પ્રીત પારકી Sankhat Nayna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રીત પારકી

આ રચના હકીકત છે. એક છોકરી ની વાત છે જે ખુબ નિખાલસ, સાદગી થી જીવન વિતાવે છે. એક વાર ની વાત છે તે કોલેજ જતી હતી રસ્તામાં એક છોકરો તેને જોઈ રહ્યો હતો.
તે છોકરા ને તે ખુબજ ગમી ગઈ હતી. તે છોકરો પેલી છોકરી નો પીછો કરતો હતો આ વાત ની પેલી છોકરી ને ખબર ન હતી. તે બિચારી પોતાના વિચાર માં ને વિચાર માં જતી હતી. તેમ કરતાં કરતા પેલી છોકરી નું ઘર તે છોકરા એ જોઈ લીધું. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા હતા.
એક દિવસ તે છોકરી ની અને મારી પરિક્ષા ચાલુ થાય અમે બંને પરિક્ષા દેવા જતા હતા. ત્યારે મારી નજર પેલા છોકરા પર પડી. મે નિરીક્ષણ કર્યું તે છોકરો જાણે અમારો પીછો કરે છે. મે આ વાત પેલી છોકરી ને કહ્યું. અમે બંને ઊભા રહી ગયા. જોયું તો એ પણ ત્યાજ પાછળ ઊભો હતો. મને તો ગુસ્સો આવ્યો. હું તે છોકરી કરતાં ૨ વર્ષ નાની હતી હું તેમણે દીદી કહીને બોલાવતી હતી. મેં કહ્યું: દીદી, ચાલો આ છોકરા ને મારિયે એટલો મારીયે કે બીજી વાર કોઈની પાછળ જવાની લાયક ના રહે. પણ, ખબર નહિ તે છોકરી ના મનમાં શું હોય એણે કહ્યું: એવી રીતના કોઈના છોકરા ને ના મરાય એ પણ કોઈનો દીકરો હસે.
અમે ત્યાંથી નીકળી ગયા. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ ફ્રેન્ડ શિપ ના દિવસે તે છોકરો પાછો આવ્યો. ત્યારે અમે મંદિરે જતા હતા. મને નવાઈ એ વાત ની થઈ કે તે છોકરી ને ફ્રેન્ડ શિપ બેલ્ટ devana બદલે મને આપ્યું. મને કંઈ સમજ માં ના આવ્યું. મને આવીને તે છોકરા એ કહ્યું: મારી સાથે દોસ્તી કરશો? હું તો ઘડીક વિચાર મા પડી ગઈ. અને મે ના પાડી દીધી. મને પેલી છોકરી કેટલા સવાલ પૂછવા લાગ્યો. તને ઓળખે છે? તને કેમ કહ્ય દોસ્તી નું? તુ એને ક્યાં મળી? મારી પાસે એક પણ જવાબ ન હતો મે કહ્યુ દીદી હું એને નથી ઓળખતી. વિશ્વાસ કરો. દીદી આમ તો માની ગયા હતા પણ મનમાં શું હોય એ કઈ ખબર ના પડી. હું એક વાર મમ્મી સાથે બજાર માં જતી હતી ત્યાં પેલો છોકરો મળ્યો. મે મમ્મી ને આગળ દુકાન પર ઊભા રાખીને પેલા ને પુછવા ગઈ. મે તેણે પૂછ્યું: ઑયે તને કહું છું તે મને કેમ દોસ્તી નું કહ્યું તું બોલ? હું તને ઓળખતી નથી તો કેમ કીધું? તેણે મને કહ્યું: અરે યાર, હું તો બાજુ વાળી ને જલાવતો હતો. હું તારી ફ્રેન્ડ ને પ્રેમ કરું છું એની સાથે જિંદગી કાઢવા માંગુ છું. તુ મારી હેલ્પ કરીશ? મે ના જ પાડી દીધી મને એ છોકરો ઠીક ન હતો લાગતો. ધીરે ધીરે દિવાળી નું વેકેશન આવી ગયું. અમે લોકો ફરવા જવાનું નક્કી કર્યું. અમે સોમનાથ ફરવા માટે જતા હતા. ત્યાં બસસ્ટેન્ડમાં જોયું તો તે છોકરો હતો. મને લાગ્યું કે આ અહી કંઇક તો કરશે જ. જે વિચાર્યું એ સાચું પડ્યું. તે નજીક આવીને પેલી છોકરી ને કહ્યું I love you. હું તને પ્રેમ કરું છું. ખુશ રાખીશ જિંદગી ભર. પણ મને વિશ્વાસ ન હતી મે કહ્યું: દીદી આ ખોટો છે. મને નથી લાગતું તમને પ્રેમ કરે છે એમ. દીદી મારી વાત માની ગયા.
પણ તે છોકરો પણ જિદ્દી હતો. તે પોતાની જિદ્દ પર અડી રહ્યો. અમે સોમનાથ થી પાછા ફર્યા. પોતપોતાના ઘરે ગયા. જોયું તો તે છોકરી ના ઘર સામે પેલા છોકરા એ ડેરો નાખ્યો. કહે તુ હા કહીશ ત્યારેજ અહીંથી જાય. તે છોકરી રાતના ૪ વાગે જોવા ઉઠી તો તે ત્યાજ હતો. તેના થી રહેવાયું નહિ તેમણે હા પાડી દીધી. વેકેશન ખુલતા મને આ વાત ની જાણ થઈ. હું ખુબ નારાજ થઇ. પણ, શું થાય ફ્રેન્ડ ની ખુશી એ મારી ખુશી. મને લાગતું હતું એ છોકરો સારો નથી. પણ એ ન સમજી. ૨ વર્ષ વિતી ગયા. પેલો ફરવા લઈ જાય. બંને મળે. સુખ દુઃખ ની વાત કરે. પેલી છોકરી લગ્ન નું કહે તો છોકરો વાત ફેરવી ને કરે. એક વાર અમે બંને બેનપણી તલાટી ની પરીક્ષા આપવા બસ માં જતાં હતા. ત્યાં મે હસતાં હસતાં પુછ્યું: શું કરે છે જીજુ? પેલી સતત રડવા લાગી. મે કહ્યુ: શું થયું દીદી? બોલો, તેણે મને કહ્યું? યાર, પેલો તો મેરેજ કરવાનું નામ જ નથી લેતો. શું કરું હું? આજ કાલ કરે છે. મે તેની જોડે ફોન માં વાત કરી ને કહ્યું: અરે તમે મેરેજ કેમ નથી કરતા? તેમણે જવાબ આપ્યો: કરી લેશું થોડા દિવસો માં. મે ઓકે કહી ફોન પેલી છોકરી ને આપી દિધો. ત્યાર બાદ, થોડા દિવસો પછી હું કોડીનાર જવા બસસ્ટેન્ડ જવા ઊભી હતી. મે જોયુ તો હું અચંભિત થઈ ગઈ. તે કોઈ છોકરી પાસે બેઠો હતો. તે છોકરી કોણ હતી હું જાણતી ન હતી. મે આ વાત દીદી ને કહેવી જરૂરી ના લાગ્યું. મને એમ હતું કે એની બેન હશે. કોઈ દોસ્ત હશે.પણ મારો વિચાર ગલત હતો. હું મામા ને ત્યાં રોકાઈ ને પછી ફરતી હતી. જોયું તો કોડીનાર માં બંને હતાં. મારા થી રહેવાયું નઈ મે જઈને પૂછી લીધું. ઓહ હેલ્લો, એ મને જોઈને ડરી ગયો. મે કીધુ ઓળખાણ પડી? તેમણે કહ્યું હું નથી ઓળખતો. તેની સાથે પેલી છોકરી હતી એ બોલી તમે કોણ મેડમ? મારા પતિ ને કેમ ઓળખો છો? મારી આંખો ફાટીને ફટીજ રહી ગઈ. મે કહ્યુ સોરી મેડમ હું આમને નથી ઓળખતી. પણ મને એવું લાગ્યું કે મારી ફ્રેન્ડ ના બોય ફ્રેન્ડ છે. પેલો મારી સામે જોઈજ રહ્યો. તેણી પત્ની બોલી ના ના મેડમ અમારા લગ્ન ના ૪ વર્ષ થઈ ગયા. મે કહ્યુ ઓકે. મેં વાતો કરતાં કરતાં તેમનો બંને નો ફોટો પાડી લીધો. મને રસ્તા માં ખરાબ વિચાર આવતા હતા. મારી ફ્રેન્ડ ને કઈ રીતે કહીશ. શું કહીશ? રડવું પણ આવતું હતું. હું ઘરે આવી ડાયરેક્ટ પેલી છોકરી ની ઘરે ગઈ. પેલી તો ખૂબ ખુશ હતી. મને કહે અમે હનીમૂન મા બોમ્બે જવાના છે. પેલો મારી સાથે લગ્ન કરવા માટે કાલે મમ્મી પપ્પા ને વાત કરવા આવે છે. મેં તેની વાત સાંભળી ને વિચાર માં પડી કે મે જોયું એ ગલત છે કે આ સાંભળું એ ગલત? મનમાં તો એવુજ વિચારતી હતી કે મે જોયુ એ ગલત હોય. મે પેલી છોકરી ને વાત જણાવી. તેને મને કહ્યું મને વિશ્વાસ નથી મને. મેં ફોન માથી ફોટો કાઢીને બતાવ્યો. તે છોકરી ઘડીક જોઈ રહી. કંઇક જ બોલી નઈ. હું વાત જણાવી ઘરે આવી ગઈ. બીજે દિવસે ફોન આવ્યો કે દીદી એ આત્મહત્યા ની કોશિશ કરી. હું તેને હોસ્પિટલે મળવા ગઈ. મેં તેને કહ્યું: દીદી, આવું શું કામ કર્યું? તમારા મમ્મી પપ્પા નું તો વિચારો. એને કહ્યું મે એટલા માટે આત્મહત્યા નથી કરી મે એટલે કરી કે મે એક ગલત માણસ માટે મારા માં બાપ ને શરમિંદા કર્યા. જે પ્રીત પારકી હતી તેમની માટે દોડી. મે તારી વાત પણ ન માની. મે દીદી ને સમજાવ્યા. દીદી ને આ બધા થી દુર મારાથી દૂર ભણવા, બધું ભૂલવવા બરોડા મોકલી દીધા. બસ, પેલી છોકરી હાલ માં સરકારી નોકરી કરે છે. એની જિંદગી સારી રીતે વિતાવે છે. બસ, ક્યારેય કોઈ છોકરી સાથે આવું ના કરતા જેથી તેમને પ્રીત કોઈ સાથે થાય જ નહીં. જેણે પારકી પ્રીત લાગે. ધન્યવાદ.