પ્રેમ કેટલો ક્યુટ વર્ડ છે.એ બોલવા થી જ કેવી લાગણી નો અહેસાસ થાય છે, એ જેને સાચો પ્રેમ કર્યો હશે એને ખબર જ હશે..એક એવો અહેસાસ કે માત્ર આપણે મહેસુસ કરી શકીએ છીએ એની કોઈ શબ્દ માં વ્યાખ્યા જ નથી આપી શકતા...
છતાં, હું એટલું કહીશ કે
"પ્રેમ એટલે કંઈ પણ અપેક્ષા વગરનું સમર્પણ"
પ્રેમ એવો હોવો જોઈએ જેમાં માત્ર લાગણીઓ જ હોય, એક બીજા માટે માન -સન્માન હોય. પણ આ જમાના માં તો જાણે પ્રેમ ની સંપુર્ણ વ્યાખ્યા બદલાવવા લાગી છે.
પ્રેમ કેવો હોવો જોઈએ??
મારા મતે તો સાચો પ્રેમ તો રાધા કૃષ્ણ જેવો હોવો જોઈએ. એ પ્રેમ માં શરીર નું નહિ પણ આત્મા નું મિલન હતું. એક બીજા માટે આદર અને સન્માન હતું. ના મળવા છતાંય એક બીજા ને બદનામ નથી કર્યા.બસ પવિત્ર મન થઇ એક બીજા ને પ્રેમ કર્યો છે એટલે આજે આપણે જો પ્રેમ માં કોઈ નું ઉદાહરણ આપીએ તો એ છે "રાધા અને કૃષ્ણ"...
શુ આ યુગ માં આવો પ્રેમ સંભવ છે ખરો?? તો જવાબ માં હું હા જ કહીશ કેમ કે એ આપણી પર નિર્ભર કરે છે કે આપડે કેવો પ્રેમ કરી શકીએ.. ઘણા એવા હજુ પણ છે જેને પ્રેમ ને પવિત્ર રાખ્યો છે એ પ્રેમ એટલે માત્ર હૃદય નો પ્રેમ.. જ્યાં કોઈ શારીરીક સ્પર્શે નથી હોતો. એક એવું મજબુત બંધન કે દૂર થવા છતાં અકબંધ રહે છે... જેમાં બસ એક બીજા ને તમે સંપુર્ણ ઓળખી શકો ,જો તમે બન્ને સાથે હોય તો બીજા ની જરૂર ના વર્તાય.. જેમાં નિઃસ્વાર્થ ભાવે બસ કોઇ ને પ્રેમ કરવાનું મન થયા, એની સાથે રહેવું ગમે જિંદગી ની દરેક ક્ષણ બસ એના થી શરૂ થાય અને એના પર જ પુરી થાય... એ છે પ્રેમ...
હવે આ શરીર નો પ્રેમ શુ છે...???
શરીર નો પ્રેમ મને ખુદ ને જ નફરત છે ,પ્રેમ તો દિલ થી થાય કોઈ ની ,વાત કોઇ ના વિચારો થી થાય. બસ ચાર દિવસ કોઈ સાથે સારી વાતો કરો એટલે એવું દેખાડવું કે કેટલા મહાન વ્યક્તિ છીએ,કોઈ નો વિશ્વાસ જીતવો, અને વિશ્વાસ પણ પહેલા આપણે ખોટા જ વ્યક્તિ પર કરીયે છિએ,, બધું લૂંટાઈ જવાનું હોય એમ એની પાછળ પાગલ થઈ જઇ છે. પહેલા સારું વર્તન કરશે પછી એવું લાગશે કે હવે સામે વાળું પાત્ર ભોળવાઈ ગયુ છે એટલે એનું રિયાલિટી બહાર આવશે અને ડિમાન્ડ ચાલુ કરશે અને અમુક તો પાછા એમની વાતો માં આવી જાય અને સ્વાર્થ પૂરો થાય એટલે છોડી ને જતા રહે, તો હવે આમાં ક્યાંય તેમને પ્રેમ જેવું લાગ્યુ??? અને એમાં તો બંનેની ભૂલ માનું છુ ભલે એ ગર્લ હોય અથવા બોય. કેમકે એ ડિમાન્ડ કરે છે ત્યારે ના નથી પાડી શકતા ?, ત્યાં જ આ વાત ને સ્ટોપ કરી દો ને શુ લેવા એમનું માનવું જોઈએ અને પોતાનું સર્વસ્વ આપવું પડે. અમુક તો પ્રેમ સાબીત કરવા પડે અને કરે પણ છે.પોતાનું શરીર સોંપી ને કે હું તને પ્રેમ કરું છું અને મને તારી પર વિશ્વાસ છે.. કેટલી મુર્ખામી કહેવાય આ વસ્તુ.. પ્રેમ માં સાબિતી કે સબૂત નથી હોતા એટલું પણ નહીં સમજતા હોય લોકો.. જેને સામે વાળા વ્યક્તિ ને he/she જે હોય તે એની પાસે તમે ડિમાન્ડ કરો ને કે જો તને એક રૂમ માં મારી સાથે સુવામાં શરમ નથી આવતી તો એક કામ કર ને તારા ઘરે જ લઈ જઇ ને કહી દે કે મારે આગળ જઈ આની સાથે જ લગ્ન કરવાના છે કેમ કે તે તો સપના દેખાડ્યા છે ને તો શું વાંધો પડે.?? તો શુ એવું કરશે?? આ શરીર ના પ્રેમ તો કેટલા ની જિંદગી સાથે રમત રમે છે એક માં એમને સંતોષ જ નથી થતો.. મક્કમ આપડે બનવુ પડે અને અમુક તો ભૈ એવું કહે કે ભોળો હતો કે ભોળી હતી એટલે આવું થયું અને છેતરાઈ ગયા વગેરે, તો સાહેબ મારે એટલુ જ કહેવાનું કે જેને ખાવા ના સ્વાદ ની ખબર પડતી હોય એને પોતાના સારા ખરાબ ની ખબર બહુ સારી રીતે પડે. સિવાય માનસીક રીતે અસમર્થ હોય એમને છોડી ને.કોઇ ની લાગણી સાથે રમવું કોઈ ના સપના તોડવા કોઈ ને પુરી જિંદગી નું દર્દ આપવું એ ક્યાં ની રીત?? ..શાયદ તમારી માટે આ સારું એવું રમકડું હશે કે તમે કહો એમ આ કરે ,સારો એવો સમય પસાર થઈ જતો હશે. પણ સામે વાળા વ્યકિત નું એટલું તો વીચારો કે એનો વિશ્વાસને તમે ચકનાચૂર કરો છો.એ વ્યક્તિ ક્યારે કોઈ પર વિશ્વાસ નથી કરી શકતું જેને સાચા દિલ થી કોઇ ને પ્રેમ કર્યો છે..એ અંદર થી એકદમ તુટી જાય છે બસ બધા ની સામે હસે છે પણ જ્યારે એકલા હોય ત્યારે બહુ રડે છે કેમ કે વધુ દુઃખ એને એ થાય છે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો . એવા વ્યકિત જેને આ સંપૂર્ણ સમર્પણ અર્પી ચુકી હોય. એક શાયરી છે...,
जिसने रूह से महोब्बत की है,
वो शायरी में माहिर हो गए ,
ओर,
जिसने जिस्म से महोबत की
, वो आशिकी में माहिर हो गए...
જે દિલ થી પ્રેમ કરે છે એ એની માટે કોઈ બીજું નથી હોતું તમારા સિવાય. એટલે જ સંબંધ સ્વાર્થ માટે હોય તો છોડી દો કેમ કે કોઈ ને પણ જરાય હક નથી કોઈ ની લાગણી સાથે રમવાનો. તમારી ચાર દિવસની મજા માટે કોઈ ને પુરી જિંદગી ની સજા ના આપશો કેમ કે એ બીજા સાથે રહી લેશે આગળ જતાં પણ એ પ્રેમ એ હક બીજા ને નહીં આપી શકે.. અને કોઈ દિવસ એવા માણસો માટે તમારા મા-બાપ ને ના છોડતા કેમ કે જેની માટે તમે બધું છોડશો એક દિવસ તમને છોડી દેશે... જે માતા પિતા ના નો થાય એ તમારાં સુ થશે??...
પ્રેમ કરવો હોય તો એવો કરો જેમાં વિતાવેલા પલ યાદ કરીને મન ને ખુશી મળે , એવી યાદો નો દરિયો બનાવો કે યાદ કરવાની સાથે એ જીંદગી ફરીવાર જીવવાની ઇચ્છા થાય. એવી યાદો નહિ કે વિચારવાની સાથે અફસોસ થાય...
દિલ નો પ્રેમ....શુ છે? મારા મતે... દિલ નો પ્રેમ રાધા કૃષ્ણ જેવો એટલે કે,,,
અંતિમ શ્વાસ સુધી જોવાયેલી ""રાહ""
અને અંતિમ ક્ષણ સુધી અકબંધ રહેલો ""પ્રેમ""....
એક એવો પ્રેમ જેમાં માત્ર પ્રેમ અને લાગણી ની ભીનાશ હોય જે તમારું પૂરું જીવન સુગંધિત કરે...એક એવો સંબધ કે દૂર હોવા છતાં તમારી નિકટ હોવાનો અહેસાસ.. જેમાં કોઈ વસ્તુ ની માંગ ના હોય તું પ્રેમ કરે કે ના કરે પણ મારું હૃદય હંમેશા તને જ પ્રેમ કરશે... નથી મળવા ના છતાં મન ભરી ને જિંદગી માણી લેવી જ્યાં સુધી સાથ છે.. અને દુર થવું પણ પડે તો ખુશી થી દુર થવું.. ભલે દિલ માં દર્દ હોય વિરહ નો..
કેમ કે પ્રેમ નું બીજુ નામ "" ત્યાગ"" છે.. એક બીજા ની ખુશી ના હોવા છતાં પરિવાર ની ખુશી જોવી.. સદા પ્રતિબિંબ બની સાથે રહેવુ, જે મુશ્કેલ સમય માં સાથ ના છોડે તમને સમજી શકે,ના તો તેમને બદલવા ની કોશીશ કરે તમે જેવા છો એવા જ સ્વિકારે. જેની માટે બાહ્ય દેખાવ નહિ પણ તમારા ગુણો અને વર્તન થી અંજાઈ જાય.. પ્રેમ બસ નિઃશબ્દ અને નિ:સ્વાર્થ ભાવ નો હોય...પ્રેમ એકદમ અમર્યાદિત કરો અને જીવો પણ મર્યાદા માં રહી ને..
આપણે એ ભારત ભૂમિ પર જન્મ લીધો છે જ્યાં પ્રેમ પૂજાય છે.. જે દિલ થી થાય છે શરીર થી નહિ. શુ લેવા આપણે બીજા દેશો ની આડ માં આપણી સંસ્કૃતી ભૂલી રહ્યા છીએ..
સંસ્કારો થી જ આપણે અપરાધ રોકી
શકીશું.. કોઈ સરકાર આવી ને નહીં બધું બદલી શકે..કેમ કે મારુ માનવું છે કે વીચારો થી હંમેશા આઝાદ રહેવું જોઈએ પણ સંસ્કારો થી હંમેશા બંધાયેલાં રહેવું જોઈએ...
પ્રેમ કોઈના દીલ ને કરજો શરીર ને નહિ કેમ કે મરણ પામસું ત્યારે આ શરીર જ બળશે આત્મા નહિ....
Thank You..