ચિવું આજે અચાનક ખૂબ બેચેન હતી સવાર થી ચક્કર આવવા ઉબકા ઉલટી જેવા લક્ષણો એને ફરી મુંઝવણ માં મૂકી રહ્યા હતા પણ એને સહેજે ખબર નોહતી કે જેનો ભરોસો કરી પોતાના 4 સંતાન બાદ કુટુંબ નિયોજન નું ઓપરેશન કરાવ્યું એ બાદ પણ ફરી તે માતા બની જશે અચાનક વધુ તબિયત બગડી પડતા ચિવું જે ચક્કર આવી ગયા હંમેશા એના પડખે રહેતો એનો પતિ મંગુ પણ પોતાની ઘરવાળી ની પીડા જોઈ ને દવાખાને લઈ જવા ઉતાવળ કરી આખરે કપરાડા તાલુકાના એક નાનકડા ગામ થી બન્ને બાઈક ઉપર ખાડા ટેકરા વાળા ઘાટ માર્ગો પસાર કરી માંડ બાઈક ધરમપુર પોહચી ..
તબીબે ચિવું ને તપાસ રૂમમાં ખસેડી ને બેડ ઉપર સુઈ જવા ઈશારો કર્યો ..જ્યારે મંગુ ને કપાળે પરસેવો વળી રહ્યો હતો એને મુંઝવણ હતી કે થશે શુ ..અને શુ બીમારી હશે એક જ ક્ષણ માં કેવા કેવા વિચારો નું વમળ એના મસ્તીસ્ક માં ભમરડા ની જેમ ફરતું હતું અચાનક ડોકટર બહાર આવ્યા ને કહ્યું મંગુ "4 પોહા પેલે જ ઓતા ને ઇ 5 મુ "..(4 છોકરા પહેલા હતા અને આ પાંચમું)
મંગુ:-- સાહેબ ! કા વાત કરે ..ઓહા વે જ કાકરી ?
માણે ઘર વારી એ તે ઓપરેશન કેધેલા આયે..
આટલું બોલતા જ ડોકટર ને પણ તમ્મર આવી ગયા કારણ કે કુટુંબ નિયોજન ના ઓપરેશન કર્યા બાદ પણ મહિલા ગર્ભવતી બને એ શક્ય કેવી રીતે હોય પણ ચિવું નું ઉદાહરણ એમની સામે જીવતું જાગતું હતું સોનો ગ્રાફી રિપોર્ટ પણ પ્રેગનેન્સી દર્શાવી રહ્યો હતો ..
વર્ષ 2005 માં મંગુ અને ચિવું ના લગ્ન ખૂબ ધમધુમ થી થયા હતા બંને ખૂબ ખુશ હતા વર્ષ વીતતા તેમણે એક બાળકી ને જન્મ આપ્યો જે બાદ સમય અંતરે ફરી એક બાળકી પણ પુત્ર રત્ન ન મળે ત્યાં સુધી બન્ને એ ફરી બીજું બાળક ની તૈયારી કરી આમ બે બાળકી બાદ એક બાળક અને ફરી થી પણ એક પુત્ર આમ ચિવું અને મંગુ ને 2 બાળકી અને 2 પુત્ર સંતાન હતા જે બાદ ઘર ચલાવવા માં પડતી તકલીફ ખૂબ ગરીબ પરિવાર રોજ માત્ર સામાન્ય મજૂરી કામ કરી ને ઘર લાચાવનાર પરિવાર દ્વારા તમામ સંતાનો ના ખર્ચ ઉપાડવા શક્ય ન હોય તેમને કપરાડા આરોગ્ય વિભાગ ની સરકારી હોસ્પિટલ માં કુટુંબ નિયોજન નું ઓપરેશન કરાવવા નું નક્કી કર્યું અને એક દિવસ ચિવું એ ઓપરેશન કરાવી પણ દીધું જે બાદ બંને પતિ પત્ની નિશ્ચિત બન્યા હતા પણ થોડા વર્ષ બાદ એક દિવસ અચાનક ચિવું ની તબીયત લથડી પડી ..
હવે આ બન્ને ની સ્થિતિ એવી બની છે કે મંગુ વિચારે ચડ્યો છે કે ખરેખર ઓપરેશન કર્યું હશે ?વળી ગ્રામીણ કક્ષા ના વ્યક્તિ એટલે મહિલાઓ ઉપર પણ શંકા ની નજરે જોતા હોય છે એટલે ચિવું ની સામે પણ અનેક સવાલો ઉઠે..પણ ..
આ સમગ્ર બાબતે જ્યારે મંગુ સરપંચ સમક્ષ જઈ ને ફરિયાદ કરી તો સમજાયું કે ચિવું એકલી નોહતી જેની સાથે આવી ઘટના બની છે કપરાડામાં કુલ 12 મહિલાઓ ઓપરેશન બાદ ફરી ગર્ભવતી બની છે..
મંગુ ને હવે સમજાતું નોહતું કે ગર્ભ માં જે બાળક છે એના માટે ખુશ રહેવું કે ગરીબી અને જ્યાં આર્થિક ચાદર ટૂંકી પડે એવા માં એને જન્મ આપવો ? જેવા સવાલો મંગુ ને મસ્તીસ્ક માં ઘુમરાયા કરતા હતા
ગત વર્ષે હોળી ના તહેવાર માં જ 4 બાળકોને કપડાં મીઠાઈ ની જીદે પોતે મજૂરી કરી એકત્ર કરેલ પૂંજી પણ ખર્ચ કરવી પડી હતી હવે એમાં પણ સામે ઘરવાળી ચિવું ગર્ભવતી બની જતા તેના બાળક અને પ્રસુતિ માટે પણ પૈસા ક્યાં થી લાવવા ..આવા સવાલો એ એને ઘેરી લીધો ..