એ જેવી બહાર આવી અવિએ ગુલાબના ફૂલોના ગુલદસ્તા સાથે બધાઇ આપી... અવિને ઓફિસમાં જોઈ નૈના ખૂશ થઇ ગઈ...
'અવિ...!!!' આનંદ મિશ્રીત આશ્ચર્ય સાથે નૈના બોલી.
'યેસ માય સ્વીટહાર્ડ... સોલંકી સાહેબને મળવા આવ્યો હતો... એન્ડ આજે તારા શૉ નો પહેલો એપિસોડ છે તો એ સરપ્રાઈઝ તો બનતા હૈ મેરી જાન... 'અવિએ કહ્યું.
' અચ્છા જી... ' નૈનાએ આંખોના ભવા ઉપર કરી હસતાં હસતાં કહ્યું.
'હા જી...' અવિએ એજ અંદાજમાં જવાબ આપ્યો...
ત્યાં જ સોલંકી સાહેબ આવ્યા...નૈનાને સાબાશી આપી... પછી અવિનાશ સામુ જોઈને કહ્યું...
'અવિનાશ આપણે નીકળીએ... ?'
સવાલ ભરી નજરે નૈનાએ અવિનાશ સામુ જોયું...
અવિનાશ અનુત્તર રહ્યો...
નૈનાથી ના રહેવાયું... એણે પૂછ્યું...
'અવિ ક્યાં જવાનું છે ?'
'એક મિટિંગ છે.. ; બાય નૈના ' કહી અવિનાશ અને સોલંકી સાહેબ ત્યાંથી જતા રહ્યા...
પણ નૈના માટે એક મોટો પ્રશ્ર્ન છોડી ગયા... કેવી મિટિંગ... ક્યાં મિટિંગ... ને એ પણ સોલંકી સાહેબ સાથે ? એ કલાકો સુધી વિચારતી રહી...એકાદ વાર તો મનમાં થયું કે અવિને ફોન કરી પૂછી લઉં.... પણ સોલંકી સાહેબ સાથે ગયા હોવાથી ફોન કરવાનું ટાળ્યું... 'હશે કાંઈ ઈમ્પોર્ટન્ટ કામ ' કહી મનને મનાવ્યું... અને પોતાના કામમાં લાગી ગઈ... 'કોરોના ડોટ કોમ 'માટે આવેલ ઈમેલ ચેક કરવા લાગી... લોકોની એક પછી એક પ્રૉબ્લેમ્સ વાંચતી ગઈ... લોકોની આપવીતી વાંચી માહોલ વેદનામય બનતો ગયો... દુનિયા કેવી હતી ને આજે પૂરઝડપી વેગથી કેવી પલટાઈ રહી છે એ વિચારમાત્રથી એ કંપી ઉઠી...આ કોરોના ભવિષ્યમાં કેવા દિવસો દેખાડશે એ કલ્પના માત્રથી હૈયું બેસી જતું હતું... ત્યાં જ આગલાં ઈમેલ માંથી ડોકિયાં કરતી વેદનાં ઈમેલ ખોલી વાંચતાજ આંખોમાં આંસુ વાટે વહેવા લાગી...
ભૂખ માણસ પાસે શુ શુ કરાવે એની કલ્પના કરવીયે મુશ્કેલ છે... એ તો જેના પર વીતે એજ જાણે... આ ઘટના ભાગલપુરની હતી...લોકડાઉનને લઈને જાનવરોની સાથે સાથે માણસો પણ બેહાલ હતા...ગરીબ પરિવારોના ઘરોમાં અન્નનો એકેય દાણો જોવા સુદ્ધાંએ નહોતો... બે દિવસ પહેલા જ ઘરના રાશનપાણી ખૂટ્યા હતા તેથી મનીષા બેસહાય થઈ ઘરના ઓટલા પર બેસી સરકાર તરફથી કે અન્ય કોઈ સંસ્થાઓ તરફથી સહાય ની કાગડોળે રાહ જોઈ રહી હતી... લાંબા ઇન્તજાર છતાં કોઈ સહાય ન આવી... હવે ઉમ્મીદની સાથે સાથે હિમ્મત પણ તૂટવા લાગી... એ પેટ ભરવા બે કોળિયા અન્નની તલાસમાં ઘરની બહાર નીકળી... બાજુમાં રહેતી કાંતા માસીના પણ એજ હાલ હતા...મનીષાને બહાર જતા જોઈ કાંતા માસી પણ એની પાછળ પાછળ કંઈક મળવાની આશાએ ચાલી નીકળી...ફળિયું વટાવી બહાર નીકળી સ્કૂલના રસ્તે જવા લાગી... ત્યાં જ માસ્તરના ઘરની આગળ કુતરા માટે રોટલી ફેંકી હતી... એ કૂતરાને આ બંનેએ પણ સારા સમયે ઘણીવાર રોટલી આપી હતી... પણ આજે સ્થિતિ જુદી હતી... ભૂખ સામે માણસાઈ હારી ગઈ હતી... જેવું એ કૂતરું એ રોટલી લેવા માટે દોડ્યું એવું જ આ બંને મહિલાઓ પણ દોડ લગાવી... આ ભૂખની દોડ હતી... આ એક રોટલી માટેની હોડ હતી... અંતે કૂતરુ જેવું રોટલી પાસે પહોંચ્યું બંને મહિલાઓએ પથ્થર મારી ભગાવી રોટલીને પોતાના કબ્જા કરી લીધી...આજે એક રોટલીએ માણસ ને જાનવર વચ્ચેનું અંતર મિટાવી દીધું હતું... ભૂખનું આવું દયનીય રૂપ કદાચ કોઈએ ક્યારેય જોયું નહોતું...
* * *
ઈમેલ મોકલનાર કેબલ વિઝન માં કામ કરતા રાકેશ નો નૈનાએ સંપર્ક કર્યો અને વધુ ડિટેલ્સ લીધી. અને પોતાના પ્રોગ્રામની વધુ માહિતી આપી બન્ને મહિલાઓને પણ પ્રોગ્રામ વિશે સમજાવવા કહ્યું...અને જલ્દીથી જલ્દી બનતી કરવાની એમના સુધી મદદ પહોંચાડવાની પણ બાંહેધરી આપી... રાકેશ સાથે વાત પૂર્ણ કરી ભાગલપુર પોલીસને પણ આ કિસ્સાની માહિતી આપી જરૂરી સહાય પહોંચાડવા માટે જાણ કરી...
કોફી પીવાનું મન થતા પ્યુનને બોલાવી કૉફી લાવવા માટે કહ્યું... થોડીવારમાં કૉફી આવી ગઈ...
કૉફી પીતાં પીતાં નૈના આવતા એપિસોડનું પ્લાનિંગ કરવા લાગી...
ક્યાંક નૈના માટે પણ કોઈ કશુંક પ્લાનિંગ કરી રહ્યું હતું...
કૉફી પીવાય જતાં નૈના પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરી... કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહે એવી સ્ક્રિપ્ટ લખવા બેઠી...
પણ ઉપરવાળો નૈનાના નસીબની એક અલગ જ સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો જેની કોઈને કલ્પનાએ નહોતી...
* * *