પુનાની એક સોસાયટીમાં બે મકાન હતા. એક મકાનમાં ભાવનાબહેન અને અમરભાઈ પોતાના દીકરા સાગર અને આકાશ સાથે રહેતા હતા,અને તેની બાજુના મકાનમાં આનંદભાઈ અને નિર્મળાબેન તેમની ચાર દિકરીઓ સાથે રહેતા હતા નિમૅળાબહેન ને બે ડીલેવરી થઈ પરંતુ બંને વખતે લક્ષ્મીજી નો જ જન્મ થયો પ્રાપ્તિ અને પરીતા, રત્ના અને રશ્મિ આ ચાર તેની દીકરીઓ હતી. બીજી વાર ભાવનાબહેને કહ્યુ પણ ખરૂ કે બીજી વાર એક દીકરો આવ્યો હોત તો,, પરંતુ અધવચ્ચે જ નિમૅળાબહેન તેને કાપીને કહેતા કે ના હો મારી દીકરીઓ તો મારું અભિમાન છે.સમય પસાર થવા લાગ્યો આનંદભાઈને નોકરીમાં પ્રમોશન મળવા લાગ્યું અને તે આર્થિક રીતે હતા તેના કરતાં વધુ સદ્ધર થયા તેમણે પોતાના ઘરની બાજુમાં પ્લોટ લઈને ઘર બનાવ્યું.
આકાશ અને સાગરે બેચલર ડિગ્રી પૂરી કરી અને આગળ માસ્ટરડિગ્રીનું વધુ ભણવા માટે વિદેશ જવું હતું.તેણે ભાવનાબહેનને કહ્યું કે,અમે અમારું ભવિષ્ય રોકતા હોય તેવું લાગે છે,તમને વાંધો ન હોય તો અમે ભણવા માટે વિદેશ જવા માગીએ છીએ,અમરભાઈએ પહેલા તો વાંધો લીધો પણ ખરો કે બંને જો જાશો તો અમારે કોનો આધાર રાખવાનો? અને આપનો દેશ એમ તો ઘણો સમૃદ્ધ છે અહી પણ માસ્ટર ડિગ્રીતો થઈ જ શકે ને? સાગરને ગમ્યું નહીં તેણે કહ્યું કે પપ્પા અહી ભણવાનું તો છે પણ નોકરીમાં તક નથી.ઊંચા ભણતરમાં નાની નોકરી કરી લિમિટેડ આવકમાં સંતોષ માની લેવો પડે છે,અને હું એવું માનું છુ કે આવક માં જો સંતોષ માની લઈએ તો ક્યારેય વધુ આવક મળે જ નહીં. અમરભાઈને થયું કે વિદેશની ધરતી પર પગ મૂકવાની ઈચ્છા થઈ હોય તેના પગ દેશની ધરતી પર હવે ટકશે નહીં. આથી તેણે કહ્યું કે અમને બે દિવસ વિચારકરવાનો સમય આપો અને તમારે બંનેને જો જવું હોય તો ખર્ચનો અંદાજ પણ આપો જેથી કરીને મને આગળ ખબર પડે.રાત્રે ભાવનાબહેને પુછ્યું કે શું કરશો? હવે શું જવાબ આપશો બંને છોકરાઓને? આપણે અહી એકલા પડી જાશું અને પછી કઈ થશે તો શું કરશું?આ બધા વિચાર માં રાત આખી નિકડી ગઈ.સવારનો સમય તો પસાર થઈ ગયો અને સાંજ પડી ગઈ અને ફરી એના એજ વિચાર અમરભાઈએક જ દિવસ માં ખૂબ જ ઝાંખા લાગ્યા.ભાવનાબહેને કહ્યું," વિચારો તો ખૂટશે જ નહીં નિર્ણયજ લેવો પડશે" તો શું કરું? અમરભાઈ થોડા ગરમ થઈ ગયા,ભાવનાબહેને પરિષ્થિતી સંભાળી લીધી અને કહ્યું તમારા જમા થયેલા પ્રોવિડન્ડફંડના પૈસા ઉપાડી ને બંને ને આપી દો.એટલે વાત પતે અને આ વાત અમરભાઈને યોગ્ય લાગી અને બંને ભાઈઓ પોતાનું માત્ર વિચારી વિદેશ ઊડી ગયા.
ધીમે ધીમે વખત પસાર થયો આનંદભાઈના આકાશ અને સાગર વધુ ભણવા માટે વિદેશ ગયા , જ્યારે નિમૅળાબહેન ની દીકરીઓ ભણીને બસ લગ્ન કરવાની ઉંમરે પહોંચી હતી. એકવાર અચાનક આનંદભાઈ ને હાડૅએટેક આવ્યો,અડધુ અંગ પેરેલાઈઝ્ડ થઈ ગયુ.ભાવનાબહેન પર તો જાણે દુઃખના ડુંગરો તૂટી પડ્યા તેમણે સાગર અને આકાશને તાત્કાલિક બોલવા માટે ફોન કર્યો, પણ બંને સારું થઈ જશે એમ દિલાસો આપીને ન આવવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા. આનંદભાઈને ઓપરેશન માટે પૈસાની હતી પણ કોણ સાંભળે ? અંતે બંનેએ ઘર વહેચવાનું નક્કી કર્યું અને વાત કરી,આ ખબર પડતાં જ નિર્માલબહેન ગયા તેણે અને તેના પરિવારે બાજી સંભાળી લીધી અને વાતને સમજૂતીથી પતાવી. તેની ચારે દીકરીઓએ ખૂબજ મનથી અને ખડે પગે સેવાચાકરી કરી, આખરે ચાર દીકરી અને બે દીકરાનો ભેદ ભાવનાબહેનના ચહેરા પર ચાડી ખાતો હતો, અને ત્યારે નિર્મળાબેનનો ચહેરો અભિમાનથી ચળકતો હતો.