ભાગ 31
૨૧) ગમે તેમ કરીને પણ પોતાના માર્ગને વળગી રહો, બધુ સહન કરીને, જતુ કરીને, માફ કરીને પણ પોતાના કામને પહેલી પ્રાથમિકતા આપો અને ટકી રહો.
૨૨) કાર્ય કરતી વખતે નિષ્ફળતા કે શક્યતાઓના વિચાર કરી શકાય પણ તેને પોતાના કાર્યનો એક ભાગ સમજી કે કાર્ય પર્ફેક્ટ બને અને તેમા કોઇ કમી ન રહે તે હેતુથી કરવા જોઈએ.
૨૩) દરેક ઘટનામાથી કંઈક સારી બાબત ગોતી તેના ફાયદા, ઉપયોગીતા ગોતવાનો પ્રયત્ન કરો.
૨૪) પોતાની સાથે કોઇ પણ પ્રકારનો દુ:ખદ બનાવ બને ત્યારે દુ:ખી થવાને બદલે એવુ નક્કી કરવુ જોઇએ કે મારી સાથે ભલે જે થયુ તે થયુ પણ બીજા કોઇ સાથે તેવુ હું નહિજ થવા દઉ તેમ વિચાર કરવો જોઇએ. આ રીતે પોતાનાથી થઈ શકે તેટલી સેવાકીય પ્રવૃતી કરવાથી પોતાના દુ:ખને ભુલાવી શકાય છે તેમજ જીવનને એક નવો હેતુ મળતા જીંદગીને ફરી પાછી પાટે ચઢાવી શકાય છે.
૨૫) જ્યારે આપણે નિરાશ હોઇએ છીએ ત્યારે આપણા બધાજ વિચારો નકારાત્મક દિશામા દોડવા લાગતા હોય છે. તો તેની દિશા બદલવા માટે જ્યારે પણ નકારાત્મક વિચારો આવે ત્યારે તેની વિરુદ્ધમા દલીલ કરો, પોતાની સાથે ચર્ચા કરો અને એક વડીલની જેમ પ્રશ્નો પુછવાનુ રાખો જેથી સાચા જવાબો મેળવી શકાય. દા.ત. - આમ નહીને આમ પણ હોઇ શકે છે.
- શું મને સંપુર્ણ વિશ્વાસ છે કે આ બધુ સાચુજ છે.
- શું મારે થોડી રાહ ન જોવી જોઇએ, બધાને પોતાનો પક્ષ રાખવાની તક ન આપવી જોઇએ ?
- ૧૦૦ % એમજ હોય તે જરુરી પણ નથી.
- શું માત્ર શંકા કે વિચારોના આધારે આમ કરવુ યોગ્ય રહેશે વગેરે...
૨૬) જ્યારે તમે અત્યંત નિરાશ થઇ ગયા હોવ ત્યારે તમે પોતે નહી પણ તમારી કોઇ પ્રીય વ્યક્તી આ રીતે નિરાશ થઈ ગઈ છે તેમ માની તેને તેમાથી બહાર લાવવાનો પ્રયત્ન કરો, તમે મનોમન તેના સલાહકાર બની જાવ, તેને વિવિધ પ્રશ્નો પુછી તમને જે સલાહ યોગ્ય લાગે તે સુચવો, તે વ્યક્તીને જીવન, કર્મ, સુખ અને દુ:ખના પાઠ શીખવો, તેમને થોડી ધીરજ રાખવાનુ કહી શાંત પાડો અને મદદ કરવા તૈયાર રહો. આમ અન્ય વ્યક્તીને મદદ કરવાના વિચારો કરવાથી તમને પોતાને પ્રોત્સાહન મળશે જેથી તમે પોતાનેજ મદદ કરવા તૈયાર થઈ શકશો.
૨૭) જ્યારે જીવન બીલકુલ નિરર્થક લાગે, કોઇ પ્રવૃતીમા રસ ન રહે, કશુ ગમે નહી ત્યારે સમજવુ કે જીવનમા કોઇ હેતુ અને પ્રોત્સાહનની ઉણપ છે, તો આવા સંજોગોમા પોતાને કોઇ અઘરો અને નવોજ ટાર્ગેટ આપો. પોતાને ચેલેન્જ કરો કે આ તુ કરી બતાવ તો હું જાણુ કે તને બધુ આવળે છે. તેમ વિચારી તે કાર્ય કેવી રીતે કરવુ તેની માહિતી મેળવવાનુ અને તે પ્રમાણે પ્રયત્નો કરવાનુ શરુ કરી દો.
૨૮) જ્યારે પણ ખરાબ ઘટના બને ત્યારે આપણુ મગજ નકારાત્મક વિચારો કરવા તરફ દોડવા લાગતુ હોય છે, તેવા વિચારોનો ગુણાકાર થવા લાગતો હોય છે. હવે સવાલ એ છે કે મગજ તે દિશામા શા માટે દોડવા લાગ્યુ? આપણે તેને તે દિશામા દોડવાની છુટ આપી ત્યારેને ! જો તે દિશામા જતા તરતજ તેને ના પાડી દીધી હોત અને એમ કહી વાળી લીધુ હોત કે નહી હું નબળો, અશક્ત, લાચાર નથીતે મારે આ રીતના કાલાવાલા કરવા પડે, મને ભગવાને ઘણી બધી શક્તીઓ આપેલી છે તો પછી આવુ બધુ સહન કરવાનો વારોજ ન આવી શકે.
આમ જેવો મનમા નબળો વિચાર આવે કે તરતજ તેનો પ્રતીકાર કરી તેને સારી દિશામા વાળી દેવો જોઇએ, તેના માટે પોતે સશક્ત છીએ, સફળતા જરુર મળશે તેવા કથનો નમમા દોહરાવવા જોઇએ.
૨૯) નિષ્ફળતા મળે ત્યારે નીચે મુજબ વિચાર કરવો જોઇએ.
- હું માત્ર બાજી હાર્યો છુ, હીંમત નહી,
- હારતા વહી હે જો હીંમત હાર જાતા હે.
- માન લો તો હાર હે, ઠાન લો તો જીત.
૩૦) જ્યારે પણ ભુલ થઈ જાય ત્યારે એમ વિચારો કે હવે મારી પાસે બે વિકલ્પ છે. એકતો આખી જીંદગી લોકોની વાતો સાંભળી દુ:ખી થઈ દરરોજ મરી મરીને જીવવુ અને બીજો વિકલ્પ છે મહેનત કરી પાછો હતો તેવો સમય પાછો મેળવી બતાવવો. આ બન્નેમાથી ક્યો વિકલ્પ પસંદ કરવો એ મારા હાથની વાત છે એટલે જ્યાં સુધી મારા હાથની વાત હશે ત્યાં સુધી હું શ્રેષ્ઠ વિકલ્પજ પસંદ કરીશ.
૩૧) એક ભાઇ ૧૦૦ વખત નિષ્ફળ થયો અને ૧૦૧ મા પ્રયત્ને સફળતા મળી. કોઇએ તેને પુચ્છ્યુ કે તમને સફળતા કેવી રીતે મળી ?
તેણે તરતજ જવાબ આપ્યો
મને ૧૦૦ જેટલી ભુલો કરી ૧૦૦ જેટલા પાઠ શીખવા મળ્યા એટલે.
આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે કારણકે ભુલો કર્યા પછી જે પાઠ ભણવા મળતા હોય છે તેની અસરકારકતા ખુબજ વધારે હોય છે. આવા પાઠ દિલમા એક પ્રકારની આગ ઉત્પન્ન કરી દેતા હોય છે, સાચો માર્ગ દર્શાવતા હોય છે જેથી વ્યક્તીને એમ થઈ જતુ હોય છે કે હવે તો મારે તેમ કરીનેજ રહેવુ જોઈએ.
ભુલો એ આપણને ચોક્કસ દિશામા વળવા માટેની આગ ઉત્પન્ન કરવા માટે આવતી હોય છે, માર્ગદર્શન કરવા માટે આવતી હોય છે પણ આપણે તેના આ સંદેશાને સમજી શકતા હોતા નથી એટલા માટેજ નિરાશ થઈ જતા હોઇએ છીએ. જો ભુલો આપણને શું દર્શાવવા માગે છે, આપણને કઈ દિશામા વાળવા માગે છે, આપણા દ્વારા ક્યુ સારુ કામ કરાવવા માગે છે તે સમજી લઈએ તો પછી ભુલોથી ક્યારેય ડર લાગશે નહી, ઉલટાના તમે ભગવાનનો આભાર માનશો કે સારુ થયુ ભવાન મારાથી આ ભુલ થઈ ગઈ. આ ભુલને કારણેજ મારી આંખ ઉઘડી ગઈ છે એટલે હવે હું મારા જીવનને સર્વશ્રેષ્ઠ ઉંચાઇઓ તરફ લઈ જઈ શકીશ. આવો વિચાર માણસને નિડર અને સાહસીક બનાવી જીંદગીની બાજીઓ ખેલવા સક્ષમ બનાવતો હોય છે.
ઘણી વખત તમે જોજો માણસની જીંદગી અમુક પ્રકારની ભુલો કરવાથીજ સુધરી જતી હોય છે. જો તેણે તે ભુલ ન કરી હોત તો આજે તે કંઈક અલગજ વ્યક્તીત્વ હોત. આમ ભુલો એ જીવનમા ટર્નીંગ પોઇન્ટ લાવતો હોય છે, આવા સમયે જો માણસ નિરાશ થવાને બદલે સાચા રસ્તે પ્રયત્ન કરવા લાગી જાય તો ખરેખર પોતાના જીવનને બીજાઓ માટે ઉદાહરણરૂપ બનાવી શકતો હોય છે.
૩૨) પોતાના વિચારો પર નિયંત્રણ રાખો. જયાં સુધી તમારુ મન તમારા નિયંત્રણમા રહેશે ત્યાં સુધી તમે નકારાત્મક બાબતોને તમારા પર હાવી થતા રોકી શકશો પણ જેવુ તમારુ નિયંત્રણ તમારા મન પરથી ગુમાવી દેશો કે તરતજ બાહરી પરિસ્થિતિઓ, લોકો, ઘટનાઓ તમારા પર કાબુ મેળવવા લાગશે અને પછી તે જેમ ઇચ્છશે તેમ તમારે કરવુ પડશે અથવાતો થતુ જશે. આ રીતે તમેજ અપ્રત્યક્ષ રીતે લોકો કે પરિસ્થિતિઓને મંજુરી આપી દેતા હોવ છો કે તેઓ તમારા પર કાબુ મેળવે. આમ હકારાત્મક બનવા માટે તમારે સૌ પ્રથમ તો નક્કી કરવુ જોઈએ કે તમારા મન-વિચારોનુ નિયંત્રણ કોના હાથમા રહેશે. જો તમારુ નિયંત્રણ બાહરી લોકો, ઘટનાઓ પાસે રહેશે તો તેઓ જડપથી તમને દુ:ખી, નિરાશ બનાવશે પણ જો તમે તમારુ નિયંત્રણ પોતાની પાસેજ રાખશો એટલેકે મારે દુ:ખી થવુ કે નહી તે માત્ર મારેજ નક્કી કરવાનુ છે, મને કોઇજ દુ:ખી કરી શકે નહી તેવી વિચારણા અપનાવશો તો લાંબા સમય સુધી પોજીટીવ રહી શકતા હોવ છો.
માટે લોકોના બુરા વર્તનથી ચીડાવાનુ, ગુસ્સો કરવાનુ કે ઇર્ષા કરવાનુ બંધ કરી દો, શાંત રહેવુ એ તમારા હાથની વાત છે તો પછી શા માટે લોકોને તેઓના મનસુબામા કામીયાબ થવા દઈએ, આવો વિચાર તમને નકામી બાબતો, નકારાત્મક લોકો કે ઘટનાઓમા નકારાત્મક રીએક્શન આપતા બચાવશે.
૩૩) તમે કલ્પના કરો જોઇએ કે તમે કોઇ શક્તીશાળી રેસીંગ કારમા બેઠા છો અને તે કાર બંધ પડેલી છે જેને કોઇ પાછળથી દોરડુ બાંધીને ખેંચી રહ્યા છે. હવે જરા વિચારો જોઇએ કે શા માટે તે વ્યક્તી આટલી બધી શક્તીશાળી કારને ખેંચી શકે છે ? ક્યાં સુધી તે વ્યક્તી આ કારને ખેંચી શકશે ? શું તેની શક્તી તમારી કાર કરતા પણ વધારે છે ? નહી, તે વ્યક્તી તમારી કારને એટલા માટે ખેંચી શકે છે કારણકે તમારી કાર બંધ હાલતમા છે. જો તે કારને શરુ કરી લીવર આપવાનુ શરુ કરી દો તો કોઇ વ્યક્તીની તાકાત નથી કે તે કારને આગળ વધતા રોકી શકે. આપણી સાથે પણ કંઈક આવુજ થતુ હોય છે. આપણે બધા લોકો આપણી વિચારશક્તી, માનસીક શક્તીઓને બંધ કરીને બેસી ગયા છીએ એટલા માટેજ નકારાત્મક તાકતો આપણને પાછળ ખેંચી રહ્યા છે. પણ જો એક વખત તમે તમારી તાકતને ઓળખી તેને કામે લગાળવાનુ શરુ કરી દો તો તમારી તાકાત સામે નકારાત્મક પરીબળો પેલા વ્યક્તીની જેમ ફંગોળાઈ જશે કે જે કારને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આમ તમે નકારાત્મક તાકતોને હરાવીને આગળ ત્યારેજ વધી શકો છો કે જ્યારે તમે આગળ વધવાનુ નક્કી કરી વાહનને એક્સલરેટ કરવાનો પ્રયત્ન કરતા હોવ છો.
યાદ રાખો કે તમારા મનની શક્તી સામે નકારાત્મક પરીબળોની શક્તી સ્પોર્ટ્સ કારની સામે કીડી મકોડા જેટલીજ હોય છે. જો તમે આગળ વધવાનો કે પોતાની શક્તીને સાચી દિશા આપવાનો પ્રયત્ન નહી કરો તો નકારાત્મક પરીબળો તમને સરળતાથી પાછળ ખેંચી જશે, પણ જો તમે એક વખત પુરી તાકાતથી લીવર ખેંચી લેશો તો પછી તમારી તાકાતની સામે કોઇજ પરીબળ ટકી શકશે નહી. તમે તમારી તાકાત સમજતા નથી એટલા માટેજ નકારાત્મક પરીબળો તમને પાછળ ખેંચી જાય છે, પણ જો તમે તમારી શક્તીઓને બરોબર સમજી લ્યો, તેનો ઉપયોગ કરતા શીખી લ્યો તો તમને કોઇ બુરી તાકાત હરાવી શકે નહી.
૩૪) નકારાત્મકતા, શરમ-સંકોચ કે નિરાશા દુર કરવા માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવવા જોઇએ.
- દરરોજ સવારે વહેલા ઉઠી ભગવાનને પ્રાર્થના કરો, તેઓને નવો દિવસ આપવા માટે આભાર માનો.
- દરરોજ ૩૦ થી ૪૫ મીનીટ સુધી કસરત કરો, તેનાથી તમારુ શરીર અને મન બન્ને શક્તીશાળી અને સ્ફુર્તીવાન બનશે.
- દરરોજ હસવાનુ રાખો, કોમેડી સાંભળો કે હાસ્ય ઉત્પન્ન કરે તેવા વિડિયો જુઓ.
- કોઇ શાંત–એકાંત સ્થળે જઈ જોરથી રાડ નાખો અને મનમા રહેલી તમામ શરમ કે ગુસ્સો બહાર ફેંકી દો.
- મન મુકીને મનપસંદ ગીત પર જેવો આવળે તેવો ડાંસ કરો. જાહેરમા તમને તક ન મળતી હોય તો ઘરમા પણ કરી શકો. આ રીતે તમારુ મન વધુને વધુ પ્રફુલ્લીત બનશે.
- મનગમતી રમત જીતવા માટે નહી પણ એન્જોય કરવા ખાતર રમો.
- કોઇ પણ એક નાનુ એવુ કામ કરો કે જેના લોકો વખાણ કરે. આવા વખાણ સાંભળતા તરતજ તમારામા હકારાત્મકાતાનો સંચાર થશે.
- દરરોજ એકાંતમા મનપસંદ ગીત ગુનગુનાવાનુ રાખો, સારા બાથરુમ સીંગર બનો કે બે ત્રણ વ્યક્તી ભેગા થઈને સમુહમા ગાવાનો પ્રયત્ન કરો. આ રીતે એક બીજાનો તાલ મળવાથી એક બીજા સાથે મનમેળ અને સુકુન એમ બન્નેમા વધારો થશે.
- કોઇ એક જોક્સ, શાયરી કે ઘટના કહી લોકોને હસાવવાનો પ્રયત્ન કરો. દરરોજ કોઇ એક વ્યક્તી સાથે હસી મજાકની વાતો કરો. તેમ કરવાથી તમારામા હકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
- લોકોને મદદરૂપ થાઓ, તેઓના આશીર્વાદ મેળવો.
- પોતાની મનપસંદ શોખ કે પ્રવૃતી કરો.
- કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળે ફરવા જાવ.
- વધુને વધુ સામાજીક બનો, લોકોના સુખ દુ:ખમા ભાગ લ્યો.
- લોકો તમારા પર ગર્વ કરે, તમને સમ્માન આપે, પ્રસંશા કરે તેવા કામ કરો.
- વિશ્વના તમામ તહેવારો ઉજવવાનો પ્રયત્ન કરો, ખુશ રહેવાની તમામ તકોને જડપી લ્યો.
- ખેલદીલી કેળવો, દરેક બાબતમાથી વગર ફર્યાદે આનંદ મેળવતા કે પોતાની જવાબદારી નિભાવતા શીખો.
- નેગેટીવ વાતાવરણથી દુર રહો.
- દરરોજ સારા કે નવા કપડા પહેરો, વેલ ડ્રેસ્સ્ડ રહો, આકર્ષક રહો. આ રીતે પણ તમને તમારા પર ગર્વ થશે.
- દરરોજ નજીકના મીત્રો સાથે ફરવા જાઓ, હસી મજાકની વાતો કરો. આ રીતે પણ તમારુ મન ઘણે અંશે હળવુ બની જશે.
૩૫) દરેક ગમતી કે ન ગમતી બાબતોમાથી માત્ર સારી બાજુઓજ જોવાનો પ્રયત્ન, નાની નાની બાબતોને લેટ ગો કરી તેમાથી પણ પ્રોત્સાહન મેળવી આગળ વધો.
- નબળા વિચારો ધરાવતી વ્યક્તીને વાતે વાતે વાંધાઓ પડતા હોય છે, ગમા અણગમા દર્શાવી ફર્યાદો કરી ઝઘડાઓ કર્યે જતા હોય છે અને તેવી પ્રવ્રુતીઓમા અટવાઇ પોતાના મુખ્ય કામ પડતા મુકવાની મુર્ખામી કરી બેસતા હોય છે. પોજીટીવ વ્યક્તીઓ આવી કશી કડાકુટમા પડ્યા વગર નવા નવા રસ્તાઓ શોધી આગળ વધ્યે જતા હોય છે એટલા માટેજ તેઓ અન્યો કરતા વધુ સારી રીતે સફળતા મેળવી શકતા હોય છે. માટે દરેક સારી ખરાબ બાબતમાથી પોતાના માટે સારુ શું છે તે શોધતા શીખો.
૩૬) આપણા વિચારો, માન્યતાઓ એ એક પ્રકારની કુદરતી, માનસીક રોગપ્રતીકારક શક્તી છે. તે જ્યાં સુધી પ્રબળ રહેતી હોય છે ત્યાં સુધી કોઇ આધી, વ્યાધી કે ઉપાધી આપણુ કશુજ બગાડી શકતી હોતી નથી પરંતુ જેવા આપણા વિચારો નબળા પડવા લાગતા હોય છે કે તરતજ દુ:ખ, શંકા, ચીંતા અને નિરાશાઓ જેવી મહામારીઓ ફેલાવા લાગતી હોય છે જે આખરે આપણીજ નિષ્ફળતાનુ કારણ બનતી હોય છે. માટે જે રીતે આપણે શરીરને સ્વસ્થ રાખવા પૌષ્ટીક ખોરાક ગ્રહણ કરી દુશીત પદાર્થોથી દુર રહીએ છીએ તેવીજ રીતે મનને સ્વસ્થ રાખવા શક્તીદાઇ, પ્રોત્સાહક વિચારોનુ સર્જન કરવુ જોઈએ અને દુશીત વિચારોથી દુર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
છેવટે જો તમે ઇચ્છતા હોવ કે સમાજમા લોકો તમને માન આપે, તમારુ કહ્યુ માને, તમારા શબ્દોનુ પાલન કરે, તમને પ્રેરણાસ્ત્રોત માની પોતાના જીવનમા ઉચુ સ્થાન આપે તો તમારે પોજીટીવ વિચારો કેળવવાજ પડશે કારણકે આવા વિચારો દ્વારાજ તમે કોઇ વ્યક્તીને સમજાવી શકતા હોવ છો, માર્ગદર્શન આપી શકતા હોવ છો કે તેમને પ્રોત્સાહન આપી જીવવાનો સારો માર્ગ ચીંધી શકતા હોવ છો. વિચારશક્તી એક માત્ર એવુ પરીબળ છે કે જે તમને ગરીબમાથી અમીર બનાવવા સક્ષમ છે, લોકોના પ્રીય અને માર્ગદર્શક બનાવવા સક્ષમ છે. તમારા વિચારો કે વિચારસરણી કોઇ પણ પ્રકારણી તડકભડક કર્યા વગર લોકોને આંજી શકે છે, આકર્ષી શકે છે. જો તમે પણ સમાજના કેન્દ્રમા રહેવા માગતા હોવ, લોકોના પ્રીય બની સન્માનભેર જીવન જીવવા માગતા હોવ તો તમારે પોજીટીવ વિચારો કરતા શીખવુ જોઈએ, દરેક પરિસ્થિતિમા નિરાશ થવાને બદલે ઇશ્વર પર વિશ્વાસ રાખી સતત પ્રયત્નો કરતા રહેવુ જોઈએ.