ખોટો નિર્ણય.... Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોટો નિર્ણય....

પરવરિશ માટે ટુંકી વાર્તા...

એક જીવન નો જે મારા હ્રદય ને સ્પર્શી લે છે.

ખોટો નિર્ણય....

રીમા નામે યુવતી હતી.તે સુંદર સંસ્કારી સ્વભાવે શાંત ભણતર અને ગણતર માં અવ્વલ.તે ધીરે ધીરે યુવાનીના ઉંબરે પહોંચી.માતા પિતાને દિકરીની ચિંતા થવા લાગી,આતો સહજ વાત છે,રીમા માટે લગ્ન ની વાતો વાતો આવવા લાગી,પણ માતા પિતા દિકરી ની મરજી ને વશ્ થઇ ને ના પાડી દેતા.

રીમા દરેક સાથે કામ પુરતી જ વાત ,કોઈની સાથે ન તો કાંઈ માથાકુટ ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર.આમ ને આમ એનો દિવસ પુરો થાતો.

રીમા પોતાનું એસાઈનમેઇન્ટ પુરાં કરી રહી હતી..
ત્યાં જ તેના મમ્મી તેના સ્ટર્ડી રુમ માં આવ્યાં દિકરી ના નાં માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે બેટા રીમા હું જાણું છું કે તું બહુ ડાહી ને સીધી છોકરી છો પણ દુનિયા પર બહુ ભરોસો ન કરવો.

રીમા એ કહ્યું કે મમ્મી શું વાત છે,આમ અચાનક આ મુદ્દા પર વાત કરવા નું શું કારણ,બેટા તારી નિહારિકા ના મમ્મી નો ફોન આવ્યો હતો મારી ઉપર.રીમા ઉત્સુકતા પૂર્વક પુછ્યું કે શું કહેતા હતાં આન્ટી,રીમા ના મમ્મી ના અવાજ મા ગમગીનતા જણાતી હતી.તે કહેતા તે કહેતા હતાં કે નિહારિકા કોલેજ ના કોઈ છોકરા સાથે ભાગી ગઈ.અને તેમને વધું માં ઉમેરતા કહ્યુ કે એ એમ કહેતી હતી કે હું રીમા સાથે છું,તું આના વિશે ઉડાણ પુર્વક જાણે છે, શું વાત કરે છે મમ્મી મને તો આ વાત ની કોઇ જ ખબર નથી.રીમા ની મમ્મી એ પ્રેમપુર્વક કહ્યું બેટા રીમા તું ચેતજે આવી મિત્રો થી તને મિત્રતા ના નામે ફસાવી દેશે,એની તને ખબર પણ નહીં પડે.

બેટા રીમા તને કોઈ ગમે છે, તો તું પહેલાં મને જાણ કરજે તું કાંઈ આવું કદમ ન ઉઠાવતી,તારા એક નાદાન કદમ ના કારણે તારા પપ્પા ને મારે સમાજ માં નીચા જોવા જેવું થશે,તને ખબર છે સમાજ માં ઇજ્જત બનાવતાં આખી જીંદગી નિકળી જાય છે પણ કલંક લાગવા માટે એક નાની ભૂલ જ કાફી હોય છે.રીમા એ મંદ અવાજે કહ્યું કે હા મમ્મી તું મારા ઉપર ભરોસો રાખ હું આવું કોઇ કદમ નહીં ઉપાડુ કે જેથી પપ્પા ને સમાજ માં નીચા જોયા જેવું થાય.મમ્મી એ દિકરી પર ગર્વ કરતાં કહ્યું કે મને તારા ઉપર પગ થી માથા સુધીનો ભરોસો છે કે મારી રીમા આવું નહીં કરે.

બીજા દિવસે રીમા કોલેજ માં ગઈ ,ત્યાં નિહારિકા ના મમ્મી તરફ થી રીમા ને પુછપરછ કરવા માં આવી.રીમા નો જવાબ ના જ હતો.આ બધી ઘટના ને ટાળીને .તે કોલેજ માં લેક્ચર અટેન્ડ કરવા ગઈ.એક રિતેષ નામનો યુવાન તેનો રોજ પીછો કરતો હતો,રીમા આ બધું અવગણી ને ભણવા માં જ ધ્યાન રાખતી,તેનું લક્ષ્ય હતું ભણી ગણી ને આઇ.એ.એસ.થવું,તે પોતાના સપના પુરાં કરવામાં લાગી હતી.

કોલેજ છુટવાની તૈયારી હતી.રિતેષ મજનુ ની માફક રીમા ની આતુરતા પુર્વક રાહ જોતો હતો રિતેષે રીમાનો રસ્તો રોકતા કહ્યું રીમા મારે તને કંઈ કહેવું છે રીમા ના ચહેરા પર ગુસ્સો હતો,તેને આક્રોશ ભર્યા અવાજે કહ્યું કે મારે તારું કંઈ જ નથી સાંભળવું પ્લીઝ મારો રસ્તો રોકવાનું બંધ કર નહીં તો મારે ના છુટકે તારા મમ્મી ને ફરિયાદ કરવા આવવું પડશે. રિતેષે મસ્તી ભરી નજરે કહ્યું કે તું જ્યાં સુધી મારી વાત નહીં સાંભળે ત્યાં સુધી હું તને જવા નહીં દઉં.રીમા એ કહ્યું શું કહેવું છે જલ્દી બોલ મારે મોડું થાય છે ઘરે જવાનું,રીમા આ હું તને પાંચ વર્ષથી ઓળખું છું મને તું ગમે છે,તારી સાદગી અને તારી હોંશીયારી એ તો મને તારી પાછળ ગાંડોતૂર કરી દીધો છે,
તુ મારી સાથે લગ્ન કરે.તારો પ્રેમ પામવાની ઝંખના તો મુજને સદાય રહી છે.તું મને અપનાવે.રીમા એ રિતેષ ની વાત કાપતાં કહ્યું મિ.રિતેષ તમારી મજાક બહુ સારી છે,પણ મને તારી આ લફંગાગીરી નથી પસંદ કાંઈ નોકરી ધંધો કરો આ શું માંડયું છે,કોઈનો અસામાજીક તત્વો ની જેમ પીછો કરવો એ તો ગુણીયલ પુરુષ ના ગુણ ન કહેવાય.

રિતેષ:એ.........એ.......ય......રીમા મારી વાત તો સાંભળ મારા શું કમી છે એતો મને કહેતી જા હું પોતાની જાત ટને તારી પસંદ ને અનુરુપ બનાવવા પુરો પ્રયત્ન કરીશ પણ પ્લીઝ આમ મને છોડીને નહીં જા......હું તારા વગર નહીં જીવી શકું. આમ મને ન છોડ.

રીમા:મારે પરિવાર ના વિરુદ્ધ માં જઈને કોઇ જ પગલું નથી ભરવું, મારા કારણે મારા મમ્મી પપ્પા ને સમાજ્ માં નીચા જોયા જેવું થાય એવું મારે કાંઈ નથી કરવું.
મારા માતા પિતા જે શોધી લાવે એ મારો જીવનસાથી.માટે તમારો નં આવતા જન્મે માટે મારા સપનાં જોવા છોડી દો મિ. રિતેષ.
બાય.... હવે પછી મારો રસ્તો ન રોકતાં.
રિતેષ જોર શોર થી બૂમ પાડવા લાગ્યો કે એય રિમા આઇ...‌‌‌ લવ ......યુ......

રિતેષ તમને એકવાર કહે સમજ નથી આવતું કે મને તમારા માં કોઇ રસ નથી તો શુ કામ મારી પાછળ પડ્યા છો.હું તમને પસંદ નથી કરતી.તો આવી રીતે મને ન હેરાન કરો.
રીમા તુ મને ગમે છે, તારા વગર મારું જીવનની કલ્પના જ કરી ન શકાય .
રીમા ગુસ્સા માં કહ્યું કે બસ હવે રિતેષ હવે મારી સહન શક્તિ ની હદ થાય.તમે જાવ નહીં તો હું કાંઈ કરી બેસીસ પ્લીઝ તમે જાવો‌.

રિતેષ ફિલ્મી ઢબે કહ્યું જરા હમ ભી તો દેખે કી આપ કયાં કરતી હૈ હમારે સાથ.
રીમા એ ગુસ્સા માં એક લાફો ઝીંકી દીધો. આજ પછી મારો પીછો ન કરતો નહીં તો
રિતેષ મન માં બબડ્યો કે આ થપ્પડ ની કિંમત ખુબ ભારે ચુકવવી પડશે.

રીમા કોલેજ થી ઘરે આવી પરીક્ષા નજીક હોવાથી તે વાંચવા બેસી પણ તેનું ધ્યાન વાંચવા માં ન હતું.તેના મગજ માં રિતેષ ને મારેલી થપ્પડ નું દ્રશ્ય જ રમતુ હતું,

રીમાનો આત્મા તેને કાંઈ ખોટું કર્યું હોય તેમ પોતાની જાત ને ડંખતો.રીમા ના દિલ માં એક ડર ઘર કરી ગયો.મારા થી આ બહૂ ખોટું થઈ ગયું,આનું પરિણામ ખુબ કેવું આવશે,તે ડર થી રડતી હતી.તેને નક્કી કર્યું કે સવારે તે કોલેજ જઈને રિતેષ ની માફી માંગશે,આમ ને આમ આંખ ક્યારે મીંચાઈ ગઈ તેને ખબર જ ન રહી.

સવારે કોલેજ માટે રીમા તૈયાર થઈ ગઈ.રીમા રોજીંદા ક્રમ મુજબ તેને કોલેજ ના લેકચર માં પુરું કરી ને ઘર તરફ જવા નીકળી આજે રિતેષ ન દેખાયો તેને બહુ નવાઇ લાગી કે રિતેષ ન દેખાયો.

રીમાનું દિલ રિતેષ ને શોધતું હતું.કે આ બહુ ખોટું થઈ ગયું.આનું પરિણામ બહુ ભયંકર હશે.પણ ખેર જે થયું તે સારું થયું હવે પીછો તો નહીં કરે.

પણ રિતેષ એમ કાંઈ હાર માનીને બેસે તેવો નહતો.રિતેષના મનમાં રીમાને કોઈ પણ ભોગે પામવી હતી ને થપ્પડ નો બદલો લેવો એ એનો ધ્યેય બની ગયો હતો.


તે ઝાડ પાસે બેઠો હતો રીમા તેને જોતાં જ બૂમ પાડી એ........ય......રિતેષ તું અહિયાં શું કરે છે,
રિતેષ: નરમ અવાજે બોલ્યો કે રીમા તું અહિંયા શું કામ છે તારે હવે મારું

રીમાની આંખ માં આંસું હતાં પ્લીઝ રિતેષ મને માફ કરી દો કાલ મેં તમને થપ્પડ મારી હતી,એ માટે સોરી મારે આ નહતુ કરવું જોઇતુ પ્લીઝ શક્ય હોય તો મને માફ કરી દો

રિતેષ :રીમા તું કેમ માફી માંગે છે, માફી તો મારે તારી માંગવી જોઈએ મેં કાલે તને જે ન કહેવા નું કહયું પણ રીમા એ હકીકત છે કે મને તું ગમે છે,મારાથી થશે એટલો પ્રયત્ન કરીશ તને ખૂશ રાખવાનો.

રીમા એ અવાજ માં નરમાશ લાવતાં કહ્યું કે મારે સમય જોઈએ વિચારવા માટે નો વિચારીને કહીશ.

રિતેષે કહ્યું કે ચાલ તું મારી સાથે દોસ્તી કરે,આપણે પ્રેમીઓ ન બની શકીએ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ મિત્રો તો બની શકીએ ને રીમા તુ મારી સાથે દોસ્તી કરીશ

રીમાએ થોડી સ્માઇલ સાથે કહ્યું કે હા કેમ નહીં રિતેષ
આજ થી આપણે દોસ્ત ચાલ તને દોસ્ત હોવાના નાતે તને હું દરેક કામમાં સાથ આપીશ ,પણ હા એક બીજી વાત જો ખોટું હશે તો હું ત્યાં હું તમને ટોકીશ.
પણ રિતેષ તમે કરો છો.એતો કહો‌
શું જોબ સ્ટર્ડી કે બીઝનેશ.
રિતેષ એ કહ્યું કે જોબ કરું છું મલ્ટિનેશનલ કંપની માં
તે દિવસ થી રીમા અને રિતેષ વચ્ચે ગહેરી મિત્રતા બંધાઈ ગઈ.બંન્ને દુશ્મની હવે મિત્રતામાં ફેરવાઈ,પણ દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી.બંન્ને ના ફોન કોલ મુલાકાતો વધી ગઈ. રીમાના રિઝલ્ટ પણ આવી ગયાં,રિઝલ્ટ માં સારા એવાં નંબર પણ આવ્યાં,રીમા માટે આ રિતેષ લકી બોય બની ગયો,તેના માટે પ્રેમ વધતો ગયો.

પણ રિતેષ ના મન રીમા એક ટાઈમ પાસ હતી,તેને રીમા માં હવે કોઈ જ રસ ન હતો તેને રીમા પાસે થપ્પડ નો બદલો લેવો હતો.તેને રીમા ને પ્રેમ ના ખોટા વાયદા આપવા નું શરુ કર્યું.

રીમા તેની આઇ. એ. એસ. એક્ઝામ ની તૈયારી કરતી હતી,પણ તેનું મન રિતેષ માં ખોવાયેલુ હતું, પ્રેમ પણ કેવી અદભૂત અવસ્થા છે,જે ના કરવાનું કરાવે છે.રીમા સાથે પણ કંઈક ખરાબ બનવા જઈ રહ્યું હતું,જેનો સંકેત એની મમ્મી ને પહેલાં જ મળી ગયો હતો‌.પણ રીમા આ વાત થી અજાણ હતી.તે રિતેષની ચીંકણી ચોપડી વાતોને પ્રેમ સમજી બેઠી.

રીમા સ્ટર્ડી રુમ માં વાંચી હતી, ત્યાં એના મમ્મી દિકરી પાસે આવ્યાં, તેમણે પુછ્યું કે રીમા દિકરા શું વાત છે મને તો કહે હું તને કેટલાય દિવસ થી જોવું છું તું એકલી રહે છે,ક્યાં ખોવાયેલી છે દિકરા હું તારી મમ્મી કમ તારી મિત્ર વધારે છું, રીમા એ મમ્મી ને કહ્યું કે એવું કાંઈ જ નથી સારું કર્યું તું આવી ગઈ મારે તને કાંઇક કહેવું છે

મમ્મી એ રીમાને પ્રેમ થી હગ કરતાં કહ્યું બોલ ને દિકરા શું કહેવું છે,

મમ્મી મને એક છોકરો ગમે છે, તેનું નામ રિતેષ છે,તે મમ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરે છે પગાર પણ સારો છે,એના મમ્મી પપ્પા પણ સારા સ્વભાવ નાં છે.મારે એની સાથે લગ્ન કરવા છે.

રીમા ના મમ્મી એ દિકરી ને પ્રેમ થી સમજાવતા કહ્યું કે આ પ્રેમ તો જવાની ના જોશ માં થઈ જાય છે, પણ તેના પરિણામ બહુ ગંભીર હોય છે. ખેર રીમા તારી લાગણી ખાતર રિતેષ ને મળવા તૈયાર છું,

રીમા એ આ ખુશ ખબરી રિતેષને આપી કે રિતેષ મારા મમ્મી તમને મળવા માંગે છે.તો કાલે સવારે મળશુ બાય...

મમ્મી એ રિતેષ ને મળ્યા પછી રીમા ને લગ્ન માટે ઘસી ને ના પાડી દીધી.રિમા એ કારણ જાણવા ખુબ પ્રયત્ન કર્યો પણ કાંઈ જ જવાબ ન મળ્યો.રીમા સમજી ગઈ કે મમ્મી લગ્ન માટે તૈયાર નથી.

રીમા એ પુછ્યું કે મમ્મી કંઈક તો બોલો તને રિતેષ કેવો લાગ્યો. પણ કાંઈ જ જવાબ ન મળ્યો,પણ જવાબ માં લગ્ન માટે ના જ સાંભળવા મળી.

તો રીમા એ કોર્ટ મેરેજ કર્યા રીતે સાથે,માતા પિતા ની ઉપર વટ જઈને.

થોડા દિવસ તો તેના માતા પિતા એ દીકરી પર નારાજગી જતાઈ પણ સમય જતાં જ બધો મામલો ઠારે પડી ગયો.બંન્ને પરિવારો વચ્ચે સારા એવા સુમેળ થઈ ગયાં.
પછી રિતેષની અસલીયત રીમા સામે આવી ,ત્યારે પગ ની નીચે થી જમીન સરકી ગઈ, ખબર પડી કે રિતેષ કોઇ મલ્ટિ નેશનલ કંપની માં જોબ કરતો નથી,તે દારુ અને જુગારનો બંધાણી છે,અને ઘણી બધી સ્ત્રીઓ સાથે તેના અફેર પણ છે,રોજ દારુ ના પૈસા માંગતો રીમા કાંઈ આનાકાની કરે તો એને ઢોરમાર મારતો,આ હકિકત એ તેને અંદર થી તોડી નાંખી,તેને પોતાના આ નિર્ણય પર ભારાવાર પછતાવો થયો હતો.પણ તે કાંઈ જ કરી શકે તેમ નહતી,રિતેષ નો માર સહન કરીને તે પણ હવે ઢોર બની ગઈ હતી.

તેને આજ પોતાના જવાની ના જોશે લીધેલા નિર્ણય પર ભારાવાર પછતાવો હતો,રિતેષ ના માતા પિતા પણ દિકરા ના આવા વર્તન થી શરમીંદા હતાં,તેઓ એ દિકરા ને પણ સમજાવવા પ્રયત્ન કર્યો પણ બધું વ્યર્થ.રીમા એ રાહ જોઇ કે રિતેષ સુધરી જશે,પણ એ ન બન્યું તેને રિતેષ ને કહ્યું તમારે આટલા ખરાબ નિકળશો એતો મને સપનાં પણ નહતું વિચાર્યું, આજે મને પોતાના આ ખોટા નિર્ણય પર ભારાભાર પછતાવો થાય છે.

રિતેષ એ તેને કહ્યું તને શું લાગ્યું કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ એ પણ તને હા......હા......હા.....તારા જેવી તો કેટલીએ છોકરીઓ આવી ને ગઈ, આવું તો હું દરેક છોકરીઓને કહેતો હતો,પણ તું તો મારી પાછળ હાથ ધોઈ ને પડી ગઈ.એટલે તારી અકકલ ઠેકાણે લાવવા તારી સાથે કોર્ટ મેરેજ નું નાટક કરવું પડ્યું.તારા માટે કોઇ જ પ્રેમ ન હતો મારા દિલ માં મારે મન તું એક ટાઇમ પાસ હતી,મારે તારી જોડે જુનો હિસાબ ક્લીયર કરવો હતો એ મેં કરી દીધો જા હવે તારે ને મારે હવે કાંઈ.
રીમા ની આંખો આજે પછતાવા નાં આંસું રોઈ રહી હતી,
તેને રિતેષ ને પુછ્યું કે શાનો હિસાબ તે ક્લિયર કર્યો,

એ‌.....એ...ય રીમા તું બહુ શાણી ન બન યાદ કર તે મને લાફો માર્યો હતો કોલેજ વચ્ચે ત્યારે મેં નક્કી કર્યું હતું કે આનો બદલો હું બહુ ભયંકર રીતે લઈશ આજે એ પુરો થઈ ગયો,હવે તુ મરે કે જીવે મારે કાંઈ જ નથી.

રીમા આજે એકલી હતી.તે પોતાને માતા પિતા ને ત્યાં ચાલી ગઈ,તેની માતા ને હગ કરી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી ગઈ.મમ્મી ને કહ્યું કે હું જ તને સમજી ન શકી તારા મૌન ને મારે સમજવું જોઇતુ હતું, પણ હું આટલી મુર્ખ કેવી રીતે બની ગઈ મમ્મી તું તો સાચી હતી પણ હું જ જવાની ના જોશ માં આવી ને ખોટો નિર્ણય લઈ બેઠી શક્ય હોય તો મને માફ કરજે,તારી આ દિકરી આજે માફી ને પાત્ર નથી,દેખ બેટા જ્યારે તુ મને રિતેષ ને મળવા લાવી હતી મને આ રિપોર્ટ પહેલેથી મળી ગયાં હતાં કે રિતેષ તારે લાયક નથી, પણ હું તને કાંઈ કહું તે પહેલા તે આ કદમ ઉઠાવી દીધું ચાલ દિકરા હવે બધું ભુલી જા જાગ્યા ત્યાર થી સવાર,રીમા એ રિતેષ થી છૂટાછેડા લઈ ને ફ્રોડ ના કેસ માં જેલમાં ધકેલ્યો.માતા પિતા એ દિકરી ની ભુલ માફ કરીને સારે ઠેકાણે વળાવી. છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય.....

શૈમી ઓઝા લફ્જ