કુદરતનો કોપ અને માલવણ નું બચપણ Tejash Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતનો કોપ અને માલવણ નું બચપણ


ઘૂઘવતા અરબી સમુદ્ર ના મોજા ઉછળી ને પથ્થરો ઉપર જોર થી પટકાતા હતા.અને પાણી ની બુંદો હવા સાથે મળી ને જાણે આછી છાલક મોઢે મારી રહી હતી.જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર દરિયો અને એના ગાંડા તુર અંદાજ માં આગળ વધી રહ્યો હતો માથે ચઢેલ સુર્ય ના પ્રખર પ્રકાશ માં જાણે જોઈ શકાતું નોહતું ,પણ ડાહ્યા ટંડેલ ને પથ્થરો ના પાળા નજીક બનેલા એના ફળીયા ની યાદ તરો તાજા થતી હતી કિનારે બનેલ એ છાપરી અને એમાં બેસી ને એની જુવાની માં મારેલા એ ગપ્પા, રમતો પાના શ્રાવણીયો જુગાર, તમામ ચિજો આજે પણ એની આંખ સામે તરી રહી હતી પણ...અચાનક જોર થી દરિયા ની ભરતી નું મોજું ફરી પથ્થર ઉપર ઉછળી ને પડ્યું ને એના વિચારો માં ભંગ પડ્યો વાસ્તવ માં ડાહ્યો ટંડેલ નું બચપણ વલસાડના દરિયા કિનારે આવેલ દાંતી ગામ માં ગુજર્યું હતું પણ આજે એ ગામ અને એ ફળિયું આખુ નાશ પામ્યું હતું કારણ દરિયા ની ભરતી માં 700 મકાન એટલે કે દાંતી નું એક આખું ફળિયું ને દરિયો ધીરે ધીરે કરી ને ગળી ગયો .
પ્રકૃતિ ને નુકશાન કરનાર મનુષ્ય એ નથી વિચારતો હોતો કે કેટલાક એવા કર્યો કરવા થી કુદરત હમેશા રુઠે છે અને પરિણામ ખુદ મનુષ્ય જાતે ભોગવવા નું રહે છે શ્રુષ્ટિનો એક નિયમ છે જેવું વાવસો એવું લણસો ..વલસાડનું દાંતી ગામ અને એમાં પણ માલવણ ફળિયું આજ થી 15 વર્ષ પૂર્વે દરિયા કિનારે 700 જેટલા પરિવારો અહીં વસવાટ કરતા હતા ફળીયા માં પ્રવેશો એટલે એક આસપાસ ના વિસ્તાર માં મુકેલી માછલી ની જાળ ઘર ઉપર મુકેલા પતરા ફળીયા ની બહાર છાપરી અને આસપાસ ના યુવકો છાપરી માં બેસી ગામ ગાપાટા મારતા કે પાના ટીચતા તો મહિલાઓ પોતાનું નિત્ય ક્રમ પરતાવી દરિયે ગયેલ બોટ આવવા ની રાહ જોતી ક્યારે બોટ આવે ને માછલી નો સ્ટોક ઉતારી સોરટીંગ કરી બજાર માં જઈએ..નાની નાની ગલીઓ માંથી નીકળતા પગદંડી ક્યાંક તો કોઈ ના ઘર સુધી જઈ ને પૂર્ણ થતી અથવા તો કેટલાક અન્ય ફળીયા તરફ જતી પણ ગામ ના લોકો માટે સૌથી ભયજન બાબત એ હતી કે દરિયાની મોટી ભરતીના મોજા દર વખતે નુકશાન કરી ને જતા હતા ગયે વર્ષે માલવણ ના કિનારે રહેતા બલ્લુ ટંડેલ નું મકાન ની દીવાલ ધરસાઈ થઈ ગઈ દરિયા લાલ ને જે પૂંજી ને રોજી રોટી આપવા માટે વિનંતી કરતા આજે એજ દરિયા એ બલ્લુ ના ઘર ની દીવાલ તોડી પાડી..પરિવાર ચિંતા માં મુકાઈ ગયું મધ્યમ વર્ગીય પરિવાર દીવાલ બનાવી શકે નહીં અને હવે ફરી બનાવી ને રિસ્ક લેવું એમના માટે પોષાય એમ ન હતું બલ્લુ ટંડેલને આખરે ફળીયાના લોકો એ અન્ય સ્થળે છાપરૂ બનાવવા મદદ કરી ને બલ્લુ મૂળ સ્થાને થી ખસી ને અન્ય સ્થળે દરિયા થી દુર રહેવા ચાલ્યું જવું પડ્યું આમ એક જ નહીં માલવણ ફળીયા ની જાહોજલાલી જે 15 વર્ષ અગાઉ હતી તે રહી નહિ અરબી સમુદ્ર જાણે ફળીયા ને ધીરે ધીરે ગળી રહ્યો હતો ..
પહેલા બલ્લુ,પછી શકો,ત્યાર બાદ છની, અને ધીરે ધીરે કરી ને ફળીયા ના અનેક ઘરો ને પોતાના માં સમાવી લીધા 15 વર્ષ પૂર્વે જે સ્થળે એક આખું ફળિયું હતું ત્યાં આજે માત્ર દરિયા નું પાણી જ પાણી છે દરિયો 15 વર્ષ માં 3 કિમિ આગળ આવી ગયો માલવણ ફળીયા નું તો માત્ર નામ જ રહી ગયું. લોકો મૂળ સ્થળ ઉપર થી ખસી જવા કહેતો હોય એમ દરિયાલાલે અનેક ને મજબુર કરી દીધા કે મારી જગ્યા છોડી ને ખસી જાવ ..જાણે ફળીયા વાસીઓ એ દરિયાલાલ ની જમીન ઉપર કોઈ ગેરકાયદે કબજો જમાવ્યો હોય અને દરિયો જાણે ગુસ્સે ભરાઈ ને તેમના કબ્જા માંથી પોતાની જમીન પાછી લઈ લીધી હોય એમ જણાઈ આવતું હતું. ડાહ્યા ટંડેલ નું બાળપણ ની કિલકારી ઓ તેમના સાથી મિત્રો સાથે વીતેલું બચપણ ની યાદો આજે પણ દરિયા ને જોઈ ને તેમની આંખ સામે તારી આવે છે ..પણ આ બન્યું કેમ ?

પ્રકૃતિ ને નુકસાન કરતા મનુષ્ય સહેજ પણ ખચકાતો નથી અનેક વૃક્ષો કાપી નાખ્યા અનેક જંગલો પુરા કરી નાખ્યા અનેક દુર્લભ વૃક્ષો ની પ્રજાતી ઓ લુપ્ત થઈ ગઈ કેટલાક જંગલ માં વસવાટ કરનાર પક્ષી અને પ્રાણીઓ પણ લુપ્તતા ને આરે છે નદી કિનારે હોય કે દરિયા કિનારે દરેક સ્થળે રેતીઓ ઉલેચી કાઢી ગાંધીછાપ ગજવે મુકવાના ચક્કર માં તે સ્વંય પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યો છે પણ ..એની અસર લાંબા ગાળે વર્તાય છે દાંતી માં પણ કંઈક એવું જ બન્યું છે ..જેના કારણે ડાહ્યા ટંડેલ સહિત માલવણ ફળીયા ના અનેક પરિવારો ને તેનો ભોગ બનવું પડ્યું . અને આજે પણ આવી પ્રવૃત્તિ સતત ચાલી રહી છે જેને લઈ ને દરિયા લાલ તેના કોપિત છે આજે પણ મોટી ભરતી આવતા જ કિનારે રહેતા લોકો ફફડી ઉઠે છે ..