પાલવ Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાલવ

રેલ્વે સ્ટેશન ના છેલ્લા બાંકડા પર બેઠા બેઠા મનન ટ્રેનની રાહ જોતો હતો.આજે એને મુંબઈ સાહિત્ય મેળાવડામાં જવાનું હતું.આમતો પોતે એકલો રહેતો હોવાથી જવા આવવામાં કંઇ સમયનું ધ્યાન રાખવાનું હતું નહીં.આજથી દસેક વરસ પહેલા મનનના લગ્ન સુષ્મા સાથે થયા હતા.પણ લગ્નના એક વરસ બાદ એક ગોઝારા અકસ્માતમાં સુષ્માનું અવસાન થયું.ત્યાર બાદ મનને બીજા લગ્ન કર્યા નહીં. પોતે સાહિત્યનો જીવ એટલે પોતાના જીવનમાં પુસ્તકોને વધુ જગ્યા આપી અને શેષ જીવન સાહિત્યમાં અર્પણ કરી દીધું.અનેક વખત સાહિત્ય મેળાવડામાં જવાનું થતું.એજ બાબતે આજે પણ એ મુંબઈ જવા ટ્રેનની રાહ જોતો બેઠો હતો.ટ્રેન આવી એટલે પોતે પોતાની રિઝર્વ સીટ પર બેસવા ગયો.પણ જેવી સીટ તરફ નજર કરી તો પોતાની સીટની એકદમ સામેની સીટ પર કોઈ જાણીતો ચહેરો જોયો.પોતે આભો બનીને એ ચહેરા તરફ જોતો જ રહ્યો.ટ્રેન ચાલુ થઈ થોડો ધક્કો લાગ્યો એટલે સામે બેઠેલ મહિલાએ મનન સામે જોયું અને એ પણ આશ્ચર્ય ચકીત બનીને મનને જોતી રહી.

"આર યુ પલ્લવી?"

"યસ એન્ડ યુ આર મન.. ન?"

"હા..યાર આટલા વર્ષો બાદ આમ મળીશું એ કલ્પના પણ કરી ન હતી.પણ હા મળવાની ઈચ્છા ઘણી હતી."

"ઓહ વર્ષો બાદ મળ્યા અને તું કહે છે મળવાની ઈચ્છા હતી,તો મળવા માટે કંઇ પ્રયત્ન કર્યો હતો તે? મારી પાસેતો તારું એડ્રેસ ન હતું, નહીતો હું ત્યાં આવી જાત.પણ તને તો ખબર હતી ને મારા એડ્રેસની. મે કેટલી રાહ જોઈ તારી પણ ન તું આવ્યો કે ન કઇ સમાચાર."

"પલ્લવી આપણી કોલેજ પૂરી થઈ ત્યારે તારા અંકલે આપણા સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂક્યું અને મને ધમકી આપતા કહ્યું કે જો પલ્લવીને સુખી જોવા ઈચ્છાતો હોય તો હવે પલ્લવીને ભૂલી જજે. મને તારા પરિવારના વાતાવરણ વિશે તો ખબર હતી જ એટલે નક્કી કર્યું કે આપના લગ્ન શક્ય નહીં જ બને.છતાં પણ હું ત્યાં આવ્યો હતો પણ તારા ગામ પહોંચ્યો ત્યાં તારા અંકલ મને મળ્યા અને તારા સંસારની વાત કરી."

"જો ભાઈ પલ્લવી હવે સાસરે જતી રહી છે.તું પલ્લવીને ભૂલી જા.આ વાત એના પતિને ખબર પડશે તો એની સાંસારિક જિંદગી દુઃખ દાયક બની જશે."

હું મૂંગા મોઢે પાછો આવી ગયો.મારા પરિવારના વધુ દબાણને કારણે મે પણ લગ્ન કર્યા,પણ કુદરતને મારા લગ્ન મંજૂર ન હતા ને થોડા સમયના દામ્પત્ય જીવનમાં ભંગાણ પડ્યું ને સુષ્મા હરિધામ જતી રહી.ત્યાર બાદ સાહિત્ય સાથે જીવવાનું નક્કી કર્યું.પલ્લવી તારા સંસાર વિશે તો કહે,તારો પતિ શું કરે?બાળકો કેવડા થયા?

"મન મારા લગ્ન બાદ બે વર્ષમાં એમનું એક જીવલેણ રોગથી મૃત્યુ થયું.એક છોકરો છે,આઠ વર્ષનો થયો. એનું નામ પણ મે મનન રાખ્યું.હું પણ સાહિત્ય સાથે જ જીવું છું."

બંને એકબીજાના દુઃખથી દુઃખી બની થોડી વાર મૌન બેસી રહ્યા.

પોતાની ઉદાસી ખંખેરી મનન બોલ્યો;"પલ્લવી હવે આગળ શું વિચાર છે."

"મન તું જે ઉચિત સમજે એ.જો તું મને અપનાવે તો હું તારી બનવા તૈયાર છું."

"પણ તારો પરિવાર..."

"મે એ પરિવાર ને છોડી દીધો છે.કેમ કે મનના ઉછેર માટે એ જ પરિવાર માટે હું ભારણ રૂપ બની હતી."

"તો આજથી અરે અત્યારથી આપણે સાથે જ છીએ.મનન ક્યાં છે.એને પણ અહીંયા તેડી લાવીએ."

"હા એ તો સાથે જ છે.આ ઉપરની સીટ પર સૂતો છે.પણ હવે તો એનું નામ બદલવું પડશે ને..."

"એનું નહિ મારું નામ બદલીએ..."

"હા આજથી તું મારો પાલવ...."
'આ પલ્લવીનો પાલવ.'

"અંતે બે દેહ એક આત્મા ભેગા મળ્યા અને શરૂ કરી પોતાની નવી જિંદગી...."