Sambhal books and stories free download online pdf in Gujarati

સાંભળ

નીરવ આપણે શું કરશું તો તે અહીં આવશે...
એ તો મને નથી ખબર, પણ મનેેેે તે આંખોની સામે જોઈએ. હું તેને પામવા નથી માગતો માત્ર તેને સાથ આપવા માંગું છું. તેનેેે જોવા માગું છું. તે તો ખૂૂબ સુખી છે. પણ હુંં તેને જોયા વગર રહી શકતો નથી.
(થોડી ખામોશી)
ચિંતન એક કામ કરીએ તો - તે એક શિક્ષક છે તે.. તે નોકરી પણ ગોતશે. કેમકે તે ની સ્વાભિમાની રહીને . હજુ તો તેના લગ્ન અને જાજા દિવસો થયા નથી ,એટલે તેને સેટલ થતા વાર લાગશે . એક વર્ષ પણ લાગી જાય .એટલે એવો વિચાર આવ્યો કે એક શાળા સંકુલ ખોલીએ તો....
નીરવ વિચારતો તારો ખૂબ સારો છે ,પણ તારા પિતાજી માનશે કે નહીં ? આમ પણ તારી પાસે ઘણી બધી મિલકત છે ક્યાં વાપરીશ, લાખો-કરોડો ની મિલકત ને? પણ તું અહીં અને શાળા એ ત્યાં કરવી એ ખૂબ અઘરું પડેશે?
ચિંતન આપણે એવા કોઈ વ્યક્તિને ગોતીએ કે જે તે જગ્યાએ રહેતો હોય ને તે આપણને સાથ આપે અને ત્યાં રહિને જ મેનેજમેન્ટ સંભાળી શકે.
(થોડા વિચાર પછી)
અરે હા નીરવ એક સારો વ્યક્તિ છે મારી નજરમાં જે મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરી શકે. ને હા તે આપણી વાતને ગુપ્ત પણ રાખી શકશે.
હા તે વાત સાચી આપણે વાત ગુપ્ત રાખવી પડશે નહીં તો તે ક્યારેય આ શાળામાં જોડાશે નહીં. પણ તે વ્યક્તિ કોણ છે એ તો કહે?
અરે ભાઈ તું જાણે જ છે ને ખૂબ સારી રીતે જાણો છો તેને આપણો પેલો મિનાજ.... તેનું તો સપનું હતું શાળા ખોલવાનું છે અધૂરું જ છે .
(મીનાજ, નીરવ અને ચિંતનની સાથે શાળા અને કોલેજ ભણેલો ને સાથે રમતો. તેણે એક સાથે મોટા થયા. કોલેજ પછી તે પોતાના સપનાને સાકાર કરવા બીજા શહેર જતો રહ્યો. અને ત્યાંથી તે બધા છુટા પડ્યા. તે મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મ થયો હતો. ચિંતન નીરવ ના પિતા જતીન શેઠના મિત્ર દેવશંકર નો પુત્ર હતો.)
આપણે તેને મદદ કરીએ એટલે તે આપણને મદદ જરૂર કરશે.
આ તો થઈ ગયું પણ હવે સ્કૂલનું નામ શું રાખશું. ચિંતન....?
એ વિચારશો કંઈક....
હા 'નિરંજન સંસ્કાર વિદ્યાલય' રાખીએ તો..
એલા એ તારું દિમાગ તો ખૂબ ચાલે છે હો... મજા નું નામ કીધું પણ તમે સુજુ કઈ રીતે !?
કેમ ન સૂઝે એ મારે દિમાગ તો છે જ, ને તારા કરતાં તો વધારે ચાલે છે. તને કદર નથી મારી ને મારા દિમાગની ..
આ નામ જો તમારા બંનેના નામ માંથી.
હવે બીજું શું કરશું આગળ..
હવે શું હોય મંજૂરી લેવાનું કામ મારા પર છોડતો જમીન નું કામ કર નીરવ.
મિનાજ ને હું આજે જ 'બેડવા' મળવા જાવ છું ને બધું જ સમજાવી દઉં છું.
બેડવા નામ કાનમાં પડતાં જ નીરવ ભાવક થઈ ગયો પોતાને સંભાળતા બોલ્યો ,જા તું જા હવે ,બાકી હું મારા પિતા પાસે જાઉં છું ને સમજાવવાની કોશિશ કરું છું.
(ચિંતન બેડવા જાય છે.)
પપ્પા..... પપ્પા.... ક્યાં ગયા પપ્પા... લગભગ દોડતો દોડતો જ નીરવ તેના પિતા પાસે જાય છે.
આ મર્યાે અહીં બક શું કામ છે?... જાણે કૂતરા પાછળ પડ્યા હોય એ દોડતો દોડતો આવે છે. જાણે મને ભળ્યો જ ન હોય તેમ..
પપ્પા મારા વહાલા પપ્પા......
તમે તો લાખો કરોડોના માલિક જતીન શેઠ છો તમારો દિલ તો ખૂબ વિશાળ છે તમે કોને ભારે પડ્યો કોઈનો ભાર તમે ઉતારો છો લાખોના પેટનો રોટલો તમે આપ્યો છે.
આજે તારા મોઢે વખાણ ! એ પણ આટલા બધા મારા વખાણ તું કરે !? બહુ નવાઈ લાગે . સીધી રીતે બોલવાલાગ તારે શું જોઇએ છે આડુ અવળુ બોલ બોલ કરે છે.
મને ખબર છે તારે કંઈ જોઈતું હોય ત્યારે જ તો મારા વખાણ કર બાકી તો તું મને ક્યાંય પડતો મૂક, બોલાવતો પણ નથી.
ના હો પાપા એવું કંઈ નથી.
બીજું કંઈ નથી બોલવું ઝટ ફાટ મોઢામાંથી મારે મોડું થાય છે.
તમે ખીજાતા નહીં અને નહીં પાડો તો કહું.
ના હોય એમ ના ચાલે પહેલા તું કહે કે શું જોઈએ છે પછી હું વિચારી ને કહું દેવું કે નહીં.
જુઓ આવું નહિ હો પપ્પા આ તો મને જોઈએ છે ને મને ખબર છે તમે ના નહીં પાડો.
હા બોલ મને ખબર જ છે મેં તને ક્યારેય ના પાડી છે અને ના પાડી પણ ક્યારે શક્યો છું.
ઓકે તો સાંભળો...
'મારે બેડવા મા સ્કુલ ખોલવી છે'....
હે.........( નીરવના પિતાજીનો તો મોઢું ખુલ્લું રહી ગયું.)
થોડા સ્વસ્થ થઈ.
તને આ વિચાર ક્યાંથી આવ્યો અને ત્યાં છેક એ પણ પહેલી જે શહેરમાં રહે છે ત્યાં.?
જો તું ખૂબ એની માટે હેરાન થયો છો માંડ માંડ તને બચાવ્યો છે માંડ માંડ કરીને તને જીવતા શીખવ્યું છે .હવે મારે એ બધું ફરી નથી જોવું. ત્યાં નહી તું તારે તારે શાળા ખોલવી હોય તો અહીં ખોલ ને સરસ મજાની મોટી ,અહીં પણ બાળકોને ખુબ જરૂર છે ભણતરની .


બીજા રસપ્રદ વિકલ્પો