે પ્રેમ થય ગયો પાપા ને વાત કરો એમને સારો લાગશે તો લગ્ન કરવાના. કારણ કે પપ્પા એ આપણી કરતાં વધારે દુનિયા જોઈ હોય છે એટલે આપણી કરતાં એને વધારે ખબર હોય.
હું પણ એક દીકરી છું સમજુ છું દરેક દીકરીની વાત. એટલા પણ પ્રેમ માં આંધળા નઈ થઈ જવું કે કઈ ખબર ના પડે. બસ મારું લોકો ને એટલુજ કેહવુ છે દરેક દીકરી નું સન્માન કરો. એને નીચું જોવું પડે એવું કોઈ કામ ના કરતા. એક દીકરી ની હિજ્જત શું હોય એ એક દીકરીને જ ખબર હોય. ક્યારેય કોઈ છોકરી ની હિજજત સાથે ખેલ નઈ ખેલવો. બધીજ દીકરીઓ બહાદુર નથી હોતી કોઈક કમજોર પણ હોય છે. છેલ્લે આત્મહત્યા નું પગલું ભરવું પડે એવું કોઈ કામ ના કરતા. અમુક લોકો પ્રેમ માં છોકરીને ફસાવે પછી એનો ગલત ફાયદો ઉઠાવે એવું ક્યારેય ન કરવું આપણી બેન સાથે કોઈ આવું કરે ત્યારે? કોઈની બેન સાથે ખરાબ ક્યારેય ન કરવું બસ આટલું દીકરી માટે. જય હિન્દ