એક અજનબી મુલાકાત ભાગ ૪ અંશતઃ. ગોસાઇ ભરતવન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અજનબી મુલાકાત ભાગ ૪

ફોન પકડેલો હાથ ધ્રૂજતો હતો. સામે છેડેથી કોઈ રિચર્ડનો ભાઈ હતો. રિચર્ડનું જર્મનીમાં એક કાર એક્સિડન્ટથી બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું ત્યારથી તે કોમામાં હતો. પણ જ્યાંથી અમને મળ્યો ત્યારથી એક ધારુ એ દિશા નું નામ લઇ રહ્યો હતો. એમણે આગળ કહ્યું કે દિશાનો પતો મેળવવા માટે એમણે શોધતા-શોધતા એ હોટલમાં ફોન કર્યો હતો, જે હોટલમાં તે બંને લગ્ન પછી રોકાયા હતા. એ હોટલમાં રિસેપ્શન સ્ટાફે એમને વિકાસ નો નંબર આપ્યો હતો. વિકાસને યાદ આવ્યું કે એક દિવસ તે અને દિશા તે હોટેલમાં પૂછપરછ કરવા માટે ગયા હતા, અને તેમનું કાર્ડ છોડી અને આવ્યા હતા.

સામે છેડેથી અવાજ આવી રહ્યો હતો, " હેલો, આર યુ લિસનીંગ પ્લીઝ હેલ્પ મી ટુ કોન્ટેક્ટ દિશા.

...હેલો....

...હેલો....

"હેલો, આર યુ ધેર...???"

" હેલો,........વિકાસ..."

એ વ્યક્તિ ફોન ઉપર મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો, પરંતુ સામે છેડેથી વિકાસનો એક પણ શબ્દ નહોતો નીકળી રહ્યો. પોતાનું મગજ સુન્ન થઈ ગયું હતું. તે ફોનને એકીટશે જોઈ રહ્યો હતો. એમણે સમજાતું નહોતું કે આવી પરિસ્થિતિમા શું કરે...? તે ધર્મસંકટમાં મૂકાઈ ગયો હતો.

સામે છેડેથી અવાજ હજુ પણ આવી રહ્યો હતો અને વિકાસે એ કર્યું જે એમને એક પળ માટે બરાબર લાગ્યું.

કોલ કાપી નાખ્યો.....

એ અવાજની સાથેસાથે એ પરિસ્થિતિનો અંત આવી ગયો. એમના સિવાય બીજું કોઇ નહોતું જાણતું કે રિચર્ડ દિશા સુધી પહોંચવા માગે છે.

જમતા જમતા એમની મમ્મીએ વિકાસને કહ્યું કે "કેમ કાંઈ ટેન્શનમાં છે...?
"ના મમ્મી થોડુંક ઑફિસનું ટેન્શન છે, બાકી બીજું કંઈ નથી."

"જો બેટા જ્યાં સુધી કામ કરીશું ત્યાં સુધી એ ટેન્શન તો રહેવાનું છે. પરંતુ એ બધું મૂકી અને તું તારા જીવન વિશે પણ થોડું વિચાર. એક વાર ઠોકર લાગી જવાથી વ્યક્તિ નાસીપાસ નથી થતો, તારે હવે બાકી બચેલી જિંદગી માટે વિચારવું જોઈએ."

વિકાસ કઈ રીતે સમજાવે એમની માને કે એમને તો વિચાર્યું હતું પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે, સૂકી પડી ગયેલી જીંદગી માટે, એમના મનમાં રહેલા અનેક સવાલો માટે, પરંતુ જ્યારે તે જવાબ ની નજીક પહોંચી ગયો, ત્યાંજ જિંદગીએ એ જવાબનો ફરી સવાલ ઊભો કરી દીધો હતો. નસીબ એમનો સાથ નહોતું આપી રહ્યું.

એમને સ્વરાગીની ઉપર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એમને થયું કે swaragini ને ફોન કરે ને બધીજ ગુસ્સો એના પર ઠાલવે. ફરીવાર એ ફોન હાથમાં લીધો અને ફોન કનેક્ટ થાય ત્યાં સુધીમાં એમને લાલ બટન દબાવી દીધું..!!!

એ દિશાને જવા દેવા નહોતો માંગતો. એ દિશાને બીજી સ્વરાગીની બનાવવા નહોતો ઈચ્છતો.
એ આખી રાત ઊંઘ્યો કે નહીં તે નહોતો જાણી શક્યો, પરંતુ સવારમાં 10:30 વાગે બુદ્ધા કાફેમાં બેઠો હતો. ઉદાસ, એક હારેલો અને મનમાં એક ચોરીનો ડર છુપાવીને. આજ પણ કાફેમાં મરુન કલરના કપડાં પહેરેલા એશોનાં અનુયાયીઓની ચહલ પહલ હતી.આ એ જગ્યા હતી, જ્યાં દિશાએ પહેલી વખત રિચર્ડ વિશે વાત કરી હતી. તેમની વાત સાંભળીને વિકાસને કેટલી બેવકૂફ લાગી હતી દીશા. પરંતુ આજે એ જ બેવકૂફી વિકાસ કરવા જઈ રહ્યો હતો.

થોડો સમય વીત્યો તો એમણે નોંધ્યું કે સામે છેડેથી દિશા આવી રહી છે. જેમ દિશા વિકાસની નજીક આવી રહી હતી, તેમ તેમ વિકાસના મન નો માહોલ બદલવા લાગ્યો હતો. એક ખુશનુમા વાતાવરણ એમની આજુબાજુ પ્રસ્ફુરિત થઈ રહ્યું હતું.

"હેલો દિશા" વિકાસે હસીને દિશાને કહ્યું તો કશું પણ કહ્યા વિના દિશા તે ટેબલ પર બેસી ગઈ.

" કેમ છો" વિકાસ એ પૂછ્યું તો બીજાએ ટેબલ પર પોતાની નજર ઝુકાવી દીધી અને ફરી ક્યારેય ઉંચી કરીને ના જોયું.

"કેમ શું થયું, ઉદાસ કેમ છો..?"
વિકાસ એ પૂછ્યું તો દીશા કશો જવાબ ના આપ્યો. વિકાસ જાણતો હતો કે થાકી ગઈ હતી દિશા એમને શોધી-શોધીને.
દિશાની આવી હાલત જોઈએ ને વિકાસના મનમાં એકવાર એમ થયું કે બતાવી દવ બધું અને કહી દઉં કે રિચર્ડ ના ભાઇનો ફોન આવ્યો હતો.

પરંતુ તે આજે રિચર્ડ વિશે નહીં પોતાના વિશે વાત કરવા આવ્યો હતો.
વિકાસ કઈ વાત ચાલુ કરે તે પહેલા, વેઇટર બે કોફી ટેબલ પર રાખી ગયો હતો. દિશા કોફીના અટક્યા વિના એકીટશે વિકાસની આંખોમાં જોઈ રહી હતી.

જો હું ફેરવી ફેરવીને વાત કરવા નથી ઈચ્છતો, હું જ્યારે પહેલીવાર તને મળેલો ત્યારે તે પેલા richard વાળી કહાની કહી હતી, એ દિવસથી જ હું જાણતો હતો કે તે ક્યારેય પાછો નહીં આવે, દિશા આ દુનિયા આવા ધોકેબાજ લોકોથી જ ભરાયેલી છે. પરંતુ મેં ક્યારેય એવું નથી કહ્યું. હું જાણતો હતો કે, હું જો તમે સાચું કહીશ તો તને ખૂબ જ દુઃખ થશે.

દિશા એક ધ્યાને વિકાસને સાંભળી રહી હતી. એ એ પણ જોઈ રહી હતી કે આજે પહેલીવાર વાત કરતા વિકાસના હાથ કાંપી રહ્યા હતા. પરંતુ આજે હું કહી દઈશ, આ તમાશો જેટલો જલ્દી ખતમ થઈ જાય એટલું આપણા માટે, આઇ મીન તારી માટે સારું છે. એ જુઠી ઉમીદ જેટલી વહેલા તૂટી જાય એટલું જ સારું. સંબંધ બનાવવા માટે દિલ મુલાકાતો નથી ગણતું એવું જ કહે છે ને તું. 22 દિવસ ની અંદર તે રિચર્ડ સાથે લગ્ન કરી લીધા. મારી મમ્મી કહે છે કે, ઠોકર લાગવાથી જિંદગીની સફર પૂરી નથી થઈ જતી. પોતાની જાતને એક મોકો તો દે...

"એટલા માટે હું તને એ કહેવા માંગું છું, તું મારી સાથે......"

" વિકાસ આજ સવારે મારી રિચર્ડ સાથે વાત થઈ છે." વાત ને અધવચ્ચે જ કાપતાં દિશા નો અવાજ વિકાસના હૃદય ચીરતો સીધો જ અંદર ઉતરી ગયો.

વિકાસના ચહેરાનું નૂર હવે ઢળી રહ્યું હતું. તે દિશા તરફ જોઈ રહ્યો હતો દિશાની આંખોના ખૂણા થોડા ભીંજાય રહયા હતા.

"હા, વિકાસ એમનો પતો મળી ગયો છે. એમનું એક્સિડન્ટ થઇ ગયું હતું, તે કોમામાં હતો. મુંબઈના એરપોર્ટ પરથી 2:00 વાગ્યા ની મારી ફ્લાઇટ છે. હું જર્મની જઈ રહી છું.

પણ વિકાસ એ પોતાની બધી જ તાકત ભેગી કરીને એક સવાલ પૂછ્યો.
" પણ તે તારા સુધી પહોંચ્યો કઈ રીતે..?"

એ નહિ પરંતુ એમના ભાઈ, તેમના ભાઈએ તેમનું ઇમેલ એકાઉન્ટ ડિકોડ કરી મારી ઇમેલ આઇડી કાઢી અને મને ઇમેલ કર્યો. એણે કહ્યું કે રિચર્ડ મારું નામ લઇ રહ્યો છે, તેમને મારા સાથની જરૂર છે."

વિકાસના સપના આંસુમાં તરતા હતા. તે હસવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો.

" અરે એ તો બહુ જ ખુશી ની વાત છે. ગુડ ફાઇનલી તે મળી ગયો. આતો સેલિબ્રેશન કરવાનો મોકો છે."

વિકાસે એક પેસ્ટ્રી ઓર્ડર કરી. પોતાના હાથનું કંપન છુપાવતા પેસ્ટ્રીનો ટુકડો દિશા તરફ આગળ વધાર્યો. તે બંને થોડા સમય માટે તે કાફેમાં બેઠા રહ્યા.

" તું કેમ નથી આવતો મારી સાથે, મુંબઈથી પાછો આવી જજે."

" નહિ, તું જા. મને એકલું પાછું આવવું ખૂચશે..!" પુણે સ્ટેશન પર મૂકવા જતા વિકાસે કહ્યું.

દિશાએ એની સામે જોયું તો વિકાસ એ કહ્યું કે "તારું અને રિચર્ડ નું ધ્યાન રાખજે."

ટ્રેન ઝટકા સાથે આગળ વધી રહી હતી. વિકાસને લાગી રહ્યું હતું કે તેમના સપના, એની મુસ્કુરાહટ, એમની ઉમ્મીદ બધું જ આ ટ્રેન લઈને જઈ રહી હતી. દિશા દરવાજા પાસે ખામોશ ઉભી હતી. પરંતુ એમની આંખોમાં પણ વિકાસ નો ચહેરો ચમકી રહ્યો હતો. બંને લાચારીથી એકબીજા તરફ જોઈ રહ્યા હતા. એકબીજાથી દૂર થતા. દીશા ધીરે ધીરે આંખોથી દૂર થઇ રહી હતી. કદાચ જિંદગીમાં ફરી ક્યારેય નહીં મળવાના ઇરાદે. ટ્રેન જતી રહી હતી. વિકાસ પ્લેટફોર્મ ઉપર ઉભો હતો. થાકેલા કદમો થી પાછો જઈ રહ્યો હતો ત્યાં એમની નજર એક ઇલેક્ટ્રીક બોર્ડ પર પડી. જેમાં સમય અને તારીખ બંને બતાવી રહ્યા હતા. 24 જૂન ની તારીખ જોઇને યાદ આવ્યું કે પહેલી વખત દિશા સાથેની એની મુલાકાત બે જૂન થઈ હતી. આજે પુરા 22 દિવસ થઇ ચુક્યા હતા. કેવો સંગમ છે આ...???

થોડો મનમાં હસ્યો અને ફોન કાઢ્યો.

calling swragini....

આજે ફોન એમને ડિસ્કનેક્ટ નહોતો કર્યો. બે ત્રણ રીંગ બાદ સામે છેડેથી અવાજ સંભળાયો.." હલો, કોણ..?"

વિકાસ થોડા સમય માટે મૌન રહ્યો.

"હું હંમેશા એ વિચારતો હતો કે લોકો લગ્ન કરેલા હોવા છતાં બીજા લોકોને કઈ રીતે પ્રેમ કરી શકે છે. અથવા તો બીજું કોઈ એમને કઈ રીતે ચાહી શકે છે. મને થતું હતું કે ક્યારેક હું તને ફોન કરીને પૂછીશ, પણ આજે મને જવાબ મળી ગયો છે. સ્વરાગિનિ હું તને આજે માફ કરું છું. આઈ ફર્ગીવ યુ, ગુડ બાય..."

ફોન ડિસકનેક્ટ કર્યા પછી, ફોનને ખિસ્સામાં મૂકી દીધો.

પ્લેટફોર્મની એ હજારોની ભીડનો એક ચેહરો બની ગયો, કોઈ નહોતું જાણતું કે તે આજે હારીને આવી રહ્યો છે કે જીતીને.????????

""""''બધી યાદોને આમજ સમેટી લીધી, એ રણની તરસ હવે છોડી દીધી,
આખરે ઠર્યા એકલા મુસાફર આપણે, એ જૂની રાહ હવે ફરીથી અપનાવી લીધી."""""

""""કોઈને ઘરથી નીકળતા જ મંઝિલ મળી ગઈ,
તો કોઈ મારી જેમ ઉમ્રભર સફરમાં જ રહી ગયા."""



જીવનની આ દોડમાં ક્યારેક આપણને કોઈ વ્યક્તિ એવું મળી જાય છે, તો આપણને લાગવા લાગે છે કે હું જે પીડા અને ગમથી પસાર થઈ રહ્યો છું, એવી જ પીડા અને ગમ લઈ આ વ્યક્તિ પણ પોતાના જીવનની સફર કરી રહી હોય છે. ત્યારે એકબીજાની નિકટ આવી એકબીજાની સાથે સહાનુભૂતિ કેળવવી એક બીજાના સાનિધ્યને ચાહવા લાગવું એ એક સામાન્ય બાબત છે. પણ એ સાનિધ્ય છૂટ્યા બાદ ફરી પોતાના જૂના રસ્તા ઉપર સફર ખેડવી થોડું મુશ્કેલ કામ તો છે, પણ જ્યાં સુધી અનિવાર્ય સંજોગો ઉભા ન થાય ત્યાં સુધી એ રાહમાં સફર ચાલુ રાખવી પડે.

આવી અસંખ્ય ઘટનાઓ આપણા જીવનમાં ઘટતી હોય છે એમાંનું આ એક નાનું નિરૂપણ અહીં રજૂ કર્યું છે.

"મનની વાત........"

આપને આ વાર્તા કેવી લાગી એ કેહવાનું ચૂકશો નહિ આપનો પ્રતિભાવ લેખકો માટે ફૂલહાર બરાબર હોય છે..

જરૂર થી કમેન્ટ કરજો અને આવીજ એક વાર્તા લઈને હું ટુંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશ તો ત્યાં સુધી મને રજા આપશો આપનો વિશ્વાસુ "" અંશતઃ""
આપ મને ફોલો પણ કરી શકો જેથી મારી નવી પબ્લીશ થનાર નવી વાર્તા આપના સુધી જલદીથી પોહચી જાય....good to see u all hear....thank u so much for Ur support...