ek ajanabi mulakat bhag 2 books and stories free download online pdf in Gujarati

એક અજનબી મુલાકાત ભાગ ૨

"હેલ્લો"

વિકાસે ફોન ઉપાડ્યો તો સામે છેડેથી કોઈ સ્ત્રી નો અવાજ સંભળાયો તે કહી રહી હતી કે

"હાલો, હાલો હા તમે મને પેલી ટ્રેનમાં મદદ કરી હતી એના માટે તમારો ખુબ ખુબ આભાર"

વિકાસમાં ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું.

એમણે ફોન બીજા હાથમાં લઈ બોલ્યો.
"અરે તમે ??...ઠીક છે, બોલો કેમ યાદ કર્યો???"

" તમારા પૈસા પાછા આપવાના છે ને" એ છોકરીએ કહ્યું.

પહેલા તો વિકાસ એ ઔપચારિકતા માં એવું કહ્યું કે પાછા આપવાની કોઈ જરૂર નથી પણ એ જીદ કરવા લાગી તો વિકાસે કહ્યું કે.

" ઠીક છે તો તમે ગોરેગાવ પાર્ક જોયો છે? ઓશો આશ્રમ છે ને એમની નજીક એક કેફે છે, બુદ્ધ કેફે, બહુજ ફેમસ છે ત્યાંજ મળીયે. બે તારીખે રવિવાર છે તો ત્યારે જ મળીએ."

મળવાની જગ્યા અને સમય નક્કી થઈ ગયો હતો.

" ઓકે ધેન સી યુ."

" અરે સાંભળો તમારું નામ??"પણ ફોન સામે છેડેથી કપાય ગયો હતો. વિકાસના ચહેરા પરનું હાસ્ય થોડું વધી રહ્યું હતું.

"કેવી ઉતાવળી છે આ છોકરી પોતાનું નામ તો કહી દીધું હોત.!!!"

મનમાં બોલતો વિકાસ પાછો વિચારે ચડી ગયો જે પહેલા પોતાના અતિત માં ખોવાયેલો હતો. દુનિયામાં સમયથી બીજું કોણ ધોકેબાજ હોઈ શકે, ઘડિયાળના બે કાંટા જ્યારે પણ જોઈએ છીએ ત્યારે રોકાયેલા લાગે છે, પણ વાસ્તવમાં એ ક્યાં ક્યારેય રોકાય છે. મૌન ધારણ કરી અને ટક ટક ટક એકધારા ચાલ્યા જ કરે છે, અને એવો અહેસાસ પણ નથી થવા દેતા કે, સમયની સાથે આપણે પણ વહી રહ્યા છીએ.

""""ધબકતો હતો જે ઓરડો દિલ તણો,
તમારા ગયા પછી ત્યાં હવે પડઘા પડે છે!!""""

ધીરે-ધીરે સમય નીકળી ગયો અને એ રવિવાર આવ્યો જે દિવસે બે અજનબી વ્યક્તિઓની મુલાકાત ગોઠવાઇ હતી.

એ 2 જૂનની સવાર હતી ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો, એટલે વાતાવરણમાં થોડી ભીનાશ હતી. goregaon પાર્કની સડકો હજી સુધી ભીની હતી. વિકાસ પેલી અજનબી છોકરી સાથે મુલાકાત કરવા માટે તૈયારી કરી રહ્યો હતો. એમ તો એમના મનમાં કંઈ ખાસ વાત નહોતી, પણ થોડી સારી લાગી હતી જોવામાં અને આજે તો એ ફક્ત પોતાના પૈસા પાછા લેવા માટે જઈ રહ્યો હતો, બસ બીજું કંઈ નહીં.

"અરે રવિવારે પણ ઓફીસ જવાનું ચાલુ કરી દીધું તે..??"

આરતીની થાળી હાથમાં લઇ અને અગરબત્તી ના ધૂપ કરતી વિકાસની મમ્મીએ કહ્યું તો અરીસામાં જોઈ રહેલો વિકાસે કહ્યું..

" અરે નહીં મમ્મી હું ઓફિસ નથી જઇ રહ્યો બસ અહિયાં સુધી જાઉં છું, નજીકમાં થોડું કામ છે. થોડીવારમાં હું આવી જઈશ."

" ગાજરનો હલવો બનાવ્યો છે તારા માટે સમય મળે તો જમી લેજે"

સવારના લગભગ સાડા દસ વાગ્યે વિકાસ બુદ્ધા કેફેની એકદમ નજીક આવી પહોંચ્યા. બુદ્ધા કેફેની એક ખૂણા ની સીટ પર વિકાસ બેસી ગયો. કેફેના દસ ટેબલ માંથી છ ટેબલ ઉપર એશોના અનુયાયીઓ બેઠા હતા. જેમાં પુરૂષ અને મહિલાઓ બંને હતા અને એ બધા અલગ-અલગ દેશોમાંથી હતા. હા, એ અલગ વસ્તુ છે કે પુનાના લોકો માટે એ બધા જ એક અંગ્રેજ હતા.

વિકાસે કાંડા ઉપર બાંધેલી કાંડા ઘડિયાળ પર નજર કરી દસ અને ૩૫ મિનિટ થઈ ચૂકી હતી. એમને ઊંચું માથું કરી અને દરવાજા તરફ નજર કરી ત્યાં જ પેલી છોકરી એમને દેખાય. આ એજ ચહેરો હતો કે જે પહેલા દિવસે ટ્રેનમાં ઉદાસ દેખાતો હતો, પરંતુ આજે એટલો બધો ઉદાસ ન હતો. હવામાં લહેરાતા એમના વાળ ખૂબ સુંદર લાગતા હતા અને મોટી મોટી કથ્થાઈ રંગની એમની આંખો કંઇક શોધી રહી હતી. માથું ઊંચુ કરી અને તેમને નોંધ્યું કે આ બુદ્ધા કેફેનું પાટિયું છે એટલે તે અંદર આવી. એમના હાથમાં થોડાક પુસ્તકો પણ હતા અને ખભા પર એક બેગ લટકતું હતું. બ્લુ રંગનું જીન્સ અને સફેદ ટોપમાં તે બહુ જ સુંદર દેખાતી હતી. તે ધીમા પગલાંથી કેફેની અંદર પ્રવેશી તો એમની નજર બધા જ લોકોમાં વિકાસને શોધી રહી હતી. આમ તો તે વિકાસને જાણતી ન હતી પણ ફેફેમાં બહુ બધા લોકો મરૂન કલર નું કપડું લપેટીને બેઠા હતા. એ બધા જ લોકો ઓશો આશ્રમના અનુયાયીઓ હતા. તો નોર્મલ કપડામાં બે અથવા તો ત્રણ જ લોકો હતા. ખબર નહીં કઈ રીતે એ વિકાસ ને ઓળખી ગઈ..!!! કદાચ વિકાસના ચહેરા ઉપર આવેલું સ્મિતથી એમને અંદાજ લગાવ્યો હશે છે કે કદાચ આજ વિકાસ છે.

"હેલો.." તેમણે સીટ ઉપર બેસતા કહ્યું તો વિકાસે હસીને જવાબ આપ્યો.
" હાય, કેમ છો..?"

" ઠીક છું, વેલ.. હા તમે પેલા દિવસે મારી મદદ કરી હતી ને એમના માટે...."
" અરે,...બસ બસ બસ..." એમને અધવચ્ચે રોકતા વિકાસે કહ્યું.
" કેટલી વાર આભાર વ્યક્ત કરશો, ઇટ્સ ઓકે, માણસ એકબીજાને કામમાં ન આવે તો શું ફાયદો.. છોડો બધું ચાલો પેલા એ કહો કે શું પીશો ચા કે પછી કોફી..?"
" હમ...હું તો કોફી લઈશ." કહી અને તે વિકાસને જોવા લાગી.

વિકાસે બે કોફી ઓર્ડર કરી અને કોફી આવવાની રાહ માં બંને ટેબલ પર બેઠા ત્યારે પેલી છોકરી બુધ્ધા કેફેની દિવાલ અને છત ઉપર અજનબી માફક જોવા લાગી. વિકાસ એમની સામે જોઇને બોલ્યો...

"શું તમે આ કેફેમાં પહેલીવાર આવ્યા છો..?"

"જી...જી હા પહેલીવાર આવી છું, આ કૅફેની નજીકથી નીકળવાનું ઘણી વાર બનતું, પરંતુ ક્યારેય મોકો નથી મળ્યો. મારા કોલેજ ટાઈમ ની એક ફ્રેન્ડ અહીં નજીકમાં જ રહેતી હતી."

વિકાસે હસતા હસતા કહ્યું " અહીં કોફી પીવા માટેનો એક નિયમ છે. ખબર છે તમને..?

એ બાવરી બની અને બોલી "નહિ મને તો નથી ખબર શું નિયમ છે અહીંનો?" ગભરાયેલા સ્વરમાં કેફેની દીવાલો સામે નજર કરતાં કહ્યું.

"અહીંયા બે અજનબી માણસોએ એક સાથે કોફી પીવા માટે એક બીજાનું નામ જાણવું જરૂરી છે." કેહતા વિકાસ હસવા લાગ્યું તો તે પણ હસવા લાગી.
" દિશા" નામ છે મારુ.
કોફી પીતા પીતા દિશાએ પોતાની બેગમાંથી એક કવર કાઢ્યું અને વિકાસના હાથમાં આપી દીધું.
એ મુલાકાતમાં બહુ ખાસ વાત ન થઈ. દિશા કાર્ટુન આર્ટિસ્ટ છે અને કોઈ કંપનીમાં તે કાર્ટુન બનાવે છે. વિકાસે પણ બતાવ્યું કે તે એક કંપનીમાં નોકરી કરે છે પોતે છુટાછેડા થયેલ છે.
આ સાંભળીને દિશા ચોકી જરૂર હતી, પણ વિકાસે વાતને વાળી લીધી. બંનેના વાતચીત કરવાનો ટોપીક બહુ જ કોમન હતો, જે રીતે બે અજનબી લોકો જ્યારે મળે ત્યારે જે ઓપચારિક વાતચીતો થાય તે રીતે. આ નાનકડી વાતચીતમાં પણ વિકાસને દીશાની વાત માં કંઈક ખાલીપો દેખાણો. એવું લાગ્યું કે દિશા પણ વિકાસની જેમ જિંદગીની અંધારી સુરંગમાં સફર કરી રહી છે, જ્યાં સુરાંગનો બીજો છેડો ક્યાં અને ક્યારે મળશે એમની એને ખબર નહોતી.

એના ચહેરા પરની ખાલીપા ભર્યું સ્મિત બતાવી રહ્યું હતું કે દિશા પણ જિંદગીની સફરમાં કંઈક શોધી રહી છે. વિકાસ એમના વિશે ઘણું બધું જાણવા માગતો હતો, પણ તે જાણતો હતો કે એમના વચ્ચે આ પહેલી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં એકબીજા વચ્ચે ની પ્રાઇવેટ સ્પેસ નો ખ્યાલ રાખવો જોઈએ. થોડા સમય પછી દિશા ટેબલ પર પડેલા પોતાના પુસ્તકો હાથમાં લઇ અને બોલી.
" ઓકે, તો હું જાઉં છું, થોડું મોડું પણ થઇ ગયું છે." એમણે નજર ઉઠાવીને જોયું તો વિકાસ એમને એકીટશે જોઈ રહ્યો હતો.
" બાય.." દિશાએ કહ્યું તો વિકાસે કંઈ જવાબ ન આપ્યો. થોડો સમય એમ જ જોતો રહ્યો અને પૂછ્યું..
" જતા પહેલા હું તમને એક સવાલ પૂછી શકું કે એ દિવસે થયું શું હતું તમારી સાથે..?"
વિકાસમાં આ સવાલથી દિશા એકદમ થંભી ગઇ.

" વેલ, હું ફકત જાણવા માંગું છું પણ જો તમે બતાવવા ના માંગતા હોય તો ચાલશે, ઇટ્સ ઓકે.."
" નો, ઈટ્સ ફાઈન, તમને તો હક છે." વિકાસ તરફ જોતા હતા એ જવાબ આપ્યો..
"હું મારા પતિની શોધમાં ગઈ હતી, હી ઇસ મિસિંગ." દિશાની આ વાત સાંભળીને વિકાસના હૃદયમાં એક હલકો ધ્રાસકો લાગ્યો.

" મીસિંગ....ક્યારથી..? વિકાસે પૂછ્યું તો દિશાએ કહ્યું.

એમના પતિનું નામ રિચર્ડ છે, અને તે એક જર્મન સીટીઝન છે. લગ્નના એક મહિના બાદ રિચર્ડ કહ્યું કે, એમને એક મહિના માટે જર્મની જવું પડશે. તે ત્યાં વિઝા વગેરેનું કામ પતાવી અને પછી બંને એકસાથે જર્મની જતા રહેશે. પણ ત્યારબાદ એમનો કોઈ અત્તોપત્તો લાગ્યો જ નહીં. તે બંને એકબીજાને એક આર્ટ એક્ઝિબિશન માં મળ્યા હતા. એ બાવીશ દિવસની મુલાકાત બાદ બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેને એટલો જલદી પ્રેમ થઈ ગયો હતો, કે તે એકબીજાને પ્રેમ સિવાય એકબીજાની વિશે કશું પણ જાણતા જ નહતા.

" શું.....?" વિકાસે હેરાનીથી પૂછ્યું.

"તમે મને કરી રહ્યા છો, કે તમને એક અંગ્રેજ મળ્યા, તમે એકબીજાને સારા લાગ્યા, બાવીશ દિવસની જાન-પહેચાન પછી લગ્ન કરી લીધા, અને હવે એનો કોઇ અતોપતો નથી, અને તમારી પાસે એનો મોબાઈલ નંબર પણ નથી, આર યુ સિરિયસ..?"

દિશાએ આજુબાજુ જોયું તો લોકો વિકાસને જોઈ રહ્યા હતા. એ શરમની મારી પોતાનું માથું ઝુકાવી અને બોલી.."હા"

વિકાસ પોતાના માથા ઉપર હાથ રાખી દીધો.

" પણ રિચર્ડ પાસે મારો નંબર છે"

" દિશા કોઈ એટલું બધું ભોળું કઈ રીતે હોઈ શકે, મને તો હજુ સુધી વિશ્વાસ નથી બેસતો, તું કોઈ અજનબી પર એટલો બધો વિશ્વાસ કઈ રીતે કરી શકે..?" વિકાસે કહ્યું તો દિશા બોલી.

"તમે પણ તો એક અજનબી હતા, તમે પણ મારી મદદ કરી હતી."

"સંબંધ બનાવવા માટે હૃદય મુલાકાત નથી ગણતું."

વિકાસ દીશાની આંખોમાં એક ઊંડો વિશ્વાસ જોઈ રહ્યો હતો. દિશાએ ને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એમનો રિચર્ડ એમને ક્યારેય દગો નહીં આપે..!

"હું એવું નથી કહેવા માંગતો કે, તે નહીં આવે પણ જિંદગી કોઈ કાર્ટુન ફિલ્મ તો નથી ને, માની લે કે તે ના આવ્યો તો.?"

દિશાએ કહ્યું.."એવું નહીં થાય, તે જરૂર મળશે, એટલા માટે તો ટ્રેન પકડી અને german consulate જાવ છું. કમનસીબે એ દિવસે કોઈએ મારું પાકીટ મારી લીધું હતું. તમે મદદ કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર પણ હું જાણું છું કે ચોક્કસ રિચર્ડ આવશે..!!

વિકાસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. " ભગવાનને પ્રાર્થના કરું છું, કે તારી આ બંધાયેલી ઉમ્મીદ ના તૂટે."

દિશાએ ટેબલ પર રાખેલા પોતાના પુસ્તકો ઉઠાવ્યા અને જવા લાગી. વિકાસ દિશાને કાફેની બહાર જતાં જોઈ રહ્યો. ઘણો સમય એ ટેબલ પર વિચાર મગ્ન બની અને બેસી રહ્યો.

આખી રાત વિકાસના મનમાં દિશા નો ચહેરો ઘૂમટો રહ્યો. ૨૨ દીવસમાં કોઈ એકબીજા સાથે લગ્ન કરવાનો ફેંસલો લઈ શકે છે..? અને એ પણ એક બીજાનું બેગ્રાઉન્ડ જાણ્યા વિના આ વાત વિકાસ ને હેરાન કરી રહી હતી...

વિકાસે આ વાત દિશાને કરી ન હતી પણ આ બધું કરવા માટે કેટલી હિંમત, કેટલો પ્રેમ, અને કેટલું સાહસ જોઈએ.??

આવા ખ્યાલોમાં એ વિચારવા લાગ્યો કે કાશ એમના અને સ્વરાગિનિના સંબંધોમાં પણ આટલો પ્રેમ આટલો વિશ્વાસ હોત તો આજે એકલો ના હોય.

વિકાસ એ પોતાનો ફોન ઊંચક્યો અને એક નંબર ડાયલ કર્યો.
દેખાણું કોલિંગ સ્વરાગિનિ. મોબાઇલ સ્ક્રીન ને થોડા સમય સુધી જોતો રહ્યો અને જેવી રીંગ વાગવાની થઈ એ પેલા ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. અને ફોનને એક તરફ ફેંકી દીધો, આખા રૂમમાં એક ઊંડી ખામોશી છવાય ગઈ હતી. સિવાય કે એ દીવાલ પર લટકતી ઘડિયાળ ની ટીક ટીક...

ત્યાં જ એના ફોનમાં રીંગ વાગી. કોલ કદાચ સ્વરાગીનીનો હતો, ભૂલથી કદાચ રીંગ લાગી ગઈ હશે, એટલે એમણે કોલ બેક કર્યો હશે. વિકાસે કાંપતા હાથે ઓશિકા પાસે પડેલો ફોન ઉપાડ્યો. સ્ક્રીન જોવે તો એમના પર દિશા નો નંબર હતો.
દિશા આ સમયે....????

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED