કોલેજનો એક તરફી પ્રેમ.... મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજનો એક તરફી પ્રેમ....

કોલેજનો એક તરફી પ્રેમ....

વાત એમ છે કે.....

કોલેજમાં લેકચરનો સમયે થઈ ગયો હતો, અને બસ મોડી હતી. તનિશા બસમાંથી નીચે ઉતરીને કોલેજ તરફ આગળ વધે છે, એનું મોઢુ દુપટ્ટાથી બાંધેલું અને તે કોલેજમાં દોડતી દોડતી ક્લાસરૂમ તરફ જઈ રહી હતી. ત્યારે એક બાજુથી પ્રણય સમય સંજોગ તે પણ ક્લાસમાં જવા માટે જાય છે અને બન્ને એકબીજાને ટકરાય છે.
પ્રણય કહ્યું ઓહ માફ કરજો હું જલદીમાં હતો.
તનિશા કઈ પણ કહ્યા વગર જતી રહી.
ક્લાસમાં બન્ને સરની રજા લઈને બેસે છે.
પ્રણય તે છોકરીને સામું જોઈ રહ્યો હતો ત્યારે એ તનિશા તેનો મો પરથી દુપટ્ટા ખોલે છે, ત્યાં પ્રણય તેની સામે જોઈને અલગ અનુભવ અનેરી પવનની લહેરો તેના દિલ પર અલગ અનુભૂતિ કરાવી રહી હતી .
કેમ કે તનિશા આજે ખૂબ સુંદર તૈયાર થઈને આવી હતી કેમ કે તેની આંખો માં કે કાજળ આંજીને આવી હતી અને તેના ગાલ પર તલ કાને જે લટકતાં તેના ઝુમકા અને લાસ્ટમાં બેસી હોવાથી બારી માંથી આવતો પવન તેના વાળ વારંવાર ઉડી રહ્યા હતા અને તેના વાળની લટ તેના ગાલ પર વારંવાર પડી રહી હતી.
પ્રણય રોજ તનિશાને ક્લાસમાં જોતો પણ આજે ખબર નહિ કેમ તેની નજર તનિશા તરફ જતી હતી.
આ સમયે સર પ્રણય તેનો નંબર આવ્યો છતાં તે બોલ્યો નહિ માટે સર તેને ટોક્યો બોલ્યાં તેમ છતાં પણ પ્રણયને આજે કોઈ ફરક પડ્યો નહિ.

ક્લાસ પુરો થયા બાદ તનિશા પ્રણય પાસે આવીને કહ્યું પ્રણય સોરી હું પણ જલદીમાં હતી વગરે વાતો કરે, પ્રણય કોઈપણ જવાબ આપ્યાં વગર બસ ઊભો રહ્યો અને તેની આંખોમાં ડૂબી ગયા હતો. તનીશા ચાલી ગઈ પણ પ્રણય ત્યાં ઊભો હતો. તેનો મિત્ર મનીષ આવ્યો અને કહ્યું પ્રણય શું થયું ભાઈ આજે કેમ સવારનો કોઈ અલગ વર્તન કરે છે.
પ્રણય કહ્યું કોઈ નહિ દોસ્ત એમજ
મનીષ કહ્યું એમ મને ખબર પડે છે ભાઈ
પ્રણય કહ્યું ચાલ હવે ક્લાસ શરૂ થશે.
બન્ને મિત્રો ક્લાસમાં ગયાં અને ક્લાસ શરૂ થયો પણ પ્રણય તેની આંખો તનિશાને શોધી રહી હતી.
મનીષ કહ્યું પ્રણય સર આપની પાસે આવે છે
સરને કહ્યું પ્રણય શું વાત કેમ આમતેમ શું જોવે છે ત્યાં પ્રણય કોઈ જવાબ આપ્યો નહિ. સર તેને ક્લાસમાંથી બહાર કાઢી દીધો સાથે મનીષ પણ નીકળી ગયો.

બન્ને મિત્રો બહાર ચાની કીટલી આવીને બેસે છે.
મનીષ કહ્યું શું થયું છે ભાઈ
પ્રણય કહ્યું કંઈ નહિ ભાઈ ખબર નહિ બસ તનિશા...
મનીષ કહ્યું તો શું તનીશા કંઈ કહ્યું તો માફી માંગી બસ.
પ્રણય કહ્યું શરમાયને તું નહિ સમજે.
મનીષ કહ્યું હા ભાઈ ખબર છે મને આજે તમારી નજર ક્યાં ફરી રહી હતી.
પ્રણય કહ્યું બસ ભાઈ ચાલ હવે ઘરે નીકળીએ.

રોજ કોલેજમાં સવારે પ્રણય તનિશા જોતો અને ખુશ રહેતો. થોડા દિવસબાદ ક્લાસમાં એક ટીમવર્ક આપવામાં આવ્યું, તેમાં પ્રણય અને તનિશા બન્ને એક ટીમમાં સામેલ થયા. બધાં મિત્રો પોત પોતાના ટીમ લીડર બનાવાય તેમાં પ્રણય ટીમમાં મનીષ લીડર તરીકે હતો, પણ મનીષ અે પ્રણયને ટીમ લીડર તરીકે બનાવ્યો.

બધાં મિત્રો પોતાના ટીમ સાથે કામ કરીને પોતાના લીડર સાથે સંવાદ કરતા તનિશા પણ પ્રણય સાથે કામ કરતી આ વખતે પ્રણય તનિશા કામને ખૂબ વખાણ તો.
મનીષ તેની ભૂલ સુધારી લે છે, અને પ્રણયને કહ્યું ભાઈ તમારું કામ વિલંબમાં છે, તો જલ્દી કરો હવે થોડા દિવસ રહ્યા છે.
તનિશા કહ્યું પ્રણય સવારે વહેલા આવે તો મને બાઈકની લીફ આપજે હું પણ વહેલા આવીશ અને આ ટીમ વર્ક પૂરું કરીશું.
પ્રણય તેનું માંથા થી હા નો ઈશારો કરે છે.

સવાર પડી પ્રણય તનીશા લેવા માટે પાંચ મિનિટ મોડા પડે છે પણ તનિશા તેની રાહ જોઈ રહી હતી.
પ્રણય કહ્યું શુભ સવાર
તનિશા કહ્યું શુભ સવાર કેમ આજે લેટ થયો.
આમ વાતચીત કરતા કરતા કોલેજ આવી જાય છે.

ટીમ વર્કના મિત્રો તેમનું કામ કરી રહ્યા હતા ત્યારે મનીષ કહ્યું ભાઈ સમય જોવો બહુ વાર લાગી આવતાં.
તનિશા કહ્યું પ્રણય મને લેવા આવ્યો હતો માટે.

તનિશા સહેલી સોનિયા કહ્યું ઓહ આજે તો વહેલા આવી ગઈ.
તનિશા કહ્યું પ્રણય આવ્યો હતો લેવા માટે.
સોનિયા કહ્યું તો તને ખબર હસે પ્રણય તને પસંદ કરે છે.
તનિશા કહ્યું મને ખબર છે હું પણ તેની આંખો મારા પ્રત્યે પ્રેમ જોયો છે. પણ હું તેના અભ્યાસને વચ્ચે આવીને તેણે નુકશાન ના કરી શકું બસ હવે જલ્દી કામ પૂરું કર આજે સાંજે સરને આ પોજેકટ આપી દેવાનો છે.

સાંજે બધા ટીમ વર્કમાં પ્રણયની ટીમ પ્રથમ નંબર પર લાવે છે. તેવા સમયે બધાં મિત્રો એકબીજાને ભેટી રહ્યાં હતાં ત્યારે આનંદમાં પ્રણય અને તનિશા ભેટી પડ્યા પણ એકબીજાને ભેટતાં તે જુદાં થયાં અને તનિશા ભાગી જાય છે.
પ્રણય મોડી રાત્રે વિચારતો રહ્યો કે તનિષા મારા વિશે શું વિચારે કરતી હસે.

સવારે કોલેજના સમયે તનિષા એક છોકરાના બાઈક પર કોલેજમાં આવે અને તે છોકરો મૂકીને જતો રહ્યો.
પ્રણય અનેક પ્રકારના પ્રશ્નો થાય છે દિલ ધબકારા વધવા લાગે છે મનમાં અનેક પ્રકારના કારણ ઉભા થયા છે ચિંતાની સાથે ગુસ્સો આવતો હોય છે.
તે સમયે મનીષ કહ્યું પ્રણય કોલેજ લાઈફ છે આવું તો રહેવાનું તેને ખબર નહિ કે એને પ્રેમ કરે છે પણ હું આજે વાત કરીશ તનીષાને.
પ્રણય કહ્યું ના મનીષ આપણી દોસ્તીની કસમ જો કોઈ કહ્યું તો....
મનીષ કહ્યું નહિ જણાવું વાત બસ. પણ તેને ખબર કેવી રીતે પડશે કે તારા વિશે.
પ્રણય કહ્યું મારો પ્રેમ એક તરફી છે અને તેમાં તનીષા જાણતી પણ નથી. હું આ પ્રેમને આખી જિંદગી કરીશ અને જે આ પ્રેમ કરવાની તક મને મળી છે, તો હું શું કામ જતી કરું. અને આ મારો પ્રેમ વધે છે ઓછો નહિ થાય અને વાત તેણે કહેવાની છે તે સમયે પર છોડીશું. પણ આજે હું તેની જે સંભાર (કેર) રાખું છુ તે હંમેશા કરતો રહીશ પણ તેના પ્રેમ રૂપી કારણથી તેના અભ્યાસમાં નુકશાન નહિ થવા દવ.

મનીષ કહ્યું વાહ પ્રણય વાહ મને ગર્વ છે હું તારો મિત્ર છું. શું પ્રેમની વ્યાખ્યા આપી છે. પ્રણય સાચો પ્રેમ એટલે શું આજે જણાવ તો...
પ્રણય કહ્યું પ્રેમ વિશે હું છું કહું પણ હા પ્રેમ એટલે ત્યાગ, આઝાદી, સમર્પણ, જેમાં ફક્ત વિશ્વાસથી ચાલતો સબંધ બસ.

બીજુ બાજુ સોનિયા અને તનિષા ક્લાસમાં બેઠાં બેઠાં વાતો કરે છે.
સોનિયા કહ્યું તનિષા તેમ કેમ આજે આમ કરીયું.
તનીષા કહ્યું મતલબ
સોનિયા કહ્યું પ્રણય તને પ્રેમ કરે છે તને પસંદ કરે છતાં તું તેની સામે આવું કરે છે.
તનિશા કહ્યું પ્રણય મને પસંદ છે પણ પ્રણય હું તેને ચાહું છુ તે એણે ખબર પણ નથી, અને કદાચ તે એક મિત્ર તરીક મને માનતો હોય અને તેને કહું તેના કરતાં જે ચાલે છે તે બરાબર છે.
સોનિયા કહ્યું એટલે શું તું તારી વાત રજૂ નહિ કરે...
તનિશા કહ્યું ના અને તું પણ વાત અહી સુધી રાખજે. હું પ્રણય તેમાં જિંદગીના દરેક સમયે પ્રેમ કરીશ. અને તેનો જે કલેકટર બનવાનું સપનું પૂરું થાય બસ અને તેની આ મહેનત હું ભંગ કરવા નથી માંગતી. માટે આજે હું મારા સ્કૂલના મિત્રને સાથે લઈને આવી જેથી તેને થોડું દુઃખ થશે મને ખોટી ગણશે સમયે જતાં તે ભૂલી જશે. પણ હમેશાં તેનાં સપનાં માટે પ્રાથના કરીશ અને તેને ચાહ્યા કરીશ અને એક તરફી તેણે જ કરીશ.

સોનિયાની આંખોમાં પાણી આવી ગયાં અને કહ્યું
મને ખબર નથી કે પ્રેમ શું કહેવાય પણ આજે લાગે છે કે જો સાચો પ્રેમ કયો છે તો એ તમારો હસે.
કેમ કે તે નિશ્વાર્થભાવ થી બસ એક તરફી પ્રેમમાં કરવો અને વિશ્વાસને જ્યાં ઉત્તમ સ્થાન આપ્યું છે.
તનિશા કહ્યું બસ ચાલ હવે સરને આવાનો સમયે થઈ ગયો છે.
સોનિયા કહ્યું તનિશા આટલો પરિશુદ્ધ પ્રેમ તું જ શકે વંદન અને પ્રણામ છે તને...................

જ્યાં જ્યાં એક તરફી પ્રેમમાં આવો પ્રેમ જાગતો રહેજે ત્યાં સુધી પ્રણય તનિશા જીવતાં રહેશે.

આમ બન્ને પ્રેમીઓ એકબીજાને એક તરફી પ્રેમ કરીને અનંત કાળ સુધી જીવતાં રહેશે.
સમાપ્ત.....


✍️લેખક મનિષ ઠાકોર, પ્રણય✍️

આવી અનેક વાર્તાઓ વાંચવાં મને ફોલો કરો
કોલેજ ની બીજી અન્ય વાત નીચે લિંકમાં છે જરૂર વાંચજો

કોલેજ ના દિવસો
પ્રેમની એક ઝલક https://gujarati.pratilipi.com/story/rmzwd4przmdw?utm_source=android&utm_campaign=content_share