દરેક ક્ષેત્રમાં સફળતા - 30 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 30

ભાગ 30

૬) એક નિયમ રાખો કે જ્યારે પણ નબળા વિચારો આવે ત્યારે ફરજીયાત પણે તેનાથી વિરુદ્ધનો વિચાર કરવો. દા.ત. કોઇ વ્યક્તી પ્રત્યે ફર્યાદ કે ગુસ્સો હોય ત્યારે તેની વિરુદ્ધમા વિચારો કરવાને બદલે તેની સારી બાજુઓના વખાણ કરો, તેણે કરેલા સારા કામ, સારા સ્વભાવ કે વર્તનની સરાહના કરો. આ રીતે નકારાત્મક વિચારો પર કાબુ મેળવી શકાશે.તેના માટે નીચે પ્રમાણે વિચારો કરી શકાય.
- દુ:ખના સમયમા સુખના સમયને યાદ કરો

- અપમાનના સમયમા તમને મળેલુ માન અને મળવાપાત્ર સમ્માનનો વિચાર કરો.

- કોઇ બાબત ન ગમતી હોય તો તેમાથી પણ કંઈક ગમતુ ગોતી લેવાનો પ્રયત્ન કરો.

- પોતાના પર વિશ્વાસ ન હોય તો એવા સમયને યાદ કરો જ્યારે તમે ખુબજ વિશ્વાસથી જવાબ આપ્યો હોય, ખુબજ વિશ્વાસથી કોઇ વાત સમજાવી હોય કે કરી બતાવી હોય.

- નબળાઈ અનુભવાતી હોય તો એવુ કોઇ કાર્ય યાદ કરી જુઓ કે જેમા તમે ખુબજ શક્તી વાપરી હોય, સાહસથી કે હીંમતથી કોઇ કાર્ય કર્યુ હોય. તેમ કરવાથી પણ થોડો ઘણો ઉત્સાહ વધશે.

૭) જ્યારે પણ તમને કોઈની ઇર્ષા થાય કે કોઇને નુક્શાની પહોચાળવાના કે તેને નીચા પાડવાના વિચારો આવે ત્યારે એવો વિચાર કરી જુઓ કે આ દુનિયામા બુદ્ધીશાળી વ્યક્તી એજ છે જે પોતાની બુદ્ધીનો ઉપયોગ કરીને બહુ અમીર બની ગયા છે અથવાતો લોકોના દીલ જીતી સમાજમા બહુ મોટી નામના મેળવી ગયા છે. જો હું પણ બુદ્ધીહોવ કૈ બુદ્ધિથી કામ કરવા માગતો હોવ તો મારે મારી શક્તીઓને કોઇને નુક્શાન પહોચાડી વેડફવાને બદલે મારા પોતાના વિકાસ માટે વાપરવી જોઇએ. જો મારી શક્તીઓનો ઉપયોગ કરીને હું નામ કે સંપતી ન કમાઈ શકતો હોવ તો તે શક્તી કે બુદ્ધી શા કામની? આ રીતે વિચારવાથી બુદ્ધીને નકારાત્મક રસ્તે વાપરવાથી બચી શકાતુ હોય છે.

૮) જ્યારે પણ ગંભીર ભુલો કે નુક્શાનીઓ થાય ત્યારે એમ વિચારો કે ઓકે ચાલો, જે થઈ ગયુ તે થઈ ગયુ, રો કકડ કરવાથી કોઇ ફાયદો થવાનો નથી. હું હવે ક્યાં સુધારો કરી શકુ તેમ છુ ત્યાંજ મારે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. મારે હવે ભુતકાળને ભુલી તેમાથી બોધપાઠ મેળવી ભવિષ્યને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. જે થવાનુ હતુ તે થઈ ગયુ પણ હવે શું થવા દેવુ એ મારા હાથની વાત છે. જો ભવિષ્ય સુધારવુ શક્ય હોય કે મારા હાથની વાત હોય તો મારે હીંમત હારી જવાને બદલે પ્રયત્નો કરવા લાગી જવુ જોઈએ. મુશ્કેલીઓ કે દુ:ખોથી ડરવાની મારે કોઈ જરુર નથી કારણકે દરેકના જીવનમા એક વખતતો આવો સમય આવતોજ હોય છે, જો તે બધાએ હીંમત રાખીને તેનો સામનો કરી બતાવ્યો હોય તો મારે પણ તેઓની જેમ સમસ્યઓનો સામનો કરીને તેમાથી પાર થઈ બતાવવુ જોઇએ.

૯) આક્ષેપો, ફર્યાદો, ડર, ચીંતા કરવાથી કશુજ થવાનુ નથી કારણકે આ સમય હાથ પર હાથ રાખીને બેસી જવાનો નથી પણ કંઈક કરી બતાવવાનો છે. આજ સાચો સમય છે નક્કર કામ કરવાનો, ભુલ સુધારણાનો અને સાચી દિશામા મહેનત કરવાનો. જો આજે હિંમત કરી પ્રયત્ન નહી કરીએ તો ક્યારેય તેમ કરી શકાશે નહી.

૧૦) સારુ થયુ આવી ઘટના બની. આ ઘટનાઓ મને જગાડી દીધો છે, હવેતો હું ડબલ મહેનત કરીશ અને સાબીત કરી દઈશ કે એક વ્યક્તી ધારેતો કેટલી ઉંચાઇઓ પર પહોચી શકે છે.

૧૧) જો વિચારો કરવાજ હોય તો દુ:ખમા વધારો થાય તેવા વિચારો શા માટે કરીએ, ફરીથી સુખ પાછુ લાવી શકાય તેવા વિચારો ન કરીએ ?

૧૨) વિશ્વની તમામ મુશ્કેલીનો કોઈને કોઈ ઉપાયતો હોયજ છે. મારે બસ તેને થોડુ મનોમંથન કરી ઓળખવાની જરુર છે.

૧૩) અત્યારે મારે નકામી બાબતો કે વિચારોથી દુર રહેવુ જોઇએ અને મારા માટે શું મહત્વનુ છે તેમા વધારે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ કારણકે સમસ્યા ત્યારેજ ઉકેલાશે જ્યારે તેના કારણોનો ઇલાજ કરાશે.

૧૪) હજુતો આ શરુઆતજ છે, શરુઆતમાતો આવુ બધુ થાય, તેની ચીંતા કરવાને બદલે મારે વધારે મહેનત કરવી જોઇએ, એક એક મીનીટનો ઉપયોગ કરી તેનુ મહત્તમ વળતર મેળવી બતાવવુ જોઇએ.

૧૫) થોડો સમય જશે એટલે આપો આપ બધુ સારુ થઈ જશે, જો હું કશુ કરી શકુ તેમ ન હોવ તો મારે હવે ભગવાન અને સમય પર બધુ છોડી દેવુ જોઇએ, સમય જતા બધુ ઠીક થઈ જશે.

૧૬) મારે હજુ તો ઘણા ઉંચા શીખરો સર કરવાના છે. આ રીતે મુશ્કેલીઓથી મારે ડરવુ જોઇએ નહી કારણકે તેતો સહનશક્તી વિકસાવી ટકી રહેવાની તાલીમ આપી રહી છે. આ આવળત મને આવળી જશે તો ભવિષ્યમા ક્યારેય પાછા પડવાનો સમય આવશે નહી અને મોટી મોટી સમસ્યાઓનો સામનો કરી શકાશે.

૧૭) વ્યક્તી જેવુ વિચારતો હોય છે તેવોજ તે બની જતો હોય છે, એટલે જો હું એમ વિચારીશ કે આ કામ હું નહી કરી શકુ તો તેમા મને બધેજ મુશ્કેલીઓ દેખાશે, મારુ મન આપોઆપ વાંધાઓ કાઢવા લાગશે અને સરવાળે મારી ખોટી માન્યતાઓ છે તે વધુને વધુ દ્રઢ બની જશે. તેના બદલે જો હું એમ વિચારુ કે હવે તેમા છે શું ? તેના માટેતો બસ આટલુજ કરવાનુ છે, આટલુ ધ્યાન રાખવાનુ છે, આટલુ થવા દેવાનુ છે અને આટલુ નથી થવા દેવાનુ. જો આટલુ કરવાથી તે કામ પાર પડી જતુ હોય તો શા માટે મારે ચીંતા કરવી જોઇએ? તેના કરતા શાંતીથી કામ ન કર્યે જઈએ? આવા વિચારો કરવાથી વધુ જડપથી કામ કરવા તૈયાર થઈ શકાતુ હોય છે કારણકે આવા વિચારોથી મનને એક પ્રકારની શક્તી મળતી હોય છે, આધાર મળતો હોય છે જેના આધારે દરેક ઘટના કે વસ્તુમાથી પોતાને ઉપયોગી બાબત ગોતી લેવાની આવળત વિકસતી હોય છે અને તેનો ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે આપો આપ સમજાઈ જતુ હોય છે.

૧૮) મારામા ખામીઓ છે તો હવે મારે ત્રણ ગણી વધારે મહેનત કરવી જોઈએ, મને હવે સમયનો બગાળ કરવો પોસાય તેમ નથી, દુનિયાના લોકો તમે હવે જુઓ આ નબળો, નિષ્ફળ અને અભાવોને સહન કરનારો વ્યક્તી કેટલા ઉંચા શીખરો સર કરે છે, મારી મહેનત અને લગન જુઓ, તેને જોઇનેતો વિદ્વાન માણસો પણ મારા પ્રસંશક બની જશે. હવેથી મારુ જીવન માત્ર સુખ સુવિધાઓ ભોગવવા માટે નહી પણ કંઈક કરી બતાવવા માટે સમર્પીત છે. માત્ર મોજ મસ્તી કરવા વાળા લોકોને કોઇ યાદ રાખતુ હોતુ નથી પરંતુ મને યાદ રાખશે કારણકે મારુ કામ એવુજ એવુ હશે. મને સુખ સુવિધાઓ નથી મળ્યા કારણકે મારો જન્મ માત્ર સુખ સુવિધાઓ ભોગવવા માટે નહી પણ સુખોનુ સર્જન કરવા માટે થયો છે, કંઈક નવુ સર્જન કરવા કે લોકોની સેવા કરવા માટે થયો છે. એટલા માટેજતો ભગવાને મને નિર્જીવ પદાર્થોમા ધ્યાન ભટકી ન જાય તેની તાલીમ આપી રહ્યા છે, તેનાથી દુર રહેવાની આવળત વિકસાવી રહ્યા છે. જો આ વાત સાચી હોય તો હવે જુઓ હું ૧૫-૧૫ કલાક કામ કરી બતાવીશ, અશક્યોને શક્ય અને દુખોને સુખમા ફેરવી બતાવીશ. આ દુનિયામા આવ્યો છુ તો કંઈ એમને એમ થોડો જતો રહીશ, લોકો મને સદીઓ સુધી ભુલી નહી શકે અને સદીઓ સુધી મને પ્રેમ કરશે તેવુ ભગીરથ કામ કરી બતાવીશ.

૧૯) એવી જુવાની શા કામની જેમા વિચારોનો તરવરાટ ન હોય, કંઈક કરી બતાવાનો થનગનાટ ન હોય અને જેને જોતાજ લોકોને દયા આવી જતી હોય. એવુ જીવન શા કામનુ જે આળસનુ ઘર હોય, ગુસ્સો, અહંકાર અને ઇર્ષાનો ગુલામ હોય. જો હું ઇચ્છતો હોવ કે સમાજમા હું બીચારો બાપડો બનીને ન રહી જાવ તો મારે હકારાત્મક વિચારો કરતા શીખવુજ જોઇએ.

૨૦) એક નિયમ એવો રાખો કે જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે માત્ર સુધારાવાદી વિચારોજ કરવા. જો સુધારાવાદી વિચારો ન કરી શકાતા હોય તો નકારાત્મક વિચારો તો નજ કરવા જોઇએ કારણકે જો પરિસ્થિતિઓ સુધારી ન શકાતી હોય તો પછી હાથે કરીને, ખોટી ચીંતાઓ કરીને તેને બગાળવી જોઈએ નહી. નકારાત્મક વિચારો હાથમા આવેલી બાજી છીનવી શકે છે તો પછી ગુમાવેલી બાજી તો ક્યાથી અપાવી શકે ? માટે દુ:ખના સમયમા માત્ર પરિસ્થિતિઓ સુધારવાનાજ વિચારો કરવા જોઇએ, જો તેવા વિચારો ન આવતા હોય તો નિરાશાવાદી વિચારોતો નજ કરવા જોઇએ.
ક્રમશઃ