Hostel Boyz - 18 books and stories free download online pdf in Gujarati

Hostel Boyz - 18

પ્રસંગ 27 : પ્રિન્સિપાલની ઓફિસમાં ધમાલ

થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ કોલેજ પ્રશાસન તરફથી અમારું સરઘસ નીકળવાનું નક્કી હતું. થર્ટી ફર્સ્ટની ઉજવણી અમારા બધા માટે ભારે પડવાની હતી તેની અમને બધાને કલ્પના પણ નહોતી. અમારા ક્લાસના પાછલા રેકોર્ડ જોતાં કોલેજ પ્રશાસને અમારા ક્લાસના બધા છોકરાઓને તો માફ કરી દીધા પરંતુ અમારા ક્લાસનું moral તોડવા માટે તેણે અમારા ક્લાસની છોકરીઓને ધમકાવી અને તેઓને સજા આપવાનું નક્કી કર્યું હતું. 31st ના રોજ કોલેજ બંક કરવા માટે અને છોકરાઓ સાથે ઉજવણી કરવા માટે છોકરીઓને punishment આપવામાં આવી. punishment એ હતી કે દરેક છોકરી પોતાના parents ને સાથે લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં રૂબરૂ માફી માંગે. બધી છોકરીઓ એ punishment સાંભળીને ગભરાઈ ગઈ હતી. અમને છોકરાઓને છોકરીઓની punishment નો ખ્યાલ ન હતો. અમને છોકરીઓએ આ punishment વિશે જાણ કરી પછી તો શું હતું, અમારા આખા ક્લાસનો પારો આસમાને ચડી ગયો કારણ કે ભૂલ અમે બધાએ કરી હતી તો punishment માત્ર છોકરીઓને શા માટે? અમે બધાએ કોલેજ પ્રશાસનની જરા પણ પરવાહ કર્યા વિના તેનો સામનો કરવાનું નક્કી કર્યું. અમે બધા પણ ગાંજ્યાં જાય તેવા નહોતા. કોઈપણ જાતના પરિણામની પરવાહ વગર અમે બધા એકબીજાના ખભેથી ખભો મીલાવીને દ્રઢપણે એક સાથે ઉભા હતા. અમારા ક્લાસની એકતા બતાવવાનો આ મોકો હતો. તે જ સમયે અમારો આખો ક્લાસ પ્રિન્સિપાલની ઓફિસમાં ધસી ગયો. પેલા અમે બધાએ પ્રિન્સિપાલ સાથે કડકાઈથી વાત કરી ત્યારે પ્રિન્સિપાલની ઓફિસમાં ધમાલ મચી ગઈ અને પછી અમારામાંથી 2-3 છોકરાઓને પ્રિન્સિપાલ સાથે સભ્યતાથી અને પૂરી દ્રઢતાથી અમે અમારી વાત રજૂ કરી હતી અને કહ્યું કે "કોલેજના નિયમોની અમને ખબર નહોતી અને હવે પછી કોઈ દિવસ કોલેજ બંક નહીં કરીએ". જો પ્રિન્સિપાલ અમારી વાત ન સમજે તો કંઈ પણ હદે જવાની અમારી તૈયારી હતી પરંતુ એક વાત નક્કી હતી કે કોલેજ પ્રશાસન સામે ઝૂકવું નહી અને અન્યાયનો સામનો દ્રઢપણે કરવો.

પ્રિન્સિપાલે પણ ઉદારતા દાખવી અમને બધાને માફ કરી દીધા. આ નિર્ણયથી અમારા ગ્રુપનું bonding વધારે મજબુત બન્યુ.

પ્રસંગ 28 : સૂર્યા ટકાને ત્યાં movie ના પ્રોગ્રામ

આજના સમયમાં થિયેટરમાં ફિલ્મ જોવું એ સામાન્ય બાબત છે પરંતુ તે સમયે અમારા માટે થિયેટરમાં ફિલ્મ જોવું એ બહુ મોટી બાબત હતી. અમારા ક્લાસમાંથી 5-6 લોકોને ફિલ્મ જોવાનો ઘણો શોખ હતો પરંતુ પૈસાના અભાવે અમે અમારા શોખ પૂરા કરી શકતા ન હતા. અમે મોટેભાગે ટીવી પર ફિલ્મો જોતા હતા. અમારા ક્લાસનો વિદ્યાર્થી સૂર્યો ટકો રાણી ટાવર પાસે પોતાના મિત્રો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેની પાસે એક cd player હતું. અમને જ્યારે પણ ફિલ્મ જોવાની ઈચ્છા થાય ત્યારે સૂર્યા ટકાના ઘરે પ્રોગ્રામ ગોઠવતા. અમે લોકો બહારથી ફિલ્મની cd ભાડેથી લાવીને cd player પર જોતા હતા. અમે હોલીવુડ અને બોલીવુડ સ્ટારથી પ્રભાવિત હતા એટલે મોટેભાગે ઇંગ્લીશ અને હિન્દી ફિલ્મો જોવાની ફરમાઇશ રાખતા હતા. ક્યારેક ક્યારેક કોમેડી માટે અમે ગુજરાતી અને હોરર ફિલ્મો પણ જોતા હતા. ક્યારેક comedy અને thriller પિક્ચર પણ જોતા હતા. રૂમમાં cd player અને tv ટેબલ પર વ્યવસ્થિત ગોઠવીને પછી રૂમમાં અંધારુ કરી દેતા અને stereo ખૂણામાં રાખતા જેથી theatre જેવું વાતાવરણ લાગે. ફિલ્મના દરેક ડાયલોગ પર funny comments કરતા કરતા અમે લોકો પિક્ચર જોતા. ફિલ્મ જોવાના શોખ ધરાવતા અમારું 5-6 જણાનું અલગ જ ગ્રુપ હતું જેને ઇચ્છા થાય તે cd ભાડે લઇ આવે અને અમને ક્લાસમાં જાણ કરી દેતા પછી બધા સૂર્યાના ઘરે પહોંચી જતા. ખરેખર, તે સમયે cd player માં ફિલ્મો જોવાની જે મજા આવતી તેવી મજા theatre માં પણ ન આવતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED