Hostel Boyz - 19 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hostel Boyz - 19

પ્રસંગ 29 : યુનિવર્સિટીમાંથી Final Exam postponed કરાવી

કોલેજમાં જ્યારે Final Exam આવવાની હતી ત્યારે અમારો કોર્સ હજુ પૂરો થયો ન હતો તેથી અમે કોલેજના પ્રોફેસર સાથે date postponed કરવા માટે ચર્ચા કરી તો પ્રોફેસરોએ અમને પ્રિન્સીપાલને મળવાની સલાહ આપી તેથી અમે લોકો પ્રિન્સિપાલને મળીને Exam date postponed કરવા માટેની ચર્ચા કરી પ્રિન્સિપાલે અમને કહ્યું કે "Exam date ફક્ત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ change કરી શકે". તેથી હવે આગળની કાર્યવાહી શું કરવી તેના વિશે અમે બધા ચર્ચાઓ કરતા હતા કારણ કે એકલદોકલ ક્લાસ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરે તો કદાચ તેઓ અમારી વાતો સાંભળે કે ન પણ સાંભળે ? તેથી અમે બધાએ નક્કી કર્યું કે બીજી કોલેજોમાં કે જ્યાં અમારા મિત્રો ભણતા હોય ત્યાં પણ અમારા જેવો પ્રોબ્લેમ છે કે નહીં તેની તપાસ કરવી અને બની શકે તો એક કરતા વધારે કોલેજના બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને યુનિવર્સિટીએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે જવું.

અમને તપાસ કરતાં ખબર પડી કે લગભગ બધી જ કોલેજોમાં અમારા જેવો જ પ્રોબ્લેમ હતો તેથી અમે બધા કોલેજવાળાએ ભેગા થઈને યુનિવર્સિટીએ જવાનું નક્કી કર્યું. નક્કી કરેલા દિવસે અમે બધા કોલેજવાળા ભેગા થયા પછી એક એપ્લિકેશનમાં વિગતવાર રજુઆત કરીને બધા વિદ્યાર્થીઓની સહીઓ લીધી. હું, સૂર્યો ટકો તથા બીજી કોલેજના એક એક મુખ્ય વિદ્યાર્થી વાઇસ ચાન્સેલરની ઓફિસમાં ગયા અને તેને વિગતવાર રજુઆત કરી અને અમારા પ્રોબ્લેમ જણાવ્યા. અમારી બધી વાતો સાંભળ્યા બાદ વાઇસ ચાન્સેલરે અમને આશ્વાસન આપ્યું કે તેઓ આ વિથે કાર્યવાહી કરશે અને અમારી મદદ કરશે.

રજૂઆત કર્યાના બે-ત્રણ દિવસમાં જ યુનિવર્સિટી તરફથી Exam date 1 month માટે postponed થઈ ગઈ. અમારો ખુશીનો પાર ન રહ્યો કારણકે આ બધુ અમારા ક્લાસની leadership માં બન્યું હતું અને અમારા પ્રયત્નો સફળ થયા હતા એટલે બીજી કોલેજોનાં વિદ્યાર્થીઓએ પણ અમારો આભાર માન્યો હતો.

પ્રસંગ 30 : Oracle નું પેપરનું ઊંધું લખ્યું

University માંથી Final exam 1 month postponed કરાવ્યા બાદ અમે તે એક month માં ખૂબ જ મહેનત કરી હતી અને exam ની જોરદાર preparation કરી હતી પરંતુ અંદરથી અમને exam નો ડર પણ હતો. મારી exam માટે એક થિયરી હતી કે મને કંઈ પણ આવડે કે ન આવડે પણ હું exam માં મારી આગલી પાછલી સીટમાં બેઠેલાઓને કહી દે તો કે "ચિંતા કરતા નહીં, મને બધું આવડે છે". આને કારણે મારું થોડું ટેન્શન હળવું થઈ જતું અને એ લોકોને હું ભગવાન જેવો લાગતો. તે લોકો અતિ ઉત્સાહમાં આવી જતા અને બિલકુલ relax થઈ જતા. તેને લીધે તે લોકોનું પેપર સારામાં સારું લખાતું છે અને તેને લીધે તેનું પરિણામ પણ સારું આવતું.

મારી પાછળની સીટમાં જ સૂર્યો ટકો આવ્યો હતો તેથી તે પેપરમાં મને કંઈક ને કંઈક પૂછ્યા રાખતો. Oracle ના પેપરમાં સૂર્યાએ અતિ ઉત્સાહમાં આવી answer sheet માં લખવાનું શરૂ કર્યું. અડધી answer sheet લખાયા બાદ હું અને સૂર્યો પેપરના પ્રશ્નો વિષે ચર્ચા કરતા હતા. ચર્ચા કર્યા બાદ તેને ફરીથી લખવાનું શરૂ કર્યું પરંતુ ભૂલથી તેની answer sheet ઊંધી થઇ ગઇ તેથી તેણે answer sheet માં પાછળના ભાગેથી લખવાનું શરૂ કર્યું. જ્યારે ઉત્તર લખતા લખતા બંને લખાણ સામ-સામે આવ્યા ત્યારે તેને પોતાની ભૂલની ખબર પડી અને answer sheet ને જોઇને તે ધીમેધીમે હસવા માંડ્યો. તેનું હસવાનું જોઈએ મેં તેને પૂછ્યું કે "શું થયું ભાઈ". તેણે હસતાં હસતાં મને answer sheet બતાવી પછી તો હું પણ મારું હસવાનું ખાળી ન શક્યો. તેણે હસતાં હસતાં મને કહ્યું "હવે હું શું કરું, ભૂલથી મારાથી ઊંધૂં અને ચત્તુ એમ બંને બાજુએ પેપર લખાઈ ગયું છે". ત્યારે મે તેને સલાહ આપી કે "answer sheet ના છેલ્લે પાને લખી નાખ કે ટેન્શનને કારણે પેપર ઊંધૂં અને ચત્તુ બંને બાજુ લખાઈ ગયું છે તો તમે સંભાળીને સરખી રીતે નિરીક્ષણ કરજો". પેપર પત્યા પછી મેં અમારા ગ્રુપને બધી વાત કરી તો બધા હસી હસીને બેવડા વળી ગયા. આવી રીતે રમત રમતમાં અમે final exam પૂરી કરી.

ક્રમશ: